No smoking- Film Review books and stories free download online pdf in Gujarati

No smoking: ફિલ્મ રિવ્યૂ

=== અગત્યની નોટ:

આ મૂવી એ 'સિગરેટ કે ધુમ્રપાન થી થતી જિંદગીની બરબાદી' પાર લેક્ચર આપે એવું નથી. Theme આનાથી એકદમ ઉલ્ટી અને સિગરેટ પીવાવાળા પાર વચ્ચે-વચ્ચે તરસ આવી જાય એવી છે.

=== કોને જોવાલાયક છે?

કોઈ અત્યંત સખ્તીથી તમારી ટેવને બદલવા માંગે અને તમે અનીચ્ચ્છાએ પણ એ માનવા માટે લાચાર હોવ તો કેવી હાલત થાય? ઇન્ટરેસ્ટ પડ્યો હોય તો મૂવી તમારા માટે છે. વીણી-વીણીને કલેક્ટ કરેલી ફિલ્મો જોતા અને મૂવી પત્યા પછી પણ મગજ ઘસવા માટે તૈયાર રહેતી પબ્લિક માટે must watch.

=== શોર્ટ Review

સ્ટોરી અને પ્લોટની બહુ વાત કરીને મજા સ્પોઈલ નહિ કરું (એના માટે ફિલ્મનું ટ્રેલર જોઈ લેવું) એટલે ખાસ જોવા-જાણવા જેવી વસ્તુઓ નીચે વાંચ્યે જાઓ.

સિગરેટ પીવાની તલબ અને જિદ્દી ટેવ, અને પછી એને છોડવાની મથામણ શું-શું કરાવે, કરવું પડે અને પછી ભોગવવું પડે એ મૂવી ને ધીમે-ધીમે ભયાનક છતાંય interesting બનાવે છે. કોણ નાયક અને કોણ ખલનાયક ? આ સવાલ સતત ઘુમરાયા કરે. એકાદ scene માં sympathi જોન અબ્રાહમ (K) તરફ ઢળે અને બીજા જ scene માં પરેશ રાવલ (ઉર્ફે બંગાલી બાબા) પર. એકદમ સીધી લગતી સ્ટોરી પણ interesting કેરેક્ટર્સ અને મજેદાર એક્ટિંગના લીધે રસ જગાવતી જાય. બાબા બંગાલીએ લગાવેલા ઘણા બધા ભયાનક રેસ્ટ્રિકશન્સ છતાં પણ K કહે કે "મેં સિગરેટ પીઉન્ગા, ચાહે કુછ ભી હો જાયે" અને પછી શરુ થતું સસ્પેન્સ અને કન્ફ્યુઝન is the heart of the story.

સેકનડ-હાફમાં થોડું કંફ્યુઝન જેવું લાગે, પણ એ ઈંટેંશનલી કેરેક્ટર K ના કન્ફ્યુઝનને આબેહૂબ ઉતારે છે અને એ જ માણવા જેવું છે. ફિલ્મ ઘણી હદે એક્સપેરિમેન્ટલ છે એ એટલે લોજીકને થોડું સાઈડમાં રાખીને જોશો તો મજા ઓર વધી જશે. જેમકે પાત્રના માનસિક વિચારો કોમિક્સ માં આવતા dialogues ની જેમ on-screen બતાવવા, મુખ્ય પાત્રનું નામ માત્ર K, ભૂતકાળને કોમેડી કલીપ બનાવીને ચાલુ સીનમાં બેકગ્રાઉન્ડમાં ટીવી પર બતાવવું વગેરે. ટૂંકમાં જેટલું ડિટેલથી જોશો એટલું treasure hunt ની જેમ નવું-નવું મળતું જશે.

માઇનસ પોઇન્ટ જેવું કઈ ખાસ નથી પણ બસ એટલું જ કે મૂવી પત્યા બાદ એનો મતલબ શું થાય એ માટે થોડું googling કરવું પડે અને that's normal. કદાચ થોડી ઘણી વાતો અશક્ય જેવી લાગે, પરંતુ સાઉથ ના મુવીઝ વળી યાદ છે ને! થોડું philosophical બેકગ્રાઉન્ડ હોવાથી અને open-ending ના લીધે અંતમાં ઉદાસી જેવું લાગી શકે.

=== Technical

સ્ટ્રોંગ સિનેમેટિક ભાષામાં બતાવેલી નાયક K ની નજરથી દુનિયા, અને એના વિચારો પ્રમાણે સ્લો-ફાસ્ટ થતા શોટ્સ એ અનુરાગ કશ્યપ જેવો ડિરેક્ટર જ સર્જી શકે. સ્માર્ટલી ડિઝાઇન કરેલા શોટ્સ અને એને કોમ્પ્લીમેન્ટ karta realistic set ફરીફરીને રીવાઇન્ડ કરીને જોવા મજબુર કરે છે. એકદમ સીધી દિશામાં જતી અતિ-સામાન્ય સ્ટોરી પણ એકદમ રસથી જોવાની મજા આવે એવું નવતર ડિરેકશન અને realistic એક્ટિંગ of પરેશ રાવલ, રણવીર શૌરી અને કિકુ શારદા.

હોલિવૂડ જેવા open-ending વાળા મૂવીને દેશી સ્ટોરી સાથે સાથે જોવું હોય તો તો હમણાં જ ગોતી ને જોઈ લેવું.

=== પર્સનલ નોટ

ડિરેક્ટર અનુરાગ કશ્યપની આ ત્રીજી ફીચર-ફિલ્મ છે અને આગળની બંને જોરદાર કેટેગરીમાં આવતી ફિલ્મો (પાંચ અને બ્લેક ફ્રાઈડે) તત્કાલીન રેઢિયાળ તંત્રના લીધે કોઈને-કોઈ કારણોસર થિયેટર્સમાં રિલીઝ નતી થઇ શકી. માટે આ ડેસ્પરેટ ભાઈએ કઈ રીતે આઈડિયા લગાવીને આ ફિલ્મ રિલીઝ કરાવી એ સ્ટોરી પણ મજેદાર છે (અને કાનમાં કહું તો એ પણ આ મૂવીની સ્ટોરીનો જ એક ભાગ છે.)

=== જતા-જતા:

સાત સમંદર પાર કરીને સિગરેટ પીવા જવા મજબુર થઇ જતા ભાઈ K ની અકળામણ અને વ્યથા જોવા તો મૂવી જાતે જ એ જોવું રહ્યું.

અસ્તુ

.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED