દરેક વ્યક્તિને સપના તો આવે જ છે. પરંતુ, "અમુક જ સપના યાદ રહે છે." અને "અમુક સપના ભૂલી જવાય છે." આમ, તો ઊંઘમાં દેખાતા સપના ક્યારે જ સાચા પડતા હોય છે..! પરંતુ, "જો એકના એક સપના વારંવાર આવે તો શું કરવું ??" જ્યારે કોઈ વ્યક્તિને એકનું એક સપનું વારંવાર દેખાય તો કુદરતી જ કોઈ ઘટનાનો સંકેત મળી રહ્યો હોય છે.. પરંતુ, "આ સંકેતને કેવી રીતે ઓળખવો તેની ખબર પડતી નથી..!"
આવી જ એક વાર્તા છે, "ઝંખનાની.."
ઝંખના ખૂબ જ ખુશ હતી. કારણ કે, "તેના દીકરા અમિતનું કોલેજમાં છેલ્લું વર્ષ હતું. તે પોતે એક ટીચર હતી, તેનો પતિ સોહમ બેંકમાં મેનેજરની નોકરી કરતો હતો." તેઓ સુરતના રહેવાસી, ઉચ્ચ કોટી બ્રાહ્મણ સમાજના, ઉચ્ચ મધ્યમ વર્ગીય પરિવારથી હતા. જાણે, "કેટલાંય વર્ષોની મહેનત અને તપસ્યા ફળશે, જ્યારે અમિતને એન્જિનિયરની પદવી મળશે!" જાણે કેટલાય વર્ષોનું ખુલી આંખે જોયેલું, "એક સપનું આ વર્ષે પૂરું થવાનું હતું!"
અમિત, "તેમના માતા-પિતાનો એકનો એક દીકરો.. વળી, દાદા દાદીનો પણ ખૂબ જ લાડકો!" આમ, તે આખા ઘરનો લાડકો દીકરો છે, તે ખૂબ દેખાવડો ને સાથે સાથે હોશિયાર વિદ્યાર્થી પણ હતો.. ફક્ત એક જ મુલાકાતમાં એને પારકાને પોતાના બનાવી લેવાની કળા આવડતી હતી.. આથી, "તેની આસપાસ ઘણા મિત્રો રહેતા હતા, તેના ગૃપમાં છોકરા અને છોકરી બંને હતા." જ્યારે પણ કોઈ મિત્રને એની મદદની જરૂર હોય, "એ સમયે ત્યાં હાજર થઈ જતો."
આમ બધી જ રીતે તેનો પરિવાર સુખી હતો પરંતુ કહેવાય છે, "ક્યારે ક્યારે સુખને પણ નજર લાગી જાય છે." છેલ્લા કેટલાય દિવસથી ઝંખના શાંતિથી સૂઈ શકતી ન હતી..! ખબર નહીં કેમ? તેના મનમાં અજબ વિચારો ચાલી રહ્યા હતા, તે વિચારો તેને બેચેન કરી દેતા હતા. તેના ભીતર કઈ ખૂબ જ ભયંકર ઘટના ઘટિત થઈ રહી હતી. આ તેનો ભ્રમ હતો કે કુદરતનો કોઈ ઈશારો, તે સમજી શકતી ન હતી..
એક રાત્રે તેને સપનામાં કાળા અંધારા વાદળો દેખાયા, સમુદ્ર કિનારે ઊંચા ઊંચા ઉછળતા મોજા, ને એક લાંબો પડછાયો દેખાયો. પડછાયા પાસે જતા અચાનક તેના માથામાં જાણે ભયંકર માર વાગ્યો હોય, એવું તેને લાગી રહ્યું હતું.. તેણે માથામાં હાથ ફેરવ્યો, ઘણું લોહી નીકળતું હતું! ત્યાં તો પેલો પડછાયો તેનામાં આવીને સમાઈ ગયો! તે ઝબકીને જાગી ગઈ. આ સપનાએ તેને બેચેન કરી. તે ઊભી થઈ રસોડામા પાણી પીવા ગઈ. પણ સપનું હજુ પણ તેની નજર સમક્ષ રમી રહ્યું હતું. તેણે સૂવાનો ઘણો જ પ્રયત્ન કર્યો.. પણ તે સૂઈ શકી નહીં!
