જીવન એક સંઘર્ષ - 10 Jasmina Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જીવન એક સંઘર્ષ - 10

" જીવન - એક સંઘર્ષ.." પ્રકરણ-10

આપણે પ્રકરણ-9 માં જોયું કે મીતુલની દીકરી રીચાએ આશ્કાને મોમ તરીકે એક્ષેપ્ટ કરવાની " ના "
પાડી અને જો આશ્કા આ ઘરમાં રહેશે તો હું આ ઘરમાં નહિ રહું તેવી ધમકી પણ આપી તેથી મીતુલે આશ્કાને ઘરમાંથી કાઢી મૂકી હતી. પારકા દેશમાં આશ્કા એકલી શું કરે છે...?? અને ક્યાં જાય છે...?? જોઈએ આગળના પ્રકરણમાં....

આશ્કાને તેના મમ્મી રમાબેને કહી રાખ્યું હતું કે ન્યૂયોર્કમાં જ તેના એક માસી રહે છે. કદાચ કોઇ વાર કોઇ તકલીફ થાય તો તેમનો કોન્ટેક્ટ કરજે તે તને ચોક્કસ હેલ્પ કરશે. આ વાત તેને યાદ આવી એટલે તેણે તરત જ પોતાના પર્સમાંથી માસીના ઘરનું એડ્રેસ કાઢ્યું.

આશ્કા ચાલતી ચાલતી બહાર રોડ સુધી આવી અને પછી તેણે ટેક્ષી હાયર કરી, ટેક્ષી ડ્રાયવરને તેણે પોતાના હાથમાં રહેલું એડ્રેસ બતાવ્યું અને એ એડ્રેસ ઉપર પોતાને લઇ જવા માટે કહ્યું.

આશ્કા પોતાના માસીના ઘરે પહોંચી ગઇ હતી. ટેક્ષી ડ્રાયવરને ચૂકવવાના પૈસા પણ આશ્કા પાસે ન હતા. તેના માસીએ ટેક્ષી ડ્રાઇવરને પૈસા ચૂકવી દીધા અને આશ્કાને સામાન સાથે અંદર લઇ આવ્યા.

આમ અચાનક આશ્કાને સામાન સાથે જોઇને તેના માસી પીનાબેન વિચારમાં પડી ગયા. તેમણે આશ્વર્ય સાથે આશ્કાને પૂછ્યું કે, " શું થયું બેટા, હજી તો તું ગઇકાલે જ અહીં આવી છે અને આજે આ રીતે તારે મારા ઘરે કેમ આવવું પડ્યું..?? "

આશ્કા પોતાના માસીને ભેટીને ખૂબજ રડી પડી. પછી તેણે, મીતુલે તેની સાથે કેવું વર્તન કર્યું તે બધીજ વાત પીનામાસીને જણાવી અને સાથે સાથે તેણે પીનામાસી ને મમ્મી-પપ્પાને આમાંની કોઇપણ વાત નહિ જણાવવા પણ કહ્યું.

બીજા દિવસે મીતુલે આશ્કાને બોલાવી ડાયવોર્સ પેપર ઉપર તેની સાઇન લઇ લીધી હતી. હવે તેની પાસે છ મહિનાના વિઝા હતા. છ મહિનાની અંદર અંદર તેણે ત્યાંના કોઇપણ ગ્રીનકાર્ડ ધરાવતા છોકરા સાથે લગ્ન કરી લેવાના હતા નહિ તો તેણે ઇન્ડિયા પરત આવી જવું પડે તેવી તેની કન્ડીશન હતી.

માસીના ઘરે બધા જ જોબ કરતા હતા તેથી કોઇ ઘરે રહેતું નહિ. આશ્કા આખો દિવસ એકલી પડી જતી.
હવે તેણે ડીસાઇડ કરવાનું હતું કે તેણે શું કરવું...??
ફરીથી ત્યાં ને ત્યાં કોઈ સારો છોકરો શોધીને મેરેજ કરી લેવા કે ચૂપચાપ ઇન્ડિયા પરત આવી જવું.

જ્યારે જીવનમાં કોઇ સાથી નથી રહેતો ત્યારે માણસ પોતે જ પોતાનો સાથી બની જાય છે.
આશ્કાએ વિચાર્યું કે હું મારા અંતરઆત્માને પૂછું અને મને જે જવાબ મળે તે સાચો જવાબ. તેણે પોતાની જાતને પ્રશ્ન પૂછ્યો કે, " હું શું કરું...?? " તેને જવાબ મળ્યો કે, " પરિસ્થિતિથી ડરી જઇને, હારી જઇને હું ઇન્ડિયા ચાલી જવું તે બરાબર નથી. પરિસ્થિતિનો સામનો કરી અહીં રહી જવું તે જ બરાબર છે અને પછી તેણે પોતાની જાતને આ પરિસ્થિતિનો સ્વિકાર કરી સામનો કરવા તૈયાર કરી દીધી. તેણે નક્કી કર્યું કે, મને કોઈ સારો છોકરો મળશે, જે મારી ઐશ્વર્યાને એક્ષેપ્ટ કરવા તૈયાર હશે તો હું તેની સાથે મેરેજ કરી લઇશ, નહિ તો પછી ઇન્ડિયા પરત ચાલી જઇશ. ( દાદ આપવા જેવી છે આશ્કાની હિંમતને.... કોઇપણ છોકરી આવી પરિસ્થિતિ સર્જાય તો મમ્મી-પપ્પા આગળ રડી રડીને ઇન્ડિયા પરત આવી જાય...પણ આશ્કા કંઇક અલગ જ હતી... હિંમતે મર્દા તો મદદે ખુદા....)

અને સૌથી પહેલા તેણે ત્યાં જોબ શોધી જોબ કરવાનું નક્કી કર્યું. માસીના દીકરાને તેણે પોતાને માટે જોબ શોધી આપવા કહ્યું. અને તેને ત્યાં એક ઉંમરલાયક આન્ટી હતા રૂબીના બાસ્કોટા, તેમના સ્ટોરમાં સરસ જોબ મળી ગઇ. માસીના ઘરથી આ જોબ માટે તેને થોડે દુર જવું પડતું હતું. જેનું તેને રોજનું ભાડું પોસાય તેમ ન હતું. તેણે આન્ટીને પોતાના માટે રહેવાની જગ્યા શોધી આપવા કહ્યું.

આશ્કાને કોઈ સારો છોકરો મળે છે કે નહિ તે યુ એસ એ સેટલ થઇ શકે છે કે ઇન્ડિયા પરત આવી જાય છે વાંચો આગળના પ્રકરણમાં......