બીજા દિવસ સવારે કોલેજમાં પ્રિયા, ક્રિસ અને પંછી કેન્ટીનમાં બેઠા હતા.
“સેમ અને રાહુલ ક્યાં છે?” પ્રિયાએ પૂછ્યું.
“એ બંને ક્યાંક બહાર ગયા છે.” ક્રિસએ કોફી પીતા કહ્યું.
“હાય...” એટલામાં અક્ષય ત્યાં આવ્યો.
“મારે લાયબ્રેરીમાં કામ છે. હું જઉં.” કહીને પંછી ઉભી થઈને ચાલવા લાગી.
“આ ને શું થયું? જરૂર તે કંઇક કર્યું હશે.” પ્રિયાએ અક્ષય સામે જોયું.
“હું જઈને જોઉં.” કહી અક્ષય તેની પાછળ ભાગ્યો.
“મને લાગે છે કાલની વાતની જ કોઈ અસર છે આ..” ચિંતામાં ક્રિસએ કહ્યું.
“કઈ વાત?” પ્રિયાએ પૂછ્યું. એટલામાં સેમ અને રાહુલ પણ ત્યાં આવી ગયા. ક્રિસ બધી વાત કહી રહ્યો હતો.
પંછી લાયબ્રેરીમાં નહોતી. આમ તેમ શોધતા અક્ષયનું ધ્યાન બહાર પડ્યું. પંછી જંગલ તરફ જતા દેખાતા અક્ષય તે તરફ દોડ્યો. પંછી ગાઢ જંગલમાં વચ્ચે આવીને ઉભી રહી.
“પંછી.. અહી આમ.. જંગલમાં આવવું સલામત નથી. ચાલ આપણે કોલેજમાં જઈને વાત કરીએ.” પંછીનો હાથ પકડીને અક્ષયએ કહ્યું.
“છોડ મને.” પંછીએ અક્ષયનો હાથ ઝટકા સાથે છોડાવ્યો.
“શું વાત છે? તું ઠીક તો છે ને? હું ક્રિસને બોલવું એ તને ઘરે લઇ જશે.” ખિસ્સામાંથી ફોન કાઢતા અક્ષયએ કહ્યું.
“આ બધું પણ નાટક જ છે ને તારું? તું પહેલા પણ ચંદ્રમણી માટે જ મારી પાસે આવ્યો હતો. મને પ્રેમમાં ફસાવી. અને હવે પણ એના માટે જ આવ્યો છે ને?” પંછીએ નફરતથી તેની સામે જોયું.
“પંછી.. તું આ બધું શું..” અક્ષયએ પંછીના ખભા પકડ્યા. તે પંછીની વાતથી ગભરાઈ ગયો હતો.
“પંછી... કે શ્વેતા..?” ગુસ્સાથી પંછી બોલી.
“શ્વેતા...” પંછીની વાત સાંભળી અક્ષયનું શરીર ઢીલું પડી ગયું. તે પંછીથી દુર ખસી ગયો.
“હા. હું શ્વેતા જ છું. મને બધું જ યાદ આવી ગયું છે. મેં તને કેટલો પ્રેમ કર્યો હતો. તારા માટે હું પિતાજીને પણ ધોખો આપવા તૈયાર થઇ ગઈ હતી. એ છતાં તું ત્યાં ના આવ્યો. અને તે તારા માણસોને મને મારી નાખવા માટે મોકલ્યા. કેમકે તને માત્ર ચંદ્રમણીથી મતલબ હતો.” ધૃણાથી પંછીએ કહ્યું.
આવું ના બોલીશ.. તારા શબ્દો મને તીરની જેમ વાગી રહ્યા છે. હા હું તારો ગુનેહગાર છું પણ મારો પ્રેમ.. એ ખોટો નહોતો.” અક્ષયની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા.
“મને તારા પર વિશ્વાસ નથી.” પંછી આગળ ચાલવા લાગી.
