મધુરજની - 24 Girish Bhatt દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મધુરજની - 24

મધુરજની

ગિરીશ ભટ્ટ

પ્રકરણ-૨૪

માનસી પહોંચી ત્યારે નરેન્દ્રભાઈની સ્થિતિ સારી હતી. લત્તાબેન, શ્વેતા પલંગ પાસે જ બેઠા હતા. અન્ય સ્વજનો ખંડ બહાર પરસાળમાં હતા. સૌનાં ચહેરાઓ પર તણાવ હતા.

‘માનસી આવી ગઈ.’ લત્તાબેને હર્ષ વ્યક્ત કર્યો.

‘ક્યાં છે મેધ?’ એ પ્રશ્ન વંચાતો હતો એમની આંખોમાં. ‘કેમ છો પપ્પા?’ માનસી નરેન્દ્રભાઈની નીકટ આવી. નજરોનું સંધાન થયું. લાગણીઓ અનુભવાઈ. માનસીની આંખો આંસુથી તગતગતી હતી અને હોઠ પર આછુકલી સ્મિતની ટસર હતી.

‘પપ્પા, તમને કશું જ થવાનું નથી. હજી તો અમારે તમારી છાયા ઉછરવાનું છે. મારે તો કેટલા લાડપાડ કરવાનાં છે?’ તે બોલી. બોલી જવાયું. કયા બળે તે ખુદ જાણતી નહોતી. નરેન્દ્રભાઈની આંખો હસી. સંતોષ થયો.

‘મમ્મી, ચિઠ્ઠી મૂકીને આવી છું. ફોન મળ્યો ને તરત જ...’

‘નો ઈમોશનલ ટોક્સ.’ ડોકટરે સૂચના આપી.

‘આ રીતે વાતો ના કરાય પેશન્ટ સાથે.’

‘શ્રદ્ધાનું બળ ગણો તો એ પછી નરેન્દ્રભાઈની તબિયત સુધારવા લાગી. માનસીએ પાણીનું ટીપું પણ મોંમાં ના નાખ્યું. હસતી જાય, મહામૃત્યુંજયનો મંત્ર રટતી જાય.

‘દીકરી બે ઘૂંટડા પાણી તો લે.’ અરે પૂજા, અભિષેકનું આચમન તો...’ લત્તાબેન તેને સમજાવીને થાક્યા.

શ્વેતા માનસીને આશ્ચર્યથી જોઈ રહી. કેટલી પ્રેમાળ હતી તેની ભાભી? મેધભાઈ સાથે કેમ આમ હશે? છેક શરૂઆતથી જ? તે આમ વિચારી શકતી કારણકે નરેન્દ્રભાઈની તબિયત હવે ચિંતામુક્ત થતી જતી હતી.

બીજે દિવસે મેધ આવ્યો ત્યારે નરેન્દ્રભાઈ સાવ સ્વસ્થ હતાં, અને લત્તાબેન હરખાઈ હરખાઈને માનસીની પ્રશંસા કરતાં હતા.’મને તો હળવાશ થઈ..એ આવીને. એમ લાગ્યું કે જાણે મેધ જ...’

અને મેધ પણ આવ્યો, સોનલદેની સાથે. ‘માસી ..સમાચાર મળ્યા પછી મન નાં રહ્યું. હું પણ મેધભાઈ સાથે ચાલી આવી.’ સોનલદે લાત્તાબેનને કહેતી હતી.

‘સારું થયું તું આવી દીકરી. સાથે હોઈએ તો મનને સારું લાગે. હવે તો સારું છે, તારાં માસાને.’

શ્વેતાને થોડો પરિચય હતો જ સોનલદેનો. મેધ થોડો છોભીલો પડી ગયો હતો. પિતાની આવી માંદગી અને તે તરત હાજર નાં રહી શક્યો.?

