પરાગિની - 31 Priya Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

શ્રેણી
શેયર કરો

પરાગિની - 31

પરાગિની – ૩૧


રિની, એશા અને નિશા મળીને પ્લાન બનાવે છે કે જેનાથી પરાગ સામેથી આવીને તેના દિલની વાત રિનીને કહે..! આ પ્લાનમાં જૈનિકા પણ તેમનો સાથ આપે છે.

સમર સાથે વાત કરી પરાગ નીચે તેની કેબિન તરફ જતો હોય છે કે ફરીથી રિનીના મોબાઈલની રીંગ વાગે છે. પરાગને સમરની કહેલી વાત યાદ આવતા અને રિનીના મોબાઈલની રીંગ વાગ્યા કરવાંથી ગુસ્સો આવે છે. તે ઓફિસનાં બધા ડેસ્કની વચ્ચે જઈને ઊભો રહી જાય છે અને જોરથી બોલે છે, મેં તમને બધા મોબાઈલ વાપરવાની પરવાનગી ઓફિસના કામ અને ઈમરજન્સી કામ પૂરતી જ આપી છે. આજ પછી ઓફિસમાં મને કોઈના ફોનની રીંગ ના સંભળાવી જોઈએ...!

આટલું કહી પરાગ તેની કેબિનમાં જતો રહે છે. રિની પરાગને આમ ગુસ્સામાં જોઈ મંદ મંદ હસે છે.

પરાગ તેની કેબિનમાં જઈને સમરની વાત યાદ કરે છે. થોડીવાર સુધી તે વિચારે છે અને રિનીને લેન્ડલાઈન પર ફોન કરી તેની કેબિનમાં બોલાવે છે.

રિની- હા, સર.. કંઈ કામ હતું?

પરાગ- હા, મને ભૂખ લાગી છે...!

રિની- હા, તો શું ઓર્ડર કરું? તમે કહે તે કરી દઉં..

પરાગ- ના, કામનું સ્ટ્રેસ વધારે છે... તો બહાર જઈશ તો સારૂં લાગશે... પણ જોડે કોણ આવશે?

રિની- હું સમરને કહું તે આવશે તમારી સાથે...

પરાગ- ના.. તે કામમાં બિઝી છે અને મેં હમણાં જ એને પૂછ્યું પણ તેને ના પાડી..! એક કામ કર તું જ ચાલ મારી સાથે..!

રિની- હું સર...

પરાગ- કંઈ વાંધો છે?

રિની- એક્ચુઅલીમાં હું કોઈને કહી ચૂકી કે લંચ હું તેમની સાથે જ કરીશ..! સોરી સર.. તમે થોડું વહેલું કહ્યું હોત તો હું તમારી સાથે જ આવત..!

આ સાંભળીને પરાગને થોડો ગુસ્સો આવે અને અણગમો થાય છે કે રિની કોઈ બીજા સાથે જાય છે.

પરાગ તેના ગુસ્સા પર કંટ્રોલ કરતાં રિનીને કહે છે, સવારનો હું જોઉં છું તું મારાથી દૂર દૂર રહે છે, ઓળખતી ના હોય એમ વાત કરે છે મારી સાથે અને સવારથી કોઈ સાથે ફોન પર વાતો કર્યા કરે છે. તું કરવાં શું માંગે છે?

રિની- તમે કહ્યું હતું એ જ કરું છું હું તો..!

પરાગ- એટલે?

રિની- તમે કહ્યું હતુંને કે તારી લાઈફમાં પણ કોઈકને આવવા દે અથવા તો તને કોઈ સારો છોકરો મળે... તો બસ એ જ કરું છું..!

આ સાંભળી પરાગનાં હાવભાવ બદલાય જાય છે.

પરાગ- એટલે સાચેમાં જ તારી લાઈફમાં કોઈ આવી ગયું છે?

રિની- ના, હજુ એવું કંઈ નથી થયું... હજી તો શરૂઆત થઈ છે... અને હા, હવેથી હું આટલી આસાનીથી મારી લાઈફમાં કોઈને નહીં આવવા દઉં.. એક વખત ઠોકર ખાઈ લીધી છે લાઈફમાં બીજી વખત નહીં કરું..!

પરાગ રિનીનો ટોન્ટ સમજી જાય છે. પરાગને સખત ગુસ્સો આવે છે પણ તે કંઈ બોલતો નથી. રિની ત્યાંથી જતી રહે છે.


