ભાગ - ૬
સવારે નિતીન ભાઈ એ મહેશભાઈ ને ફોન કરીને કહ્યું કે તમે ક્યારે પાછાં ફરવા નાં છો થોડી વાત કરવી છે. મહેશભાઈ ને થોડું અજીબ લાગ્યું. અને થોડી વાત તો અવિનાશ એ પણ કરી હતી એટલે એને આશંકા જણાય. મહેશભાઈ એ કહ્યું અમે આવતી કાલ સવારે વહેલાં જ આવી જવાનાં છીએ. નિતીન ભાઈ એ જણાવી દીધું કે તમે સૌ આવતી કાલે સવારે ઘરે આવજો અમારે વાત કરવી છે.
સવારે સૌ આશા નાં ઘરે આવ્યાં અને તેમની ગેરહાજરી માં જે કંઇ પણ આશા સાથે બન્યું તેની વિગતવાર વાત કરી. અવિનાશ ને બંને પક્ષ તરફ થી ખૂબ ઠપકો મળ્યો. વીણા બેન એ દિલાસો આપતાં કહ્યું હવે આવું ના બને એની હું કાળજી રાખી. પણ આશા એ બહુજ સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું.
" મારે તે ઘરે જરાં પણ આવવું નથી.." તરત જ નિતીન ભાઈ એ બહુ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું, " અમે અમારી આશા ને વહેંચી નથી નાખી કે જેમ ફાવે તેમ વર્તન કરો આજીવન તેને સાચવવાની અને માવજત કરવાની મારા માં હિંમત છે. ભાઈબંધી નાં નામે બહુજ મોટી ભૂલ મારી જ હતી પણ હવે હું એ સુધરી લઉં છું થોડાં દિવાસો માં છૂટા છેડા નાં કાગળો તમને મળી જશે. હજી જરાં પણ મોડું નથી થયું એટલે બહુ જ સારું છે. "
અવિનાશ અને તેના પરિવાર એ બહુ મથામણ કરી પણ આશા કે તેનાં કોઈ પરિવાર નાં લોકો એ ધ્યાન ના આપ્યું. અંતે બંને ના છૂટા છેડા થઈ ગયાં. આજે આશા પોતાનાં પપ્પા નાં ક્લિનિક માં સેવા આપી રહી છે અને તેનાં જીવન માં કોઈ સુંદર પાત્ર આવે એની શોધખોળ ચાલી રહી છે. વિહાર ને BDS પૂરું થતાં તે પણ આવતાં મહિને થી ક્લિનિક માં ફરજ બજાવવા જશે.
આ તરફ અવિનાશ નાં વાણી વર્તન માં કશો ફેરફાર નથી થયો જે છોકરી સાથે તે ગેર સંબંધ માં જોડાયેલો હતો તેની સાથે મૈત્રી કરાર થી રહેવાં લાગ્યો.
આશા નું જીવન આટલાં સમય માં જાણે આથમતાં અજવાળા જેવું બની ગયું હતું પણ આવનારાં દિવાસો તેનાં માટે એક નવી દિશા નાં સંકેતો નો ઉદય દર્શાવી રહ્યાં હતાં.
" આશા ની જેમ એવી ઘણી છોકરીઓ જે ઘણું બધું સહન આજે પણ કરતી હશે. પોતાનાં પરિવાર ની આબરુ ને જાળવી રાખવા સમાજ શું કહેશે એ બીકે પોતે એકલી આવાં અણગમતાં બનાવ માંથી રોજ પસાર થતી હશે. પણ જો આશા ની જેમ પોતે પોતાની વાત રજૂ કરે અને ભવિષ્ય નું વિચારી ને મક્કમતા થી નિર્ણય લે તો આવી ઘણી છોકરીઓ નું જીવન સુધરી શકે છે.
આ જીવન આપણું છે નહીં કે સમાજ અને પરિવાર નું, આપણે ચોવીસ કલાક એ વ્યક્તિ સાથે રહેવાનું છે નહીં કે કે સમાજ કે પરિવાર ને. એ અર્થે જો આપને સચોટ નિર્ણય લઇશું તો આપણે પરિવાર ને ખુશ રાખી શકીશું સાથે સાથે સમાજ માં બનતી આવી ઘટના બનતી અટકાવી શકીશું.
આપણે સમાજ ની અને સગા સંબંધીઓ ની બીક સાથે સાથે ભૂતકાળ માં કરેલાં આપણાં છોકરાઓની જીંદગી નાં એમને પૂછ્યા વગર કોઈ એવી વ્યક્તિ ને સોંપી દઈએ છીએ જ્યાં તેને માત્ર એક કેદ મળે છે. આપને આ વર્ષોથી ચાલી આવતી જુની રૂઢિ માંથી બહાર નીકળવાનું છે. આપણાં સમય માં આપને પસંદ નાં પસંદ ની પરવાનગી ના મળતી પણ હવે એ આપણાં સંતાનો સાથે ના બને એ અર્થે એમની પણ પસંદ ના - પસંદ જાણીએ અને પૂછપરછ બાદ જો બધું યોગ્ય લાગે તો આપણાં સંતાનો નો સાથ આપી એમનું ભાવિ જીવન ઉજ્વળ બનાવીએ. "
આશા રાખું છું કે,
" આશા - એક આથમતાં અસ્તિત્વની " મારી પહેલી ટૂંકી નવલ કથા તમને સૌને ગમી હશે. આપ સૌ છેક સુધી આ ટૂંકી નવલ કથા સાથે જોડાયેલા રહ્યાં તે બદલ આપ સૌનો હ્રદય થી ખૂબ ખૂબ આભાર . આપ સૌનો મૂલ્યવાન પ્રતિસાદ મને પ્રોત્સાહન આપશે.
આવી ગુજરાતી ટૂંકી વાર્તા અને નવલકથાઓનાં વાંચન પ્રેમી સદાય " માતૃભારતી " નાં માધ્યમ દ્વારા અમારી સાથે જોડાયેલા રહો એવી વિનંતી.
આપનો પ્રતિસાદ આપવાનું ચૂકશો નહીં, " આશા - એક આથમતાં અસ્તિત્વની " આપ સૌને કેવી લાગી...?
સમાપ્ત.