રેવા...ભાગ-૪ Sachin Soni દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રેવા...ભાગ-૪

આવેલા મહેમાનો બેઠક રુમમાં જઈને બેઠા,અલ્પાબહેને મહેમાનોને પાણી આપ્યું,અને થોડીવાર પછી હાથમાં ટ્રેમાં કપ રાખી ઘીમાં પગે નીચી નજર સાથે રેવા બેઠક રુમમાં આવી પહોંચી આવેલા મહેમાનોને જય શ્રી કૃષ્ણ દરેકના હાથમાં ચા નો કપ આપી, પણ જ્યારે સાગરને ચા આપવા ગઈ ત્યારે પોતાની આંખ પણ ઉંચી કર્યા વિના ચા નો કપ સાગરના હાથમાં આપી ત્યાંથી ચાલી ગઈ. પણ સાગરે રેવાને ત્રાંસી નજરે જોઈ લીધી.

ત્યારબાદ અલ્પાબહેન અને પુષ્પાબહેને મળી ડાઇનિંગ ટેબલ પર નાસ્તાની તૈયારી કરી બધાએ ભર પેટ નાસ્તો કરી થોડીવાર પછી વીણાબહેને વિનયભાઈને કહી રેવા અને સાગરની મુલાકાત ગોઠવવાનું કહ્યું.અને અલ્પાબહેને રેવાના રુમમાં સાગરને બોલાવ્યો અને સાગર રુમમાં આવી રેવાના બેડ પર બેઠો ત્યાં થોડીવારમાં અલ્પાબહેન રેવાને લઈ આવી પહોંચ્યા ,અલ્પાબહેન રેવા સાથે થોડીવાર બેઠા અને હમણાં આવી એવું કહી ત્યાંથી ચાલતા થયાં.

જેવા અલ્પાબહેન રુમમાંથી ગયાં કે "તરત જ સાગર બોલ્યો, હું સાગર મારુ પોતાનું સાઇબર કેફે ચલાવું છું,મહિને પચ્ચીસથી ત્રીસ હજાર કમાઈ મારા પરિવારનું ગુજરાન ચલાવી લઉં છું,મીડીયમ ઇંગ્લીશમાં ગ્રેજ્યુએટ કમ્પ્લીટ કરેલું છે,મને ટ્રાવેલિંગનો બહુ શોખ છે, એકાંતમાં મને ધીમું સંગીત સાંભળવું ગમે છે, અને હું ખુદને જ મારો આઇડલ માનુ છું,
એટલે જ મારાથી વિશેષ હું કોઈને માનતો નથી.
ભવિષ્યમાં આગળ વધી છે એના કરતાં બમણા પૈસા કમાવવાનું સ્વપ્ન પૂરું કરવું છે. અને જીવનમાં એક સુંદર શુશીલ મને સાચવી શકે મારા પરિવારને સાચવી શકે એવી એટલે કે તારી દીદી અને મારા જાનકી ભાભી જેવી પત્ની ઈચ્છું છું."

આમ સાગર એક પણ ક્ષણ ચૂપ રહ્યા વિના અવિરત બોલતો જ રહ્યો, અને રેવા સાગરની વાત પર ક્યાં ખોવાઈ ગઈ એ ખુદને ખબર ન રહી "અંતે સાગરે રેવા સામે ચપટી વગાડતા બોલ્યો અરે...! મેડમ તું ક્યાં ખોવાઈ ગઈ. મેં કરેલો બડબડાટ સાંભળ્યો કે નહીં ? ચાલ મેં તો મારા વિશે બધું જ કહ્યું તું પણ તારા વિશે કંઈ કહે."

"સાગરની વાત સાંભળી રેવા મનોમન હસતી બોલી તને કોઈ વ્યસન ખરું ?"
"રેવાની વાત સાંભળી સાગર બોલ્યો હા વ્યસન તો છે એ પણ નાનપણથી અને એ વ્યસન લગભગ કદી છૂટે નહીં એવું છે.
અને એ પણ બહુ અઘરું વ્યસન મને બોલવાનું વ્યસન છે. હું એક મિનિટ પણ મૌન નથી રહી શકતો એ તો તારી જોડે વાત કરતા તને પણ ખબર પડી ગઈ હશે સાચુને..?"

એક કલાકના વાર્તાલાપ પછી બન્ને છુટા પડ્યાં અને એક વાગ્યે બધા જમવા બેઠાં અને રેવા રસોડામાં એકલી ગરમ રોટલી બનાવી રહી હતી એ જોઈ સાગરના મમ્મી શીતલબહેનને રેવા નજરમાં વસી ગઈ.જમીને સીધા જવાની તૈયારી કરવા લાગ્યાં,

"જતી વખતે શીતલબહેન રસોડામાં જઈ રેવાની હાજરીમાં બોલ્યાં તમારી રેવા માટે અમારા તરફથી તો હા જ છે બસ હવે તમે હા ભણો એટલે ફરી નવા સગપણ સાથે મીઠા મોઢા કરીએ વેવાણ."

"શીતલબહેનની વાત સાંભળી રેવાના મમ્મી એ કહ્યું આપણે તો જુના સગા છીએ અને આપણે હા ના નો જવાબ આપનારા કોણ સગપણ તો ઉપરથી જ નક્કી થતા હોય છે મારા બાળગોપાલની ઈચ્છા સાચી,છતાં રેવાના પપ્પા તમને ફોન કરી જણાવશે. સારું ત્યારે વેવાણ સાચવી જજો ભૂલચૂક થઈ હોય તો માફ કરજો."

"અરે...! પુષ્પાબહેન આમાં ભૂલચૂક એવું ન બોલવાનું હોય આપણે તો જુના સગા હું ભરતની કાકી અને તમે મારી જાનકી વહુના કાકી આટલું કહી શીતલબહેને રેવાના હાથમાં પાંચસો એક રૂપિયા આપી ત્યાંથી છુટા પડ્યા."

અને આવેલા મહેમાનો ગાડીમાં ગોઠવાઈ રેવાના મમ્મી પપ્પાની રજા...

(ક્રમશ)