રેવા.. - ભાગ-૧૪ Sachin Soni દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 149

    ભાગવત રહસ્ય-૧૪૯   કર્મની નિંદા ભાગવતમાં નથી. પણ સકામ કર્મની...

  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

શ્રેણી
શેયર કરો

રેવા.. - ભાગ-૧૪

અને સાગર ક્રીમ અને મરૂન કલરની સેરવાનીમાં સજ્જ એવો તે કામણગારો લાગી રહ્યો હતો કે જાણે ધરતી પર સાક્ષાત કામદેવ ઉતરી આવ્યાં હોય એની મસ્તીમાં મહાલતો હાથમાં ફુલનો ગજરો લઈ હાથીની માફક ડોલતો ચાલી મંડપ પર આવી ખુરશી પર બેસી ગયો.

અને થોડીવારમાં ગોરમહારાજે મંડપ મધ્યે કન્યા પધરાવો સાવધાન.... મંડપ મધ્યે કન્યા પધરાવો સાવધાનની છડી પોકારી અને અને રેવા ચણીયા ચોળીમાં સજ્જ નીચી નજર રાખી ધીમા ડગલાં ભરતી માંડવા તરફ પ્રયાણ કરતી ચાલી આવી રેવાની એક બાજુ એનો નાનો ભાઈ અને બીજી બાજુ એના મામનો દીકરો શેખર રેવાનો હાથ ઝાલી માંડવે લઈ આવ્યા.

અને રેવાએ માંડવે આવી સાગરનાં ગળામાં જયમાલા પહેરાવી અને રેવાનું કન્યાદાન થયું. અને બન્ને એકબીજાનો હાથ પકડી સપ્ત પદીનાં ચાર ફેરા ફર્યા. લગ્નવિધિ પુરી થઈ અને વિદાયની ઘડી આવી પહોંચી રેવા ચોધાર આંસુએ રડતી સાગર સાથે ગાડીમાં બેસી રવાના થઈ ગઈ.

અને રસ્તામાં સાગર સાથે નવજીવનની શરૂવાત સપના જોતી રેવાની શણગારેલી ગાડી સાગરનાં ઘરનાં દ્વારે આવી પહોંચી. સાગર અને રેવાનું જાનકી દ્વારા પોખણું કરવામાં આવ્યું અને રેવા કંકુ પગલાં પાડતી ઘરમાં પ્રવેશી. બધી વિધિ એકપછી પતાવી રેવા અને સાગર બધા વડીલોના આશીર્વાદ લઈ. જમી કરી રેવાને જાનકીએ ફરી સોળે શણગાર સજાવી રેવાનો હાથ પકડી સાગરનાં રૂમમાં રેવાને બેડ પર બેસાડી જાનકી બહારથી દરવાજો બંધ ત્યાંથી જતી રહી.

અને રેવા ફૂલોથી શણગારેલા બેડ પર ઘૂંઘટ કાઢી પિયુ સાગરની વાટમાં દરવાજાએ આંખો ટીકાવી રાખી હતી. અને ત્યાં બહારથી લોક ખુલ્યાનો અવાજ રેવાનાં કાને પડતાં રેવાએ ઘૂંઘટ હતો એનાં કરતો લાંબો કરી લીધો. અને સાગર દરવાજે સ્ટોપર મારી દરવાજો લોક કરી બેડ તરફ પ્રયાણ કરતો આખરે એ રેવા પાસે આવી પહોંચ્યો.

અને બેડ પર બેસી રેવાનો ઘૂંઘટ ઉઠાવતાં બોલ્યો "ખરેખર આજે તને આટલી નજીકથી મેં પહેલી વખત જોઈ છે સાચું કહું તો મારા રૂમમાં આજે પૂનમનો ચાંદ ઉતરી આવ્યો છે રેવા તું આટલી સુંદર છે કે આ બધી કરામત તારા બ્યુટી પાર્લરની છે."
આટલું બોલી મંદમંદ મુસ્કુરાતો સાગર રેવાનો હાથ પકડી રેવાની આંગળીમાં મોંઘી ડાયમન્ડની રિંગ પહેરાવી બોલ્યો "યાર તને તો ખબર છે મારા સ્વભાવ વિશે જો ખોટું ન લગાડતી આજથી આપણે પતિ-પત્ની પછી પહેલાં એકબીજાનાં બેસ્ટ ફ્રેન્ડ બનીએ તો ?"

સાગરની વાત સાંભળી રેવા કશું બોલ્યાં વિના પોતાનો એક હાથ સાગર સામે લંબાવતી બોલી "મુજસે દોસ્તી કરોગે ?"

"યા અફકોર્સ તારા જેવી મિત્ર અને જીવનસંગીની સાથે તો હું સાત ભવ દોસ્તી કરવા તૈયાર છું." આટલું કહી સાગરે રેવાનો હાથ પોતાના હાથમાં લઈ રેવાનાં હાથને સ્પર્શી રેવાનો હાથ પોતાનાં હોઠ સુધી લઈ હાથને ચુમ્યો અને રેવા લજામણીની માફક સંકોચાઈ ગઈ અને શરમથી આંખોની પાંપણો નીચી ઢળી ગઈ અને સાગરે રેવાને પોતાની બાહોમાં સમાવી લઈ સાગરે પોતાના હોઠથી રેવાનાં હોઠ બીડી દીધાં અને સુહાગરતની સેઝ પર રેવા અને સાગરનું મધુરું મિલન થતું જોઈ બારી એથી દેખાતો ચાંદ પણ સવારમાં ક્યારે વિલીન થઈ ગયો.

અને સવારે આઠ વાગ્યે રેવા ફ્રેશ થઈ બાથરૂમમાંથી ગોલ્ડન બલાવુંઝ અને ગુલાબી સાડીમાં સજ્જ થઈ રૂમમાં આવી સૌપ્રથમ તો સાગરને જગાડવા પોતાનાં ભીનાં વાળમાં હાથમાં લઈ સાગરનાં ચેહરા પર પાણીની બુંદો સાગરને ઉડે એ રીતે એનાં હાથથી સાગરનાં ચેહરા પર પાણીનો છટકાવ કરતી હોય એ રીતે વાળમાં રહેલી પાણીની બુંદો વડે જગાડ્યો.

અને સાગર આંખ ખોલી ફરી રેવાને પોતાની બાહોમાં જકડી લીધી અને રેવા ફટાકથી

વધુ આવતાં અંકે