એ રાતે મેધ હોસ્પીટલમાં રહ્યો. માનસી સાથે ખાસ વાત થઈ જ નહિ. કેવળ દ્રષ્ટિઓ મળી. લત્તાબેને પરસાળમાં જઈને નરેન્દ્રભીના દર્દ વિશે વિગતે વાત કરી. શું થયું, શું કર્યું વગેરે.

‘એ સમયે તો મતિ જ મૂંઝાઈ ગઈ, મેધ. ક્યારેય કશી ફરિયાદ નહિ. નખમાંયે રોગ નહિ, અને અચાનક જ ...છાતીમાં..’

લાત્તાબેનના ચહેરા પર એ યાતનાઓ વંચાતી હતી.’થઈ તારી નોકરી શરૂ?’ એ તરત જ બીજી વાત પર આવી ગયા.દુઃખને યાદ કરવાથી પણ દુઃખ જ જન્મે છે. એ મેધે અનુભવ્યું.

‘હજી..એકાદ અઠવાડીયાંનો સમય છે. એ પહેલાં પટેલ સાહેબને મળી લઈશ. એની કશી ચિંતા નથી.’ મેધે ઉત્તર વાળ્યો પણ મન હજી અપરાધભાવમાંથી મુક્ત થયું ન હતું.

નરેન્દ્રભાઈએ ..પણ વાત કરી.

‘ભાઈ,ચિંતા નાં રાખીશ. મારે ખાનપાનમાં નિયંત્રણ લાવવું જ પડશે. ગળપણના શોખ છોડવા પડશે. બસ..ચેતવણી મળી ગઈ.કુદરત તરફથી.’ તેમણે સ્વસ્થતાથી કહ્યું.

એ રાતે મેધ જાગી નાં શક્યો. ગઈ રાતે તો ભરૂચ પાસેના આશ્રમમાંથી વિદાય લીધી હતી. ગફુર મૂકી ગયો હતો –સ્ટેશને .

કેટલા બનાવો બની ગયા હતાં.બ્રિજની ઓળખ થઈ હતી.સુમંતભાઈ હજી દ્રશ્ટીમાં જ હતા—કૃશ દેહવાળા અને છતાં પણ ખમીરવંતા. એમનાં શબ્દો ..કાનમાં પડઘાતા હતાં.

‘માનસી તો મેં તમને સોપી.’ બસ કશું કંઈ પૂછવાનું જ નહીં? કેટલો મોટો વિશ્વાસ.? ક્યાં જાણતા હતા કે કેટકેટલું બની ગયું હતું? માનસી હોટેલની અટારીમાંથી આત્મઘાત કરવામાં સફળ થઈ હોત તો? ઓહ! કેવી મોટી દુર્ઘટના ટળી!

તો પણ ... આ સજ્જન પુરુષ એમ જ કહેત કે- ‘મે તમને સોંપી? માનસી કેટલી સરળ હતી? કોઈ સ્ત્રી આટલી સરળ હોઈ શકે જ નહિ! એટલે જ આ, જે કઈબની રહ્યું હતુંએ વિચિત્ર લાગતું હતું.

સોનલદે એ સમાચાર આપ્યા હતા કે કે ટી સફળ થયાં હતાં. અતીતના પાડો ઓગળ્યા હતાં.

‘મેધભાઈ, આ સમય જાળવવાનો છે. માનસી અંતરાયોની બહાર નીકળી ચૂકી છે.’ સોનલદે એ સંકેત આપ્યો હતો.

તેણે ઠપકો આપ્યો હતો. ‘આમ શા માટે દોડી આવ્યા મારી પાછળ? પેલી તૈયાર થઈને બેઠી છે.’

બ્રિજે કહ્યું- ‘મેધ....હું એ મનસુખ સજા અપાવીશ. એવી સજા રકે એ રીબાઈ રીબાઈને જાતે જ.....મરશે. મને આવડે છે, કામ કરતાં.’

