અધૂરો પ્રેમ - ૯ CA Aanal Goswami Varma દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અધૂરો પ્રેમ - ૯

DISCLAIMER : આ નોવેલ માં આવતા પાત્રો , જગ્યા ઓ અને બનાવ બધું જ લેખકની કલ્પના છે અને વાસ્તવિકતા સાથે એને સંબંધ નથી .

સિદ્ધાર્થ અને તારા ની સાથે આપણે બધા એ પણ આ સોમવાર ની રાહ જોઈ છે તો ચાલો જોઈએ કે આગળ શું થયું........................

જેની સિદ્ધાર્થ અને તારા બંને રાહ જોતા હતા એ સોમવાર આવી ગયો. સિદ્ધાર્થ એ આજે સિદ્ધાર્થ જેમાં પોતે બેસ્ટ લાગે છે એ લાઈટ બ્લુ રંગનું નાના ચેકસ વાળુ શર્ટ અને નેવી બ્લુ પેન્ટ પહેર્યું છે. સવારે ઘરની બહાર નીકળતા એક ફરી પોતાને મિરર માં ચેક કરી લે છે.

સિદ્ધાર્થ હંમેશા ૫ મિનિટ વહેલો જ સ્ટોપ પર પહોંચતો. આજે આ ૫ મિનિટ એને યુગ જેટલી લાંબી લાગે છે. બસ આવતા એ પોતાની જગ્યાએ બેસી જાય છે. બસ ને તારા ના સ્ટોપ પર પહોંચતા થતી ૧૦ મિનટ માં એ એક ઠોઠ વિદ્યાર્થી પોતાના પરિણામ વખતે હોય એટલો બેચેન થઇ જાય છે. એ છાપું ખોલી ને તો બેઠો પણ આજે અક્ષરો એને પોતાની સામે નાચતા લાગ્યા.

તારા એ આજે પોતાનો ફેવરિટ બેબી પિન્ક રંગ નો કૂર્તી સૂટ પહેર્યો છે. મેકઅપ માં કાજલ ,આઈ લાઇનર અને લિપ ગ્લોસ્સ નો ઉપયોગ કરતી તારા આજે પોતાની ફેવરિટ ઝુમકી ઇઅરિંગ પહેરે છે. તારાનું ફેવરિટ પરફયુમ,વિક્ટોરિયા સેક્રેટ નું "Bombshell for women “ આજે એક પંપ વધારે છાંટી ને,તારા જ્યારે પોતાને મિરર માં જુવે છે , તો એના ફેસ પર એક સુંદર સ્માઈલ આવી જાય છે.

તારા સ્ટોપ પર પહોંચી જ હોય છે કે બસ આવી જાય છે. ૧ ફુટ દૂર થી આવતી બસ ને જોઈને તારા નું હૃદય બમણા વેગ થી ધબકવા લાગે છે . સિદ્ધાર્થ છાપા ની અંદર પોતાનું મોં નાખી ને વાંચવાનો ડોળ કરે છે . બસ ઉભી રહેતા તારા ચડે છે,તારા બસ માં ચડતા જ સિદ્ધાર્થ તરફ જુવે છે. સિદ્ધાર્થ એની સામે જોતા એક વ્હાલ ભર્યું , કેર વાળું સ્માઈલ આપે છે. તારા પોતાની સીટ પર બેસવાને બદલે સિદ્ધાર્થ ની તરફ આગળ વધે છે. સિદ્ધાર્થ નીચે જોઈને સ્માઈલ કરે છે . સિદ્ધાર્થ ની પાસે આવી ને તારા એની બાજુ માં બેસી જાય છે. સિદ્ધાર્થ અને તારા બંને એક બીજા ની સામે જુવે છે ,બંને એક સાથે કંઈક બોલવા જાય છે અને પછી સાથે હસી પડે છે.

સિદ્ધાર્થ : તારા, તું ઠીક છે ?

તારા : હા હું ઠીક છું .

સિદ્ધાર્થ : જો તું , શુક્રવાર ની વાત ને લઈને સ્ટ્રેસ ના લઈશ. કમલેશ હવે તને કોઈ પણ રીતે બિલકુલ પરેશાન નહીં કરે.

