" જીવન એક સંઘર્ષ..." પ્રકરણ-15
આપણે પ્રકરણ-14 માં જોયું કે નિસર્ગ આશ્કાને તેમજ ઐશ્વર્યાને ખૂબજ પ્રેમ કરતો હતો. આશ્કાનો પરિવાર એક સંપૂર્ણ પરિવાર લાગી રહ્યો હતો અને નિસર્ગ બીજું બાળક લાવવાની પણ " ના " પાડી રહ્યો હતો અને કહી રહ્યો હતો કે, " આપણે ઐશ્વર્યાને ખૂબજ લાડથી ઉછેરીને મોટી કરવી છે અને મારે તેને ખૂબજ ભણાવવી છે. " આશ્કા હવે ખૂબજ ખુશ હતી
આશ્કાએ મમ્મી-પપ્પાને ફોન કરી પોતાના ઘરે પોતાનું ઘર જોવા માટે આવવા કહ્યું, જેથી તે ખુશ છે જોઈને, મમ્મી-પપ્પાને આનંદ થાય. મમ્મી-પપ્પા " ના " જ પાડી રહ્યા હતા પણ નિસર્ગે અને આશ્કાએ મમ્મી-પપ્પાને યુ એસ એ આવવા માટે ફોર્સ કર્યો અને તેમને ટિકિટ પણ મોકલી આપી તેથી મમ્મી-પપ્પા આશ્કાને ઘરે આવી ગયા હતા.
આશ્કા તેમજ નિસર્ગ મમ્મી-પપ્પાને બધેજ ફરવા લઈ જતા. નિસર્ગ તેમને પોતાના મમ્મી-પપ્પા જ સમજતો અને પોતે તેમનો દિકરો બનીને તેમની સાથે રહેતો. નિસર્ગનો સ્વભાવ અને આશ્કાનું સુખ જોઈ મમ્મી-પપ્પા ખૂબજ ખુશ હતા અને વિચારતા કે, હવે મૃત્યુ પણ આવી જાય તો વાંધો નથી કારણ કે, " આપણી બંને દીકરીઓ ખૂબ સુખી છે. " અને ત્રણેક મહિના આશ્કા, નિસર્ગ અને ઐશ્વર્યા સાથે રહીને રમાબેન અને મનોહરભાઇ ઇન્ડિયા પોતાના ઘરે પરત આવી ગયા.
ઐશ્વર્યા સમયની સાથે સાથે મોટી થતી જાય છે. તે બાળપણમાંથી હવે કિશોરાવસ્થામાં પ્રવેશી ચૂકી છે. યુ એસ એ તો ભણવાની સાથે સાથે જોબ પણ કરવી પડે છે તેથી ઐશ્વર્યા પણ જોબ કરે છે તેમજ ઘરકામમાં પણ મમ્મીને મદદ કરે છે. આશ્કા તેમજ નિસર્ગના જીવનનું તે કેન્દ્રબિન્દુ છે. ત્રણેયનું જીવન ખૂબજ સુંદર પસાર થઈ રહ્યું હતું. પણ નિસર્ગની ડ્રીંક કરવાની હેબિટ દિવસે ને દિવસે વધતી જતી હતી. હવે ઐશ્વર્યા પણ પપ્પાને સમજાવી રહી હતી કે, " પપ્પા, તમે ડ્રીંક કરવાનું છોડી દો. આ રીતે તમારી તબિયત વધારે બગડતી જશે, પણ નિસર્ગ ન તો આશ્કાની વાત સાંભળતો ન તો ઐશ્વર્યાની વાત સાંભળતો અને તેની તબિયત બગડતી જતી હતી.
આશ્કા તેને ખૂબ સમજાવ્યા કરતી હતી કે મારા માટે નહિ પણ આપણી આ દીકરી ઐશ્વર્યા માટે તારે જીવવાનું છે તેની સામે તો તું જો અને આ બધું છોડી દે. પણ તે પોતાની આ આદત આગળ મજબૂર હતો. અચાનક એક દિવસ તે જોબ પરથી પાછો ફર્યો અને તેની ખૂબ તબિયત બગડી તેથી તેને હોસ્પિટલાઈઝ્ડ કરવો પડ્યો. તેનું લીવર ખલાસ થઇ ગયું હતું. પૂરો એક મહિનો તેની ટ્રીટમેન્ટ ચાલી પણ આ વખતે તેને સારું ન થયું તે ન જ થયું.