અને અંતે સોનલદે સાથે આવ્યો હતો. પિતાને સારૂ થઈ ગયું એ મોટી રાહત હતી. સારૂ થયું સીનલદે સાથે હતી, નહીંતો આટલો સમય પણ પસાર કરવો મુશ્કેલ થઈ જાત.

માનસી સ્મરણમાં આવતી હતી ને છટકી જાતિ હતી. થાક, બેચેની, વચ્ચે નીંદર શક્ય નહોતી.

માતા સાથે અલપઝલપ વાતો, નર્સની આવનજાવન, શાંતિ છતાંય અશાંતિ. અને રાત મંથર ગતિએ સરકતી હતી.

‘મેધ....ઊંઘ નથી આવતી ?’ લત્તાબેને મમતાળું સ્પર્શ કર્યો. ગમ્યો એને. ‘જંપી જ, બેટા....એમને તો સારું છે. કાલે રાતે માનસી આખી રાત જાગતી બેઠી હતી. મેધ.....આપણાં નશીબ કે તે મળી !’ મેધ દિગ્મૂઢ બનીને સાંભળી રહ્યો.

અહીં માનસી અને સોનલદે વાતો કરતાં હતાં. શ્વેતા....જંપી ગઈ હતી. બહારના ખંડમાં. સોનલદે ખાસ માનસીને મળવા જ આવી હતી. નરેન્દ્રભાઈની તબિયતનું કારણ તો હતું પણ હવે એ વાત ગૌણ બની ગઈ હતી. તેને થયું જ કે માનસી રોષમાં હતી. મેધ પ્રતિ તો ખરી પણ સોનલદે પ્રતિય ખરી.

સંદેહની એક પાતળી રેખા જન્મી હત, તેના મનમાં જેનું નિરશન કરવું જરૂરી હતું. તે જાણતી હતી સખીની મનોદશા. તેને અજ્ઞાત ભય હતો કે કોઈ એના પતિને તેની પાસેથી છીનવી લેશે. અતૃપ્તિ એનો માર્ગ તો શોધી જ લે ને ? સીધું ગણિત હતું. મેધ પાસે, આવી સ્થિતિમાં કંઈ અપેક્ષા રાખી શકે ? કે ટી એ તેને જાગૃત કરી જ હતી, ભીતરથી હચમચાવી હતી.

‘માનસી....તું તો સામાન્ય સ્ત્રી જેવી જ સ્ત્રી છું. કશું જ નથી જે તાને આમ થતી રોકી શકે. તે મેધને પ્રેમ કરી શકે. મેધ તને પ્રેમ કરી શકે. કોઈ પ્રશ્ન જ નથી, ખરુંને ?’

તેને લાગતું હતું કે તે સ્થિતિમાંથી કદાચ બહાર આવી હતી. તે સામાન્ય સ્ત્રી જેવી જ.....હતી. પણ મેધ ક્યાં હતો ? એ તો જાણે પત્નીથી દૂર દૂર ચાલ્યો જતો હતો, ચાહીને ચાલ્યો જતો હતો. બહાના ખોળતો જતો હતો અથવા.....એમ જ બહાનાંઓના અવલંબન વગર, બેધડક ચાલ્યો જતો હતો- સોનલદે પાસે. શા માટે ? તેને કદાચ, સોનલદે પ્રતિ આકર્ષણ જાગ્યું હશે ! પણ સોનલદે એને ના રોકે ?

સોનલદે અજાણ નહોતી જ. માનસીના મનનું સમાધાન થવું જ જોઈએ. સત્વરે થવું જોઈએ. અન્યથા એના પરિણામો સારાં ના આવે. એમ કહેવું વૃથા હતું કે તેને મેધ પ્રતિ ક્યારેય આકર્ષણ થયું જ નહોતું. એમ બનવું સાવ સહજ હતું. આવું તો બને જ. પણ પછી તરત જ મનને વાળી લેવાય. કોઈ પણ વ્યક્તિ માટે એ સહજ ઘટના હતી.

