અલ્હડ અનોખી છોકરી. - 5 Shanti Khant દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અલ્હડ અનોખી છોકરી. - 5

"ઝુલી તું અહી.
મારા કીલીનીક પર ?
શું થયું છે ?
બીમાર થઈ ગઈ છે કે શું ?"

"બસ...બસ...કેટલા બધા પ્રશ્નો પૂછી લીધા.
શું હું તને મળવા પણ ન આવી શકુ?

આવી શકે તારે માટે તો હું ચોવીસ કલાક હાજર છું

તને ખબર છે મારા માથે ખૂબ મોટી પ્રોબ્લેમ આવી પડી છે .
તારે મને પ્રોબ્લેમ માંથી બહાર નીકળવાની છે."

"પ્રોબ્લેમ એ પણ તને.
પ્રોબ્લેમ તો તને જોઈને જ ભાગી જાય.

મને નથી લાગતું કે તને કંઈ પ્રોબ્લેમ થાય.."

"બસ હવે તુ પણ મજાક કરવા લાગ્યો..
સાંભળ રોહણ સાચે ખૂબ મોટી પ્રોબ્લેમ માં ફસાઇ ગઇ છું.
આયુષ મારા માટે ગીફ્ટ લાવ્યો હતો તે મને ખુબ જ ગમી ગઈ યાર..
ગીફ્ટ મા વીંટી હતી જે મે પહેરી લીધી.‌
તે વીંટી મને પ્રપોઝ કરવા માટે લાવ્યો હતો.
મને એમ કે તે મજાક કરતો હશે..
તેને મને આઇ લવ યુ કહ્યું હતું પણ મને ખબર નહીં કે તે સિરિયસ હશે..
તને તો ખબર છે કે તે હંમેશાથી મારી જોડે હસી મજાક કરતો રહે છે.
તેને તો તેની મમ્મીને પણ કહી દીધું છે તેના મમ્મી-પપ્પા બે-ત્રણ દિવસમાં જ અહીં આવવાના છે."


"હા તો લગ્ન કરી લે."
"હા પણ મારે હમણાં લગ્ન નથી કરવા."

"લગ્ન તો ગમે ત્યારે કરવા પડશે પછી આયુષ હોય કે બીજો કોઈ હોય."

"હા પણ મારે મારી કરિયર બનાવી છે.

લગ્ન કરવાનું મેં તો ક્યારેય પણ વિચાર્યું નથી... મારે તો હમણાં લગ્ન નથી કરવા.


હું તને એમ કહું છું કે તું ના પાડી દે."


"આયુષને હું શું કરવા ના પાડુ લગ્ન તારે નથી કરવા.
તો ના પણ તારે જ પાડવાની હોય."


"આયુષ તારું બધી જ વાત માને છે."
" ફેસલો તે કર્યો છે માટે તારે જ ના કરવી પડશે."

"રોહન તુ જાણે છે કે...‌ હું કેવી છું.
હું તો આવા ઘણા ડિસિઝન લેતી રહું છું... મારું કંઈ જ નક્કી નથી હોતું ...આજે હા ને કાલે ના પણ હોઈ શકે છે... મારો સ્વભાવ જ એવો છે ..‌આજે આયુષ પસંદ આવી શકે છે...‌ તો કાલે હું એને નફરત પણ કરવા લાગી જાઉ."

આમાં હવે કશું જ ના થઈ શકે એતો તારે વીંટી પહેરતા પહેલા વિચારવું જોઈતું હતું.. હવે ધ્યાન દઈને સાંભળ લગ્ન કઈ ઘર ધરના ખેલ નથી જે આપણને બાળપણ માં રમતા હતા..

અહીં તો બે ઘર વચ્ચે ફેમિલી સાથે લાગણીઓ થી જોડાણ થાય છે.
નવી મસ્તી,નવી ખુશીઓ હોય છે ,નવા સંબંધો હોય છે..‌ મને ખબર છે તું સારી રીતે બધું હેન્ડલ કરી શકીશ.
હું તને તારા કરતાં પણ વધારે જાણું છું...‌ હવે પાછી પાણી નહીં કરાય.... હવે તો લગ્નના લાડુ ખાવા જ પડશે... પછી જે થવું હોય તે થાય..આયુષ જેવો સારો છોકરો એ પણ ઓળખીતો છોકરો છે ફ્રેન્ડ છે તો એની પર તું વિચાર કરીી જો.

"તુ પણ આયુષ તરફી બોલે છે. તું મારો પક્ષ લેવાના બદલે કઈ પણ સમજવાને બદલે લગ્ન કરવાનું કહે છે તે યોગ્ય છે.? "
"તુ ઝુલી બિલકુલ બાળકો જેવું વર્તન કરે છે.."
"તારે જે સમજવું હોય તે સમજ બાય."

"અરે ઝુલી કેમ? આટલી ગુસ્સામાં આવી રહી છે."
આ રોહણ કેવો છે દીદી તે પણ બદલાઈ ગયો છે.

હવે હું ડાયરેક્ટ આયુષને કહી દેવાની છુ મારે હમણાં લગ્ન નથી કરવા."
"તું જે પણ કરે સમજી-વિચારીને કરજે.
જિંદગી તારી છે અને નિર્ણય પણ તારે જ લેવાનો છે. હું તારી દીદી પછી પણ ફેન્ડ પહેલા છું."
"હા નિશા.
continue...