હેન્ડસ-ફ્રી - 4 Mukesh Pandya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હેન્ડસ-ફ્રી - 4

પ્રકરણ-4

ગુંડાઓના હાથમાં ફસાયેલ રાજૂલે બે નિષ્ફળ પ્રયત્નો બાદ પણ પોતાના બચાવની આશાને મરવા દીધી ન હતી.એક એનસીસી કેડેટ તરીકે તેણે છેલ્લે સુધી મરણીયા પ્રયાસ કરવાનું નક્કી કરી લીધુ હતુ.પરંતુ શું કરવું જોઇએ તે બાબતે તેને કોઇ રસ્તો સુજી રહ્યો ન હતો.બીજી તરફ આ ખતરનાક ઘટનાના આગળના પરિણામો વિષે વિચારીને પણ તેને કમકમા આવી જતા હતા.પોતાની જીંદગી સાથે મા-બાપની પણ ચિંતા તેને સતાવી રહી હતી તેથી તે સતત રડી રહી હતી.તે વારંવાર કારના દરવાજાનું હેન્ડલ પકડી તેને ખોલવાનો નિષ્ફળ પ્રયાસ પણ કરી લેતી.તો કયારેક અબ્દુલ અને જમીલને છોડી મુકવા માટે આજીજી કરતી.રાજૂલ ચિંતા અને વિચારોમાં ડૂબી હતી તે દરમ્યાન પ્રાંતિજ શહેર પાસે એક કાર તેની કારની અત્યંત લગોલગ આવી ગઇ અને તેની કારની ગતિ સાથે તાલ મીલાવતી દોડવા લાગી.તે કારની અંદરની લાઇટ ચાલુ હતી.રાજૂલે તેની બાજુમાં ચાલી રહેલ કારમાં નજર નાખી તો સુપરવાઇઝર સર્વેશ સહિત અન્ય સ્ટાફ દેખાયો એટલે તેના જીવમાં જીવ આવ્યો.તેને તેનો છેલ્લો પાસો સફળ થયાની ખાતરી થઇ ગઇ.રાજૂલ સર્વેશને અને પોતાના અન્ય સ્ટાફને જોઇને અબ્દુલ કે જમીલને શક ન જાય તે માટે સમજદારી વાપરી.તેમને જોયા બાદ પણ તેણે કોઇપણ જાતનું રિએકશન ન આપ્યું. પરંતુ સર્વેશે તેના તરફ જોઇને તેના નામની બુમ મારી હાથ હલાવ્યો.તેથી અબ્દુલને શક પડયો અને તેણે જમીલને ચેતવણી આપતા પોતાના કોડવર્ડમાં બોલ્યો “જમીલ લગતા હૈ બારાત આ ગઇ હૈ.”અને તેણે કારની સ્પીડ વધારી.પણ તે પહેલા સર્વેશની કારે તેને ઓવરટેક કરીને તેને રોકાઇ જવા મજબૂર કરી દીધો.અબ્દુલે ગ્લાસ ઉતારીને એક ગંદી ગાળ દીધી પણ બાહરનું દ્રશ્ય જોઇને તેનો જીવ તાળવે ચોંટી ગયો.કારમાંથી બે ત્રણ જણાને લાકડીઓ અને પાઇપો લઇને ઉતરતા જોયા એટલે તેણે “જમીલ નીકલ,જલ્દીસે ભાગ” કહીને પોતાનો જીવ બચાવવા કાર છોડીને બાજુના ખેતરમાં દોટ મુકી.જમીલે કાર બાહર આવીને ભાગતા પહેલા એક મરણીયો પ્રયાસ કર્યો.તેણે ખુલ્લા ચાકુ સાથે રાજૂલને કારમાંથી ખેંચી પોતાના કબજામાં લેવાનો પ્રયત્ન કર્યો પરંતુ રાજૂલે ઝાટકાથી પોતાનો હાથ છોડાવી જમીલનાં મોઢા પર જોરદાર એક લાત ફટકારી દીધી એટલે તે જમીન પર પડી ગયો.તે દરમ્યાન અબ્દુલની કાર પાછળ રોકાઇ ગયેલ બીજી કારમાંથી પણ કંપનીનાં બે કર્મચારીઓ તેની તરફ દોડી આવ્યા અને તેમણે જમીલને પકડી લીધો.અબ્દુલ પાછળ પણ કેટલાક લોકો દોડયા પણ તે ભાગવામાં સફળ રહ્યો. થોડાજ સમય બાદ અવાજને ચીરતો સાયરન વગાડતો પોલિસનો કાફલો ઘટના સ્થળ પર આવી પહોંચ્યો.પોલિસને પોતાની તરફ આવતી જોઇને સર્વેશે સૌને પોતપોતાના સાધનો અબ્દુલની કારમાં નાખી દેવાની સુચના આપી જેથી તેમને પોલિસ તરફથી કશી હેરાનગતિ ન થાય.