અલ્હડ અનોખી છોકરી. - 2 Shanti Khant દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અલ્હડ અનોખી છોકરી. - 2

વેલકમ હોમ બેટા.
ખૂબ ખૂબ અભિનંદન હજી પણ આવી પ્રગતિ કરતો રહે."
"હા આંટી તમારા આશીર્વાદ છે મારી ઉપર."

"તું તો ડોક્ટર બની ગયો ને ...ધ ગ્રેટ અચિવમેન્ટ .
કેમ છે બેટા? હવે પી.એચ.ડી કરીને આવી ગયો છે. હવે જલ્દી થી અહીં સેટલ થવું પડશે."
'હા અંકલ.'

"ધ ગ્રેટ ડોક્ટર રોહન તમે તો ફેમસ થઇ ગયા ને"

"નીશા ને તો પહેલેથી જ અપટુડેટ રહેવું ગમે .. ખૂબસૂરત દેખાય છે."

"બધા જ અહીં વેલકમ કરવા આવી ગયા પણ પેલી તારી ચુલબુલી બહેન ક્યાં છે.?"

પાછળ ફરીને જો એ ઉતરતી દેખાય.
હવા ની જેમ લહેરાતી ...વીજળી ની જેવી ચમકતી
રોશની જેવી ... વરસાદની તાજગી જેવી લાગતી અનોખી અને ભોળી અરે આ તો એ જ જુલી છે.!

"તું તો કેટલી બદલાઈ ગઈ છે."

"તું પણ ખૂબ ભણેલો ગણેલો લાગે છે તું પણ બદલાઈ ગયો છે મી.પી .એચ .ડી."

"પણ તું એકલી કેમ આપના બીજા ફ્રેન્ડ ક્યાં છે.?
દેખાતા નથી."

"કોણ?પેલો વાંદરો..
તું હજુ પણ એને વાંદરો કહે છે.. તે ક્યાં ગયો કેમ હજુ આવ્યું નથી.?"
"એ તો હંમેશા લેટ જ હોય છે."

"હાઈ ..‌રોહન ..કોન્ગ્રેચ્યુલેશન.‌‌... વેલકમ... વેલકમ"

"થેન્ક યુ યાર ખુબ મોડું કર્યું તે તો હમણાં જ યાદ કર્યો તને"
"હા મને ખબર છે ખરાબ શબ્દોથી જ મને યાદ કરવામાં આવ્યો હશે અને એવું કામ કોણ કરે એ તો તું જાણે છે.."
"અરે યાર તું હજુ પણ એની જોડે ઝઘડતો રહે છે."

"હા હવે તો તું આવી ગયો છે એટલે આપણે બંને ભેગા થઈને તેની ખબર લઈએ."
***
સૌનો ખૂબ ખૂબ આભાર મારા માટે વેલકમ પાર્ટી યોજનાર મારા ખાસ મિત્રો અને અહીં સૌ હાજર મારા શુભ ચિંતકો હવે હું રજા લઈશ.

"આજે તો સવાર સવારમાં વહેલા ઉઠી ગયા છો જુલી ના પપ્પા.
જાતે જ ચા બનાવી લીધી મને કહ્યું હોત તો હું બનાવી આપત."
"હું જ્યારે યુ .કે માં રહેતો હતો ત્યારે હું જાતે જ બધું કામ કરતો હતો.
મને તો બધું જ બનાવતા આવડે છે તને ખબર નથી."

"હા મને તો ખબર છે પણ તમારી છોકરીને સમજાવો કઈ જ કામ નથી આવડતું."

"એ પણ શીખી લેશે.
જવાબદારી બધું જ શીખવાડી દે છે."
"પણ કયારે તેને શું કરવું છે તેને કંઈ જ ખબર નથી."
****
અરે રોહન તું એકલો એકલો આટલા મોટા ઘરમાં કેવી રીતે રહીશ એમ કર તું મારા ઘરમાં આવીને રહે તો આપને બંનેને કંપની મળી રહેશે.

"ના યાર મારુ ઘર છે અને હું તને ડિસ્ટર્બ કરવા નથી માગતો."
એક જ મહોલ્લામાં તો રહીએ છીએ તું અહીંયા રહે તારા ઘરે રહે શું ફરક પડે ..‌ અને ખાસ્સા ટાઈમથી તું ન્યૂયોર્કમાં રહ્યો છે.‌‌ તો હવે મારી જોડે રહે અને આપણે ક્યાં આખો દિવસ ઘરે હોઈએ છે.... પોતાનું કામ હોય છે...‌‌ સાંજે ભેગા થવાના છીએ... આપણા બંનેમાંથી કોઈના એક ના મેરેજ થઈ જશે તો અલગ જ રહેવા નો વારો આવશે ...‌જેટલો ટાઈમ છે એટલો ટાઈમ દોસ્તી ને એન્જોય કરીએ... પછી તો મારા મેરેજ થયા તો તારે એને પૂછીને આવવું પડશે મારા ઘરે મળવા માટે..."
"એનો મતલબ તે છોકરી શોધી લીધી છે."

"મેં નથી શોધી પણ આપની ખાસ ફ્રેન્ડ નિશા કાલે એક છોકરાને જોવા જવાની છે એટલે મને યાદ આવ્યું.."
"સારું તો ચલ કાલથી હું આવી જવું છું રહેવા."

"ઓકે તો એમ કરીશું સાંજે નિશા અને જુલીને પણ ઇન્વાઇટ કરી દઈએ."

"હા હા એ લોકોને પણ ઇન્વાઇટ કરી દે આપણે જાણીએ તો ખરા કે નીશા ને છોકરો પસંદ આવ્યો કે નહીં."
"ઓકે બાય હું જવું અત્યારે, કાલે મળીએ."