અનોખું લગ્ન - 14 Meera દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નિતુ - પ્રકરણ 70

    નિતુ માટે જન્મેલ નવીનનું નાનકડું આકર્ષણ દિવસેને દિવસે પ્રબળ...

  • દાદા ભિષ્મ

    પૌરાણિક દ્રષ્ટાંત કથા –                      પિતામહ ભીષ્મની...

  • અધુરો પ્રેમ

    જિગ્નાસુ ખુબ જ સરળ અને શાંત છોકરી.... પરીવાર મા વડિલ અને નાન...

  • વહુના આંસુ

    સવીતા રસોડામાં રસોઈ કરતી હોય છે,  ત્યાં જ છાંયા બહેન જોરથી ચ...

  • ભાગવત રહસ્ય - 164

    ભાગવત રહસ્ય-૧૬૪   પિતાજી નામદેવને કહે છે- કે “સવારે વહેલા જા...

શ્રેણી
શેયર કરો

અનોખું લગ્ન - 14

અનોખું મિલન

આખરે નિલય ની ઈચ્છા પૂરી થઈ ગઈ, એના ને નેેેેહા ના લગ્ન થઈ ગયા. આખા દિવસ ના વિધિ ઓ અને મહેમાનો ની વચ્ચે છેક રાતે નિલય ને નેહા સાથે વાત કરવાનો સમય મળે છે. એ હવે નેહા સાથે વાત કરવા એની બાજું માં બેસે છે.
હું શરમાતા શરમાતા નેહા ની બાજું માં પલંગ પર બેઠો, એ પણ એમ જ શરમાયેલી હોય એમ પલંગ માં એક ખૂણે બેસી હતી. મેં નેહા ને કહ્યું; જો નેહા મારે તારી સાથે થોડી વાત કરવી છે જો તને વાંધો ના હોય તો. નેહા એ ઉપર જોયું ને એકદમ ધીમે થી હા કહ્યું.
મેં વાત શરૂ કરી..... નેહા ને જણાવ્યું કે કેવી રીતે પહેલી વાર ભાઈ ના લગ્ન વખતે એના પર ગુસ્સે થયો હતો. તે વખત લગ્ન માં એને મને જોઈ રહ્યો હતો, ગરબા વખત પણ અને રાત્રે કેવી રીતે એના જ વિશે વિચારતો રહ્યો હતો. નવરાત્રી માં ય ખરેખર તો એને જ મળવા જ આવ્યો હતો. એની પહેલી સગાઈ વખતે મારી શું હાલત થઈ હતી, કેવી રીતે ભાભી ને બધી જાણ થઈ ને ભાભી એ કેમ સમજાવ્યો એ વખતે. એની સગાઈ તૂટી ત્યારે કેટલો ખુશ થયો હતો, ને ફરી ભાભી એ કેવી રીતે લગ્ન માં મદદ કરી. મેં એને બધું જ જણાવી દીધું. આ બધું બોલી ને હું નેહા સામે જ જોઈ રહ્યો. એના પ્રતિભાવ એની આંખો માં વાંચવા ના પ્રયત્નો કરી રહ્યો હતો.
પરંતુ હું કંઈ વાંચી ના શક્યો. પર એક આશ્ચર્ય નો ભાવ મેં જોઈ લીધો હતો. એ કેમ હતો એ તો મને પછી ખબર પડી જ્યારે નેહા એ બધું કહ્યું.
નેહા હવે કંઈ પણ બોલે એના પહેલા જ મેં‌ એને પૂછી લીધું, કે તને આ લગ્ન થી વાંધો તો નથી ને?? ને તારા લગ્ન તૂટી ગયા એ વાત પર હું ખુશ થયો હતો એ વાત જાણી તને ખોટું તો નથી લાગ્યું ને??. નેહા એ આનો જે જવાબ આપ્યો એ સાંભળી મારા સઘળી ચિંતા ને મૂંઝવણ સમી ગઈ.
નેહા મારો પ્રશ્ન સાંભળી તો પહેલા તો હસી, મને થોડું આશ્ચર્ય થયું. પછી એને કહ્યું, તમારી જેમ મને પણ તમારા પ્રત્યે લાગણી હતી. હું અહીં જ્યારે આવતી ત્યારે ય તમને જોઈ ને ખૂબ ખુશ થઈ જતી. પણ એ વખત તો તમે તમારા કામ માં જ હોતા, મારી સાથે ક્યારેય વાત નહોતી કરી તમે. મને ય થતી ઈચ્છા તમારી જોડે વાત કરવાની પણ તમે શું વિચારશો એ બીકે ક્યારેય હિમ્મત જ ના કરી.
તે વખતે લગ્ન માં ને નવરાત્રી વેળા એ તમે આવ્યા ત્યારે હું ખુશી થી નાચી ઊઠી હતી. નવરાત્રી ની રાત્રે મારે તમારી જોડે વાત કરવી હતી પણ શું વાત કરું એ ખબર જ નહોતી પડતી, વળી તમે મને જ મળવા આવ્યા હતા એ વાત પણ મને ક્યાં ખબર હતી.
હું ખુશ હતી, મારી બેન જ્યારે આવતી ત્યારે ઘરે બધાં કેમ છે એમ પૂછી એ બહાને તમારા વિશે જાણકારી મેળવી લેતી. પરંતુ જ્યારે મારી સગાઈ નક્કી થઈ ગઈ ત્યારે હું કંઈ જ ના બોલી શકી , કારણ કે ઘર ના બધા ને ગમતું હતું ને મારા કાકા એ એક વાર કહી દીધું એનો વિરોધ કોઈ ના કરી શકે,‌ એટલે કમને હું એ લગ્ન કરવા તૈયાર થઈ ગઈ હતી. મેં પણ તમારી જેમ બધી આશા મૂકી દીધી હતી, પણ જ્યારે કાકા એ જ ના કહી દીધું ત્યારે મારા થી વધારે કોઈ ખુશ થયું નહીં હોય, તમે ય નહીં હો.
પછી જ્યારે મારી બહેન તમારી વાત લઈ ને આવી ત્યારે હું રાજી ના રેડ થઈ ગઈ હતી, પણ ત્યારે મને એ નહોતી ખબર કે એ તમારી મદદ કરી રહી છે.
ખરેખર નિયતી એ જ આ લગ્ન કરાવ્યા છે, કારણ કે પેલા લગ્ન માટે બધું જ નક્કી જ હતું. કાકા ય જે દર વખત મારા બીક નું કારણ હતા એમના લીધે જ આ લગ્ન શક્ય બન્યું એમ‌ કહી શકાય. નેહા ની આ બધી વાતો સાંભળી હું જાણે સાતમા આસમાને પહોંચી ગયો, નેહા નો હાથ પકડી ને પહેલી વાર મેં મારી મન ની બધી લાગણી વ્યક્ત કરી દીધી. ને આખરે નેહા એ પણ એના ભાવો શબ્દો થી વહાવી દીધા. આમ, અમારા આ અનોખા લગ્ન માં અનોખું મિલન થઈ ગયું. એકબીજા ની લાગણીઓ થી અંજાન રહી ને પણ એકબીજા માટે જ જીવતા હતા, અને હવે આખી જીંદગી જીવીશું. ખરેખર કુદરત નો જબરો ખેલ છે. આ પ્રેમલગ્ન જે થશે કે નહીં એ જ પ્રશ્ન હતો એ કોઈ પણ વિઘ્ન વગર થઈ ગયું એ આ કુદરત ની જ મહેરબાની છે.
હાલ (વિર ની બહેન ના લગ્ન નો સમય):

