આપણે આગળ જોયું તારા ની નવી નોકરી, સિદ્ધાર્થ નું તારા ને મળવું, અને બંને નું એક બીજા માટે કંઈક ખાસ અનુભવવું , થોડાક જ સમય ની મુલાકાત પણ એવું લાગવું કે આ કંઈક ખાસ છે . હવે આગળ.....
તારા ને પણ કંઈક અંશે ભરોસો હતો કે સિદ્ધાર્થ એને લિફ્ટ આપશે જ અને એટલે એ ઘેર એવું કહીને નીકળી કે રાત્રે મને કોઈ લેવા નહીં આવતા. બસ ની સફર દરમિયાન અંતાક્ષરી રમતી વખતે જે રીતે સિદ્ધાર્થ તારા ને જોતો હતો એના થી તો તારા ના હૃદય ની ધડકન ઓર વધી ગઈ હતી અને મન વિચલિત થઈ રહ્યું હતું.
ટ્રીપ દરમિયાન પણ સિદ્ધાર્થ નું તારા ને જોવા નું ચાલુ રહ્યું અને કદાચ એને હવે એ ગમવા પણ લાગ્યું હતું. બંને સામસામી ટીમ માં હતા અને એમનું આમ એક બીજા સાથે હરીફાઈ કરવું પણ એને ગમવા લાગ્યું હતું . આખી ટ્રીપ આમ જોવા માં જ પુરી થઇ ગઈ. બંને ની વાત ના થઇ. તારા નું અનુમાન હતું પણ સિદ્ધાર્થે તેને ઘેર ઉતારવા માટે પણ ન પૂછ્યું. તારા થોડી નારાજ થઇ. એને એમ લાગતું હતું કે જો સિદ્ધાર્થ માં હિમ્મત જ નથી એની સાથે વાત કરવાની તો આમ જોયા કેમ કરે છે? વધુમાં, એક બીજો સહકર્મચારી, કે જે એના જ ડીપાર્ટમેન્ટ નો હતો અને એના ઘર ની નજીક રહેતો હતો, તેને પણ ના પાડી દીધી હતી તારા એ એ વિશ્વાસ માં કે એને તો સિદ્ધાર્થ પૂછશે જ ને. પણ સિદ્ધાર્થ એ ના પૂછ્યું.
ખરી વાત એમ હતી કે સિદ્ધાર્થ તારા ને લિફ્ટ આપવા માંગતો હતો પણ હજી સુધી એને ક્યારેય તારા સાથે વાત નોહતી કરી અને પાછું તારા જયારે એના સહકર્મચારી ને ના પડી રહી હતી ત્યારે સિદ્ધાર્થ સાંભળી ગયો હતો એટલે એને તો એમજ ધારી લીધું કે મને પણ ના જ પાડશે. એને એ ડર માં તારા ને પૂછ્યું જ નહી.
બસ પછી તો શું ?
તારા ને ગુસ્સો આવ્યો અને એને એમ થયું કે આ માણસ વાત કરવાની પણ હિમ્મત નથી તો હવે મારે પણ એને બિલકુલ ભાવ ના આપવો જોઈએ અને એથીજ એને ગુસ્સા માં સિદ્ધાર્થ ની સામે કતરાવા નું શરુ કર્યું. પહેલા જયારે બંને ની નજર મળતી ત્યારે એકાદ અડધું સ્મિત આવી જતું તારા ના હોઠ પર, એનું સ્થાન હવે ગુસ્સા વાળા હાવભાવે લઇ લીધું. એ પોતાની નજર જ ફેરવવા લાગી સિદ્ધાર્થ ની સામે થી. તારા પાછી પોતાના માં ખોવાઈ ગઈ.
