રેવા..ભાગ-૮ Sachin Soni દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રેવા..ભાગ-૮

વીણાબહેનની વાત સાંભળી સાગરે મમ્મી શીતલબહેનની રજા લઈ તરત જ બાઇકની ચાવી લઈ. વીણાબહેનનાં ઘરે જવા માટે રવાના થઈ ગયો.પંદર મિનિટમાં પહોંચી રેવાને પોતાની સાથે રેસકોસ લઈ ગયો અને ત્યાં જઈ રેવા સાથે કલાક સુધી વાતચિત કરી ત્યાં સીધો મોબાઇલની દુકાને લઈ ગયો અને રેવાની પસંદનો મોબાઇલ પરાણે અપાવી બન્ને બાઇક પર બેસી રેવાને વીણાબહેનનાં ઘરે મૂકી સાગર પોતે પોતાના ઘરે ગયો.

સાગર ઘરે પહોંચ્યો ત્યાં ગોર મહારાજને જોઈ એના ચેહરા પર અનેરી ચમક આવી ગઈ હતી. એ કશું બોલ્યા વિના આવેલા મહેમાન સાથે આવીને બેસી ગયો અને થતી વાતો સાંભળી ખુશ થઈ ગયો. ગોર મહારાજે સગાઈનું મૂહરત પંદર દિવસ પછીનું કાઢ્યું.અને આવેલા મહેમાનો એ શીતલબહેનની રજા લઈ ત્યાંથી રવાના થયા.

અને બીજું રેવા પણ આજે બહુ જ ખુશ જણાતી હતી
વર્ષા ભાભી પાસે બસ એ સાગરની વાતો કરતી થાકતી ન હતી. બસ રેવા તો સાગરના પ્રેમમાં ગળાડૂબ થઈ ગઈ હતી એને સાગર સિવાય કશું જ દેખાતું ન'હતું..

નણંદ ભોજાઈ વચ્ચે ચાલી રહેલા સંવાદો ચાલી રહ્યાં હતાં કે દરવાજે ડોરબેલ વાગી વર્ષાએ દરવાજો ખોલ્યો સાગરના ઘરેથી પરત આવેલા રેવાના મમ્મી-પપ્પા,ફઈ,માસી આવી આવી પહોંચ્યા .આવતાની સાથે "રેવાના પપ્પા વિનયભાઈ બોલ્યા મોટી બહેન તમે ચા બનાવો ચા પાણી પી અમારે મોરબી જવા માટે નીકળી જવું છે."

"વિનિયા શું ઉતાવળ છે કાલે સવારે આરામથી જજો આજે એક દિવસ આરામ કરીલો બધો વીણાબહેને કહ્યું."
"ના મોટી બહેન અમે ગાડી ભાડે કરી આવ્યાં છીએ એટલે સાંજ સુધીનો સમય આપ્યો હતો એટલે રોકાવાય એમ નથી ફરી પાછા આવશું ત્યારે જરૂર રોકાઈ જશું. અને બહેન હવે પંદર દિવસ બાકી છે સગાઈની પણ તૈયારી કરવી પડશે ને.
વિનયભાઈ એ વીણાબહેનને કહ્યું.."

"સારું વિનય તને યોગ્ય લાગે તેમ કર પણ જોજે આપણે ઘરે જ રાખવાનું છે શીતલબહેન હું જણાવી દઈશ સગાઈમાં પાંચ જ વ્યક્તિ આવશે માટે તું કોઈ જાતની ચિંતા ન કરતો એવું હશે તો હું પાંચ દિવસ અગાઉ આવી જઈશ આટલું કહી વીણાબહેન રુમમાં ગયા અને તિઝોરી ખોલી તેમાંથી વિસ હજાર રુપિયા કાઢી બહાર આવી વિનયભાઈના હાથમાં આપતા કહ્યું લે વિનિયા વિસ હજાર રાખ આનાકાની કરવાની કોઈ જરૂર નથી ઉછીના આપું છું તારી પાસે થાય ત્યારે તું મને પરત આપી દેજે બસ.."

"સારું મોટી બહેન તમે છો પછી મારે ચિંતા કરવાની ક્યાં જરૂર છે. આટલું કહી વિનયભાઈ એ વીણાબહેનનાં હાથમાંથી પૈસા લઈ પત્ની પુષ્પના હાથમાં આપ્યાં અને ચા પીધા પછી મોરબી જવા માટે મોટી બહેનનાં ઘરેથી મોરબી જવા માટે પાંચ વાગ્યે રવાના થયા."

બે કલાકમાં મોરબી પરત આવી ગયા, ઘરે પહોંચી અલપાબહેને પુષ્પાબહેનની રજા લઈ એના ઘરે જવા નીકળ્યા. બહુ થાક્યાં હોવાને કારણે વિનયભાઈ સાંજનું જમવાનું બહારથી મંગાવી લીધું.રાતે નવ વાગ્યે જમીને સુવાની તૈયારી કરવા લાગ્યાં. અને રેવા એના રુમમાં જઈ સાગરે અપવાયેલો મોબાઇલ ફોન ખોલ્યો અને પોતાનું સીમકાર્ડ નવા મોબાઈલમાં શિફ્ટ કરી તરત જ સાગરને કોલ કર્યો.

"હેલો સાગર હું રેવા વાત કરી રહી છું અમે લોકો મોરબી સાંજે સાત વાગ્યે પહોંચી ગયા છીએ. કેમ છે તું?? અને ઘરે બધા કેમ છે ??"
"બસ જો મજામાં છીએ બધા. રેવા તે ફોન ચેક કર્યો ?
પસંદ આવ્યો તને ?? સાગરે ફોન પર રેવાને પૂછ્યું."

"હા સાગર મારી પસંદનો તે ફોન અપાવ્યો એટલે પસંદ તો આવે જ ને. આટલો સુંદર ફોન અપાવવા બદલ ત્યારે તો હું તને થેંક્યું કહેતા ભૂલી ગઈ..
( આવતા અંકે)