રાત્રિના ત્રણ વાગ્યા હતા. તે હોલમાં જઈને બુક વાંચવા લાગી, સોફા પર બેઠા બેઠા તેની આંખ લાગી ગઈ. થોડી વાર પછી ફરીથી એ જ સપનું આવ્યું, આ વખતે પેલો પડછાયો તેનો હાથ પકડી ઘસડીને લઈ જઈ રહ્યો હતો. તે બચાવો બચાવોની બુમો પાડી રહી હતી. ઘણી જ વેરાન અંધારી જગ્યા હતી. નિશાચર પક્ષીના અવાજ અને સમુદ્રના ઉછળતા મોજાઓ સિવાય બીજો કોઈ અવાજ સંભળાતો ન હતો. એટલામાં તો અચાનક જ તેને ઠંડકનો અનુભવ થયો. જાણે કોઈએ તેને બરફની લાદી પર સુવડાવી ના લીધી હોય! ઠંડકને કારણે તે ઠંડી ધ્રુજવા લાગી.. તેનો અવાજ સોહમના કાને પડ્યો! તેણે જોયું તો ઝંખના તેની બાજુમાં ન હતી, તે બેડરૂમમાંથી હોલમાં આવ્યો.. જોયું તો તે ખૂબ જ ધ્રુજી રહી હતી, મનમાં બોલી રહી હતી, પ્લીજ, "મને જવા દો..! અહીંથી મને જવા દો.." મે તમારું શું બગાડ્યું છે!? મને અહીંથી જવા દે..
ઝંખના ઓ ઝંખના! "તું ધ્રુજી કેમ રહી છે..?" "શું થયું..?" સોહમે તેની પાસે જઈ કહ્યું...
"મને ખૂબ ઠંડી લાગે છે?" મને અહીંથી જવા દે.. બસ ઊંઘમાં બબડ્યા કરતી હતી
સોહમે ત્રણ થી ચાર રજાઈઓ ઓઢાળી.. છતાં તેની ઠંડી ઓછી થવાનું નામ લેતી નથી! સોહમ તેણે ઉઠાડવા પ્રયત્ન કરે છે, છતાં તે એક જ વાક્ય બોલી રહી.. આ સાંભળી તેને કપાળે હાથ મૂક્યો. તેણે ખુબ જ નવાઈ લાગી. તેનું શરીર બરફ જેવું ઠંડુ હતું.. તે તેને બેડરૂમમાં લઈ ગયો. તેના આખા શરીર પર વિક્સ લગાવ્યો. છતાં કોઈ ફરક પડતો નથી! તેણે જોરથી અવાજ લગાવ્યો. તે સફાળી બેઠી થઈ.
"હું અહીં કેવી રીતે આવી?"
તને જરા ખબર નથી?
ના, હું તો સોફા પર બુક વાંચતી હતી. અચાનક મને ઊંઘ આવી ગઈ. સાથે સાથે સપનું આવ્યું. બસ એ જ ખબર છે. આ સપનું વિચિત્ર હતું. જ્યાંથી છૂટ્યું, ત્યાંથી ફરીથી આવ્યુ!! આવું કેવી રીતે બની શકે!
તું વધારે વિચાર નહિ, "સૂઈ જા.., આપણે આવતી કાલે સવારે વહેલા અંબાજી મંદિરે જવાનું છે"
મારે પણ સૂઈ જ જવું છે, પણ મને આજે ઊંઘ આવતી નથી!
સૂવાનો પ્રયત્ન કરે તો ઊંઘ આવે ને..!
તમે મારી પાસે જ રહો, સોહમ.. એમ કહી તે સોહમને ભેંટી પડે છે.
સોહમને ખૂબ આશ્ચર્ય થયું.! તેનું શરીરનું તાપમાન સામાન્ય હતું. તે વિચારી રહ્યો હતો, "હમણાં તો હજુ તેનું શરીર બરફ જેવું ઠંડુ હતું, અચાનક સામાન્ય કેવી રીતે થયું!"
ઝંખુ, "તું સૂઈ જા..!" તેના કપાળે હાથ ફેરવતા તે બોલ્યો.
