જીવન એક સંઘર્ષ - 9 Jasmina Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જીવન એક સંઘર્ષ - 9

" જીવન -એક સંઘર્ષ.." પ્રકરણ-9

આપણે પ્રકરણ-8 માં જોયું કે આશ્કાના મીતુલ સાથે લગ્ન થઇ જાય છે. મીતુલ પાછો યુ.એસ.એ. ચાલ્યો જાય છે. અને આશ્કાના તેમજ ઐશ્વર્યાના ડોક્યુમેન્ટ્સ પોતાની સાથે યુ.એસ.એ. લઇ જાય છે જેથી તે ત્યાં જઇને ફાઇલ મૂકી શકે. હવે આગળ....

મીતુલ હેમખેમ યુ.એસ.એ. ન્યૂયોર્કમાં પોતાના ઘરે પહોંચી જાય છે. ત્યાં ગયા બાદ તે ત્યાંથી જ આશ્કા ની અને ઐશ્વર્યાની વિઝા ફાઇલ મૂકી દે છે. લગભગ બારેક મહિના પછી આશ્કાને તેમજ ઐશ્વર્યાને વિઝા મળી જાય છે.

આશ્કાના ઘરમાં ખુશીનું વાતાવરણ છવાઈ જાય છે અને આશ્કાના પપ્પા મનોહરભાઇ આશ્કાને યુ.એસ. એ. જવાની તૈયારી કરવાનું કહે છે. આશ્કાને પોતાના પ્રાણથી પણ પ્યારી ઐશ્વર્યાને મૂકીને જવાની ઇચ્છા જરાપણ ન હતી પણ મીતુલે ઐશ્વર્યાને હમણાં યુ એસ એ લઇ જવાની " ના " પાડી હતી તેથી તે મજબૂર હતી, શું કરી શકે...??

આશ્કાની હવે યુ એસ એ જવાની તૈયારી થઇ ગઇ હતી. ટિકિટ પણ લેવાઇ ગઇ હતી. અહીં ઇન્ડિયામાં પોતાના મમ્મી-પપ્પા, બેન નિરાલી તેમજ પોતાની લાડકી ઐશ્વર્યાને છોડીને આશ્કા પોતાના એક નવા જીવનની શરૂઆત કરવા માટે યુ એસ એ જવા નીકળી ગઇ હતી. જે છોકરી પોતાનું ઘર છોડી એકલી એક સીટીમાંથી બીજી સીટીમાં પણ ગઇ ન હતી તે પોતાની દીકરીના ફ્યુચર માટે પોતાનું બધું જ અહીં ઇન્ડિયામાં છોડીને સાત સમંદર પાર છેક યુ એસ એ જઇ રહી હતી. એક આશા સાથે કે હવે પછીનું તેનું મીતુલ સાથેનું જીવન ખૂબ સરસ જશે..!!

યુ એસ એ ની ધરતી ઉપર પગ મૂકતાં જ આશ્કાને અનેરી ઠંડક અને નિરવ શાંતિનો અહેસાસ થવા લાગ્યો. ત્યાંની માટીની મહેંક કંઇક અલગ જ આવી રહી હતી... આશ્કાએ પારકા માણસોની સાથે સાથે પારકી ધરતીને પણ પોતાની બનાવવાની હતી...!!
પારકાને પોતાના બનાવવાનું કામ એક સ્ત્રી સિવાય બીજું કોઇ ન કરી શકે..!! અને આશ્કાએ નવા જીવનની શરૂઆતનો એક રાહતનો શ્વાસ લીધો.

આશ્કાને પીકઅપ કરવા માટે મીતુલ ત્યાં એરપોર્ટ ઉપર આવી ગયો હતો. મીતુલ આશ્કાને લઇને પોતાના ઘરે જાય છે.

મીતુલે પોતાની દીકરી રીચાને આશ્કા વિશે કોઇ વાત કરી ન હતી, આશ્કાને જોઇ એટલે રીચાએ તરત જ ઇન્કવાયરી કરી કે તે કોણ છે અને આપણાં ઘરે શું કામ આવી છે...??

મીતુલે તેને પ્રેમથી સમજાવતાં બધી વાત કરી કે, " તે તારી મોમ છે, મેં તેની સાથે હું ઇન્ડિયા ગયો ત્યારે મેરેજ કર્યા હતા. અને તે હવે આપણી સાથે, આપણાં ઘરમાં કાયમ માટે અહીં જ રહેવાની છે. "

મીતુલની આ વાત સાંભળીને રીચા ખૂબજ ગુસ્સે થઇ જાય છે અને આખા ઘરમાં તોફાન-મસ્તી મચાવી દે છે
ઘરમાં સામાન આમથી તેમ ફેંકવા માંડી અને તેણે આશ્કાને પોતાની મોમ તરીકે એક્ષેપ્ટ કરવાની ચોખ્ખી " ના " પાડી દીધી અને જો આશ્કા આ ઘરમાં રહેશે તો હું આ ઘરમાં નહિ રહું, ઘર છોડીને ચાલી જઇશ તેમ પણ કહી દીધું...

મીતુલે રીચાને ખૂબ સમજાવી પણ તે ન માની તે ન જ માની. સ્ત્રી હઠ, રાજ હઠ અને બાળ હઠને કોઈ પહોંચી શક્યું છે ભલા...?? તો મીતુલ પહોંચી શકે ??
અને મીતુલે રીચા આગળ પોતાની હાર માનવી જ પડી.

એ દિવસે રાત્રે મીતુલે આશ્કાને પોતાના ત્યાં સૂઇ જવા દીધી અને બીજે દિવસે સવારે જ તેણે આશ્કાને પોતાના ઘરમાંથી કાઢી મૂકી. આશ્કાએ ખૂબજ રીક્વેસ્ટ કરી કે, " આ અજાણ્યા દેશમાં હું એકલી ક્યાં જઇશ..?? મને થોડો દિવસ અહીંયા રહેવા દો. ત્યાં સુધીમાં હું મારી વ્યવસ્થા કોઇપણ સારી જગ્યાએ કરી લઇશ અથવા તો ઇન્ડિયા પાછી જતી રહીશ. " પણ મીતુલે આશ્કાની એકપણ વાત સાંભળી
નહિ અને તેને ઘરમાંથી કાઢી મૂકી.
આશ્કાના
વિચાર્યું હતું તેનાથી કંઇક ઉંધું જ તેની સાથે બની રહ્યું હતું. એક સેકન્ડ માટે તેણે વિચાર્યું કે પપ્પાને ફોન કરીને બધીજ વાત જણાવી દઉં પણ પછી તેને થયું " ના " મારી આ વાત સાંભળીને કદાચ પપ્પાની તબિયત ઉપર અસર થઇ જાય તો...?? અને તેણે પપ્પાને આ વાત જણાવવાનું માંડી વાળ્યું...!!

અજાણ્યા દેશમાં આશ્કા એકલી, છોકરીની જાત... આશ્કા ક્યાં જાય છે...?? અને શું કરે છે...?? વાંચો
આગળના પ્રકરણમાં....