સિદ્ધાર્થ ની પોતાના માટે કેર જોઈને તારા ને નિહાર સાથે થયેલી વાત યાદ આવી ગઈ.સિદ્ધાર્થ ના મોઢે થી આ વાત સાંભળતા, તારા ને નિહાર સાથે થયેલી વાત યાદ આવી જાય છે. જ્યારે તારા નિહાર ને પોતાની સાથે બનેલી ઘટના વિશે કહી રહી હતી ત્યારે નિહાર કહે છે કે "તારે મોડા રોકવા માટે હા ન પાડવી જોઈતી હતી . તે હા પાડી એટલે કમલેશે આવી હરકત કરી. "તારા આ સાંભળીને એકદમ શોક થઈ જાય છે. નિહાર પોતે ઘણી વાર લેટ સીટિંગ કરતો એટલે તારા ને આ વાત પર ખૂબ ગુસ્સો આવ્યો. તારા પત્ની હોવાથી એના માટે અલગ લોજીક. એ રૂમમાં જતી રહી. નિહાર ને લાગ્યું કે એને ખોટું રિએક્ટ કરી દીધું પણ હવે મોડું થઈ ચૂક્યું હતું. એ તારા ને સોરી કહે છે અને પૂછે છે કે શું પોતે એમાં ઇન્વોલ્વ થાય? તારા એને ના કહે છે. એ હવે નિહાર સાથે આ બાબતે ચર્ચા કરવા નથી માંગતી. અને ઓફિસ ની મેટર હોવાથી પોતે જ ડીલ કરે એ વધારે યોગ્ય રહેશે.જો કે પોતે આને કેવી રીતે ડીલ કરશે એ વાત ને લઈને એ શ્યોર નથી.

તારા ને આમ ખોવાયેલી જોઈને સિદ્ધાર્થ ને એમ લાગે છે કે તારા કદાચ એમની વચ્ચે થયેલ વાત ને લઈને અસમંજસ માં છે, એ તારા ને કહે છે કે "તારા માટે એનો પહેલી નજર નો પ્રેમ અતૂટ છે અને રહેશે. પણ એને લઈને તારા એ ચિંતા કરવાની જરૂર નથી. એ ફક્ત એની લાગણી વ્યક્ત કરવા માંગતો હતો. એને બીજી કોઈ અપેક્ષા નથી." તારા સિદ્ધાર્થ ની સામે જોઈને સ્માઈલ કરે છે.એની કમલેશ ને લગતી બધી અસમંજસ અને ચિંતા સિદ્ધાર્થ ની હૈયાધારણ માત્ર થી દૂર થઇ ગઈ.

તારા, સિદ્ધાર્થ નો હાથ પકડી લે છે, એની આંખો માં જુવે છે. એની પહેલી આંગળી પકડીને એના હાથમાં રહેલા છાપા માં રહેલા અક્ષર પર પોઇન્ટ આઉટ કરીને " I LOVE YOU" બનાવે છે . સિદ્ધાર્થ અને તારા બંને ની આંખ માં ઝળઝળિયાં હોય છે. પ્રેમ નો સ્વીકાર એ પ્રેમી માટે એક ઉજવણી છે. તમે જેને પ્રેમ કરો એ તમારો પ્રેમ સ્વીકારે એનાથી વધારે ધન્ય ક્ષણ આ દુનિયામાં બીજી કોઈ નથી. આ એક એવો વિજય છે જેના પછી જીવન આખું ઉત્સવ બની જાય. સાચો પ્રેમ કોઈ પણ સંજોગો માં થાય અને એજ એની ખૂબી છે. પ્રેમ એક વહેતી નદી જેવો છે એ ત્યારે જ ધીમો પડે જયારે એને પોતાના માં સમાવી લેનાર દરિયો મળે. અહીંયા તારા નામની નદી ને સિદ્ધાર્થ નામ નો દરિયો મળી ગયો છે. બંને બાકી આખા રસ્તે કંઈ બોલતા નથી , કદાચ એમના હૈયા વાત કરતા હશે. બંને ને પહેલા ક્યારેય ના અનુભવેલી શાંતિ અને પૂર્ણતા નો અનુભવ થાય છે .

"તું પ્રેમ નો રથ હાંક

મારો સારથી બનીને "

બંને એક બીજા વિશે આ જ વિચારતા હોય છે.

ઓફિસ આવવા ને ૫ એક મિનિટ ની વાર હોય છે ત્યારે સિદ્ધાર્થ, તારા ને બોલાવે છે . તારા એની સામે નથી જોતી. તારા સિદ્ધાર્થ ના અવાજ માં પોતાનું નામ ફરી સાંભળવા માંગતી હોય છે એટલે જાણી ને , સાંભળ્યું ના સાંભળ્યું કરે છે. સિદ્ધાર્થ પણ કદાચ સમજી જાય છે એટલે ફરીથી થોડી નજાકત સાથે તારા ને બોલાવે છે . હવે તારા સિદ્ધાર્થ ની સામે જુવે છે, સિદ્ધાર્થ પોતાનો એક હાથ લંબાવે છે, જાણે તારા નો હાથ માંગતો હોય, તારા ખૂબ જ પ્રેમ અને વિશ્વાસ થી પોતાનો હાથ સિદ્ધાર્થ ના હાથ માં મૂકે છે. સિદ્ધાર્થ તારા ને કહે છે કે , કમલેશ વાળી વાત ને લઈને બિલકુલ ચિંતા ન કરે, " He will be taken care off ".