આ બાજુ શાલિની નવીનભાઈ અને દાદીને કહે છે, ટીયાએ તેનું બાળક ખોયું છે તેનાથી તે થોડી આઘાતમાં છે.. જો એ ફરીથી ઓફિસ જોઈન કરી લે તો સારૂં.. કામમાં ધ્યાન આપશે તો આ વાત એ ધીમે ધીમે ભૂલી જશે..!

દાદી- ચાલો કંઈક તો સારૂં બોલી તું... નવીન શાલિની બરાબર કહે છે.

નવીનભાઈ- હા, વાત બરાબર તો છે જ.. હું પરાગને વાત કરીશ.. ઈન્ફેક્ટ હમણાં જ કરી લઉં વાત..!

નવીનભાઈ ઓફિસ જવા નીકળી જાય છે અને દાદી તેમનાં રૂમમાં જતા રહે છે.

તેમનાં ગયા બાદ શાલિની લુચ્ચું સ્મિત કરે છે. ટીયા અને શાલિની કંઈક મોટું પ્લાનિંગ કરવાના હોય છે.


રિની જૈનિકાને જઈને બધું કહે છે અને રિની તેની ચિંતા વ્યકત કરતાં કહે છે, જૈનિકા મને તો બહુ જ ડર લાગે છે ક્યાંક સાચેમાં જ પરાગ મારી સાથે વાત કરવાંની બંધના કરી દે...! જો એવું થશે તો?

જૈનિકા- અરે..! એવું કંઈ નહીં થાય તું ચિંતાના કરીશ.

રિની કામ પતાવી સાંજે ઘરે જાય છે. તે ઘરે જઈ એશા અને નિશાને બધી વાત કરે છે કે પરાગ સાથે તેને શું કર્યું?

એશા અને નિશા તેને શાબાશી આપતાં કહે છે, વાહ.. રિનુડી.. વાહ..!

નિશા- આ વાત તો ઠીક છે પણ રિની તે જે છોકરાની વાત પરાગને કરી તે છોકરો છે કોણ?

રિની- કોણ? કોણ હોઈ શકે?

નિશા- હું એ જ તો કહેવા માંગું છું... કોઈ છે જ નથી તો તું વાત કેવી રીતે કરીશ?

એશા- હા, નિશાની વાત બરાબર છે.. અત્યારે તો ફોન પર એવું બતાવી શકાય કે તું કોઈ છોકરાં સાથે વાત કરે છે પણ પછી... પછી તેને ખબર પડશે કે રિઅલીમાં તો કોઈ છે જ નહીં તો એને શક જશે કે તું ખાલી પરાગને જેલેસ કરવાં આવું બધું કરતી હતી..! એટલે સાચેમાં જ કોઈ છોકરો શોધ જે તારા બોયફ્રેન્ડની એક્ટીંગ કરે.. કેમ કે તું જ્યારે પરાગની સામે એ છોકરાં સાથે ફરીશ ત્યારે પરાગને અહેસાસ થશે..!

રિની- હા, પણ એવો છોકરો શોધીશ કેમનો કે જે મારા બોયફ્રેન્ડ બનવાની એક્ટીંગ કરે?

નિશા- મને તો આ કામ સોંપતા જ ના કેમ કે હું સાચેમાં મારી માટે બોયફ્રેન્ડ નથી શોધી શકતી તો તારા માટે ફેક બોયફ્રેન્ડ ક્યાંથી લાવવાની?

રિની- હા... પણ છોકરો એવો શોધીશું કે બધી પરિસ્થિતિને સંભાળી શકે અને બરાબર રીતે એક્ટીંગ કરી શકે...!

બરાબર તે જ સમયે નમન તેના ડોગને લઈને ગાર્ડન તરફ જાય છે. એશા બારીમાંથી નમનને જોઈ છે. તેને આઈડીયા આવે છે કે રિનીનો ફેક બોયફ્રેન્ડ નમન બનશે..!

એશા- ગર્લ્સ... છોકરો મળી ગયો છે...

નિશા- કોણ?

એશા- બારીની બહાર જુઓ...

ત્રણેય બહાર જોઈ છે.. નમન હોય છે ત્યાં...

નિશા- એકદમ પરફેક્ટ..!