“પંછી.. મારી વાત સંભાળ.” તેની પાછળ આવતા અક્ષયએ કહ્યું.
“નફરત છે મને તારાથી.. દુર રહે મારી નજરોથી.” પંછીએ અક્ષયને પોતાની શક્તિઓથી દુર ફેંક્યો. અક્ષય દુર જઈને એક ઝાડ જોડે અથડાયો. તેના માથા પરથી લોહી વહેવા લાગ્યું.
“પંછી..” પાછળથી ગાયત્રીબેનએ બુમ પાડી.
“તું જે સમજે છે તે ખોટું છે. અક્ષય એક મહાન રાજા હતો. પણ કોઈ કારણસર વુલ્ફમાં ફેરવાયો. તેને હંમેશા લોકોની મદદ કરી છે. પણ પોતાના લોકોની રક્ષા કરવા માટે તેને ચંદ્રમણી જોઈતો હતો. તે પોતાના માટે એ નહોતો ઈચ્છતો. હા શરૂઆતમાં એ પ્રેમનું નાટક કરતો હતો. પણ તેને સાચે જ તારાથી પ્રેમ થઇ ગયો હતો. એને પોતાના લોકો સામે કબુલ કર્યું કે તે હવે રાજા રહેવા નથી માંગતો. કેમકે એ તને દગો નહિ આપી શકે. અક્ષય બધું છોડી તારી સાથે નવું જીવન શરુ કરવા માંગતો હતો. પણ વિક્રમ આ વાત જાણતો હતો. તેણે ચંદ્રમણીના લાલચમાં અક્ષયને પકડી લીધો. વિક્રમએ બધા વુલ્ફને પોતાની તરફ કરી દીધા. અને તેમને તારી પાછળ મોકલી દીધા. વિક્રમએ જ તારા પિતાની હત્યા કરી હતી. તે તો અક્ષયને અત્યારે જોયો હતો ને? એ તારાથી દુર ભાગતો હતો. કેમકે એ તને દુઃખી કરવા નથી ઈચ્છતો. એને તારી બહુ રાહ જોઈ છે. જે ભૂલ એની હતી જ નહિ એની સજા એણે ભોગવી છે. એને વધારે દુઃખ ના આપીશ. એના પ્રેમને સ્વીકારી લે.” ગાયત્રીબેનએ બધી વાત જણાવી.
દુર બેભાન પડેલા અક્ષયને જોઇને પંછીની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. તેને પોતાની ભૂલ સમજાતા તેને પોતાના જાદુથી અક્ષયથી સાજો કરી દીધો.
“મને માફ કરી દે અક્ષય.” રડતા પંછીએ કહ્યું.
“મને પણ માફ કરી દે.” પંછીને ગળે લગાવતા અક્ષયએ કહ્યું.
“આપણે આ બંનેને આખા શહેરમાં શોધી વળ્યા અને આ અહી જંગલમાં બેઠા છે.” ત્યાં પહોચતા રાહુલએ કહ્યું.
“તો તને બધું યાદ છે.” ક્રિસએ પંછીની સામે જોઇને કહ્યું.
“હા. પણ જો આ વાત આપણા ઘરના લોકોને ખબર પડશે તો એ શાંત નહિ બેસે. તેમના મગજમાં કંઇક બીજું જ ચાલી રહ્યું છે. જે આપણે જાણવું રહ્યું. એટલે મારે આ નાટક કરવું જ પડશે.” પંછીએ ક્રિસ અને રાહુલને કહ્યું.
“અમે તારી સાથે છીએ.” બધાએ કહ્યું.
“આપણા માતા પિતા.. એ કંઇક અલગ જ યોજના બનાવી રહ્યા છે.અને આપણે એ નથી જાણતા કે તે શું ઈચ્છે છે.” પંછીએ કહ્યું.
“તો તમે એ જાણવાની કોશિશ કરો.” પ્રિયાએ કહ્યું.
