સીતા, દ્રૌપદી સતી અને અત્યારની સ્ત્રી કલંકિત Hitakshi Buch દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સીતા, દ્રૌપદી સતી અને અત્યારની સ્ત્રી કલંકિત

જહાં ડાલ ડાલ પર સોને કી ચીડિયા કરતી હૈ બસેરા... એસા ભારત દેશ હૈ મેરા...

હા લગભગ આજ કે પછી એથી વધુ વર્ષો પહેલેથી જ આપણી ભારતભૂમિ ઘણા એવા અદમ્ય કારણોસર પૂજાતી આવી છે. તેની પરંપરા, સંસ્કાર અને રીતિરિવાજો દ્રઢપણે માનનારા અને મનાવનારા જોવા મળ્યા છે. આદિકાળથી સ્ત્રી અને તેને સંદર્ભે ઘણી વાતો લખાઈ અને ભજવાઈ પણ ખરી.

રામાયણ દ્વારા રાજા શ્રી રામે સત્યતા તથા સીતામાતાના અપમાન માટે લંકેશનું વધ કર્યું. હા એ વાત અલગ છે કે હંમેશા સત્યના પંથે ચાલતા સીતામાતા સાથે તેમણે ક્યાંકને ક્યાંક જાણતા-અજાણતા અન્યાય પણ કર્યો. પરંતુ એ સમાજની સંરચનાના હેતુથી હતો એવુ આપણે માની લઈએ.

બીજી બાજુ ધર્મની સ્થાપના માટે મહાભારત પણ રચાયું અને તેમાં પણ દ્રૌપદીના આત્મસન્માન માટે ધર્મ યુદ્ધનું નિર્માણ થયું. જે જરૂરી પણ હતું. હવે અહીં મારો પ્રશ્ન આ બને મહાન ધરોહરને લઇને નથી કે તેની રીતિઓને ખોટી કહેવાનો મારો કોઈ ઈરાદો પણ નથી. પરંતુ આ બને માં મને ક્યાંકને ક્યાંક સ્ત્રીનું અપમાન અને તેને લઈને પુરુષોની taken for granted વૃત્તિ તો દેખાઈ જ.

હવે મારો મુખ્ય મુદ્દો કે જેના પર મારે વાત કરવી છે. આ બને કાળથી અત્યાર સુધી જો આપણે ધ્યાનપૂર્વક વિચારીએ કે વિશ્લેષણ કરીએ તો ખ્યાલ આવશે કે આજે આપણે સ્ત્રીને કેટલી નીચે પાડી દીધી છે. એટલે એમ કે જો ઇતિહાસના પાના ઉથલાવીને જોવામાં આવે તો એ સમયે એક પુરુષ એકથી વધુ સ્ત્રી સાથે પ્રેમમાં પડી શકતો અને તે સ્ત્રી સાથે લગ્ન કરી શકતો. બીજી રીતે કહીએ તો તે સમયના સૂર્યવંશી અને ચંદ્રવંશી રજા આ રીતે અનેક પટરાણીઓ રાખી શકતા કે એક પત્ની પાંચ પતિઓ વચ્ચે વહેંચાઈ શકતી.

અને આ દરેક ઘટનાને પરંપરાની પ્રક્રિયામાં સમાવી લેવામાં આવતી. એ યુગ પછી બીજો યુગ આવ્યો જ્યાં વેપારીઓ કે શેઠ પણ આમ કરતા રહ્યા. એમાં ખોટું પણ નહોતું. બનેને વાંધો ના હોય તો તેઓ સંબંધમાં રહી જ શકે છે. ત્યારબાદ એક સમય એવો આવ્યો જ્યાં જો પત્ની બાળક આપવા સક્ષમ નથી તો પતિના બીજા લગ્ન કરાવવામાં આવે છે અને બને પત્નીઓ સાથે રહે છે. આ રીત તો આજે પણ કેટલાક સમાજમાં જોવા મળે જ છે. આ પ્રકારના રીતિરિવાજ સદીઓથી ચાલ્યા આવે છે તો આજે કહેવાતા આધુનિક યુગમાં તેને તિરસ્કાર કેમ સહન કરવો પડે છે? પહેલા થયેલી વસ્તુઓને આપણે ધર્મ માની સ્વકારી લઈએ છીએ તો આજે તેને અશ્લીલ કેમ માનવામાં આવે છે. જો ત્યારે આપણે બીજા લગ્નને સ્વીકારતા હતા તો આજે કેમ એને અમાન્ય રાખીએ છીએ.

જો ત્યારે પતિ બે પત્ની કે પ્રેમિકા સાથે રહે તો એ બરાબર હતું તો આજે પતિના મૃત્યુ કે છોડીને જતા રહ્યા પછી બીજી વખત લગ્ન કરે તો એને અવેધ કેમ કહેવામાં આવે છે. પહેલા જયારે સ્ત્રી પુરુષને રીઝવીને તેની સાથે સંબંધ બાંધતી કે લગ્ન કરતી ત્યારે એ સમાજની વ્યવસ્થાનો ભાગ હતો તો આજે તેને વેશ્યા કેમ કહેવામાં આવે છે.

આજે સ્ત્રી પોતાના લગ્નથી ખુશ ના હોય અને તે જુદા થવાનો નિર્ણય લે છે તો એને સ્વીકારવામાં નથી આવતો. તો પછી સીતામાતા એ સમાજ અને રજા રામ માટે તેમને છોડીને ધરતીમાં સમાઈ જવાનો નિર્ણય લીધો એ કેમ યોગ્ય હતો. એમણે પણ એજ કહ્યું હતુ કે બસ હવે સ્ત્રી તરીકે હું આ વધુ સહન નહિ કરું. તો આજે કોઈ સ્ત્રી કરે તો એ અયોગ્ય કેમ? એ સોનાના દેશ અને અત્યારના કહેવાતા આધુનિક સમયમાં કયો સમય યથાર્થ એ તો નક્કી કરનારા આપણે કોઈ નથી પરંતુ એટલું જરૂર છે કે એ સમયે પ્રેમ પણ ખુલીને થતો અને માન પણ આપવામાં આવતું. જેની ઉણપ આજે જોવા મળે છે.

આજે તો પરણિત પુરુષ કે સ્ત્રી અમથું પણ એમ કહી દે કે એને પરપુરુષ કે પરસ્ત્રી ગમે છે તો એના ઉપર કેટલો વિવાદ અને ટીખળો થવા લાગે છે. આજ કારણોના લીધે આજે કોઈપણ લાગણી કે સંબંધોને ખરાબ નજરે જોનારા વધુ છે. આ વાત પર વિચાર કરવો જોઈએ. તમને શું લાગે છે?

(નોંધ : અહીં દર્શાવેલ વિચારો કોઈ ધર્મ, જાતિ કે પ્રથાને ઠેસ પહોંચાડવા નથી માટે એને સાચી દિશામાં લેવા વિનતી)