રાજકોટ જવાની તૈયારી કરતા ગુરુવાર ક્યારે આવી ગયો ખબર ન પડી, ગુરુવારની વહેલી સવારે ભાડા પરથી બોલાવેલી કાર આવી પહોંચી અને કારમાં ચારેય જણા ગોઠવાઈ મોરબીથી રાજકોટ જવા માટે રવાનાં થઈ ગયાં.
ગાડી સડસડાટ પૂરપાટ વેગે ચાલી રહી હતી અને રેવા આંખોમાં સાગરને મળવાના સપના સેવતી હતી અને મનોમન હરખાઈ પણ રહી હતી પણ કહે કોને સાથે મમ્મી પપ્પા હતા એટલે માસીને સપનાના રાજકુમાર વિસે જણાવી પણ શકતી ન'હોતી.
આમ બે કલાકમાં નવ વાગ્યે ફઈનાં આંગણે ગાડી આવી પહોંચી ફઈનાં ઘરે ચા નાસ્તો કરી બધા રેડી થઈ શીતલબહેનનાં ઘરે જવાની તૈયારી કરી રહ્યાં હતાં ત્યાં વીણાબહેનનાં ફોનમાં રિંગ વાગી સ્ક્રીન પર શીતલબહેનનું નામ "કોલ રિસીવ કરતાં બોલ્યાં જય શ્રી કૃષ્ણ શીતલબહેન ચાલો અમે તમારા ઘરે આવવા માટે નીકળી જ રહ્યાં છીએ,વિનય પુષ્પા અને રેવા સવારે નવ વાગ્યે આવી ગયા છે."
"વીણાબહેનની વાત સાંભળી સામે શીતલબહેને કહ્યું શું વાત કરો છો ? રેવા પણ આવી છે ? તો તો રેવાને પણ સાથે લેતા આવજો,એ પણ ઘર જોઈલે જિંદગી રેવાને અહીં કાઢવી છે તો રેવાને તમે સાથે લેતા આવજો વીણાબહેન."
"ના..ના રેવાને સાથે નહીં આવે મને વિનય એ ના કહી હતી પણ ભૂલમાં મરાઠી કહેવાઈ ગઈ કે રેવા પણ સાથે આવી છે,શીતલબહેન કુંવારી દીકરીને જો સાથે લાઉ તો નાતમાં ખોટી વાત ફેલાશે.અને સગપણનું નક્કી થશે પછી રેવા તમારી જ છે બહેન."
"સારું તમે લોકો ફટાફટ આવો તમારી રાહ જોઈએ છીએ શીતલબહેને જણાવ્યું."
વીણાબહેને કોલ કટ કરી દીકરાની વહુ વર્ષાને ઘરનું અને રેવાનું ધ્યાન રાખવાનું કહી ઘરેથી ગાડીમાં બેસી શીતલબહેનનાં ઘરે જવા રવાના થયા અને પંદર મિનિટમાં શીતલબહેનનાં ઘરે પહોંચી ગયા..
શીતલબહેને આવેલા મહેમાનનું સ્વાગત કરી હોલમાં બેસાડ્યા અને સૌપ્રથમ પાણી આપી પછી બધા માટે ચા લઈ આવ્યાં.
આવેલા મહેમાનો સાથે શીતલબહેન અને દીકરો સાગર વસતચિત કરી રહ્યાં હતાં,તેમાં વાત વાતમાં "શીતલબહેન બોલ્યાં તમે તો જાણો છો સાગરના પપ્પા હૈયાત નથી એટલે જે પણ વાતચીત કરવાની છે એ મારે જ તમારી સાથે કરવાની છે. તો વિનયભાઈ નિઃસંકોચ પણે તમે જણાવો કે મારું ઘર અને મારો દીકરો તમારી દીકરી રેવાને લાયક છે..??'
"શીતલબહેન તમારો દીકરો સાગર મારી દીકરી માટે લાયક છે...ચાલો બહેન હવે જલ્દી મો મીઠું કરાવો સાગર અને રેવાનું સગપણ નક્કી થયાની ખુશીમાં. પણ બહેન એક વાત મારે તમને હજુ કહેવી છે.તમને તો મારા ઘરની પરિસ્થિતિ વિસે ખબર છે,કમાવા વાડો હું એકલો છું એટલે મારી દીકરીને બહુ ઝાઝું નહીં આપી શકું વિનયભાઈ ધીમા સ્વરે શીતલબહેનને કહ્યું."
"અરે..!!વિનયભાઈ તમે આ કેવી વાત કરી મારે તમારું કશું નથી જોઈતું બસ તમારી દીકરીને પાનેતર ચૂંદળી તમારા ઘરની પહેરાવી મોકલો બસ બીજી કોઈ જાતની ચિંતા નહીં કરતા ભાઈ શીતલબહેન દિલાસો આપતાં બોલ્યાં.."
શીતલબહેન રસોડામાં જઈ તરત ફ્રિજમાં રાખેલું વરિયારીનું મીઠું શરબત અને એક ડિશમાં પેંડા લઈ હોલમાં આવી બધા મહેમાનોના મોં મીઠા કરાવ્યાં. અને રેવાની મમ્મી પુષ્પાબહેને ખુરશી પર બેઠેલા સાગરને હાથમાં બસો એકાવન રૂપિયા આપી સાગરના ઓવારણાં લઈ ત્યાં જ સગપણની વાત નક્કી થઈ..."અને વીણાબહેને સાગરને કહ્યું બેટા તું મારી ઘરે જા તું રેવાને મળી આવ તમારે બન્નેને બહાર જવું હોય તો સાથે જઈ આવો બેટા."
વીણાબહેનની વાત સાંભળી સાગરે મમ્મી શીતલબહેનની રજા લઈ તરત જ બાઇકની ચાવી લઈ. વીણાબહેનનાં ઘરે જવા માટે રવાના થઈ ગયો.પંદર મિનિટમાં પહોંચી રેવાને પોતાની સાથે રેસકોસ લઈ ગયો અને ત્યાં જવા
(વધુ આવતા અંકે)