અલ્હડ અનોખી છોકરી. - 7 Shanti Khant દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અલ્હડ અનોખી છોકરી. - 7

હું કોઈની પર પણ મારી ફીલિંગ જાહેર નહીં થવા દઉં .જુલી મને પસંદ છે... આયુષ...!
પણ આપણી દોસ્તી મારી લાગણીઓને કરતા પણ ઘણી ઉપર છે.
અને એટલે જ આયુષ મારા દોસ્ત આપણ રસ્તા હવેથી અલગ થઈ જશે.... તું જુહી ને તારી દુલ્હન બનાવીને લાવીશ તો મારે તમારા બંને થી ખૂબ જ દૂર જવું પડશે.... કારણ કે ક્યાંક મારી લાગણીઓને ખબર ન પડી જાય....મારે આયુષ ના ઘરે હવેથી ના રહેવું જોઈએ.... મારે તેનાથી દૂર જતા રહેવું જોઈએ.... હું જાણું છું કે આ બધું બોલવું અને કરવું સહેલું નથી મારા માટે... કરવું જ જ પડશે... આજે તો બસ છેલ્લો દિવસ છે... ગમે તે થાય દિલ પથ્થર રાખીને લગ્ન એટન્ટ કરવા જવું પડશે....જુહી અને આયુષ્ય નું જીવન સુખમય રહે એવી મારી પુરી કોશિશ રહેશે.....
જુલી તારી દુલ્હનના રૂપમાં આવશે ત્યારે મારે તમારા બંનેનો સામનો કરવો જ રહ્યો મારા માટે આસાન નહીં હોય ..‌મારે આ ઈમ્તિહાન માંથી પાસ થવું જ પડશે..
આયુષ : રોહન તુ ક્યા ખોવાયેલ છે... જલ્દી કર આપણે જવાનું છે જાણ લઈને જુલીને ઘરે પહોંચવાનું મુહૂર્ત પાંચ વાગ્યાનુ છે...અને મને જણાવો તો ખરા દોસ્ત હું કેવો લાગું છું..

રોહન: સૌથી ખૂબસૂરત લાગે છે દોસ્ત તારી વાત જ કંઈક અંલગ છે..
હું તૈયાર જ છું અને આપણે દૂર પણ ક્યાં જવાનું છે..
આયુષ :જુહી ને સાદાઈથી લગ્ન કરવા હતા એટલે વધારે જાકમ જોડ કરી નથી...

રોહન: હા આપણે ક્યાં નથી ઓળખતા એતો એવી જ છે ...સારું છે તુ જાણે છે એને તારી જોડે લગ્ન થઈ રહ્યા છે... નહીં તો બીજે લગ્ન કરીને તે દુઃખી થઈ જાત.. સારું ચલ નીકળીએ.

નિશા: રોહન તું ક્યાં ગયો હતો ચલ મારી જોડે આ જુહીને થોડું સમજાવ..
રોહન:કેમ શું થયું?
નિશા: તું જો એટલે ખબર પડે..
રોહન: અરે! જુહી તું હજી તૈયાર નથી થયી બારાત પણ આવી ગઈ છે અને બધા રાહ જુએ છે..

જુહી: આ ભારી ભરખમ જવેલરી અને કપડાં મારાથી તો નહીં પહેરાય... મારે તો એટલે જ લગ્ન નથી કરવા...આવા કપડા પહેરીયે તો જ લગ્ન થાય મને તો પસંદ જ નથી..
રોહન: શું બાળકો જેવું વર્તન કરે છે.. બે-ત્રણ કલાક નો તો સવાલ છે...જીદ ન કર ચલ નિશા જલ્દી આને સજાવી દે..
"હા થવુ છું તૈયાર"
નિશા જો કયારનીય નખરા કરતી હતી હવે તારું કહેલું માની લીધું..
"સારું હું આયુષ જોડે જવું છું તમે જલ્દી આવો.."

રોહન: દુલ્હન રૂપ માં જુલી કેટલી સુંદર લાગે છે.. કેનેડાથી પહેલીવાર પાર્ટીમાં મેં તેને ઉતરતા જોઈ હતી એવી જ આજે એકદમ અલ્હડ ,બિન્દાસ..

નિશા:આ આયુષ તો મારી બાજુમાં જ હતો પણ ખબર નહીં ક્યાં જતો રહ્યો જુલીની વિદાયનો પણ ટાઈમ થઈ ગયો... દેખાતો નથી..
આયુષ : હું પણ એને શોધું છું.
નિશા : સારું હુ એને જઈને જોવું ક્યાં છે.

'અરે રોહન તું અહીં શું કરે છે બહાર.. લગ્ન પણ પૂરા થઈ ગયા અને વિદાયનો પણ ટાઈમ થઈ ગયો..

"મારે એક પેશન્ટ નો ફોન આવી ગયો હતો એટલે વાત કરવા માટે હું અહીં બહાર આવ્યો છું."

'કેમ આટલો ઉદાસ દેખાય છે.'
'ઉદાસ તો થવાય જ ને જુલી ની વિદાય થવાની છે તો મન ભારી થવાનો તો ખરું ને.'
'જૂલી ક્યાં દુર જવાની છે તે તો આપની જોડે જ રહેવાની છે.
હા એક મહિનો સ્વીઝરલેન્ડ જવાની છે.. પછી અહીં જ રહેવાની છે.. તે ક્યાં જવાની છે...તો તુ ઉદાસ થાય છે.
રોહન: હું ઉદાસ નથી આ હોસ્પિટલનું ખૂબ કામ રહે છે એટલે એવું લાગે છે તને..
સારું ચલ જમી લયીએ આપણે..
આયુષ અને જુહી ની ફલેટ છે રાતની, તેમને ડ્રોપ કરવા જવા પડશે.‌
'હા જરૂર'

ક્રમશ..