ત્રણેય નીચે ગાર્ડનમાં જાય છે. નમન સાથે પહેલા થોડી આમ તેમ વાત કરી તેને રિની અને પરાગની લવ સ્ટોરી વિશે બધુ કહે છે. તને રિનીનો ફેક બોયફ્રેન્ડ બનવાનું છે તે પણ કહે છે. એશા તેને બધુ સમજાવે છે.

નમન પહેલા ના કહે છે કે આ કામ ખોટું છે પણ એશા તેને સમજાવે છે એટલે પછી નમન હા કહે છે.

નિશા- ચાલો આ કામ થઈ ગયું પણ તમે બંને ગર્લફ્રેન્ડ-બોયફ્રેન્ડ છો એ વાત પરાગને કેમ ખબર પડશે?

તેમની ચારેય વચ્ચે કંઈક વાત નક્કી થાય છે.

આ બાજુ પરાગ હજી ઘરે ગયો નથી હોતો તે તેના કેબિનમાં જ હોય છે અને રિની વિશે વિચારતો હોય છે. એટલાંમાં નવીનભાઈ પરાગની કેબિનમાં આવે છે.

પરાગ- પપ્પા.. તમે અહીં... મને કહીં દીધુ હોત તો હું ઘરે મળવાં આવી જાત ને..!

નવીનભાઈ- ક્યારેક બાપ-દિકરાને પણ એકાંતમાં વાત કરવી હોયને..!

પરાગ- તમે પહેલા બેસો પછી બીજી વાત...

બંને બાપ-દિકરો સોફા પર બેસે છે.

નવીનભાઈ- હું ગોળ ગોળ વાત નહીં કરું.. ટીયાને કામ પર પાછી બોલાવી લે.. એ અત્યારે આઘાતમાં છે તેના બાળકનાં જવાથી... તે તેનું મન કામમાં પરોવશે તો આઘાતમાંથી બહાર આવશે અને તેને સારું પણ લાગશે...!

પરાગ- હા, પપ્પા.. હું પણ એ જ વિચારતો હતો કેમ કે હું એને એટલો ટાઈમ ના આપી શકુ બેટર છે તે કામ કરે તો સારૂં રહે..!

નવીનભાઈ- તારી પાસેથી મને આ જ આશા હતી બેટા...!

બંને થોડી વાક વાત કરી ઘરે જવા નીકળે છે.

રાત્રે જમીને રિની,એશા, નિશા અને નમન રિવરફ્રન્ટ પર જાય છે જ્યાં નિશા ફોન કરી સમર અને માનવને પણ બોલાવે છે. એશા અને માનવ અલગ બેસીને તેમની વાતો કરે છે.

રિની- નમન અને નિશા- સમર એવી રીતે બેઠા હોય છે. ચારેય વાતો કરે છે જેમાં એશાનાં કહ્યા મુજબ નમન સમરને તેના જોબની વાત કહે છે કે ક્યાં ક્યાં જોબ કરતો હતો તે... રિની અને નમન સમર સામે પણ થોડી એક્ટીંગ કરી દે છે. સમરને થોડું વિચિત્ર લાગે છે જે રીતે રિની અને નમન થોડું ચોંટતા હોય છે એકબીજાને.. પણ તે કંઈ બોલતો નથી. એશા અને માનવની વાત પૂરી થયાં બાદ તેઓ પણ આ લોકો સાથે આવીને બેસી જાય છે. માનવ નોટીસ કરે છે કે નમન વારંવાર રિની તરફ જોયા કરતો હોય છે.

માનવ એશાને તેની નજીક બલાવી ધીમેથી કહે છે, આ નમન મારી થવા વાળી ભાભીને ઘૂરીને કેમ જઈ છે? એને કહી દે નહીં તો હું એનો ક્લાસ લઈ નાંખીશ..!

એશા- શાંત.. એવું કંઈ નથી..!

સમર નમનને કાલે ઓફિસ આવવાનું કહે છે. બધા વાત કરી છૂટા પડે છે.


દર વખતની જેમ પરાગ તેના પ્રોબ્લમનો હલ શોધવા જૈનિકા પાસે જાય છે. જૈનિકાના ઘરનો ડોરબેલ વાગે છે, જૈનિકા દરવાજો ખોલે છે અને સામે જોઈ છે તો પરાગ ઊભો હોય છે.

