નિશા: જો આયુષ જેવો જીવનસાથી તને ક્યાંય નહિ મળે...એ તને ખૂબ જ પ્રેમ કરે છે... બે ત્રણ દિવસમા એના મમ્મી પપ્પા આવવાના છે... તારી સગાઈ નક્કી કર્યા પછી લગ્ન પણ નજીકમાં જ નક્કી કરવાનો વિચાર છે... કેમ કે તેના પપ્પા નેવી માં છે. તેમને ત્યાંથી તેમને રજા મળી મુશ્કેલ છે.. એવું તેમનું કહેવું હતું ..મમ્મી જોડે કાલે જ વાત થઈ છે ...તારે વિચારવું હોય તો વિચારી લે... આયુષ જોડે વાત કરી લે.... લગ્ન પહેલા જ બધું ક્લિયર કરી લેવું સારું.... મને ખબર છે આયુષ તારી વાત સારી રીતે સમજશે આપણે નાનપણથી ચાર જન એવા ફ્રેન્ડ છીએ એક-બીજાને ખૂબ નજીકથી સમજી શકીએ છીએ .
જુહી: સાચું કહ્યું નિશા હું આયુષ ને મળીને વાત કરી લવું.
નિશા: જો જુહી કહેતાંની સાથે જ આયુષ આવી ગયો... ખૂબ લાંબુ આયુષ્ય છે.. નામ પ્રમાણે જ આયુષ... જુલી અને હું તને યાદ કરતા હતા..
આયુષ: એવું તો મારુ શું કામ પડ્યું? આયુષ તો કાયમ હાજર જ રહે છે.
જુલી: આ સગાઈ અને લગ્નને લઈને હું કન્ફ્યુઝ હતી તને એવું નથી લાગતું કે આ બધું બહુ જલ્દી થઈ રહ્યું છે.
આયુષ: શું થયું બોલ શું કહેવા માંગે છે?
મારા પપ્પાને ટાઈમ નહિ મળે એટલે એક સાથે બધું થઈ જાય તો સારું આપણે ક્યાં અજાણ્યા છે એકબીજા થી તો ટાઈમ જોઈએ.
હું તને ખૂબ જ પ્રેમ કરું છું... તને કંઈ પ્રોબ્લેમ હોય તો તું કહી શકે છે..
જુલી: મારું એ જ કહેવું હતું કે મારી કેરિયરને લઈને ખૂબ જ ચિંતિત છુ એટલે મારે હમણાં લગ્ન કરવા નહોતા અને મારો સ્વભાવ પણ ખૂબ જ અલગ છે... તને ખબર છે... આપણા બન્નેના કેટલા બધા ઝઘડા થતા રહે છે...અને રહી પ્રેમની વાત તો હું તો બધાને જ પ્રેમ કરું છું..
આયુષ :તને એવું લાગતું હોય તો તારી ઈચ્છા છે એમ રાખીશું અને રહ્યો સવાલ કેરિયરનો તો તું લગ્ન પછી પણ તારું કેરિયર બનાવી શકે છે.. હું ક્યારે પણ એ બાબતે દખલ નહીં કરું એ તો તું જાણે છે.
જુલી: ખબર નહીં શું થઈ રહ્યું છે હું પ્રેમ કરું છું કે નહીં મને તો એ પણ સમજ નથી પડી રહી....મારે થોડું વિચારવાનો ટાઈમ જોઇતો હતો આ બધું ખૂબ જ જલ્દી બની રહ્યું છે.
આયુષ: સારું એવું હોય તો હું મમ્મી પપ્પાને ના પાડી દઉં તારી મરજી ના હોય તો હું રાહ જોવા તૈયાર છું
અને તને કોઈ બી જે પસંદ હોય તો પણ તું પણ લગ્ન કરી શકે છે હું ના નહીં પાડુ..
નિશા : મારું માન તો બધા જ સમજદાર છે આયુષ, આયુષ ના મમ્મી પપ્પા બધાને આપણે જાણીએ છીએ તો રાહ શેની જોવાની તારી જગ્યાએ હુ હોવ તો કન્ફ્યુઝ થવું જ નહીં.
સાચું કહે છે નિશા મને પણ એવું જ લાગે છે. જ્યારથી તારા પપ્પા નથી ત્યાંથી હું પણ ખૂબ ચિંતિત છું.. કે જો જીવનસાથી બરાબર નહીં મળે તો તમારા બંનેની જિંદગીમાં ખૂબ મોટી પ્રોબ્લેમ ઊભી થઈ શકે છે.. આયુષ ને આપણે સારી રીતે ઓળખીએ છીએ તો એની જોડે લગ્ન કરી લેવામાં કોઈ જ વાંધો નહીં.. તારા પછી નિશાનો પણ કોઈ સારી જગ્યા મળી જાય તો હું ચિંતામાંથી મુક્ત થવું..
જુહી: તમે બધા મારુ સારું જ વિચારો છો પણ બધું એટલું જલ્દી બની રહ્યું છે કે મને કંઈ સમજ પડતી નહોતી.
આયુષ: સારુ તું આરામ થી વિચારીને બધું નક્કી કર તારી ઈચ્છા થોડા ટાઈમ પછી મેરેજ કરવાની હોય તો આપણે પછી ગોઠવી શું હમણાં પોસ્ટ પોણ કરી દઈએ..
જુલી: હવે ચિંતા ના કરો પછી કે હમણાં લગ્ન તો કરવાના છે ..અને આયુષ જોડે મેરેજ કરશ તો હું કાયમ તમારી જોડે જ રહીશ..તો ચલો કરી નાખીએ કંકુના આયુષ જોડે ઝઘડો થઈ જાય તો મારે હું આવતા વાર નહિ લાગે..
આયુષ: આને તો બસ ઝગડવાની જ વાત હોય..
નિશા: જુહી નો કન્ફ્યુઝન દૂર થઈ ગયું છે તો પછી ખરીદી કરવાની તૈયારી કરી લેવી પડે.. શું કહેવું મમ્મી...
હા તૈયાર થઈ જાઓ ચાલો કાલે ખરીદી કરવા મોલમાં પહોંચી જઈએ.
જુલી: મને કંઈ સમજ ના પડે હું તો નહીં આવું જેને મારી સગાઈ અને લગ્ન ની ખરીદી કરી લાવવી હોય એ લઈ આવી શકે છે.
નિશા: આ જુલી નુ તો કઈ ના થાય.. હવે મને લાગે રોહનને બોલાવવો પડશે સમજવા માટે.
આયુષ: હા રોહન હમણાંથી ખૂબ જ બીજી રહે છે.. એને તો વાત કરવાનો પણ ટાઈમ નથી..
continue