કેટલા ખૂબસૂરત દિવસ હતા બાળપણ ના નાની-નાની વાતે ઝગડવું, રડવું ,પડવુ છતાં પડ્યા પછી ઊભા થવું અને બધા ભેગા થઈને રમવું.
બાળપણ ની યાદો દરેકના જીવનમાં ખૂબસૂરત હોય છે.
બાળપણ ની દોસ્તી ની વાત જ નિરાળી હોય છે.
નિશા, ઝુલી, આયુષ , અને હું ..રોહન અમારી ચાર જણ ની દોસ્તી.. બધાથી અલગ બધાથી નિરાળી.
ક્યાં સમય જતો રહ્યો ખબર જ ના પડી અને આવી ગયો એજ્યુકેશન લેવાનો સમય અને મારે જવું પડ્યું યુ એસ એ જવાનું થયું.
પી. એચ .ડી. કરવા દૂર જવાનું થયું હોવા છતાં આજે પણ દોસ્તી એવી ને એવી રહી છે.
આ દોસ્તી ની વાત જ શું કરવી આજે યુ એસ થી આવી રહ્યો છું અને સીધા જ જવાનું છે વેલકમ પાર્ટીમાં જુલી અને નિશા ના ઘરે.... બધાને મળીએ ઘણો ટાઈમ થઈ ગયો.. હવે તો તેમના ચહેરા પણ બદલાઈ ગયા હશે..
આ દોસ્તો જ મારી જીંદગી છે તેમને તો મને ઘણી હેલ્પ કરી છે.. એમના સિવાય હું success ના હોત.. દોસ્તો સિવાય મારી જિંદગીમાં જે પણ શું..?
આયુષ જુલી તેના મમ્મી-પપ્પાઆ બધાનો મારા ડોક્ટર બનવા પાછળ ઘણો મોટો ફાળો આપ્યો છે એમનો ઉપકાર હું જિંદગીભર નહીં ભૂલું..બસ મારે તો લોકોની સેવા કરવા પાછળ જિંદગી વિતાવવી છે..વિચારોને વિચારોમાં ઇન્ડિયામાં પણ પહોંચી ગયો ખબર જ ના પડી આ દોસ્તો ની વાત જ કંઇક અલગ છે..
***
"જુલી ક્યાં ગઈ?
ક્યાંય દેખાતી નથી હજુ ઉઠી છે કે નહીં..
રોહન પણ આવી જશે અને આ પાર્ટીની તૈયારી પૂરી પણ નથી થઈ."
હા સાચી વાત છે આ ઝુલી એ તો મને વચન આપ્યું હતું આજે કે... હું મારા હાથથી બનાવીને ચા પીવડાવીશ.
"હા તમારી લાડલી છોકરી જોવો વચન આપીને યાદ પણ છે."
"નિશા બેટા તે આ ઝુલી ને જોઈ કયાય ઉપર જઈને જોતો જરા તૈયાર થઈ છે કે નહીં."
"હા મમ્મી જોવું છું."
"હા હું પણ આતુંર છુ જરા જોઇને આવ અને કહે કે મારા માટે ચા પણ બનાવી લઈને આવે ઝુલી ના હાથ ની પહેલી ચા તો પીવી પડશે ને."
"ઝુલી નો તો કોઈ જ ભરોસો નહીં પપ્પા તે તો ચાલતા ચાલતા ક્યાંય પણ પહોંચી જઈ શકે છે."
નિશા ઉપર જતા જતા બોલતી હતી.
બધા જ ઝુલી ઝુલી કરી રહ્યા છે. ક્યાં છે તું? તે કેક બનાવી કે નહીં.?
હા નીશા દી કેક બની ગઈ છે હવે તૈયાર થવા જવું છુ.
હા તો તૈયાર થતી વખત પાર્ટીવેર કપડાં પહેર જે સીધા સાદા કપડા પહેરીને આવી ના જતી.
"નીશા દી તો આજે ખૂબસૂરત લાગે છે."
"હા ઝુલી એક હેન્ડસમ સહજાદો આવશે અને મને ઘોડા પર બેસાડીને લઈ જશે.
તો મારે તૈયાર થવું પડે ને મારા સહજાદા માટે.
પણ તું બરાબર કપડા પહેરી ને આવ ....પાર્ટી માં પહેરાય એવા ..... ઓકે..થોડા ફેશનેબલ... હું નીચે જવું છું... નીચેનો પાર્ટી રૂમ પણ તૈયાર કરવાનો છે."
"ઓકે દી પણ મને કપડા નું સજેશન કરી આપતા જાઓ મારી સમજમાં આવું બધું નહીં
આવે.
પછી તમે જ મને કહેશો તે કેવા કપડાં પહેર્યા છે.
હા તને તો ના કહીએ તો પેન્ટ ,ટીશર્ટ અથવા તો નાઈટ ડ્રેસ માં આવી જાય.
આપણા દોસ્તો ની પાર્ટી છે ને એમાં શું આવી બધી તૈયારી કરવાની હોય."
"આપણા દોસ્ત જોડે બીજા બધા તો આવશેને આયુષ જોડે રોહન પણ હશે અને તેના ફેમિલી પણ આવવાના તો તૈયારી તો કરવી જ પડે."
'નીશા દી મને તો ફોર્માલિટી બતાવવાની ગમતી નથી હું તો આવી જ રહેવાની છું.'
ઓકે તું તો માનવાની નથી તારે જે પહેરવું હોય એ પહેરી ને આવી જા નીચે મોડુ ના કરીશ.
continue....