તારા ના નવા જ લગન થયા હતા એટલે એને આમ તો કોઈ બીજી વ્યક્તિ માં બિલકુલ રસ ના હોવો જોઈએ કદાચ હતો પણ નહીં. એકવડિયા દેખાવ ની ,સુંદર ,સ્માર્ટ ખુશમિજાજ અને સ્વાવલંબી તારા ના જીવન માં ઘણા પુરુષ મિત્રો હતા. રોમેન્ટિક રિલેશન્સ પણ હતા અને નિહાર ને પણ એ કોલેજ માં જ મળી હતી અને પછી પાંચ વર્ષ ડેટિંગ કર્યા પછી બંને ઘર વાળા ની મરજી થી પરણી ગયા હતા. એ રોજ ઓફિસે માં પણ સિંદૂર લગાવી ને આવતી જેથી બધા ને જાણ રહે કે પોતે પરણેલી છે. બધા એમ માનતા હતા કે તારા ખૂબ ખુશ હશે અને એટલેજ પોતે પરણેલી હોવાની વાત આમ ખુલ્લામાં જાહેર કરે છે જે કદાચ એની કંપની ના culture ની વિરુદ્ધ હતું .આવડી મોટી કંપની માં ઘણા લોકો પોતે ખૂબ મોડર્ન હોવાની છાપ છોડવા માંગતા.
આ સિંદૂર તો સિદ્ધાર્થે પણ નોટિસ કર્યું હતું અને એજ કારણ હતું એની તારા માટે પેહલી નજર નો પ્રેમ હોવા છતાં એના પ્રત્યે અદમ્ય આકર્ષણ હોવા છતાં એના થી દૂર રહેવાનું , ખૂબ ચાહવા છતાં પોતાને સીમિત રાખવાનું જ મુનાસીબ માન્યું હતું.
પણ તારા ના મન ની વાત તો એજ જ જાણતી હતી . એવું નોહ્તું કે એ ખુશ નોહતી પણ હજી એ ક્યાંક ને ક્યાંક કઈ એવું શોધી રહી હતી જે ખૂટતું હતું . કઈ એવું જેની એને હંમેશા કલ્પના કરી હતી . એને હંમેશા એક એવા રાજકુમાર ની કલ્પના કરી હતી જેના માટે જિંદગી નું કેન્દ્ર બિંદુ માત્ર એ જ હોય .
એ હંમેશા પોતાને મનાવતી કે કદાચ નિહાર જ એ વ્યક્તિ છે અને પોતે જે કલ્પના કરે છે એવું ના હોય . Soulmate એ એક કલ્પના માત્ર છે અને એના
લીધે જિંદગી ના વેડફાય . એને પોતાની જાતને નિહાર ને સમર્પિત કરી લેવાનું નક્કી કર્યું હતું અને હવે પોતાની ની કલ્પના ઓ માંથી બહાર આવાનું દ્રઢતાથી નક્કી કરી લીધું હતું .
જયારે એને પેહલી વાર સિદ્ધાર્થ ને જોયો ત્યારે કેમ જાણે પણ એની એ આશા ફરી પછી અંકુરિત થઇ ગઈ . એને એમ લાગ્યું કે એનું આ કંપની માં જોડાવું સિદ્ધાર્થ સાથે મુલાકાત થવી આ બધું ખાલી બનવા જોગ નથી પણ એની પાછળ ક્યાંક કોઈ શક્તિ કામ કરી રહી છે . એ ખરેખર એના સપના ના રાજકુમાર ને મળી શકશે . એ એક સમજદાર યુવતી હતી એ એટલે એને પોતાની મર્યાદા નું પણ ભાન હતું . એનો નિહાર ને દગો આપવાનો ઈરાદો પણ ન હતો , પણ હા એ પોતાના સપના ને લઈને પણ એટલીજ વફાદાર હતી અને પોતાના એ રાજકુમાર ને મળવાની અદમ્ય ઈચ્છા પણ હતી જ એને .
શું સિધાર્થ જ એનો રાજકુમાર છે ? વાંચો આવતા અઠવાડિયે.............................