“આ ને શું થયું છે?” કેન્ટીનમાં ક્યારની ચુપ બેઠેલી પંછીને જોઇને અક્ષયએ કહ્યું.
“શું ખબર? ક્લાસમાં પણ ચુપ જ હતી. ક્રિસ પણ દેખાયો નથી આજે સવારથી.” પ્રિયાએ આજુબાજુ નજર ફેરવતા કહ્યું.
“આ આવી ગયો.” ક્રિસને આવતા જોઈ રાહુલએ કહ્યું.
“ક્રિસ.. ક્યાં હતો? હું સવારની તારી રાહ જોઉં છું.” ચિંતામાં પંછીએ કહ્યું.
“મને કઈ સમજાતું નહોતું કે હવે આગળ શું કરવું. એટલે એકલો બેઠો હતો થોડી વાર.” બધા સાથે બેસતા ક્રિસએ કહ્યું.
“શું વાત છે દોસ્તો?” સેમએ કહ્યું.
“અમારા બંનેના ઘરે આમારા લગ્નની વાત ચાલે છે. એ લોકો મારી અને પંછીની સગાઇ કરવાનું વિચારી રહ્યા છે.” ચિંતામાં ક્રિસએ પ્રિયા સામે જોયું.
“શું?” બધા એક સાથે જ બોલ્યા. પણ પ્રિયા અને અક્ષયના ચહેરા પર ચિંતા વધુ દેખાઈ રહી હતી.
“તો તમે ઘરે કઈ કહ્યું?” રાહુલએ પૂછ્યું.
“ના.” પંછીએ અક્ષય સામે દુઃખી થતા જોયું.
“હા. મેં પપ્પાને કહી દીધું છે કે હું પ્રિયાને પ્રેમ કરું છું અને તેની સાથે જ લગ્ન કરીશ.” ક્રિસએ પ્રિયાનો હાથ પકડ્યો.
“મને તો કઈ સમજાતું નથી કે હવે શું કરવું જોઈએ.” ગભરાતા પંછીએ કહ્યું.
“આપણે કઈક રસ્તો શોધી કાઢીશું.” પંછીનો હાથ પકડતા અક્ષયએ કહ્યું.
“મને લાગે છે કે તમારે બંને એ તમારા ઘરના લોકોને ભેગા કરીને સમજાવા જોઈએ. એ જરૂર સમજી જશે.” સેમએ વિચાર રજુ કર્યો.
“મને પણ એવું જ લાગે છે.” પંછીએ હજુ પણ અક્ષયનો હાથ મજબુતીથી પકડી રાખ્યો હતો.
“એક કામ કરીએ. મારા ઘરે બધાને બોલાવી લઈએ. આપને ત્રણ ત્યાં જઈએ. અને એમને બધું સાચું જણાવી દઈએ.” રાહુલએ ફોન કાઢતા કહ્યું.
“અમે જઈએ.” પ્રિયાને ગળે લગાવીને ક્રિસ, પંછી અને રાહુલ સાથે ઘર તરફ નીકળ્યા.
“રાહુલનાં ઘરે બધા પહેલાથી જ પહોચી ગયા હતા. તે બધા જ મુખ્ય હોલના બદલે બીજા એક રૂમમાં જઈને ચર્ચા કરી રહ્યા હતા.
“આ બધાએ આપણને અહી આમ અચાનક કેમ બોલાવ્યા છે?” રીતુબેનએ પૂછ્યું.
“એ બંને આ લગન માટે રાજી નથી એટલે.” કેયુરભાઈએ ધીમેથી કહ્યું.
“શું? પણ પંછીએ તો અમને એવું કઈ નથી કહ્યું.” નીરજભાઈને આશ્ચર્ય થયું.
“પણ ક્રિસએ મને બધું કહ્યું. એ પેલી વુલ્ફ પ્રિયાને પ્રેમ કરે છે. માટે તે આ લગન માટે તૈયાર નથી.” રાજેશભાઈએ નિરાશ થતા કહ્યું.
“મને થોડો અંદાજો હતો જ આ બાબતે. ખબર નહિ આપણા બાળકોને શું થઇ ગયું છે. તેમણે કઈ રીતે પોતાના દુશ્મનો સાથે પ્રેમ થઇ શકે?” નીરજભાઈએ કહ્યું.
“આ બધા લોહીના લક્ષણો છે..” મોઢું ફેરવતા કેયુરભાઈએ કહ્યું.
“તું કહેવા શું માંગે છે?” અકળાતા રાજેશભાઈએ કહ્યું.
