અસ્તિત્વ - 11 Aksha દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • આળસુ સજ્જન

    આળસુ સજ્જન आलस्यं हि मनुष्याणां शरीरस्थो महान् रिपु:। नास्त्...

  • અશોક સુંદરી

    અશોક સુંદરી  ભગવાન શ્રી મહાદેવ વિશે આપણે સૌ જાણીએ છીએ. તથા ત...

  • વનવાસ

    વનવાસ- રાકેશ ઠક્કર          નિર્દેશક અનિલ શર્માની નાના પાટેક...

  • લખપત - એક ભૂલાએલો ઇતિહાસ

    લખપત - એક ભુલાયેલો ઇતિહાસતો મેં આગલા લેખ જણાવ્યું એમ કોટેશ્વ...

  • ફરે તે ફરફરે - 53

    ફરે તે ફરફરે - ૫૩   "બા,આ તો લખ ચોર્યાસીના ફેરા છે...તમ...

શ્રેણી
શેયર કરો

અસ્તિત્વ - 11

આગળના ભાગમાં જોયું કે અવની મયંકના ન આવવાથી સહેજ ગુસ્સે થઈ હતી.....
હવે આગળ..........

અવની મનમાં વિચારી રહી હતી કે આ
લેક્ચર પુરા થાય તો સારૂ લેટર વાંચી શકું.., પણ ક્યાં પુરા થાય છે... એક કામ કરું બુકમાં લેટર રાખીને વાંચું જો એ વાંચીશ નહિ તો કંઇ ભણી પણ નહીં શકું....
અવની ધીમેથી એક હાથ બેગમાં નાખ્યો અને લેટર કાઢી, બુકની વચ્ચે મૂકીને વાંચવાનું ચાલું કર્યું.... જે અંદાજમાં મયંક એ લેટર લખ્યો હતો એ વાંચીને અવનીના પુરા શરીરમાં ઝણઝણાટી વ્યાપી ગઈ.... અને ચહેરા પર એક અલગ જ ખુશી છવાઈ ગઈ.... કોણ જાણે એક જ લેટર એણે કેટલીય વાર વાંચ્યો હશે...
બે લેક્ચર પછી દસ મિનિટનો બ્રેક પડ્યો તેથી બધા બોયસ નીચે ગયા... અવની રૂમમાં એકલી હતી તો થયું કે ગિફ્ટ પણ જોવું...હાથમાં બોક્સ લઈ જલ્દી ખોલ્યું અને જોયું તો એણે જે ઓમ શાંતિ ઓમ મુવીમાં જોયું હતું કે,એક ગોળકાર કાંચના બોક્સમાં એક કપલ ડાન્સ કરી રહ્યું હતું સાથે એક શાંત મ્યુઝીક પણ વાગતું હતું...., જ્યારથી એણે મુવીમાં જોયું હતું,એ લેવાની અવનીને ઇચ્છા થઈ હતી.એ વાત એણે મયંકને પણ કરેલી.....
આજે એ જ વસ્તુ પોતાના હાથમાં જોઈને અવની બહુ જ ખુશ હતી.... ગિફ્ટ અને લેટર બેગમાં મૂકી અવની કલાસરૂમની બાલ્કનીમાં ઉભી હતી..., અને વિચારી રહી હતી કે આજ તો વાતાવરણ પણ કંઈક અલગ લાગે છે.... ત્યાંજ મયંક પાછળથી આવીને અવનીને આગોશમાં લઈ લે છે..... એના કમર ફરતે હાથ રાખીને ગળામાં એક ચુંબન આપે છે....
અવની કાંઈપણ બોલતી નથી બસ મયંકના સ્પર્શને અનુભવે છે....મયંક હળવેથી અવનીને પોતાના તરફ કરે છે , ત્યાંજ અવની શરમાઈને મયંકની બાહોમાં સમાઈ જાય છે....ક્યાંય સુધી બંને એવી રીતે ઉભા ત્યાં જ બ્રેક પુરા થવાનો બેલ વાગ્યો અને અવની જલ્દીથી બાહોમાંથી નીકળવા મથે છે છતાં, મયંક છોડતો નથી,,, અવની બહુ કહે છે મયંકને કે મને જાવા દો હમણાં બધા આવી જશે... ,પણ મયંક નથી છોડતો....
અવની બહુ રકઝક કરે છે ,છેવટે મયંક એક લિપ કિસ આપી જતો રહ્યો અને અવની તો વિચારી જ રહી હતી કે આ ઓચિંતાનું મયંક શુ કરી ગયા....જે પણ હતું બહુ સ્પેશિયલ હતું. એમ વિચારતા અવની પોતાની જગ્યાએ આવીને બેસી જાય છે...
આજે તો ક્યાં ભણવામાં મન લાગવાનું જ હતું.... ઉપરથી કલાસરૂમ પણ સામ-સામે એટલે મયંક તો બહાર જ ઉભો રહે... પૂરો દિવસ બસ આવી જ રીતે સ્કૂલમાં કાઢ્યો ઈશારા બાજીમાં... ઘરે આવી થોડો નાસ્તો કર્યો અને પોતાનું હોમવર્ક કર્યું....અવની છત પર આવીને મયંકને મેસેજ કરે છે....

અવની : પહોંચી ગયા ઘરે ???