‘મેધને પણ થાય જ’ સોનલદે હસી પડી હતી. ખરેખર તો માનસી ભોળી હતી. તેની સાથે શું વીત્યું હતું એ પણ ભૂલવા જેવું નહોતું. તે કોઈ પણ વાત અંતિમ છેડે પહોંચી જાતિ હતી.

‘માનસી.....તાને એક સારા સમાચે આપવા છે.’ તે પથારીમાં સૂતી હતી, સખી સાથે.

‘બોલ...’ માનસીનો સાવ સ્પષ્ટ ઉત્તર આવ્યો. તેનું મન અનેક ચિતરાગણોથી ભર્યું હતું એની સાબિતી હતી.

‘મેં એક છોકરો પસંદ કર્યો, માનસી’ રમતિયાળ અંદાજમાં તે બોલી.

‘હં પછી...?’ એકાકારી ઉત્તર આવ્યો.

‘એ છોકરો મને પસંદ કરે એટલે તેની સાથે ચાર ફેરાં ફરી લઈશ, બીજું શું?’

‘કોણ છે એ?’ માનસી બેઠી ગઈ પથારીમાંથી. તે નક્કી નાં કરી શકી કે એ મજાક હતી કે સત્ય. સોનલદે તો જાતની મજાક પણ કરી શકે.

‘માનસી, મજાક નથી કરતી.મજાક તો નિયતીએ કરી છે મારી સાથે.’ સોનલદેનો અવાજ આર્દ્ર બન્યો. અને માનસી કોમળ બની ગઈ.

‘સોનલદે, મારો સમય પણ સારો નથી. સ્વભાવ જ બદલાઈ ગયો છે. પપ્પાની યાદ આવે છે. મમ્મીનો અભાવ સાલે છે.એમ લાગે છે કે મારું અસ્તિત્વ જ નિરર્થક છે. હું કોઈને ચાહી શક્તિ જ નથી.મારામાં એ શક્તિ નથી રહી જાણે! નથી મેધને કશું આપી શકતી, નથી ચાહી શકતી. એ બિચારા કેટલું કરે છે મારી પ્રસન્નતા માટે , મારી સ્વસ્થતા માટે?અને સોનલદે ...તારી સાથે ય ખરાબ વર્તન કરી બેસું છું.

એમ થાય છે કે ..એ દિવસે ખીણમાં પડી ગઈ હોત તો સારું હતું. એક માસ વીતી પણ ગયો હોત મારા મૃત્યુને.મેધ, એમનાં સુખનો માર્ગ તો શોધી લેત.’

બસ..હવે . માનસી..તું તો ખરેખર બગાડી ગઈ છું. કયા દુઃખે તને ઘેરી લીધી છે? મેધ છે-સાક્ષાત મેધ જેવા , તારાં પર વરસ્યા જ કરે છે. તારી દાનત જ નથી એને સુખી કરવાની . તરી ઈચ્છા હોય તો કશું નદી જ ના શકે.

અને માનસી..હવે તો તું સ્વસ્થ જ છું.કે ટી એ શું કહ્યું હતુ? અતીતને ભૂલીને વર્તમાનને સજવા માંડ. તારાં ભાગ્ય તો જોરદાર છે. મને તો કદાચ...હવે બ્રીજ મળશે પણ..’

અને તરત જ માનસી કૂદી પડી. –‘બ્રિજ ..? વાહ! મળી ગયો તાને એ બ્રિજ? બોલતી પણ નથી. એકલપેટી છુંતું તો.’

‘એકરીતે ‘તાર કારણે જ હું બ્રિજ સુધી પહોંચી અહાકી, માનસી, પણ હવે ઘણું બાકી છે. કદાચ તારે પણ સહાય કરવી પડશે.મેધ્ ભાઈએ પણ. બ્રિજનું નામ તો સાંભળ્યું હતું પણ મને તેના સુધી પહોચાડી તેં.’ સોનલદે રમતિયાળ બની ગઈ.

