અસ્તિત્વ - 6 Aksha દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • આળસુ સજ્જન

    આળસુ સજ્જન आलस्यं हि मनुष्याणां शरीरस्थो महान् रिपु:। नास्त्...

  • અશોક સુંદરી

    અશોક સુંદરી  ભગવાન શ્રી મહાદેવ વિશે આપણે સૌ જાણીએ છીએ. તથા ત...

  • વનવાસ

    વનવાસ- રાકેશ ઠક્કર          નિર્દેશક અનિલ શર્માની નાના પાટેક...

  • લખપત - એક ભૂલાએલો ઇતિહાસ

    લખપત - એક ભુલાયેલો ઇતિહાસતો મેં આગલા લેખ જણાવ્યું એમ કોટેશ્વ...

  • ફરે તે ફરફરે - 53

    ફરે તે ફરફરે - ૫૩   "બા,આ તો લખ ચોર્યાસીના ફેરા છે...તમ...

શ્રેણી
શેયર કરો

અસ્તિત્વ - 6

આગળ ના પ્રકરણમાં આપણે જોયું કે અવની મયંકને કલાસરૂમમાં બોલાવે છે.....,
મયંક મનમાં વિચારે છે કે નક્કી આજે કિસ મળશે એટલે ઉત્સાહમાં એ ક્લાસરૂમમાં દાખલ થયો, પણ અવની તો એની સહેલીઓ જોડે વાતો કરતી હતી.., એ જોઈ મયંક મોઢું બગાડી પાછો જતો રહે છે....
અવની મનમાં વિચારે છે કે આખો દિવસ જતો રહ્યો મયંકએ મેસેજ કેમ ના કર્યો... હું જ કરી જોવું મેસેજ..

અવની : શુ કરો છો.?

મયંક : કંઈ નહીં..

અવની : લે એવું કેમ કંઈ નહીં, કંઈક તો કરો..

મયંક : તું ક્યાં કાંઈ કરવા જ આપે છે..

અવની : ઓહ તો હજુ આ વાતને લઇને નારાજ છો.. ભૂલી ગયા કે શરત હારી ગયા હતા...

મયંક :હા યાદ છે હો..

અવની : સારું. મારી માટે પ્રેમ કોઈ શારીરિક સ્પર્શ માટે નથી , બસ દિલથી કોઈને પ્રેમ કરી તોય બસ.

મયંક : હા એ તો મને ખબર છે.. પણ હું તારી સાથે જીવનની દરેક પળ જીવી લેવા માંગુ છું..

અવની : સારું હવે.. વાતો આપણી પુરી નહિ થાય તો સુઈ જઈએ..

મયંક : લે કાલે તો રજા છે તોય સુઈ જવું છે??

અવની : અરે હા, કાલે સ્કૂલમાં કંઈક મિટિંગ છે, એટલે રજા આમ પણ મમ્મી, પપ્પા બહાર જવાના છે...

મયંક : ક્યાં જશે... ?

અવની : મમ્મીના સબંધીમાં કોઈકનું મૃત્યુ થયું છે તો બેસવા જવાના છે.. કાલે રાતે આવી જશે પાછા..

મયંક :તો કાલે બપોરે હું આવીશ તને મળવા.. જમીશું સાથે.

અવની : પણ મને તો કંઈ બનાવતા નથી આવડતું.

મયંક : તો તું શું જમીશ?

અવની : કાકાના ઘરેથી ટિફિન આવશે..

મયંક : વાંધો નહીં પણ જમશું સાથે. ઓકે.

અવની : હા.. સારું તો ગુડ નાઈટ.

મયંક : હા ગુડ નાઈટ.

બીજા દિવસે સવારે શિવરાજભાઈ અને પીનાબહેન ડ્રાઇવર સાથે નીકળી જાય છે.. મંજુબેન(કામવાળા) પોતાનું કામ પૂરું કરી એમના ઘરે જતા રહે છે..
બપોરે જમવાના સમય પર ટિફિન પણ આવી ગયું.. હવે રાહ જોવાતી હતી મયંકની.. એ પણ એક વાગે આવી ગયો.. હવે અવની અને મયંક એકલા જ ઘરે હોય છે..

મયંક : ઘર તો દેખાડ તારું..

અવની : હા. ( અવની પૂરું ઘર દેખાડે છે મયંકને સાથે સાથે અવની એના બાળપણના ફોટો પણ દેખાડે છે..)

મયંક : સરસ છે બધું હવે ભૂખ લાગી છે.. જમવાનું તો પીરસતા આવડે છે ને?? ( મસ્તીમાં કહે છે)

અવની : હા હો એટલું આવડે છે.
અવની રસોડામાં જઈ જમવાનું એક થાળીમાં પીરસી લાવે છે. મયંક ડાઇનિંગ ટેબલ પર બેસીને અવનીને કહે છે.. આવું મદદ માટે??
અવની હસતા મોઢે રસોડામાંથી બહાર આવી ને મયંકની બાજુમાં પડેલી ખુરશી પર બેસી જાય છે.., અને એક બીજાને જમાડે છે.. બંનેની આંખોમાં સાચો પ્રેમ જોઈ શકાતો હતો.. કોઈ દિવસ કોઈનું એઠું ખાધેલું નહીં પણ આજે બંને એકબીજાનું એઠું ખાઈ રહ્યા હતા...
જમવાનું પૂરું થયું એટલે અવની કિચનમાં બધું મુકવા ગઈ.. ત્યાંજ મયંક અવની ને પાછળ કમરથી પકડી , અને પોતાની તરફ ખેંચે છે..