"તે નાના બાળકની જેમ તેને વિતરાઈ ગઈ."
તે સૂવાનો પ્રયત્ન કરી રહી હતી, પણ તેને સપનું ભુલાતું નહોતું! તે સોહમને ભેંટી ભગવાનનું સ્મરણ કરતાં કરતાં સુઈ ગઈ. હવે તેને ઊંઘ આવી ગઈ.
દસ વાગ્યા તો પણ તે ઊઠી નહિ, સોહમે પણ તેને સુવા દીધી. તે વહેલા ઊઠી, ચા નાસ્તો બનાવી તૈયાર થયો. અમિત પણ કોલેજ જવા તૈયાર થયો.
રાતની ઘટના પછી તે ઝંખનાને શારીરીક માનસિક રીતે આરામ મળે તેમ ઈચ્છતો હતો. અમિતના કોલેજ ગયા પછી તેની આંખ ખુલી, તે ઝબકીને અચાનક બેઠી થઈ જાય છે.
"ગુડ મોર્નિંગ.." ઝંખુ.. "હવે તને કેવું લાગે છે?"
તમે મને ઉઠાડી નહિ? કેટલું મોડું થયું છે?
રિલેક્સ, ઝંખુ, "તને રાત્રે પૂરતી ઊંઘ આવી નહોતી! વળી, "આજે આપણે બંનેને ઑફિશિયલ રજા છે." તું ભૂલી ગઈ!
અરે, હું ભૂલી નથી! આજે આપણે વહેલા અંબાજી મંદિરે જવાનું હતું! આપણે એકબીજાને પ્રોમિસ આપ્યું હતું કે, "જે દિવસે આપણે રજા હશે ત્યારે આપણે સૌથી પહેલા માંના દર્શન કરીશું, પછી જ દિવસની શરૂઆત કરીશું!
જો હું તો તૈયાર છું! તું સુતી હતી, ત્યારે જ મેં આખા દિવસનું પ્લાનિંગ કરી દીધું છે! બસ, તું જલ્દી તૈયાર થઈ જા! બ્રેક ફાસ્ટ પણ તૈયાર જ છે! સાંજે અમિત આવે ત્યારે બહાર જ ડિનર કરીશું!
તે ઉઠીને બાથરૂમમાં શાવર ચાલુ કર્યો. શરીર પર પાણી પડતા રાતનું સપનું તેની આંખો સામે ફરી રહ્યું હતું.. અચાનક તેને ધ્રુજારી આવી. તે ગરમ પાણીથી નાહી રહી હતી.. છતાં તેને ઠંડી ભરાઈ. તે ફટાફટ બહાર નીકળી! નીકળતાની સાથે જ તે રજાઈ ઓઢી લીધી.
આ જોઈ સોહમે તેણે કહ્યું: "કેમ રજાઈ ઓઢી લીધી?" એની પ્રોબ્લમ, "તારી તબિયત તો ઠીક છે ને!"
સોહમ, "મને ખૂબ જ ઠંડી લાગે છે!" મને અંદરથી કંઇક અજબ બેચેની લાગ્યા કરે છે! જાણે એવું લાગે છે કોઈ મારી આસપાસ છે! કોઈ મને સતત નિહાળ્યા કરે છે.. આ મારો વહેમ છે કે સાચું હું કંઇક સમજી શકતી નથી! મારી સાથે આમ કેમ થઇ રહ્યું છે! આ કોઈ ખરાબ સંકેત છે કે શું? વળી, કાલનું સપનું પણ કંઈ વિચિત્ર હતું. વારંવાર તે નજર સમક્ષ આવ્યા કરે છે. મને ખૂબ બીક લાગી રહી છે!
સોહમ તેની પાસે આવ્યો, તો ઝંખના તેને બાળકની જેમ ભેટી પડી. આ બદલાવ સામાન્ય નહતો, તે માનસિક રીતે અસ્થિર થઇ રહી હતી.
ઝંખનાને આ સપનું કેમ આવી રહ્યું હતું?
શું આ કોઈ અકથીત ઘટનાનું એંધાણ છે?
આ સપનાનું રહસ્ય શું હોય શકે?
જાણવા માટે વાંચતા રહો.. An untoward incident અનન્યા
-----------********