આપણે આગળ જોયું કે તારા અને સિદ્ધાર્થ સ્ટાફ બસ માં મળ્યા અને પછી બંને ને એક બીજા માટે કૈક ખાસ લાગણી હોવાનું લાગવા છતાં બેય વચ્ચે વાત શરુ ના થઇ શકી . પિકનિક દરમિયાન પણ કોઈ વાત ના થઇ શકી અને તારા ગુસ્સે હતી કે સિદ્ધાર્થે લિફ્ટ્ માટે ના પૂછ્યું . આ પછી તે હવે સિદ્ધાર્થ ને જોવા માત્ર થી ગુસ્સે થવા લાગી અને એને અવગણવા માંડી. હવે આગળ .......
સિદ્ધાર્થ હવે જયારે પણ તારા ને જોતો ત્યારે તારા પોતાનું મોઢું ફેરવી લેતી . એ સિદ્ધાર્થ ને તદન્ન અવગણવા માંડી .બસ માં એની પાછળ ની સીટ પર બેસવા લાગી જેથી એની સામે નજર ના મેળવવી પડે . canteen માં પણ એને પોતાનો જમવા જવાનો time એકદમ બદલી નાખ્યો જેથી એને સિદ્ધાર્થ ને બિલકુલ ના જોવો પડે . આ બાજુ સિદ્ધાર્થ આ બધું જોતો હતો અને સમજતો પણ હતો . એને ખબર પડી ગઈ હતી કે તારા કદાચ એની લિફ્ટ માટે ના પૂછવાની વાત ને લઈને નારાજ છે . તેવામાં , કંપની માં internal audit માં કામ કરતા કમલેશ નો અકસિડેન્ટ થયો અને એનો profile થોડા સમય માટે તારા ને આપવા માં આવ્યો . Sept Quarter closing નો સમય આવતા , હવે તારા એ બધા ડીપાર્ટમેન્ટ માંથી data લેવાનો હતો એમાંથી એક ડીપાર્ટમેન્ટ સિદ્ધાર્થ નું પણ હતું .
તારા અને સિદ્ધાર્થ બંને પ્રોફેશનલ હતા અને pesonal અને professional વસ્તુ અલગ રાખી સકતા હતા . જેથી બંને ને કામ કરવા માં વાંધો ના આયો . બધું કામ બસ પતવામાં જ હતું અને closing ના આગળ દિવસે એક વધારા ની માહિતી માંગવામાં આવી જે સિદ્ધાર્થ ના ડીપાર્ટમેન્ટ માંથી જ મળે એમ હતી . સમય ઓછો હોવાથી બંને મોડે સુધી કામ કરતા રહ્યા . હવે કામ પૂરું થતા સિદ્ધાર્થે તારા ને પૂછ્યું કે હું તને ઘરે ઉતારી દઉં . બસ આટલું સાંભળતા જ તારા નો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો . અત્યાર સુધી સંઘરી રાખેલો રોષ એક સાથે બહાર આવ્યો અને એને લગભગ ચીસ પડી ને પૂછ્યું કે એ દિવસે કેમ લિફ્ટ માટે ના પૂછ્યું ? તારા ને વધારે ગુસ્સો એ વાત નો હતો કે બીજા સહકર્મચારી એ પૂછ્યું હતું પણ સિદ્ધાર્થે જે આટલા દિવસ થી તારા ને જોઈને એને એવી અનુભૂતિ કરાવી રહ્યો હતો કે પોતે એના માટે કૈક ખાસ છે , એણે રાત ના સમયે એ જાણવાની પણ દરકાર ના કરી કે તારા ઘેર કેવી રીતે જશે?
. સિદ્ધાર્થ એક ક્ષણ માટે તો સહેમી જ ગયો પણ પછી એને ધીરે થી સ્મિત કરી ને ફકત એટલું જ કયું કે પોતે સાંભળી ગયો હતો કે તારા એ પોતાના ડીપાર્ટમેન્ટ ના માણસ ને ના પાડી હતી અને એટલેજ પોતાને મન હોવા છતાં તારા ને નોહ્તું પૂછ્યું . એની વાત એકદમ તાર્કિક અને સહજ હતી પણ તારા એ પોતાના ગુસ્સા માં આ બાજુ વિચાર્યું જ ન હતું . એને એકદમ હસવું આવી ગયું અને સિદ્ધાર્થ પણ હસી પડ્યો અને તારા ને જોવા લાગ્યો . તારા સિદ્ધાર્થ ને આમ આટલી પાસે થી પોતાને જોઈ રહેલો જોઈને થોડી શરમાઈ ગઈ .
