હેન્ડસ-ફ્રી - 5 - છેલ્લો ભાગ Mukesh Pandya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હેન્ડસ-ફ્રી - 5 - છેલ્લો ભાગ

પ્રકરણ-5. “મારા હાથમાં મોબાઇલ આવતા મને જાણે સ્વર્ગ મળી ગયું અને મને વિશ્વાસ થઇ ગયો કે હવે કિસ્મત મારી તરફ છે.મેં થોડુ વિચારી મનોમન પોતાના આરાધ્ય દેવ ભોળાનાથને યાદ કરીને નવો અધ્યાય શરૂ કર્યો.મેં નવા દાવરૂપે ફરીથી થોડા જોરજોરથી રોવાનું અને આ ગુંડાઓને આજીજી કરવાનું નાટક શરૂ કર્યું.કોઇપણ પ્રકારની બેદરકારી ન દાખવતા સૌ પ્રથમ મોબાઇલમાં હેન્ડસ-ફ્રી લગાવી દીધું.પછી મેં બને તેટલી ઝડપથી એસએમએસ દ્વારા સર તમને કારની સીટ પર લખેલો કારનો નંબર,કલર,કાર રૂટનો મેપ સહિત સેવમી નો મેસેજ મોકલી આપ્યો.અને થોડીવારમાં તમારો ઓકે અને મારી પાછળ આવી રહ્યાનો મેસેજ મળ્યો એટલે મને મારો દાવ સફળ થયાનો સંતોષ થઇ ગયો.પરંતુ હું કોઇપણ પ્રકારનું જોખમ લેવા માંગતી ન હોવાથી મેં મોબાઇલ જોવાનું બંઘ કરી દીધું અને હવે પછી શું થશે તે વિચારવા લાગી.આ સમયે મને મારી હેન્ડસ-ફ્રી વાળી આદત માટે હંમેશા ટોકનારા યાદ આવી રહ્યા હતા.પણ આજે હેન્ડસ-ફ્રીના કારણે હું મુસીબતમાં મુકાઇ હતી તો હેન્ડસ-ફ્રી એજ આજે મને બરબાદ થતા બચાવી લીધી.” “તો પછી પોલિસ કન્ટ્રોલમાં કોણે ફોન કરીને કાર વિષે અને અપહરણની શંકા હોવા બાબતે સમાચાર આપ્યા હતા.?”પોલિસ અધિકારીએ આ સવાલ કર્યો તો કોઇની પાસે તેનો જવાબ ન હતો. બધા એકબીજાની શકલ જોવા લાગ્યા. થોડીવાર બાદ સૌએ પોલિસ સ્ટેશનમાંથી વિદાય લીધી. 00000