અવની : માયુ ( મયંક) આ શુ કરો છો તમે?? (શરમાતા ચહેરે બોલે છે)

મયંક : જે મારો હક છે એજ કરું છું...

અવની : ઓહ એવો હક કોણે આપ્યો તમને??

મયંક : તે નથી આપ્યો ? ( ઉદાસ ચહેરે પૂછે છે)

અવની : હક તો બધા આપેલા જ છે.. ( મયંક તરફ ફરી ને બોલે છે).

મયંક : હવે રસોઈ શીખી લેજો મેડમ..( અવની ને કમરમાંથી પકડીને વધુ પોતાની તરફ ખેંચે છે) લગ્ન પછી તારે જ બનાવવાનું છે...

અવની : લગ્ન ??

મયંક : હા મેં ઘરે વાત કરી દીધી છે આપણી, અને બધાની હા જ છે.. આપણે એક જ કાસ્ટના હોવાથી શુ વાંધો આવશે...

અવની : મારુ ભણતર પૂરું થાય પછી જ લગ્ન કરીશું..

મયંક : હા પણ હું બહુ દૂર નહિ રાખું શકુ તને. બસ તું આવીજા મારા ઘરમાં મારી પત્ની બનીને.

અવની : હા હવે છોડો મને..

મયંક : નહીં છોડું તને ( વધુ પકડ મજબૂત બનાવે છે)

અવની : પ્લીસ, જાવા દો હવે..
મયંક અવનીને છોડે છે કે તરત જ મયંક અવનીનો હાથ પકડી એના ઘરના મંદીર સામે લઈને ઉભી રાખે છે..
મયંક અવનીને કહે છે કે હું તારા શરીરને નહીં તારા પ્રેમને પામવા માંગુ છું.. જ્યાં સુધી લગ્ન નહિ થાય ,ત્યાં સુધી આપણે બંને આપણી મર્યાદામાં જ
રહીશું..
એ પછી મયંક અવની નો ચહેરો બંને હાથ વડે પકડીને એના કપાળ પર એક ચુંબન આપે છે અને અવની મયંકને જોરથી બાહોમાં ભરી લે છે..
ક્યાંય સુધી બંને આવી જ રીતે વળગી પડ્યા રહે છે , દિલ ભરીને એકબીજાને મહેસુસ કરે છે..
મયંક અવનીને ઉંચકીને બેડરૂમમાં લઈ જાય છે, અને બેડ પર સુવાડી પોતે પણ બાજુમાં સુઈ જાય છે.,..
અવની મયંકની છાતી પર માથું રાખીને વાતો કરે છે અને મયંક પણ અવનીના કપાળ પર ચુંબન આપતો રહે છે..
ક્યાંય સુધી બંને આવી જ રીતે સુતા રહ્યા સાંજ પડી એટલે મયંક પણ અવનીને હગ કરીને નીકળી જાય છે...
અવનીને લવ લેટરનો બહુ શોખ હતો વાંચવાનો અને મયંક પણ બહુ લવ લેટર લખતો...
લેટર લખી અવનીના બેગમાં મૂકી રાખે ફુલ પરફ્યુમ લગાડીને, સાથે કેડબરી અને કંઈક ગિફ્ટ તો મુકવાનું ભૂલતો નહીં...
સ્કૂલમાં સમય મળે એકલામાં તો સાથે બેસી થોડો સમય વિતાવતાં, એ પહેલો વરસાદ, દરેક તહેવાર બંને એકબીજા સાથે જ ઉજવતા..
એક દિવસ બોયસની સ્કૂલમાં ક્રિકેટ ટુર્નામેન્ટ રાખી હતી... એટલે મયંક એ અવનીને કહ્યું કે હું પણ રમીશ તું આવજે જોવા.. કેવા શોર્ટ્સ મારુ છું...
અવની પણ ગઈ જોવા પહેલા જ મયંકની બેટીંગ હતી, અવનીને જોઈ મયંક થોડી હોંશિયારી કરવા ગયો કે સિક્સ મારું ત્યાંજ પહેલા બોલ પર આઉટ થઈ ગયો...
આ જોઈ અવની હસવા લાગી.. અને મયંક ઉદાસ મોઢે પાછો ભાર્યો..એ રાતે બંને આ બાબત પર બહુ હસી મજાક કરી...
પ્રેમ અને નોકજોક માં એક વરસ વીતી ગયું અને હવે બંને બારમાં ધોરણમાં આવી ગયા..પ્રેમની સાથે ભણતરમાં પણ ધ્યાન આપવાનું હતું.. છેલ્લું વર્ષ હતું સાથે રહેવાં માટે...
બંને એકબીજાને સાથે બહુ જ ખુશ હતા પણ અમુક મયંકના દોસ્તને આ સંબંધ ગમતો ના હોવાથી કંઈકને કઈંક મયંકને ચડાવતા અને ઝગડા પણ બંને વચ્ચે વધવા લાગ્યા... પણ તોય એકબીજાને માનવી સાથે રહેતા...
મયંકનો સ્વભાવ હવે એકદમ શકીલો થવા લાગ્યો હતો રોજ કંઇક ને કઇંક વાત પર બંને ઝગડો કરતા..
પણ એક દિવસ અવની સાથે એવું બન્યું કે હચમચી ગયા... જે સપનામાં પણ ના વિચારી શકીએ...
શુ થયું હશે અવની સાથે .........
* ક્રમશ.....