Arrival: ફિલ્મ રિવ્યુ આનંદ જી. દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Arrival: ફિલ્મ રિવ્યુ

=== કોને જોવા લાયક છે?

અસલ દુનિયા ભૂલીને ઘડીક વાર અતરંગી દુનિયામાં ખોવાઈ જવામાં કોઈ જ શરમ ના અનુભવતા મારા જેવા all-time science fiction fan માટે must watch. ક્રમ અને સમય: આ બંને થી આપણે બધા બંધાયેલા છીએ. દા.ત. એક વાર બાળપણ ગયા પછી પાછું નથી આવતું અને એ સમય નથી આવતો પરંતુ પેહલી વખત આ film એ સમય અને ક્રમનું seamless transition કરીને બતાવ્યું અને that makes it very unique.

=== નવું શું છે?

Typical Alien movies માં પૃથ્વીવાસીઓ અને એલિયન્સ વચ્ચેની લડાઈ, અને માનવ અસ્તિત્વ પર સંકટ જેવી themes popular છે. આ બધાથી તદ્દન અલગ થીમ લઈને આવેલ આ એલિયન based sci-fi મુવી જો જોવાનું બાકી હોય તો હમણાં જ ગોતીને જોઈ લ્યો!

"જીંદગી: એક સર્કલ" વાળો નવો કન્સેપ્ટ:

જેમ વર્તુળ એક વાર દોરવાનું ચાલુ કરીએ અને એક વાર બે છેડા ભેગા થઇ ગયા પછી ખબર જ ના પડે કે ક્યાંથી ચાલુ કર્યું હતું અને ક્યાં પૂરું થયું, એ જ રીતે આ movie એકવાર ચાલુ કરીને પૂરું કરીએ ત્યારે મગજને healthy અને entertaining shock મળે અને થાય કે boss મજા આવી ગઈ!! અને પછી ફરી પાછુ જોવાની ઈચ્છા થાય.

હજીય જો interest ના પડ્યો હોય તો આગળ વાંચ્યે જાવ. થોડું વિહંગાવલોકન કરાવીને હું મારી જવાબદારી માંથી છુટ્ટો.

=== શોર્ટ overview:

પહેલા કહ્યું પ્રમાણે આ સ્ટોરી એ કોઈ Human Vs Aliens થીમ પર આધારિત નથી. આ સ્ટોરી છે ભાષાશાસ્ત્રી લુઇસ બેંકની અને એની ૧૨ વર્ષની દીકરીના અવસાન પછી એની જિંદગીની. લુઇસ એક ભાષાવિજ્ઞાની તરીકે પૃથ્વી પર વગર આમંત્રણે પૃથ્વી પર પધારેલા ૧૨ સ્પેસશીપમાંના એક સ્પેસશીપમાં જઈને એલિયન્સ સાથે વાત કરવાનો પ્રયત્ન કરે છે. એલિયન્સ પાસે આપણી જેમ શબ્દો નથી એટલે Dumb charades ગેમની જેમ એક-એક શબ્દો ની આપ-લે થાય છે. અમુક કલ્લાકે ખુલતા સ્પેસ્શીપના દ્વારમાં પ્રવેશીને લુઇસ અને એની ટીમ પ્રેક્ટીકલ હલનચલનથી અને એલિયન્સ એમના અલગ અલગ સિમ્બોલિક વર્તુળો થી visual કમ્યુનીકેશન ચાલુ રાખે છે. લુઇસની જીંદગી પણ ધીરે-ધીરે એલીયન્સના વર્તુળોની જેમ સમય અને ક્રમ ભૂલીને રહસ્યો ખોલતી જાય છે અને ફિલ્મને વધુને વધુ રસપ્રદ બનાવતી જાય છે. બસ! આનાથી વધુ હવે સ્ટોરી વિષે કહીશ તો spoilers નીકળી જશે.

જે રીતે માણસો માટે સમય એ linear એટલે કે એક જ સીધી રેખામાં ચાલે, એવું એ એલિયન્સ માટે નથી. એટલે જ કદાચ તેમની ભાષા એ આપણી ભાષાની જેમ લીટીના સ્વરૂપને બદલે વર્તુળ સ્વરૂપમાં છે. આવું સમય અને ક્રમનું સીધી લીટીના બદલે વર્તુળ સ્વરૂપમાં ચાલવું; એવું કોઈ મનુષ્ય સાથે થાય તો?

એલીયન્સના માધ્યમથી આ મુવી, વૈશ્વિક આફત સમયે રમાતુ સ્વાર્થી international politics અને insecurity સરસ રીતે બતાવી જાય છે. માનવજાત માટે એલિયન્સ હંમેશા રહસ્યમય અને ચર્ચાનો વિષય રહ્યા છે અને મોટાભાગે માણસો એવું જ માને છે કે એલિયન્સ આવ્યા એટલે એમનો એક જ ઉદ્દેશ્ય હશે, પૃથ્વી પર કબજો મેળવવાનો! પરંતુ ક્યારેય એવું ના બની કે એલિયન્સ કૈક આપવા/શીખવવા માટે પણ આવ્યા હોય? કદાચ એ જ એમનું ઉદાર culture હોય?

આવા ઘણા બધા સવાલોના જવાબ એન્ડ સુધી માં મળી જશે, અને કદાચ ના મળે તો life is circle.

=== જતા-જતા

મુવીનો એક સરસ મજાનો મન પર છાપ છોડી જાય એવો dialogue છે

"In war, there are no winners, only widows" // "યુધ્ધમાં કોઈ વિજયી નથી હોતા, માત્ર વિધવાઓ જ હોય છે"

અસ્તુ.

--------------------------------------------------------------------------------------

ડીરેક્ટર: Denis Villeneuve

લેખક: Eric Heisserer

મુખ્ય-ભૂમિકા: Amy Adams

film એ Ted Chiang દ્વારા લખાયેલી "Story of Your Life" novella પર આધારિત છે.

-------------------------------------------------------------------------------------