ભાગ - ૩
જમતી વેળા નિતીન ભાઈ એ આશા ને કહ્યું બેટા, આમાં માત્ર અમારી જ સહમતિ હોય એ યોગ્ય નથી તું તારો પક્ષ મૂકી અમને જણાવ કે તારી શું ઈચ્છા છે.
આશા એ કહ્યું, " સાંભળો તમે સૌ તમે મારું સારું જ ઈચ્છો છો આપણે સૌ છોકરા ને મળી લઈએ બધું બરાબર લાગે તો આજ નહીં તો કાલ લગ્ન કરવાં નાં જ છે અને હું માનું છું ત્યાં સુધી તમે અને મહેશ કાકા ભાઈબંધ છો એટલે સાસરવેલ જેવું નહીં લાગે પછી જેવાં નસીબ." આ વાત થયાં બાદ સૌ જમી ને ઘરે આવી જાય છે.
નિતીન ભાઈ સવારે મહેશભાઈ ને ફોન લગાવે છે અને કહે છે આપ સૌ આવતાં રવિવારે ઘરે આવો જેથી આશા અને અવિનાશ એકબીજાં ને મળી લે વાત ચીત થઈ જાય પછી આગળ નું વિચારીએ. મહેશભાઈ તેમની વાત માં હામી ભારે છે. રવિવારે અવિનાશ, મહેશભાઈ અને વીણાબેન આશા નાં ઘરે આવે છે. સૌ મુખ્ય ખંડ માં બેસી વાત ચીત કરે છે ત્યારબાદ આશા અને અવિનાશ એક બાજુ ના રૂમ માં જઈ એકબીજાં વિશે નો પ્રાથમિક પરિચય અને જુની યાદો ને વાગોળતાં વાતચીત કરે છે.
અવિનાશ પોલીસ કચેરી માં કામ કરતો હતો. દેખાવે સુંદર અને હોશિયાર હતો. એકનો એક દિકરો એટલે કોઈ વાત ની કમી ના હતી. મળવાં મુલાકાત અને વાતચીત નો સિલસિલો આગળ વધ્યો. જોતજોતાં માં થોડાં જ દિવાસો માં આશા અને અવિનાશ ની સગાઈ ખૂબ ધામધૂમ થી કરી.
સગાઈ જેટલી ઝડપ થી થઈ એવી જ રીતે સગાઈ અને લગ્ન વચ્ચે ખાસ બહુ અંતર ના હતું એટલે એકબીજાં ને જાણવાં સમજવાનો ખાસ સમય ના મળ્યો આશા ક્લિનિક થી આવી ઘણી વાર વાત કરવા બહાર જવા સમય કાઢે પણ અવિનાશ પોલીસ કચેરી ના કામ માં છે એમ કહી હંમેશા મળવા નું ટાળતો રહ્યો અને સગાઈ પછી ના પાંચમે મહિને બંને નાં લગ્ન થઈ ગયાં એટલે આશા એ એવી રીતે મન મનાવતી કે લગ્ન પછી તો સાથે જ છીએ ને જે મજા આ વચગાળા માં નથી માણી શક્યા તે લગ્ન પછી આજીવન માણીશું.
લગ્ન ની પહેલી રાતે જ અવિનાશ એ આશા સાથે વાત કર્યા વગર પહેલાં સૂઈ ગયો. આશા ને થયું કે લગ્ન નો થાક છે, દિવસ ના ક્યાં દુકાળ છે એમ માની તે પણ સૂઈ ગઈ. સાસરું ગામ માં જ હોવાથી રોજ ની જેમ આશા સૌનો નાસ્તો ચા પાણી કરી ઘર નાં કામ કરી ક્લિનિક માટે નીકળી ગઈ.
આશા હવે રાત્રે આઠ વાગ્યા ને બદલે પાંચ વાગે ઘરે આવવા લાગી જેથી ઘરે સમય આપી શકે અને સાથે સાથે પોતે દામ્પત્યજીવન ને સરખું સમજી શકે. અવિનાશ રોજ આઠ વાગે આવતો ભલે કામ હોય કે ના હોય.... એક દિવસ આશા એ આ બાબતે તેને જણાવ્યું અને અવિનાશ એ આશા ને ખૂબ કડક શબ્દોમાં જણાવી દીધું કે તારે મારાં અંગત જીવન માં દખલ કરવાની જરૂર નથી.
તને મેં ક્યારેય તારાં જીવન માં દખલ કરું છું. આ સાંભળી આશા જાણે તૂટી ગઈ તેણે રડતાં રડતાં કહ્યું અહીં તારું મારું ક્યારથી થવાં લાગ્યું આપને પતિ પત્ની છીએ આપણું જીવન છે નહીં કે તારું મારું. " બહુ હોંશિયાર છોને તો એ હોંશિયારી તારી પાસે રાખ અને તારા ક્લિનિક સુધી મારાં જોડે કામ થી કામ જ અને ના ફાવે તો હજી કહી દેજે આટલાં દિવાસો માં આપની વચ્ચે કોઈ અંગત " સ્પર્શ " નથી થયો એટલે તું હજી.... " બસ, અવિનાશ શું કહેવા માગો છો તમે...? " એમ કહી આશા રસોડામાં ચાલી ગઈ અને અવિનાશ ઘર ની બહાર નીકળી ગયો.
(ક્રમશઃ)