જૈનિકા- ઓહો.. પરાગ તે મારું ઘર જોયું છે ખરું એમ ને..! ચાલ આવી જા અંદર...!

પરાગ- હા...

બંને સોફા પર બેસે છે.

જૈનિકા- શું વાત છે પરાગ? ઉદાસ લાગે છે..!

પરાગ તેને બધી વાત જણાવે છે. જૈનિકાને તે વાત પહેલેથી ખબર જ હોય છે.

જૈનિકા- (નાટક કરતાં) બધી વાત તો બરાબર છે પરાગ પણ તને રિની માટે આટલું બધુ લાગી કેમ આવે છે?

પરાગને હવે શું જવાબ આપવો તે ખબર નથી પડતી..! તેને કંઈ કારણ ના મળતાં તે કહે છે, મારી સેક્રેટરી છે અને થોડી સારી દોસ્તી પણ છે તો એટલે એતો.....

જૈનિકા- સાચેમાં?

પરાગ- હા.... મને એની વાતો પરથી લાગ્યું કે એની લાઈફમાં કોઈ આવી ગયું છે...!

જૈનિકા- શું? શું વાત કરે છે તું?

પરાગ- એટલે તને કંઈ નથી ખબર? મને એમ કે તમે બંને આખો દિવસ સાથે હોવ છો તો તને ખબર હશે...!

જૈનિકા- ના, મને આ વાત વિશે કંઈ જ નથી ખબર...! એક વાત તો કહે... રિનીની આ વાતથી તું જેલેસ થયો છેને?

પરાગ- ના... ના.. એવું કંઈ નથી... હું...હું તો ખુશ છું કે એની લાઈફમાં કોઈ આવી ગયું છે...

જૈનિકા- રિઅલી?? તારા ફેસ પર ખુશી દેખાતી નથી મને..!

પરાગ- એવું કંઈ નથી..!

જૈનિકા- હું તને ફક્ત એક જ વાત કહીશ... તારા દિલમાં જો કોઈની માટે ફીલિંગ્સ હોયને તો કહી દેવાનું રાખ, ક્યાંક મોડું ના થઈ જાય બસ એ વાતનું ધ્યાન રાખજે...!

બંને પછી સાથે ડિનર કરે છે, ડિનર કરી પરાગ તેના ઘરે જાય છે.


બીજા દિવસે જૈનિકા તેની બર્થ ડે પાર્ટી માટે ઓફિસમાં તેના ક્લોઝ ફ્રેન્ડને આમંત્રણ આપે છે જેમાં બધાએ તેમના પાર્ટનરને લઈને આવવાનું..!

પરાગ આજે રિની સાથે ખાસ કંઈ વાતચીત નથી કરતો..! આ વાત રિની નોટિસ કરે છે. પરાગ સામે તે તેનું હસતું મોં રાખે છે પણ અંદરથી તેને નથી સારું લાગતું કે પરાગ તેની સાથે વાત નથી કરતો..!

રિની તેનું ધ્યાન કામમાં પરોવે છે. રિની બધા ડિઝાઈન્સ કરેલી ફાઈલ ઉપર મૂકવા જતી હોય છે કે તેને સામે ટીયા મળે છે. ટીયા તેની ડંફાસો મારવાંની ચાલુ કરી દે છે.

ટીયા- ઓહ..રિની.. તને ખબર પરાગ મને પહેલા કરતાં પણ વધારે પ્રેમ કરવાં લાગ્યો છે એટલે એને મને ઓફિસ ફરી જોઈન કરવાં કહ્યું...!

રિની- ઓહ.... મને તો ખબર નહોતી... સારું થયું તે મને કહ્યું તે માટે...! બાય ધ વે તારી તબિયત કેમ છે? દુખતુ હશે નહીં? પણ તને જોઈને લાગતું નથી...

ટીયા- એટલે તને ખબર છે?

રિની- હા મને ખબર છેકે તું નાટક કરતી હતી પ્રેગ્નન્સીનું...!

ટીયાને આ જાણીને શોક લાગે છે.


જૈનિકાની પાર્ટીમાં શું નવું થશે?

શું પરાગને રિનીના ફેક બોયફ્રેન્ડ વિશે ખબર પડશે?

શાલિની અને ટીયા મળીને પરાગની લાઈફમાં કયાં ધમાકા કરશે?

જાણવાં માટે વાંચતા રહો આગળનો ભાગ - ૩૨