ભાગ - ૨
સવારે જ્યારે આશા અને વિહાર જવાની તૈયારી કરે છે ત્યાં અચાનક નિતીન ભાઈ ને એક ફોન આવે છે." જયશ્રી ક્રિષ્ના, નિતીન ભાઈ હું મહેશભાઈ બોલું છું ઓળખાણ પડી કે નહીં..." અને વાતો લાંબી ચાલે છે.નિતીન ભાઈ એ આશા ની મમ્મી ને કહ્યું, " તને કહું છું આજે છોકરાઓ ને કહેજે ફરવાં જવાનું બંધ રાખે ઘરે મહેમાન આવે છે." હિના બેન એ કહ્યું સારું હું જણાવી દઈશ.
વાત જણાવતાં વિહાર અકળાયો અને કહ્યું," એ લ્યો આવું તે કોણ આવે છે કેવો પ્લાન બનાવ્યો હતો આશા હવે પાછા રવિવાર ની રાહ જોવાની ને... ઠીક છે ભલે પ્લાન ને મોકુફ રાખી દઈએ. " એમ કહી એ ટીવી જોવા લાગ્યો. આશા રસોઈ ઘર માં જઈ મમ્મી ને મદદ કરવા લાગી.
કલાક એક થઈ હશે ત્યાં દરવાજે કોઈ કાર આવી હોય એવો અવાજ સંભળાયો અને નિતીન ભાઈ દરવાજે ગયાં.
અરે, આવો આવો મહેશભાઈ બસ જો તમારી જ રાહ જોઇએ છે. સૌ મુખ્ય ખંડ માં સાથે બેસે છે અને બાળપણ ની વાતો યાદ કરે છે. પછી મહેશભાઈ એ કહ્યું નિતીન ભાઈ, આશા ને BDS પૂરું થઈ ગયું..? શું પરિણામ આવ્યું..? આશા પોતાનાં પરિણામ અને અભ્યાસની માહિતી આપે છે.
નિતીન ભાઈ આજે હું ખાસ એ મુલાકત એ આવ્યો છું કે આપણે વર્ષો પહેલાં કરેલાં વચન ને હવે સાર્થક કરવાં ની વેળા આવી છે તો થયું કે ચાલ હું રૂબરૂ તમને અને હિના ભાભી ને મળી અને આ વિષય અંગે વાત કરું.
નિતીન ભાઈ એ કહ્યું " હા, હું કેવી રીતે ભૂલી શકું મહેશભાઈ મને યાદ જ છે હું અને તમારાં ભાભી હજી હમણાં બે ચાર દિવસ પહેલાં જ આ વિષય અંગે ચર્ચા કરી રહ્યા હતાં. અને એમાં આજે વળી તમારો સવારે ફોન આવ્યો નહિતર હું અને આશા નાં મમ્મી સાંજે તમારાં ઘરે આવવાનાં જ હતાં કે ઘણો સમય થઈ ગયો છે. મુલાકાત પણ લેતા આવીએ અને આ વિષય અંગે ચર્ચા પણ કરી લઈએ. આ ચાલી રહેલી વાતો માં આશા બોલી ક્યાં વિષય ની આપ સૌ વાત કરો છો જરાં અમને બેય ને તો કહો. તમે સૌ વિષય - વિષય કરી રહ્યાં છો જરા અમને પણ ખબર પડે.
મહેશભાઈ એ કહું, " હા, બેટા શું કામ નહીં...! વિષય એ છે કે તારાં પપ્પા અને હું બંને એક સાથે મોટા થયાં, ઉંમર માં તારા પપ્પા થી એક વર્ષ મોટો પણ લાગે નહીં ( હસ્યા..). પાછાં સરખી જ્ઞાાતિ એટલે થોડાં વર્ષો પહેલાં જ્યારે તું દસમાં ધોરણ માં હતી ત્યારે વાતો વાતો માં અમારે ચર્ચા થઈ અને વિચાર્યું કે મારાં દીકરા અવિનાશ નાં વેવિશાળ તારાં જોડે કરીશું. " આશા આ સાંભળી ને કશો જવાબ ના આપ્યો અને શરબત નાં ગ્લાસ લઈ રસોઈ ઘર માં ચાલી ગઈ.
રાતે જમવા માટે બહાર જવાનું હોવાથી સૌ તૈયાર થતાં હતાં ત્યારે આશા એ કહ્યું." આ પેલો જ અવિનાશ ને જેને હું બહુ હેરાન કરતી ( હસી ને ) વર્ષો થઈ ગયાં મેં તો જોયો જ નથી હો...". ત્યાં વિહાર એ ચીડવતા કહ્યું, " ઓહો બહુ હરખ ઉભરાય તારાં ચહેરે.. બહુ ઉતાવળ હો... મમ્મી એ મમ્મી આશા કહે છે મારે અવિનાશ ને મળવાં જવું છે આપણાં જોડે જમવા નથી આવવું.."
આ સાંભળી ને નિખાલસ હસી ને આશા કહે છે એય બહુ વાયડો ના થઈશ વિહાર ... પપ્પા તમે જે સાંભળ્યું એ બિલકુલ જૂઠું છે મેં એવું કશું નથી કહ્યું. " અરે અરે એને જમવા બોલાવી લઉં હે વિહાર એમ કહી નિતીન ભાઈ અને વિહાર હસે છે..! " લે પપ્પા તમે પણ આ વાયડા વિહાર ની ટીમ માં એમ ને.. એમ કહી પપ્પા જોડે આશા તોફાન કરે છે. હિના બેન કહે છે અરે ભલે ને આ સૌ મજાક કરે તું શું કામ મન માં લે છો... એય તમને બંને ne કહું છું ખબરદાર અવિનાશ ની રાજકુમારી ને કશું કહ્યું છે તો.... ( હસી ને). પછી તો આશા પણ હસવા લાગી અને કહ્યું અરે મને અહીં થી રવાના કરવાં નાં ચક્કર માં છો એમ તમે ત્રણેય ખૂબ વાયડા છો એમ કહી સૌ ને બાથ ભરી ગઈ.
(ક્રમશઃ)