પોતાની વાત પૂરી કર્યા બાદ નિલય એ બધા ની સામે જોયું, બધા જ એની સામે આશ્ચર્ય ને આનંદ ના ભાવ જોઈ રહ્યા હતા. ને ત્યાં જ કોઈ એ બૂમ પાડી કે ચાલો હવે સૂઈ જાવો બધા, કાલે વહેલું ઊઠવાનું છે. બધા પોતપોતાની રીતે સૂવા ચાલ્યા ગયા. મિરલ ને પણ હવે આખી વાત સમજાઈ ગઈ હતી, એ પણ નેહા ને નિલય ના મિલન વિશે વિચારતી વિચારતી સૂઈ ગઈ.......

આ વાર્તા એક સત્ય ઘટના પર આધારિત છે. હાલ નિલય ને નેહા ખુબ જ સુખી જીવન વિતાવી રહ્યા છે. અને હાલ માં જ નેહા એ એક સુંદર પુત્ર ને જન્મ આપ્યો છે, જેનું નામ હાર્દિક રાખવામાં આવ્યું છે.
વધારાની વાતો:-
મિત્રો આ મારો લેેેખન ના ક્ષેત્રે સૌપ્રથમ પ્રયાસ હતો. એમાં ઘણી ભૂૂલો થઈ હશે હુું જાણું છુું, તેેેમ છતાં આટલો સરસ પ્રતિભાવ આપવા બદલ સૌ નો આભાર. આગળ પણ આવો જ પ્રતિભાવ મળતો રહેેેેશે એવી આશા રાખું છુું.