તારા આ સાંભળીને એકદમ અચંબા માં મુકાઈ જાય છે કે સિદ્ધાર્થ પોતાના મન ની વાત કહ્યા વગર સમજી ગયો . પોતે ઓફિસ પાસે આવવાથી ડરી ગઈ હતી પણ હવે ને કોઈ પણ ડર કે ફિકર નથી. પોતે હિંમત વાળી છે અને પાછો એની સાથે સિદ્ધાર્થ છે! તારા ના મોઢા પર એ મોનાલીસા સ્માઈલ આવી જાય છે.

ઓફિસ આવતા તારા અને સિદ્ધાર્થ બસ માંથી ઉતરે છે . કાર્ડ સ્વાઇપ કરીને પોતાની જગ્યા પર જતા પહેલા તારા સિદ્ધાર્થ તરફ જુવે છે , સિદ્ધાર્થ તારા ની આંખો માં જુવે છે , એ નજર એટલી બધી વાચાળ હોય છે કે એમાં , તારા ને કંઈજ સાંભળ્યા વગર , take care , I LOVE YOU અને હું છું તારી સાથે, તું ગભરાઇશ નહી , આ બધું એક સાથે સંભળાયું.

તારા પોતાની જગ્યાએ પહોંચે છે અને ડરતા ડરતા કમલેશ ની સીટ તરફ નજર કરે છે પણ એ ત્યાં નથી હોતો . તારા પોતાના કામ માં લાગી જાય છે. સોમવાર અને બોર્ડ મિટિંગ માથા પર હોવાથી તારા લંચ સુધી કામ માં જ વ્યસ્ત રહે છે.

લંચ સમયે તારા કેન્ટીન માં પણ થોડી મોડી પહોંચે છે. કેન્ટીન માં પહોંચેલ તારા ,સિદ્ધાર્થ ને શોધવા આમતેમ નજર ફેરવે છે તો સિદ્ધાર્થ એક ટેબલ માં એકલો બેઠેલો દેખાય છે . એ આંખો થી તારા ને ત્યાં બેસવાનું કહે છે. તારા પોતાની પ્લેટ લઇ ને સિદ્ધાર્થ પાસે જાય છે અને સિદ્ધાર્થ ની સામે બેસે છે .તારા જુવે છે કે સિદ્ધાર્થ એ હજી ખાવાનું શરૂ નહોતું કર્યું . તારા ને એનું આમ પોતાની રાહ જોવું ખૂબ ગમે છે.

તારા કહે છે કે એ HR માં જઈને કંપ્લેઇન કરવાની છે. સિદ્ધાર્થ તારા ને પૂછે છે કે શું તારા એના પર વિશ્વાસ કરે છે ? તારા કહે છે , હા સિદ્ધાર્થ ,હું જ્યારે અટકીશ ત્યારે તારી સલાહ લઈશ. સિદ્ધાર્થ ને આ વાક્ય બહુ ગમે છે . એ તારા ને થેન્ક્સ કહે છે અને કહે છે કે કમલેશ માટે તારા કંઈજ ન કરે . અને વિશ્વાશ અપાવે છે કે તારા ની લાઈફ માં હવે કમલેશ ને લીધે કોઈ જ પ્રોબ્લેમ નહી થાય .

લંચ પૂરો થતા બંને પોતાના કામમાં લાગે છે .

આમ પંદર એક દિવસ પસાર થઇ ગયા. સિદ્ધાર્થ અને તારા હવે બસ માં જોડે જ બેસતા અને લંચ પણ સાથે કરતા .

