રેવા..ભાગ-૧ Sachin Soni દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રેવા..ભાગ-૧

"ના... પપ્પા મારે એ સગપણમાં આગળ નથી જ વધવું તમને તો ખબર છે હરિફરી આ માંગુ ત્રીજી વખત આવ્યું છે, એ લોકો કેમ સમજતાં નહીં હોઈ કે છોકરી વાડાની ઈચ્છા નથી છતાં એક વખત મોટા પપ્પા દ્વારા, બીજી વખત મોટા પપ્પાની દીકરી જાનકી દીદી સાથે અને અંતે વીણા ફઈ પાસે કહેણ મોકલ્યું ગજબના છે એ માણસો, પપ્પા તમે આ વખત એ લોકોને શુદ્ધ ગુજરાતીમાં ના કહીદો નહિતર એ લોકોને ફોન કરી હું ના કહી દઉં...ગુસ્સામાં રેવાએ એના પપ્પા વિનયભાઈને કહ્યું."

"રેવા પહેલાં તું શાંત થઈ જા બેટા પહેલાં તું મારી વાત સાંભળ આ વખત હું ના કહી શકું એ હાલતમાં નથી તું વીણા ફઈનો સ્વભાવ તો જાણે છે, વીણાબહેન અમારા ચાર ભાઈ બહેનમાં સૌથી મોટા છે એટલે એ અમારી મા જગ્યાએ કહેવાય એટલે હું વીણાબહેનને ના નથી કહી શક્યો અને એની વાત કાપવી એ શક્ય નથી.માટે બેટા આ વખત તું તારા પિતાની લાચારી સમજી શકે છે, વીણાબહેને કહ્યું છે આવતા રવિવારે સાગર એની મમ્મી શીતલબહેન અને નાનો ભાઈ રવિ અને વીણાબહેન તને જોવા માટે આવી રહ્યાં છે વિનયભાઈ એ રેવાને કહ્યું."

"પપ્પા હું જાણતી જ હતી કે મોટા પપ્પા અને જાનકી દીદીનું જ આ કામ હોવું જોઈએ, મોટા પપ્પાને ખબર છે કે વીણા ફઈ પાસે તમારું કંઈ નહીં ચાલે એટલે જ આ વખત બન્ને એ વિચારીને પગલું ભર્યું છે, અને સાગર જાનકી દીદીનો કાકાજી સસરાનો દીકરો દીયર થાય એટલે જાનકી દીદીનો બહુ આગ્રહ છે, આ સગપણ કરાવા માટે જાનકી દીદીએ પણ મને ઘણી વખત કહ્યું પણ છે. પણ પપ્પા અંદરોઅંદર છે માટે મારે તો આ સગપણ નથી જ કરવું, ભવિષ્યમાં તકલીફ ઊભી થાય એવું મારે કશું જ નથી કરવું.ભલે એ લોકો જોવા આવતાં પણ હું ના કહેવાની છું રેવાએ એના પપ્પાને કહ્યું."

"રેવા તારે કશું જ નથી બોલવાનું હું બધું સંભાળી લઈશ અને જેમ તારી ના છે એવી જ રીતે મારુ પણ મન આ સગપણમાં માનતું નથી. વીણાબહેને પણ સાગરના ઘર પરિવાર વિશે સારું કહ્યું છે ખમતીધર ઘર છે, ખાધેપીધે માણસો સુખી છે ઘરમાં કોઈ પ્રકારની તકલીફ નથી અને ઘરમાં પણ ત્રણ વ્યક્તિ છે. સાગર ગ્રેજ્યુએટ સુધી ભણેલો છે,હાલમાં પોતાનું સાઇબર કેફે ચલાવી મહિને પચીસ હજાર જેટલું કમાઈ લે છે. છતાં દીકરાનાં બાપનું હૈયું ધરાવું છું એટલે દરવખતે એક વાત પર મારુ મન આવી અટકે છે કે..!!
સાગર નાનપણથી જ પિતાની છત્રછાયા વિના ઉછરી મોટો થયો છે અને હજુ ઉંમર પણ નાની છે એટલે તારી જવાબદારી ઉપાડી શકશે..? એવા સવાલો સતત મારા મનમાં ઘૂમ્યા કરે છે અને કદાચ આજ વિચારથી આ સગપણ માટે મારુ મન વારંવાર ના કહે છે, આવું ચિંતાતુર સ્વરે વિનયભાઈ બોલ્યા."

વિનયભાઈની વાત સાંભળી બાજુમાં ઊભેલાં એમના પત્ની પુષ્પાબહેન બોલ્યાં તમારી વાત સો ટકા સાચી છે આ એક દીવસની થોડી વાત છે આ તો જીવનભરના સંગાથની વાત આપણે આપણી દીકરી વિશે નહીં વિચારી એ તો કોણ વિચારશે, આપણે રેવાનો હાથ જીવનભર માટે સાગરના હાથમાં સોંપવાનો છે. પણ રેવાના પપ્પા વીણાબહેને મને જે કહ્યું એ વાત પણ વિચારવાં જેવી ખરી...!!
વીણાબહેને કહ્યું એ સાચું પણ ખરું આપણી રેવા માત્ર મેટ્રિક પાસ છે, અને હવે આપણી નાતમાં પણ છોકરાઓ વધુ ભણેલા છે એટલે સામે પાત્ર પણ ભણેલું જ શોધે, આ તો આપણી રેવાના ભાગ્ય સારા કહેવાય સામેથી જ આવું...
(વધુ આવતાં અંકે)