“તારી પત્ની.. એ પણ તો એક વુલ્ફ જ હતી. પણ તે એને મરવા માટે છોડી દીધી. એ તો સારું થયું કે એ જાતે જ મૃત્યુ પામી. અને આ રાઝ હંમેશા રાઝ જ રહ્યું. અને સૌથી સારી બાબત એ છે કે આપણો ક્રિસ વુલ્ફ નથી.” કેયુરભાઈએ નફરતથી કહ્યું.
“કેયુર... તું એને કેમ આ બધામાં વચ્ચે..” ગુસ્સામાં રાજેશભાઈ કહેવા જઈ રહ્યા હતા.
“તમે બંને પણ શું નાના બાળકોની જેમ ઝગડો છો? જે થઇ ગયું છે એની ચર્ચામાં ઝગડશો નહિ. જે હવે કરવાનું છે એ વિચારો.” તે બંનેને શાંત પાડતા નીરજભાઈએ કહ્યું.
“જો આપણે બાળકો સાથે જબરજસ્તી કરીશું તો સફળ નહિ થઈએ. પંછી જરૂર કઈક છુપાવે છે. મને લાગે છે કે તેને બધું જ યાદ આવી ગયું છે. પણ એ પેલા વુલ્ફ્ને બચાવવા માટે ખોટું બોલી રહી છે. અને જો એ અક્ષય પાસે જતી રહી તો ચંદ્રમણી આપણા હાથમાં ક્યારેય નહિ આવે. આપણે શાંતિથી કામ કરવું પડશે.” રીતુબેનએ કહ્યું.
“હા. આપણો મતલબ બસ ચંદ્રમણી પુરતો જ છે. આમ પણ એ મેળવ્યા પછી પંછી જીવતી રહેવાની પણ નથી. ચંદ્રમણીની શક્તિ એને મારી નાખશે.” કેયુરભાઈએ હસીને કહ્યું.
“ક્રિસ અને પંછીને એક કરવા માટે આપણે અક્ષય અને પ્રિયાને રસ્તામાંથી હટાવી દેવા જોઈએ.” નીરજભાઈ કહી રહ્યા હતા.
કોઈકનો પાછળથી અવાજ આવતા બધાનું ધ્યાન દરવાજા તરફ ગયું.
ઘરની બીજી ચાવી રાહુલ પાસે હતી, એટલે એ બધા સીધા જ ઘરમાં આવી ગયા હતા. રૂમનો દરવાજો તે બધા બંધ કરવાનું ભૂલી ગયા હતા. ઉંધા ફરીને બેસવાથી કોઈને પાછળ કોઈ ઉભું છે તેનો ખ્યાલ જ ના રહ્યો.
“બેટા, તમે બધા ક્યારે આવ્યા?” ગભરાઈને ઉભા થતા રીતુબેનએ કહ્યું.
“જયારે તમે મને મારી નાખવાનું આયોજન કરતા હતા ત્યારે..” પંછીની આંખમાંથી આંસુ વહી રહ્યા હતા.
“બેટા એવું નથી. તું અમને ખોટા સમજી રહી છે.” સફાઈ આપતા રાજેશભાઈએ કહ્યું.
“જે પોતાની પત્નીનું ખૂન કરી શકે, એના માટે પોતાની સંતાનનું શું મહત્વ હોઈ શકે? મારી મા વુલ્ફ હતી એટલે તમે એને મારી જવા માટે મજબુર કરી હશે. નફરત છે મને તમારાથી. મને શરમ આવે છે તમને પિતા કહેતા. આજથી તમે મારા માટે મારી ગયા છો.” રડતા ક્રિસ ત્યાંથી બહાર નીકળી ગયો.
ક્રિસ પોતાની બાઈક લઈને પ્રિયા પાસે જતો રહ્યો. પંછી પણ દુઃખી થઈને સેમના ઘરે જતી રહી.
દુઃખી રાજેશભાઈ ક્રિસને શોધવા નીકળ્યા.
“તું..? અહી..?” રસ્તામાં રોહનને જોઇને રાજેશભાઈએ કહ્યું.
“આટલી પણ શું જલ્દી છે? હવે આમ પણ મારા રસ્તામાં આવતા કાંટાઓ મારે સાફ કરવાના જ છે. તો કેવું રહેશે કે હું શરૂઆત તમારાથી જ કરું.” રાજેશભાઈનું ગળું દબાવી રોહનએ તેમણે ઊંડા તળાવમાં ધક્કો મારી દીધો.
બીજા દિવસ સવારે રાજેશભાઈની લાશ મળી. ક્રિસ તેમની અંતિમવિધિમાં પંછી અને રાહુલના સમજાવા પર આવ્યો. પણ તે ઘરમાં રોકાવા માટે તૈયાર નહોતો. એટલે સામાન લઈને સેમના ઘરે જતો રહ્યો.