બોર્ડ મિટિંગ સરસ રીતે પતી ગઈ હતી. ફરી સોમવાર આવ્યો. નિરાંત થી સિદ્ધાર્થ સાથે લંચ કરી રહેલી તારા એ પૂછ્યું કે કમલેશ હજી આજે પણ નથી આવ્યો, ત્યારે સિદ્ધાર્થ એ કહ્યું કે એ હવે ક્યારેય નહિ આવે, એને કાઢી મુકવામાં આવ્યો છે. સિદ્ધાર્થ તારા ને જણાવે છે કે કમલેશે આવી હરકત પહેલા પણ કરી ચુક્યો છે અને એટલે જ મેનેજમેન્ટ કોઈ મૌકા ની ફિરાક માં હતું જેને લઈને કમલેશ ને બરતરફ કરી શકાય. કમલેશ ને ઘણા દિવસ થી વૉચ કરાતો હતો અને એ દિવસે ઘટેલી આખી ઘટના મેનેજમેન્ટ ની ધ્યાનમાં આવતા એને શુક્રવારે રાત્રે જ બરતરફ કરવામાં આવ્યો છે . તારા સિદ્ધાર્થ ને કહે છે કે પણ મેં તો કોઈ ને આ વાત નથી કરી તો સિદ્ધાર્થ કહે છે કે શુક્રવારે તારા ને ઘેર ઉતાર્યા પછી, એણે એડમીન માં કમલેશ ની કેબિન ની સીસીટીવી ફૂટેજ જોવામાં આવે એવો મેસેજ કર્યો હતો. એ ક્લિપ જોઈને એને તાત્કાલિક બરતરફ કરાયો હતો .

તારા આ સાંભળી ને ખુશ થઇ જાય છે . એની સ્માઈલ જોઈને સિદ્ધાર્થ પણ સ્માઈલ કરે છે. તારા તરત જ બોલે છે કે એની જોબ જતી રહી તો એના પરિવાર નું શું ? આ સાંભળીને સિદ્ધાર્થ તારા ને કહે છે કે " તું ક્યુટી પાઇ છે ". જે માણસે તારી સાથે અને પહેલા પણ બીજી છોકરીઓ સાથે આવું કર્યું તને એની પણ ચિંતા છે મારી ક્યુટી પાઇ , I love you so much " . આ સાંભળી ને તારા ના ગાલ પણ શરમ ના શેરડા પડી જાય છે.

આમ દિવસો પસાર થઇ રહ્યા હોય છે . બંને એ અનુભવ્યું હતું કે આજકાલ બંને ખૂબ ખુશ રહે છે. એમ નો જિંદગી પ્રત્યેનો એટ્ટીટ્યૂડ પણ બદલાઈ ગયો છે . બંને ના પ્રેમ માં કોઈ આછલકાઈ નથી . એમ નો પ્રેમ વાસના થી પર છે . બંને પોતાની જવાબદારી માટે સભાન છે અને એટલે જ એવું જાણવા છતાં કે તેઓ એક બીજા સાથે કેટલા ખુશ છે બંને કોઈ પણ રીતે આગળ નથી વધતા. પણ એમના મન તો ક્યાંય આગળ પહોંચી ગયા છે . એટલી પાસે કે એમનું અલગ થવું હવે શક્ય જ નથી.

સિદ્ધાર્થ તારા સાથે એનું કામ, બીજા અફેર્સ, ઘર ને લગતા પ્રશ્નો બધું જ ખુલ્લા મને, જજ થવાની ચિંતા વગર ડિસકસ કરી શકતો તો બીજી બાજુ તારા સિદ્ધાર્થ સાથે વિસ્તારથી પોતે શું વિચારે છે, શું અનુભવે છે એ બધું ફિલ્ટર કર્યા સિવાય એમ ને એમ વર્ણવતી અને સિદ્ધાર્થ શાંતિ થી સાંભળતો . બંને એક બીજા ની કંપની ખૂબ માણતા. વાતો વાતો માં એમની સમસ્યા નો ઉકેલ પણ આવી જતો કારણ કે એક નો પ્રોબ્લેમ બીજો પોતાના દ્રષ્ટિકોણ થી જોતો અને એના ઉકેલ માટે નો વિચાર ડિસક્સ કરતો. વળી તારા ના ખુશમિજાજ અને વાચાળ સ્વભાવ ને લીધે એમની વાતો ક્યારેય ન ખૂટતી.

સિદ્ધાર્થ પોતાના પરિવારને વધારે સારી રીતે સમજતો થઇ ગયો. પોતાના બાળકોને અને મીરા સાથે વધારે સારી રીતે વર્તતો થઇ ગયો છે . તારા પાસેથી એને જીવવા માટેનું બળ મળતું .તારા પણ સિદ્ધાર્થ ના પોતાના માટે ના અખૂટ પ્રેમ થી ભીંજાઈ રહી છે . સિદ્ધાર્થ સાથે રહેવા માત્ર થી એને સ્પેશ્યલ ફીલ થતું.તારા ને દુનિયા આખી સ્વર્ગ લાગતી.

આટલો સંપૂર્ણ સંબંધ અધુરો કેવી રીતે રહી ગયો ? વાંચો આગળ ના ભાગ માં.