ઘરે લાવ્યા પછી પણ આશ્કાએ તેની ખૂબ સેવા કરી.
પણ દિવસે ને દિવસે તેની હાલત વધુ ને વધુ કથડતી જતી હતી. તેની બંને બહેનોને તેમજ જીજુને તેના કહેવા પ્રમાણે તેને મળવા માટે બોલાવી લેવામાં આવ્યા હતા. તેણે પોતાનું બ્યુટીફૂલ હાઉસ આશ્કાને નામે કરી દીધું હતું. તેને પણ આશ્કા અને ઐશ્વર્યા સાથે સુંદર જિંદગી જીવ્યાનો ખૂબ આનંદ હતો. અને તે આશ્કાને ક્હ્યા કરતો હતો કે, " આવતા જન્મમાં તું જ મારી પત્ની બનીશ અને ઐશ્વર્યા જ મારી દીકરી બનશે, હું ઇશ્વરને તેવી પ્રાર્થના કરું છું. " અને પછી
મરણપથારીએ પડેલા નિસર્ગની આંખમાં આંસુ આવી જતાં. તે આશ્કા અને ઐશ્વર્યા સાથે હજી રહેવા માંગતો હતો પણ તેનો સમય હવે પૂરો થઇ ગયો હતો. તેનું મૃત્યુ તેને પોકારી રહ્યું હતું. પોતાની આટલી બધી સેવા કરવા બદલ તેણે આશ્કાની બે હાથ જોડી માફી પણ માંગી અને કહેવા લાગ્યો કે, " હું તારો ખૂબજ આભારી છું, તારા આ ઉપકારનો બદલો હું કઇરીતે ચૂકવીશ. હું તને તેમજ ઐશ્વર્યાને છોડીને જવા નથી માંગતો પણ હું મજબૂર છું. " અને નિસર્ગ ખૂબ રડી પડે છે.
આશ્કા પણ નિસર્ગના બંને હાથ પોતાના હાથમાં લઇને ખૂબજ રડી પડે છે અને નિસર્ગને કહે છે કે, " તે મને ખૂબજ પ્રેમ કર્યો છે. અને અહીં યુ એસ એ હું અને મારી દીકરી ઐશ્વર્યા તારા પ્રતાપે છીએ, તે મને તેમજ ઐશ્વર્યાને સાચા દિલથી ચાહ્યા છે. હું તારી ઉપકારી છું. હર જનમમાં મને તું જ જીવનસાથી મળે તેવી હું પણ ભગવાનને પ્રાર્થના કરું છું. " અને આટલું સાંભળ્યા પછી નિસર્ગના આત્માએ દેહત્યાગ કર્યો. અને નિસર્ગ દેવલોક પહોંચી ગયો.
હવે આ વિશાળ નિસર્ગના હાઉસમાં આશ્કા અને ઐશ્વર્યા એકલા રહી ગયા. ઐશ્વર્યા હવે મોટી થઈ ગઈ હતી. તેને એક, પોતાની સાથે જોબ કરતાં એક પંજાબી છોકરા-કશ્યપ સાથે લવ થઈ ગયો હતો. આશ્કાએ બંનેને લગ્ન માટે સંમતિ આપી દીધી હતી. ઇન્ડિયાથી તેના લગ્ન માટે રમાબેન, મનોહરભાઇ, નિરાલી, પ્રદીપજીજુ તેમજ તેમનો દિકરો કૃણાલ બધાજ આવી ગયા હતા અને આજે ઐશ્વર્યાના લગ્નની શરણાઇ વાગી રહી હતી.
આપને આ વાર્તા કેવી લાગી તેનો પ્રતિભાવ અવશ્ય આપો. તથા રેટિંગ આપવાનું ન ભૂલતા....
ખૂબ નાની અને બિનઅનુભવી લેખિકા છું તો આપને દેખાતી ક્ષતિ જરૂરથી જણાવજો જેથી હું ભવિષ્યમાં તે ક્ષતિનું પુનરાવર્તન ન થાય તેનો પ્રયાસ કરી શકું.
આપની આભારી....જસ્મીના શાહ ' જસ્મીન '