મયંક : હા ક્યારનો..

અવની : શુ કરતા હતા.?

મયંક : કાંઈ નહીં બસ બેઠો છું...

અવની : આજ શુ કર્યું ?

મયંક : મેં શુ કર્યું જરા કહીશ મને??

અવની : પોતાને ખબર છે તોય નહિ બોલે...

મયંક : મને કંઈ ખબર નથી તું બોલ... શુ કર્યું મેં?

અવની : કંઈ નહીં....

મયંક : અરે બોલને યાર...

અવની : તમે કિસ કેમ કરી મારા હોઠ પર??

મયંક : લે ઈચ્છા થઈ ગઈ તારા પિંક લિપ્સ જોઈને.... ના ગમી હોય તો બીજાને કરી લઈશ...

અવની : ના ના મને તો ગમી...પણ ઓચિંતું થઈ ગયું એટલે....

મયંક : તો ઠીક.., સારું હવે ક્રિકેટ રમવા જાવ છું આવીને મેસેજ કરીશ...

અવની : હા સારું.. બાય

મયંક : લવ યુ..

અવની : લવ યુ ટુ...
અવની નીચે કિચનમાં ઉભી રહી મમ્મી સાથે વાતો કરતી હતી સાથે એ પણ જોઈ રહી હતી કે રસોઈ કેવી રીતે થાય .... કહેવાય છે કે પ્રેમ બધું કરાવે છે....
જે છોકરીને ક્યારે આવું ઘરનું કાંઈ કામ કરવું કે કાંઈ રીતભાત ગમતા નહિ એ આજ ધીમે ધીમે બધું શીખી રહી હતી....આ બાજુ મયંકના દરેક સાગા સબંધીને અવની અને મયંકના સંબંધની જાણ થઈ ગઈ હતી પણ ક્યારે કોઈએ વાંધો ન ઉઠાવ્યો બધા ખુશ હતા...ખાસ તો મયંકના મમ્મી....
શનિવાર હોય એટલે સ્કૂલમાં કાંઈ ખાસ હોય નહીં માંડ બે લેક્ચર લેવામાં આવે... પછી બધી સ્કૂલની છોકરીઓ પોત પોતના કલાસની સફાઈ કરતી અને બોયસ બધા મેદાન સાફ કરતા... આ દર શનિવારનો નિયમ.....
અવની શનિવારે પોતાનો કલાસ સાફ કરી અને બાલ્કની સાફ કરવા ગઈ... ત્યાં જ ક્રિષ્ના અને જિજ્ઞા એના રૂમમાં આવે છે... અને નોર્મલ વાત કરી પાછી પોતાના રૂમમાં નીચે જતી રહે છે...
રવિવાર તો બસ એમ જ ગયો વાતો અને વાંચવામાં સોમવારે અવની કલાસમાં આવી બે લેક્ચર પછી બ્રક પડ્યો એટલે પોતાની બુક્સ બેગમાં મૂકતી હતી, ત્યાં જ ઈન્દ્ર બધાની હાજરીમાં અવનીને બોલાવે છે...

ઇન્દ્ર : અવની તને એક વાત કહેવી છે...

અવની : હા બોલ ને શુ કામ હતું..?

ઇન્દ્ર : શનિવારે આપણા કલાસરૂમમાં કોઈ છોકરીઓ આવી હતી ??

અવની : હા આવી હતી ને બે ત્રણ ગ્રુપ આવ્યા હતા... , પણ કેમ?

ઇન્દ્ર : કાંઈ નહિ યાર.., મારી એક બુક હું શનિવારે બેન્ચમાં મૂકી ગયો હતો...

અવની : તો એમાં શું એતો આપણે બધા મૂકીએ જ છીએ...

ઇન્દ્ર : એમ નહીં પણ બુકમાં એક લવ લેટર પડ્યો હતો, મેં વાંચ્યો, કોઈએ મને પ્રપોઝ કર્યું પણ લેટરમાં નામ નથી લખેલું... એટલે તને પૂછ્યું....

અવની : ઠીક... તો હું અત્યારે જ નીચે જઈ બીજી છોકરીઓ સાથે વાત કરું છું....
ઇન્દ્ર લેટર અવનીને આપી ને નીચે જતો રહ્યો....અવની એ લેટર વાંચવા બેઠી.... પહેલી જ લાઇન કે ઇન્દ્ર મને તારું હાઈટ બહુ ગમે છે, બધાથી અલગ અને નાદાન... હું તને લવ કરું છું વગેરે વગેરે.....
આ લેટર વાંચીને અવની ખૂબ જ હશે છે કેમ કે ઇન્દ્ર એટલે સ્કૂલનો સૌથી ઊંચો છોકરો... પણ સાથે નિર્દોષ પણ એટલો...અને કોઈ સામેથી પ્રપોઝ કરે થોડી નવાઈની વાત હતી....પણ અવનીને જાણવું હતું કે આ લેટર કોણે મુક્યો હશે....?
અવની લવ લેટર પોતાના ચોપડામાં મૂકી નીચે બધી છોકરીઓ જોડે આડા અવળી વાત કરી જાણવાની કોશિશ કરે છે પણ કાઈ નથી મળતું....છતાં એને જાણવું હતું કે કોણ છે આ છોકરી......???
*ક્રમશ.......