Pati-Parmeshwar books and stories free download online pdf in Gujarati

પતિ: પરમેશ્વર ?

એ સમયની વાત છે કે જયારે ૧૨ થી ૧૬ વર્ષની ઉંમરમાં એ કાચી વયની અર્ધ-યુવતીના લગ્ન થઇ જાય. પતિ ઉંમરમાં ૧૦-૧૫ વર્ષ મોટો હોય એટલે આર્થિક રીતે સધ્ધર, દુનિયાથી પરિચિત, ભરણપોષણ કરવા સક્ષમ અને સલામતી પુરી પાડી શકે એવો હોય. બાલિકા-વધુ જેવી એ પત્નીને એનો પતિ એની બધી જ જરૂરિયાતો પુરી પાડે, પુખ્ત-સ્ત્રી બને ત્યાં સુધી જરૂરી વ્યહવારિક-સાંસારિક માર્ગદર્શન આપે અને બાળકો સહીતના પરિવારને એક છત્રછાયા પુરી પાડે. આવા કિસ્સામા પત્ની એને આપમેળે પરમેશ્વર માનવા લાગે એમાં નવાઈ નહિ કારણકે એ તેના અનુભવ અને મોટી ઉંમરને લીધે પતિ ઉપરાંત ગુરુ અને ફાધર ફિગર બની રહે.

હવે આજના સમયમાં જુઓ...લગભગ બધી યુવતીઓ આર્થિક રીતે સ્વતંત્ર, દુનિયાથી પરિચિત, મુક્ત રીતે હરવા-ફરવા-વિચારવા અને પુખ્ત ઉંમરે જ લગ્ન કરવા વાળી. એને માટે જાણવા અને શીખવા માટે કોલેજ-યુનિવર્સીટીઓ અને ઈન્ટરનેટ છે, ટહેલવા માટે એના જેવા જ સ્વતંત્ર મિજાજી દોસ્તો-સખીઓ છે. એટલે લગ્ન થાય ત્યારે યુવતીઓ માટે પતિ એ પરમેશ્વર બનવાનો તો કોઈ સવાલ પેદા નથી થતો! એને તો પરમેશ્વરના બદલે પરમ-મિત્ર જોઈએ કે જે એની ઇમોશનલ જરૂરિયાતો સંતોષે અને એનો હમસફર બને.

આજની જનરેશન એમ જ કઈ લગ્નથી દૂર નથી ભાગતી. આટલી મસ્ત સ્વતંત્રતા ત્યજીને કોઈકની હા માં હા અને ના માં ના કરવાની, એવા રીતિ-રિવાજો કે જેને વર્તમાન પરિસ્થિતિ સાથે કોઈ લેવાદેવા નથી એનું પરાણે પાલન કરવું,

સમાજ છેલ્લી ઘણી અપડેટ ચુકી ગયો હોય એમ હજી પણ પરાણે આશા રાખે છે કે 'પતિને પરમેશ્વર માનવો' અને 'તું' ના બદલે 'તમે' કહી બોલાવો તો જ એનું માન જળવાય.અરે તમે શું તમારા દોસ્તને ક્યારેય 'તમે' કહીને બોલાવો ખરા? આજની પેઢી લગ્ન પહેલા અલમોસ્ટ દોસ્ત જેવા થઇ જાય છે એટલે એમની નજદીકી પણ પહેલાની પેઢીઓ કરતા ઘણી વધારે હોય છે. હવે એમના પર સદીઓ પહેલા, અલગ રહેણીકહેણીમાં રહેતા લોકો માટે, કોઈ અલગ હેતુ સિદ્ધ કરવા અને તદ્દન અલગ પરિસ્થિતિમાં ઘડાયેલા નીતિ-નિયમો થોપીવામાં આવે તો એ યોગ્ય ખરું?

જેઓ કદાચ આજના સમયમાં પણ સાચા દિલથી ભલે પરમેશ્વર માને, પણ માત્ર આપણી મમ્મી-દાદીઓએ પતિને પરમેશ્વર માન્યા અને આપણે એ પણ એ જ (ભાવનાઓ વગર) કરવાનું છે એ તો એ કહેવત સાચી જ પડશે કે Traditions are nothing but peer pressure from dead people. રીતિ-રિવાજો ભલે collective agreement તરીકે જરૂરી છે પણ 'જૂનું એટલે સાચું જ' એમ સમજીને વર્ષોથી ચાલતા આવતા બધા જ રિવાજો આજના સમયમાં સાચા ઠરે એ વાતમાં તથ્ય નથી.

જે રીતે આપણા વડીલો એ ધોતીયાથી લઇ પેન્ટ અને હવે જીન્સ સુધીની સફર ખેડી છે એ પ્રમાણે વૈચારિક પરિવર્તન પણ એટલું જ આવશ્યક છે અને તે અનિવાર્ય ખરું ને!

====

Coming back to the Basics

લગ્ન શા માટે?

ટૂંકમાં કહીએ તો જીદગી આસાન બને એટલા માટે. આ હેતુ ભલેને પછી ગમે તે રીતે સિદ્ધ થાય. આધુનિક યુગલોમાં આ હેતુ એકબીજાનો યાર-દોસ્ત-સાથી બનીને સિદ્ધ થાય છે.

પતિને પગે લાગવાના બદલે ગળે મળીને સાચો વ્હાલ આપે અને શારીરિક, માનસિક અને ઈમોશનલ જરૂરિયાતો પૂરી કરે એવી સાથી વધુ આકર્ષક લાગે છે. ચાર દિવાલોમાંરહીને માત્ર કપડા, પોતા, વાસણમાં દિવસ પસારતી સ્ત્રીના બદલે પોતાના કરિયરમાં પણ કુદકે-ભૂસકે આગળ વધતી અને પરિવારને ગૌરવ અપાવે એવી સાથીમાં વધારે રસ છે. યુવતીઓને પણ કામ પરથી ઘરે આવીને રોફ કરતા પતિના બદલે જરૂર પડે તો થોડું ઘર કામમાં મદદરૂપ થતો અને એની ગાંડી-ઘેલી-સીરીયસ વાતોમાં રસ લેતો સાથી પ્રિય છે.

શું આવી મૈત્રીસભર જીંદગી હોવા છતાંય પરાણે એક નવો પરમેશ્વર પુજવો એ logical છે?

કમેન્ટમાં તમારા વિચારો પણ આવકાર્ય રહેશે!

બીજા રસપ્રદ વિકલ્પો