આ ઘટનાના ત્રણ દિવસ બાદ રાજૂલ પોતાની ડયુટી પર જવા વહેલી સવારે રોજના સમયે ઘેરથી નીકળી ત્યારે હજી એક આંચકો તેણે જીલવાનો હતો.રાજૂલ કાનમાં હેન્ડસ-ફ્રી લગાવ્યા વગર કારની રાહ જોવા પોતાના નિયત સ્થાને જઇને બેઠી.ત્યારે થોડીજ ક્ષણોમાં ઘટનાના દિવસે તેની સામે આવીને ઉભો રહી ગયેલ આધેડ આજે પણ બિલકુલ તેની સામે આવીને ઉભા રહી ગયા અને એકપણ ક્ષણ ગુમાવ્યા વગર તે બોલ્યા. “છોકરી તુ સલામત છે તે જોઇને મને આનંદ થયો.તને સલામત જોઇને આજે મારા મનને એકદમ શાંતિ થઇ ગઇ.બે-ત્રણ દિવસથી દિકરા મને તારા વિચારો આવતા હતા”. રાજૂલ આધેડની વાત સાંભળીને અસંજસમસમાં પડી ગઇ.તે નક્કી ન કરી શકી તે વૃધ્ધ પર ગુસ્સો કરે કે તેની ખબર-અંતર પૂછવા બદલ તેમનો આભાર માને! આ સાથે એ વિચાર પણ તેને ઘેરી વળ્યો કે આ ડોસાને મારી સાથેની દુર્ઘટના વિષે જાણકારી છેકે શું.?અને છેં,તો કઇ રીતે તેને ખબર પડી હશે? કાકા,તમે...પણ રાજૂલ વધુ કાંઇ બોલે તે પહેલા આધેડ બોલવા લાગ્યા. “દિકરા,મારૂ નામ બલવંતરાય છે તે દિવસે તું મારા પર ચીડાઇ ગઇ હતી તેમ મને લાગ્યુ હતુ.તું મારા માટે કંઇક જુદુજ વિચારતી હોઇશ.પરંતુ દિકરા વાત એમ છેકે મારા દિકરાએ મને વિદેશથી એક મોબાઇલ ફોન મોકલ્યો છે.તેના કેટલાક ફંકશન મને સમજાતા નથી.હું મોર્નિંગ વોક દરમ્યાન તને ઘણા સમયથી અહીં જોઉ છું.એક દિવસ મને ધ્યાનમા આવ્યું કે તારી પાસે પણ મારા જેવોજ મોબાઇલ છે.એટલે કેટલાક ફંકશન સમજવા, તે દિવસે હું તારી પાસે વાત કરવા આવ્યો હતો.પણ સંકોચને કારણે હું જલ્દી બોલી શકયો નહીં.એટલે કદાચ તેં મારા માટે ખોટી ધારણા બાંધી લીધી અને મારા પર ગુસ્સો કરતી ચાલી ગઇ. દિકરા, જોકે મને મોબોઇલમાંથી પોલિસને ફોન લગાડતા તો આવડેજ છે.”પોતાની વાત પૂરી કરીને વૃધ્ધે ચાલતી પકડી. રાજૂલે વૃધ્ધનો હાથ પકડીને રોકી લીધા અને ગળગળા અવાજે બોલી “કાકા...તમેજ પોલિસને જાણ કરી હતી?” બોલતાં બોલતાં તેના ચહેરા પર પસ્તાવો,દુઃખ અને આભારનાં ભાવ ઉભરાઇ આવ્યા. “હા,દિકરા,તુ મારા પર ગુસ્સે થઇને ચાલી ગઇને કારમાં બેસી ગઇ પછી હું મારી જાતને કોસતો તારી કારને જોતો રહ્યો.પણ મને કારને જોઇને થોડી શંકા જાગી.મને કાર રોજ હોય છે તેના કરતા જુદી જણાઇ.કારની નંબર પ્લેટ પરના અક્ષરો,કારનો હોર્ન પણ થોડો જુદો લાગ્યો.કાર તને લઇને ઉપડી ત્યારે તેની સ્પીડ રોજ કરતા વઘારે હતી.તારી કારનો ડ્રાયવર કાર ઉપાડીને તુરંત બે વખત હોર્ન મારે છે તે પણ મને ન સંભળાયો.અને સૌથી મહત્વની વાત કે કારની એક સાઇડ લાઇટ તુટેલી હતી અને તુ કારમાં બેસી પછી તે કારની બેક લાઇટ બંધ થઇ ગઇ હતી.તારા ગયા બાદ થોડીજવાર પછી તને દરરોજ લેવા આવતી કારને અહીંયા ઉભી રહ્યા બાદ તુરંત જતા મેં જોઇ એટલે મારી શંકા મજબૂત થઇ ગઇ કે કશુંક ખોટુ થયુ છે.તું કોઇક ખોટી કારમાં બેસી ગઇ છે.એટલે હું તુરંત પોલિસને જાણ કરવા આ પોલિસ સ્ટેશનમાં દોડયો.પોલિસ સ્ટેશનમાં ઉંઘી રહેલા બે-ત્રણ મારા જેવા બુઠ્ઠા પોલિસમેનોને સમગ્ર ઘટના જણાવી છતાં તેમણે મારી વાત પર બહુ ધ્યાન આપ્યુ નહીં.પણ મેં મારી જીદ ચાલુ રાખી તો એ લોકોએ પોતાના અધિકારી સાથે વાત કરીને પોલિસ કન્ટ્રોલ રૂમને જાણ કરતા પોલિસ સક્રિય થઇ ગઇ. વૃધ્ધે વાત પુરી કરી ત્યારે રાજૂલ તેમની સામે પશ્ચાતાપના આંસુ વહાવી રહી હતી.તે વૃધ્ધનાં ચરણસ્પર્શ કરતાં માફી માંગતા બોલી દાદા..તમે મને નવી જીંદગી આપવામાં મહત્વની ભૂમિકા ભજવી છે....તમારો જેટલો આભાર માનું તેટલો ઓછો છે.એટલામાં તેને પોતાની કારનો હોર્ન સંભળાયો એટલે તે ફરીથી થેંકયુ દાદા..ના તમે મારા દાદાજી કહેતી કાર તરફ વળી.

સમાપ્ત

કથાબીજ એરલાઇન્સમાં કામ કરતા દિકરાની કલીગ સાથે થયેલ દુર્ઘટના પર આધારિત.