‘બોલ ને ...સ્પષ્ટ . વાતને વળ શામાટે ચડાવે છે? મેં એવુ કહ્યું હતું?’ માનસી હવે રંગમાં આવી ગઈ હતી. તાલાવેલી જાગી હતી એ બ્રિજની. ‘માનસી ..કદાચ એ મને મળે પણ ખરો. અને કદાચ છટકી પણ જાય. સોનલદે મનની વાત કહેતી હતી.

‘મને એનું હવે દુઃખ નહિલાગે. બસ...આ પળો માણી લેવી છે- બ્રિજનાં હોવાની. દમયંતીના હાથમાં મીન પણ ક્યાં રહ્યાં હતા? બસ.. હવે રડવું નથી.’ પછી સોનલદે એ બ્રિજની વાત કરી

‘ભાઇના ખાસ મિત્ર છે.અચાનક જ મળી ગયા. મને તો જચી ગયા.સ્વભાવે ય ગમ્યો. એને મારામાં રસ પડ્યો.પ્રથમ મુલાકાતમાં થોડી મર્યાદા તો નડે જ ને?’

ભાઈને કશુંનાં કહ્યું પણ ભાભી પાસે હૃદય ખાલી કર્યું. તે ગંભીર બની ગયા. કહ્યું- બેન, તેની જ્ઞાતિનો ખ્યાલ છે? એનાં અતીતનો ખ્યાલ છે? તારાં ભાઈ નહિ જ માને.

હું હતાશ નાં થઈ સીધી બ્રિજને જ મળી નીખાલાસપુર્વક પૂછ્યું.’તમને કશું ભીતરમાં થયું હતું મને મળ્યા પછી? મને તો તમારા માટે પ્રેમ જન્મ્યો- પુરુષ અને સ્ત્રી વચ્ચે થાય એવો’

બ્રિજ હસી પડ્યા હતાં કહે- અચ્છા તો આગ બન્ને તરફ લાગી છે, ખરું ને સોન?

‘માનસી, મને નવું નામ મળ્યું...સોન! સોનલદે એ તેની વાત પૂરી કરી. તે આનંદથી તરબોળ હતી.

‘વાહ! સોન..તને અભિનંદન. તેં તારી રીતે બ્રિજે જીતી જ લીધાં.’ માનસી પણ ભાવવિભોર બની ગઈ હતી.

‘તો આમાં મુશ્કેલી શી છે ? રજા રાણી રાજી તો.....જખ મારે કાજી !’

‘હમણાં બ્રિજ એક અગત્યના કામમાં પડ્યા છે. એક અપરાધી વ્યક્તિને સજા આપવા માગે છે. એટલે.....હમણાં તો એ વાત મુલતવી જ રહેશે.’

‘એવી વળી કઈં વાત છે ?’

‘છે.....વળી. એ વળી તેમને એક છોકરીએ સોંપી છે. કરવી જ પડે તેમ છે. વળી બ્રિજ એવા છે કે જે કામ મનમાં વસે એ....મૂકે નહીં.....’

‘તેમને કોઈ છોકરી પણ.....?’ માનસી ઊંડી ઊતરતી જાતિ હતી.

‘હા....એક છે. સમય આવ્યે તાને પણ ઓળખાણ કરાવીશ. કદાચ.....તું એને જાણતી પણ હોય !’

‘ઓહ ! તું તો અત્યારથી ઉખાણા જેવું બોલવા લાગી. તું એકલપેટી તો નથી પણ ઊંડી તો છે જ.’

માનસીએ સખીને સરપાવ આપ્યો. રાત મંથર ગતિએ વહી જતી હતી. હોસ્પિટલમાં મેધ અને ઘરે, માનસી જાગતાં હતાં.

સોનલદે ક્યારે નીંદરમાં સરી ગઈ એનો ખ્યાલ પાસે સૂતેલી માનસીને પણ ના રહ્યો.