“એ એટલું સહેલું નહિ હોય. તે બધા પંછી અને રાજકુમારી શ્વેતાનો ચહેરો એક છે તે જાણે છે. એમને પહેલેથી શંકા છે જ આ બાબતે. એ બસ પંછીની શક્તિઓ પછી આવવાની રાહ જોઈ રહ્યા હતા.” ક્રિસએ કહ્યું.
“આ માટે તેમનું ધ્યાન પંછી પરથી હટાવવું જોઈએ.” અક્ષયએ કહ્યું.
“અમારી પાસે એક રસ્તો છે.. નહિ એમ કહેવું યોગ્ય રહેશે કે એક સારા સમાચાર છે.” સેમએ ખુશ થતા કહ્યું.
“શું?” બધા એક સાથે બોલી ઉઠ્યા.
“હું.. હું મા બનવાની છું.” શરમાઈને સેમએ કહ્યું.
“શું વાત કરે છે.” પંછી અને પ્રિયા સેમને ગળે લાગ્યા.
“મુબારક ભાઈ.” ક્રિસ અને અક્ષય પણ રાહુલને ભેટ્યા.
“સેમના અંકલ અહી આટલી જલ્દી આવી શકે તેમ નથી. તો અમે નક્કી કર્યું છે કે આવતા અઠવાડિયે અમે લગ્ન કરીશું. બસ આપણે ઘરના લોકો અને ખાસ મિત્રો જ. મંદિરમાં સાદાઈથી જ.” રાહુલએ કહ્યું.
“વાહ.. બહુ જ સારો વિચાર છે. ચાલો હવે માહોલ થોડો ખુશીઓથી ભરાશે.” બધા ખુબ જ ખુશ હતા.
પણ બીજી એક મુસીબત તેમની સામે આવાની હતી જેનાથી તે બધા જ અજાણ હતા.
“મમ્મી પપ્પા.. ક્યાં ગયા? મારી પાસે ખુબ જ સારા સમાચાર છે તમારા બંને માટે.” ઘરમાં આવતા જ પંછીએ કહ્યું.
“અમને ખબર છે.” નીરજભાઈએ હસીને કહ્યું.
“ઓહ.. કેયુર અંકલએ કહી દીધુંને તમને. આ તો ચીટીંગ કહેવાય.” પપ્પા પાસે બેસી મોઢું ફુલાવતા પંછીએ કહ્યું.
“અરે નારાજ ના થઈશ. તારા માટે એક સરપ્રાઈઝ અમારી પાસે પણ છે.” નીરજભાઈએ રીતુબેન સામે જોઇને કહ્યું.
“શું?” મમ્મી સામે જોઈ પંછીએ ઉત્સુકતાથી પૂછ્યું.
“બેટા, ક્રિસ અને તું આમ પણ બહુ સારા મિત્રો છો. રાજેશભાઈ પણ નજીકના જ વ્યક્તિ છે. તો અમે બધાએ મળીને નક્કી કર્યું છે કે બને એટલી જલ્દી ક્રિસ અને તારી સગાઇ કરી દઈએ.” પંછીના માથે હાથ ફેરવતા રીતુબેનએ કહ્યું.
પંછીને આ વાત સાંભળીને આંચકો લાગ્યો. તે દોડીને પોતાના રૂમમાં જતી રહી. રૂમ બંધ કરી કેટલાય સમય સુધી રડતી રહી. અને રડતા રડતા જ સવાર પડી ગઈ. સવારે પણ કઈ બોલ્યા વગર તે જલ્દી જ કોલેજ આવી ગઈ.
****
● નવી કઈ મુસીબત હવે આવવાની હતી?
● શું પંછી અને અક્ષયનો પ્રેમ અધુરો રહી જશે?
● પંછીની સચ્ચાઈ ઘરે બધા જાણશે ત્યારે શું થશે?
ક્રમશઃ