ભાગ 12 શરૂ
....................................
"કાંઈ નહિ જેક કોઈ ચિંતા કરવાની જરૂર નથી હું મારા તરફથી ચોક્કસ પ્રયાસ કરીશ કે મશીનને સારી રીતે ચલાવી શકું અને નિકિતાને પાછો લાવી શકું. " રીકે જેકને આશ્વાસન આપતા કહ્યું.
"તો જેક અને રોહન તમે થોરિયમ કાર્બન અને હિલિયમ ક્યાં મૂક્યું હતું?" રીકે રોહન અને જેક મેં પૂછ્યું.
"એ તો ત્યારબાદ હું મિસ્ટર ડેઝી ને ત્યાં જ મૂકી આવ્યો હતો" જેક બોલ્યો.
"હા તો એ લઈ આવો અને ચાલો મારી સાથે મારા રિસર્ચ સેન્ટર પર" રીકે જેકને કહ્યું.
જેક તે વસ્તુ લઈ આવે છે અને જેક અને રોહન રિક સાથે તેના રિસર્ચ સેન્ટર પહોંચે છે.
"ત્યાં એક પ્લેટિનમ નું રાઉન્ડ શેપનું એક મશીન હતું. જે આખું ગોળ હતું જેની આજુબાજુ મેગ્નેટિક ફિલ્ડ મુકવામાં આવી હતી જેથી તે પ્રકાશ થી પણ ફાસ્ટ ચાલે પણ તેની માટે તે ગતિ લાવવા થોરિયમ, હિલિયમ અને કાર્બન ની જરૂર હતી અને આ બીજા ગ્રહ ઉપરથી લાવેલી આ વસ્તુઓ એકદમ સારી ગુણવત્તાની હતી આ મશીનની અંદર માત્ર 7 જણા બેસી શકતા હતા એટલે રિકે આ ટાઈમ મશીન શરૂ કર્યું અને મશીન ફરવા લાગ્યું શરૂઆતમાં તો એવું લાગ્યું કે આ લોકો ત્યાંના ત્યાંજ છે પણ આ મશીન સતત દસ મિનિટ ફર્યા બાદ પછી એ સમયમાં આવી ગયા જ્યારે જેક, રિક અને રોહન ડેઝીને મળવાના હતા.
"અરે રિક આ મશીન તો કામ કરે છે યાર" જેક ખુશ થઈને બોલ્યો.
"અને આ જો હજુ તો આપણે 55 કેન્ક્રીન ઇ ઉપર ગયા પણ નથી" રોહને રિકને કહ્યું.
"હા પણ હવે તમે નિકિતા ને બોલાવી લ્યો કોલ કરીને એટલે આપણે જલ્દીથી પાછા આપણાં સમયમાં જઇ શકીએ" રીકે જેક અને રોહન ને કહ્યું.
"હાઈ નિકિતા મેં તમને કોંફરન્સમાં લીધા છે તમે જલ્દી મેં મોકલેલા લોકેશન ઉપર આવી જાવ ને" જેકે નિકિતાને કહ્યું.
"અરે ના પણ આપણે તો 55 કેન્ક્રીન ઇ ઉપર નથી જવાનું?" નિકિતાએ કહ્યું.
"અરે ના પહેલા તમે અહીંયા આવો" જેકે કહ્યું.
નિકિતા જેક પાસે આવી એ જોઈને જેક એકદમ ખુશ થઈ ગયો અને તે નિકિતાને ભેટી પડ્યો.
"અરે પણ શું થયું જેક?" નિકિતાએ જેકને પૂછ્યું.
અને જેક પોતાની સાથે થયેલી પૂરી ઘટના જણાવે છે. જેથી નિકિતાએ જેક સાથે જવાનું નક્કી કર્યું.
"રિક થેન્ક યુ સો મચ દોસ્ત પણ હવે ચાલ પાછો મને હવે આપણાં વર્તમાનમાં જ્યાં હતા ત્યાં લઈ જા યાર જલ્દી" જેકે રિક ને વિનંતી કરીને કહ્યું.
"હા પણ આ મશીન કામ નથી કરતું હવે" રીકે જેકને કહ્યું.
જેકને આ વાત સાંભળીને ગુસ્સો આવી ગયો અને તેણે આ મશીનને જોરથી લાત મારી અને મશીન સ્ટાર્ટ થઈ ગયું અંદાજે 10 મિનિટ સુધી મશીન ગોળ ફર્યા બાદ બંધ થઈ ગયું અને આજુબાજુનો નજારો જોઈને રિક, રોહન, જેક, નિકિતા અને ઝોયા ચોંકી ગયા.
"અરે આ આપણે ક્યાં આવતા રહ્યા?" જેકે કહ્યું.
"મેં કીધું હતું તને જલ્દી ના કર" રીકે જેકને ગુસ્સામાં કહ્યું.
"હા આ તે લાત મારીને એનું બધું પરિણામ છે હવે શું કરીશું આપણે?" રોહન ઉદાસ થઈને બોલ્યો.