“બેટા ક્યાં જાય છે?” પંછીને સામાન લઈને જતા જોઈ રીતુબેનએ પૂછ્યું.
“મારા મા બાપ હોવાનો હક્ક તમે ખોઈ નાખ્યો છે. તમે જાણવા માંગતા હતા ને કે મને બધુ યાદ છે કે નહિ? હા હું શ્વેતા છું. મને બધું જ યાદ છે. અને હું અક્ષયને જ પ્રેમ કરું છું. કેવા મા બાપ છો તમે? પોતાના સ્વાર્થ માટે પોતાની જ દીકરીનો જીવ લેતા પણ નથી અચકાતા? એવું માની લેજો કે તમારે કોઈ દીકરી હતી જ નહિ. આજથી મારે પણ કોઈ મા બાપ નથી.” આંસુ લુછતી પંછી સેમના ઘરે જતી રહી.
બે દિવસ પછી સેમ અને રાહુલ, પંછી અને અક્ષય, પ્રિયા અને ક્રિસએ ગાયત્રીબેનની સાક્ષીમાં લગન કરી લીધા. તે બધા જ સેમના ઘરે જ રહેવા લાગ્યા. છેલ્લા વર્ષની પરીક્ષાઓ પણ પતી ગઈ હતી. બધા જ પરિણામની રાહ જોઈ રહ્યા હતા.
બધાના પરિણામ આવી ગયા પછી તેમણે પોતાનો એક બિઝનેસ શરૂ કર્યો. પંછી અને પ્રિયા પણ મા બનવાના હતા. તેમણે ઘરને ભુલાવી જ દીધું હતું. ગાયત્રીબેન તેમને મળવા ક્યારેક આવતા. ઘરના કોઈ પણ વ્યક્તિએ તેમને મળવાની કોશિશ કરી નહોતી.
રીતુબેન અને નીરજભાઈને બહુ અફસોસ હતો. પણ તે હવે પંછીને ખુશ જોવા માંગતા હતા. એટલે તે એના જીવનમાં પાછા જવા નહોતા માંગતા.
બીજી તરફ રોહનએ પણ જેસ સાથે ધામધુમથી લગન કરી લીધા હતા. તે બંને પણ સાથે રહેતા હતા. પણ રોહનનું ધ્યાન માત્ર સેમના ઘર પણ હતું.
“એ દિવસ હવે દુર નથી. આવતી પૂર્ણિમાએ પચ્ચીસ વર્ષ પુરા થશે. અને ત્યારે જ એ ચંદ્રમણી ફરી મેળવી શકાશે. અને આ વખત એને ગુમાવા નથી માંગતો. એટલે જ તમારો સાથ માંગું છું.” રોહનએ એક અંધારી જગ્યાએ ઉભા ઉભા કહ્યું.
તેની આંખો લાલ થઇ ગઈ હતી. અને તેના આગળના બે દાંત બહાર નીકળી આવ્યા હતા.
“હું આમાં તારી મદદ જરૂર કરીશ. હું પણ વર્ષોથી આ દિવસની રાહ જોઉં છું. મારે બસ એ બધા વુલ્ફ્ને ખતમ કરવા છે. જેમના લીધે મેં મારા ભાઈને ખોયો છે.” ત્યાં બેઠેલા કેયુરભાઈએ કહ્યું.
“મને કોઈ ફર્ક નથી પડતો કે એ લોકો જીવે છે કે મારે છે. મને બસ ચંદ્રમણીથી મતલબ છે. જો આ અક્ષય વચ્ચે આવ્યો ના હોત તો મેં જરૂર પંછી સાથે લગન કરી લીધા હોત. અને મારે જેસ જોડે પ્રેમનું ખોટું નાટક ના કરવું પડત. પણ હવે એ બધી વાત વિચારવાનો કોઈ અર્થ નથી. મને બસ ચંદ્રમણી જોઈએ છે. ભલે એના માટે મારે એ બધાને મારી નાખવા પડે.” રોહન બોલી રહ્યો હતો.
પણ પાછળથી છુપાઈને જેસ તેની વાત સાંભળી રહી હતી. તે ખુબ જ ડરી ગઈ હતી. તે શરૂઆતમાં ક્રિસ અને પ્રિયાને નફરત કરતી હતી. પણ તે પછી તે રોહન સાથે ખુશ હતી. તે પોતાના મિત્રોને નુકશાન પહોચે તેમ નહોતી ઈચ્છતી, પણ તે કઈ કરે શકે તેમ પણ નહોતી.
****
● શું રોહન અને કેયુરભાઈ બધાને મારી નાખશે?
● રોહન વેમ્પાયર છે તે બધા જાણતા હશે?
● જેસ બધાને બચાવવા માટે હવે શું કરશે?
ક્રમશઃ