સિદ્ધાર્થે એ એકદમ જ કીધું "તારા તું હંમેશા હસતી રહે . તું હસતી હોય ને તો બહુજ સુંદર લાગે છે , હું ભગવાન ને પ્રાર્થના કરીશ કે તું આમજ હંમેશા હસતી રહે ....તારા બે ક્ષણ માટે સિદ્ધાર્થ માં જ ખોવાઈ ગઈ એની એજ છલો છલ પ્રેમ થી ભરેલી આંખો જે ફક્ત તારા ને જોવા જ સર્જાઈ હોય . ત્યાંજ સિદ્ધાર્થ ત્યાંથી ઉભો થઇ ગયો અને હા એ દિવસે એને તારા ને એના ઘરે ઉતારી .બંને જણા ફક્ત કામ ની વાત કરતા રહ્યા અને એમ કરતા તારા નું ઘર પણ આવી ગયું .
સિદ્ધાર્થ તારા ને ઉતારી જયારે પાછો ફરી રહ્યો હતો ત્યારે એને પોતાના પર ખૂબ ગુસ્સો આવી રહ્યો હતો એને એ ના સમજાયું કે શું કામ પોતે તારા ને આટલો પ્રેમ કરવા છતાં કહી નથી શકતો . કેમ પોતાની લાગણી ઓ ને આમ છુપાવી રહ્યો છે ? શું કામ પોતાની જાત સાથે લડી રહ્યો છે . અને એની સામે છેલ્લા ૧૦ વરસ કેમેરા ની રીલ ની જેમ પસાર થઇ ગયા .
સિદ્ધાર્થ ના કુટુંબ માં એના માતા પિતા અને એક નાનો ભાઈ હતા . પોતે ૨૧ વર્ષ માં એન્જીનેનર થઇ ગયો હતો અને હવે પોતાની જિંદગી જીવવા માંગતો હતો પોતાની રીતે . એને નોકરી પણ મળી ગઈ અને ૩ વર્ષ માં તો પોતાનો એક નાનકડો ફ્લેટ પણ લઇ લીધો . ગ્રહ પ્રવેશ વખતે સિદ્ધાર્થ નું આખું કુટુંબ આવ્યું . તે વખતે પિતા એ પોતાના એક મિત્ર ની દીકરી મીરા નું માંગુ આવ્યું છે એમ જણાવ્યું .
એવું ન હતું કે સિદ્ધાર્થ ને બહુ વધારે અપેક્ષાઓ હતી , પણ એ પોતાની જીવન સાથી માં એક ચુલબુલી ,નટખટ અને ખુશમિજાજ છોકરી ઈચ્છતો હતો જે એની સાથે ઝગડે , જેને પોતે મનાવે અને જેની સાથે દરેક વિષય પાર તર્કબાજી થઇ શકે . આ બધું જયારે કોઈ માં દેખાય ત્યારે એ પરણી જવા માંગતો હતો . બહુ સુંદર , કમનીય કે પછી પૈસાવાળી છોકરી ની એને આશા નોહતી એને . જયારે સિદ્ધાર્થ એ મીરા નો ફોટો પેહલી વાર જોયો ત્યારે એને મીરા માં આ બધું ના દેખાયું અને એને પોતાના પિતા ને ના કહેવાનું વિચાર્યું . એના પિતા પણ કદાચ સમજી શક્ય આ વાત અને એમને સિદ્ધાર્થ ને કહ્યું કે આપણે એમને મળી ને ના કહી આવીએ . સિદ્ધાર્થ ને પણ એવું કરવા માં વાંધો ના લાગ્યો . બંને પિતા પુત્ર જયારે મીરા ના ઘરે પહોંચ્યા તો એમ નું સરસ રીતે સ્વાગત થયું અને મીરા એના માતા પિતા અને એની બેહન સાથે પરિચય થયો .
મીરા નું ઘર સિદ્ધાર્થ ના ફ્લેટ થી કૈક ૬૦ કિલો મીટર દૂર હતું . બસ સવારે ૯ વાગ્યે ઉપડતી અને ૧૧ વાગ્યે પહોંચાડી દેતી . સાંજ ના ૪ વાગ્યે પાછી ઉપડતી હતી . આટલા સમય માં સિદ્ધાર્થે એ જોઈ લીઘું કે મીરા ના ઘર માં એની કિંમત બહુ નોહતી ઉપજતી . નાની બેહન દેખાવ માં અને બીજી બધી રીતે મીરા કરતા આગળ હતી અને એટલે વારે વારે મીરા ને એની સાથે સરખાવા માં આવતી હતી . મીરા ની ઉદાસી વારે વારે એની આંખો માં દેખાઈ આવતી હતી જે સિદ્ધાર્થ થી છુપી ના રહી શકી.. એને પોતાના પિતા ને ખાનગી માં બોલાવી ને એવું કહ્યું કે આપણે ના નઈ કહીયે .
એ હજી આજે પણ વિચારે છે કે એને એ સહાનુભૂતિ વાળો નિર્યણ લઈને શું કોઈ ભૂલ કરી હતી ?............................ વાંચો આવતા અઠવાડિયે