"અરે પણ તમે લોકો મગજમારી છોડો અને એ તો કહો કે આપણે છીએ કઈ જગ્યા ઉપર અને કઈ સાલમાં?" જેક ગુસ્સાપૂર્વક બોલ્યો.
"આ જગ્યા આટલી અજીબ કેમ છે અને આપણે આ જગ્યા જોઈ હોય તેવી લાગે છે?" ઝોયા બોલી.
"હા આ જગ્યા આપણે એક સ્પેસ એડવેન્ચર મૂવી માં જોઈ હતી કે જ્યારે તેમાં રહેલા કેરેકટર પૃથ્વી ના શરૂઆતના સમયમાં આવી જાય છે" નિકિતાએ કહ્યું.
"મતલબ આપણે લોકો 1000 અબજ વર્ષ પાછળ આવી ગયા?" રોહન ગભરાઈને બોલ્યો.
"હા આપણે લોકો એ સમયમાં આવી ગયા છીએ જ્યારે હજુ પૃથ્વી ઉપર માણસોનો જન્મ જ નહોતો થયો ને માત્ર ડાઈનોસોર અને બધા પ્રાણીઓ જ રહેતા હતા" રીકે બધાને ઉદાસ થઈને કહ્યું.
"તો હવે આમાંથી આપણે કેવી રીતે નીકળી શકીશું" જેક ડરતા ડરતા બોલ્યો.
"હવે તો અહીંયા જ રહેવું પડશે કારણ કે જેક ભાઈ તમે મશીન ને લાત મારીને બગાડી કાઢી" રિક ગુસ્સેથી બોલ્યો.
"અરે યાર આ ઝઘડો કરવાનો સમય નથી તમે એ વિચારો કે અહીંયાંથી નીકળવું કેવી રીતે?" ઝોયા બોલી.
"હા એ જ ને પણ એક વસ્તુ માનવી પડે હો માણસ નહોતા એ પહેલાંની આ પૃથ્વીનો નજારો કેટલો સુંદર છે જોવો તો ખરા ઉપર એકદમ સાફ આકાશ, ચંદ્ર આટલો નજીક છે, ગરમી પણ એટલી બધી નથી, અને દૂર દૂર સુધી જંગલ અને માત્ર ને માત્ર પ્રાણીઓ જ દેખાય છે અને આ વાતાવરણ ની હવા અત્યાર ના વાતાવરણ કરતા કેટલી શુદ્ધ છે અને આપણે જે પર્વત ઉપર છીએ તેની સામેનો નજારો થોડો કાંઈ સ્વર્ગ કરતા ઓછો છે" નિકિતા જગ્યાની સુંદરતા નું વર્ણન કરતા બોલી.
"આ અવાજ શેનો આવે છે?"રોહન બોલ્યો.
"આ અવાજ છે ડાયનોસોર નો" રીકે જવાબ આપ્યો.
"ઓહો ડાઈનસોરો નો અવાજ તો ખૂબ જ મોટો છે" જેક ગભરાઈને બોલ્યો.
"હા એ તો છે જ ને હવે ચાલ આપણે એક કામ કરીએ આપણે આ નીચે જઈને અત્યાર ના ગાઢ જંગલમાં જઈને આવીએ ત્યાં સુધીમાં આ ટાઈમ મશીન પણ રીપેર થઈ જશે" રોહને કહ્યું.
"એ હા ચાલો તો આપણે નીકળીએ" આટલું કહીને જેક અને રોહન બન્ને લોકો તે સમય ના વાતાવરણ અને પર્યાવરણ ની મજા માણવા માટે જંગલ પાસે ગયા. તેઓ જેવા જંગલ પાસે ગયા ત્યાંથી એક ડાયનોસોર તેમને આવતું દેખાયું.
"ઓહ માય ગોડ!!! આ ડાયનોસોર તો જો કેટલું મોટું છે?" જેક નવાઈ પામતા બોલ્યો.
"હા જેક આ ડાઈનોસોર જેવી પ્રજાતી જો અત્યારે હોત ને તો કદાચ પૃથ્વી ઉપર હજુ માનવ જાતિ નો ઉદભવ ના થયો હોત" રોહને જેક ને કહ્યું.
"અરે તે જોયું રોહન જો આ ડાઈનસોરો ને એ તો પોતાના મોઢામાંથી આગ પણ કાઢી શકે છે આ ડાઈનસોર આગ કેવી રીતે નીકળતું હશે?" જેકે રોહન ને પૂછ્યું.
.......................................
મિશન 5 - ભાગ 12 પૂર્ણ
.......................................
મિત્રો શું હવે જેક લોકો આ સમયમાંથી પાછા વર્તમાનમાં આવી શકશે?શું આ લોકો ડાયનોસોરથી બચી શકશે?શું રિક તેનું ટાઈમ મશીન સરખું કરી શકશે?
આ બધા સવાલોના જવાબ જાણવા માટે વાંચતા રહો મિશન 5.
જો આ ભાગ તમને પસંદ આવ્યો હોય તો તમારો કિંમતી પ્રતિભાવ આપવાનું ના ભૂલતા.