*Disclaimer*
" આ વાર્તા નાં બધાં નામો, પાત્રો, વ્યવસાયો, સ્થાનો, ઘટનાઓ અને ઘટનાઓ ક્યાં તો લેખકની કલ્પનાશક્તિનું ઉત્પાદન છે અથવા કાલ્પનિક રીતે વપરાય છે. વાસ્તવિક વ્યક્તિઓ, જીવંત અથવા મૃત, અથવા વાસ્તવિક ઘટનાઓ સાથેની કોઈપણ સમાનતા સંપૂર્ણ સંયોગ છે. "
" બેટા, આવતાં વર્ષે તારે BDS પૂરું થઈ રહ્યું છે હું વિચારું છું કે પ્રેક્ટિસ આપણાં ક્લિનિક માં જ કરે જેથી તને સરસ અનુભવ મળી રહે." નિતીન ભાઈ એ આશા ને કહ્યું. અને આશા તો સદાય મમ્મી પપ્પા ની વાતો જાણે ભગવાન જ નિર્ણય કરે છે એમ માની ને બધું જ માનતી.
નિતીન ભાઈ અને હિના બેન ને બે સંતાન આશા અને વિહાર.વિહાર આશા કરતા બે વર્ષે નાનો તે પણ BDS જ કરી રહ્યો હતો. આમ જોવા જઈએ તો પરિવાર નાં મોટા ભાગ નાં સભ્યો ડેન્ટલ માં જ કારકિર્દી ધરાવતાં હતાં અને એટલી બધી શાખાઓ કે ના પૂછો વાત.નિતીન ભાઈ એ શહેર ના મોટા ભાગ નાં વિસ્તારો માં પોતાની શાખા ખોલી ને ડેન્ટલ સર્જન ની નિમણૂક કરી ને મુખ્ય શાખા પર થી બધાં ડેન્ટલ સંબંધિત સામાન અને વસ્તુઓ ની આપ લે કરતાં સાથે સાથે પોતાનું ક્લિનિક પણ સંભાળતા હતાં.
આશા ખૂબ સુંદર, દેખાવડી, લાગણીશીલ અને પ્રેમાળ સાથે સાથે પોતાની અને પરિવાર ની ફરજો માં જરા પણ ચૂક ના આવે એની સંપૂર્ણ કાળજી લેતી છોકરી હતી.વિહાર પણ એટલો જ હોશિયાર અને સીધો છોકરો હતો. કોઈકવાર બંને વચ્ચે નાની મોટી વાતો માં બોલા ચાલી થઈ જતી પણ બંને ને એકબીજાં વગર ઘડી નાં ચાલે.બંને જાણે બેસ્ટ ફ્રેન્ડ ની જેમ જ સાથે હરવા ફરવા જાય મોજ મસ્તી બધી વાતો ની આપ લે અને એકબીજાં ને અભ્યાસ અને અન્ય જીવન નાં વિષયો માં પણ એકબીજાં ની સલાહ અને વિચારો ને રજૂ કરી ને આગળ વધતા. જોત જોતાં માં વર્ષ પૂરું થઈ ગયું.
આશા ને BDS ni ડિગ્રી પ્રાપ્ત થઇ ગઈ અને ટોપ ટેન માં તેના ક્રમાંક ચોથાં સ્થાને આવ્યો હતો. ઘરે સૌ ખુશ હતાં આજે તો જાણે ખુશી નો એવો માહોલ કે ના પૂછો વાત. આશા અને વિહાર ના બધા ફ્રેન્ડ મળી ને ઘરે ખૂબ મસ્તી મજા અને આ ખુશી ની સુંદર ઉજવણી કરી.આશા એ સામે થી જ તેનાં પપ્પા ને કહ્યું કે આજે પરિણામ જાહેર થયું છે હું આવતી પહેલી તારીખ થી આપનું ક્લિનિક છે ત્યાં પ્રેક્ટિસ કરવા આવીશ. નિતીન ભાઈ એ પણ કહ્યું કે હા કઈ ઉતાવળ નથી થોડા આરામ કરી લે બહુ વાંચ્યું અને પરીક્ષાઓ આપી મમ્મી પાસે થી હવે સરસ સરસ વાનગી શીખી લે રસોઈ તો સરસ છે જ પણ કંઇક નવીન એ બહાને તને પણ કંઈક નવું જાણવા શીખવા મળશે. કાલ સવારે સાસરે તારાં રાજકુમાર ને બનાવી ને જમાડજે.
પછી તો આશા નો આખો દિવસ વિહાર સાથે તોફાન મસ્તી કરવાં માં, બહેનપણી જોડે વાતો અને ફરવાં જવા માં સાથે સાથે સુંદર અવનવી વાનગી બનાવવા માં જતો રહેતો.આશા એ પહેલી તારીખ થી ક્લિનિક જવાનું શરૂ કરી દીધું સાથે સાથે વિહાર ને અભ્યાસ માં જ્યાં મુશ્કેલી પડે ત્યાં મદદ કરવા લાગી. બે - ચાર મહિના વીતી ગયાં, આશા ની પ્રેક્ટિસ ખૂબ સફળ ચાલી રહી હતી.
આવતી કાલે રવિવાર હતો એટલે આશા અને વિહાર એ નક્કી કર્યું કે આપને કાલે સાથે મળી ને ફરવા જઇશું સવારે નવ - દસ આજુ બાજુ નીકળીશું અને સાંજે છ વાગતાં ઘરે પહોંચી જઇશું. મમ્મી પપ્પા એ પણ કહ્યું હા જતાં આવો અને સમયસર પાછા આવી જજો રાતે સૌ બહાર જમવા જઇશું.
( ક્રમશઃ)