પરંતુ તેમણે પોલિસને જાણ ન કરી હોવા છતાં પોલિસ કેવી રીતે અહીં પહોંચી ગઇ તેની સૌને નવાઇ લાગી રહી હતી. પોલિસ સ્ટેશનમાં રાજૂલે આજ સવારે આધેડની હાજરી સહિતની અત્યાર સુધીની ઘટનાની સમગ્ર હકીકત પોલિસ સામે બયાન કરી ત્યારે પોલિસ અધિકારી સહિત સમગ્ર લોકો રાજૂલની ચતુરાઇ,સાહસ,હિંમત અને તેના ધીરજપૂર્વકના પ્રયત્નોની દાદ દેવા લાગ્યા.આ સાહસ બદલ સમગ્ર પોલિસ સ્ટાફ તથા રાજૂલના સ્ટાફે તેને તાલીઓથી વધાવી લીધી.પોલિસ અધિકારી તેને શાબાસી આપતા જમીલ તરફ જોઇ બોલ્યા.“દેખા એક લડકી કી હિંમત...”પરંતુ તે આગળની વાત પુરી કરે તે પહેલા રાજૂલે જમીલ પાસે પહોંચીને “ કયા સમજ રખ્ખા હૈ હમ ગુજરાતીયોં કો તુમ લોગોનેં…? મૈં ગુજરાતણ હું સાલે હરામી,હમારે હાથ કમ ચલતે હૈ પર દિમાગ જયાદા ચલતા હૈ...તુઝે યહ બાત અબ તો સમજમેં આ ગઇ હોગી.” કહીને એક જોરદાર થપ્પડ જમીલનાં ગાલ પર રસીદ કરી દીધી. એફઆઇઆરની વિધિ તથા અન્ય સરકારી કાર્યવાઇ પતાવ્યા બાદ પોલિસ અધિકારીએ સમગ્ર ઘટનાની જાણ થવા બાબતે અને ઘટના સ્થળ પર પહોંચવા બાબતે સર્વેશને પુછપરછ કરી.તો સર્વેશે સૌ પ્રથમ રાજૂલનો ફોન આવ્યાની અને ત્યારબાદ એક અજાણ્યા ફોન પરથી એસએમએસ આવ્યાની વાત કરી.એટલે રાજૂલે ઘટસ્ફોટ કર્યો “સર્વેશ સર મેં જ તમને એસએમએસ મોકલ્યો હતો.હવે પૂરી વાત સાંભળો. “બચવાના પ્રથમ પ્રયત્નરૂપે મેં મારી પાસેના સ્વિસ નાઇફથી જમીલ પર હુમલો કરીને કાર ઉભી રખાવી ભાગી છુટવાનો પ્રયત્ન કર્યો.પરંતુ ડ્રાયવર અબ્દુલે ચાલાકીથી મારો પ્લાન નિષ્ફળ બનાવી દીધો.પછીના પ્રયત્નમાં મે તમારો નંબર ડાયલ કરી મેં તમને મોબાઇલમાંથી સંભળાય તે રીતે જોરજોરથી રોવાનું,આજીજી કરવાનું નાટક આ ગુંડાઓ સમક્ષ શરૂ કર્યું.મારી ચાલાકી આ લોકોને ધ્યાનમાં ન આવી.પરંતુ ભૂલથી મારા મોબાઇલનું સ્પિકર ચાલુ હોવાથી તમારો અવાજ આ લોકો સાંભળી ગયા એટલે મારો આ બીજો દાવ પણ નિષ્ફળ ગયો.પછી જમીલે મારો મોબાઇલ છીનવી લઇને તેમાંથી સીમકાર્ડ પણ કાઢી નાંખ્યુ સાથેસાથે મારૂ પર્સ પણ છીનવી લીધુ.આ ઘટનાએ મને તોડી નાખી અને હું એકદમ હતાશ થઇ ગઇ.અજાણ્યા ભયથી હું સતત રોઇ રહી હતી.મારા બે જોરદાર પ્રયાસ નિષ્ફળ ગયા બાદ મને બચવાની કોઇ આશા દેખાતી ન હતી.હું બારી પર માથુ ટેકવીને સતત રોતી હતી.આ દરમ્યાન મેં મારા કોટની અંદર ઉપરના ખીસામાં વાઇબ્રેશન અનુભવ્યા.મેં કોટનાં ખીસામાં હાથ નાખી ચકાસ્યું તો મને મારા ભાઇનો મોબાઇલ મારા ખીસામાં હોવાનો ખ્યાલ આવ્યો.મારા ભાઇએ નવો મોબાઇલ ખરીદતાં તેનો જૂનો મોબાઇલ બે-ચાર દિવસથી મારી પાસેજ હતો અને મને તેનું ધ્યાનજ ન હતુ.મોબાઇલ હાથ આવતા મારામાં ફરી હિંમત આવી અને મને લાગ્યુ કુદરત આજે મારી સાથે જ છે અને મેં બચવા માટે ફરી સાહસ કરવાનું નક્કી કર્યું”. પ્રકરણ-4