total criticism of an artist books and stories free download online pdf in Gujarati

એક કલાકારનું યોગ્ય વિહંગાવલોકન

એક કલાકારનું યોગ્ય વિહંગાવલોકન

- અભિજિત વ્યાસ

જ્યોતિષ જોશી એ હિન્દી સાહિત્ય અને કાલા જગતનું એક આદરપાત્ર નામ છે. લલિત કાલા અકાદમી(દિલ્હી)નું હિન્દી પ્રકાશન 'સમકાલીન કલા'ના તંત્રી તરીકે તથા લલિત કલાના અને સાહિત્યના એક ઉચ્ચ અભ્યાસી તરીકે તેઓ સમગ્ર કલા જગતમાં પ્રસિદ્ધ છે. સાહિત્ય, નાટક-રંગમંચ, કલાની સાથે સાથે સંસ્કૃતિના સર્વમાન્ય આલોચકના રૂપમાં એમની પ્રતિસ્ઠા છે. એમના મૌલિક અને સંપાદકીય પુસ્તકો 30થી વધુ છે. જેમાં 'આલોચના કી છબી', 'વિમર્શ ઓર વિવેચના', 'સંસ્કૃતિ વિચાર', 'પુરખોકા પક્ષ', 'ઉપન્યાસ કી સમકાલીનતા', 'સાહિત્યિક પત્રકારિતા', 'જૈનેન્દ્ર ઓર નૈતિકતા', 'આધુનિક ભારતીય કલા', 'રંગ વિમર્શ', 'ભારતીય કલા કે હસ્તાક્ષર' અને 'સમય અને સાહિત્ય', મુખયત્વે છે. આલોચક જ્યોતિષ જોશીનું તાજેતરમાં પ્રગટ થયેલું પુસ્તક 'બહુવ્રિહી' ગુજરાતના જાણીતા કલાકાર કનુ પટેલના કલાવદાન પર કેન્દ્રિત થયેલું છે. જેના વિષે થોડી વાત કરવાનો અહીં ઉપક્રમ છે.

'બહુવ્રિહી' એ પ્રસિદ્ધ ચિત્રકાર, કલા અધ્યાપક, રંગકર્મી અને સિને અભિનેતા કનુ પટેલના કૃતિત્વને પ્રમાણતુ એક હિન્દીમાં પ્રગટ થયેલું પુસ્તક છે. પુસ્તકમાં ચાર પ્રકરણ છે, જે 'દ્રશ્યતા કે ‘નયા માનક'(પૂ. 9 થી 70), 'કલા-દ્રષ્ટિ કે વિસ્તૃત આયતન'(પૂ. 71 થી 112), 'રંગ સંસ્કાર ઓર નાટ્યવદાન '(પૂ. 113 થી 158) અને 'પરદે પર અભિનય કે કૌશલ'(5ઉ. 159 થી 196)માં વહેચાયેલું છે. આ ઉપરાંત 'પૂર્વ રંગ (ભૂમિકા) અને ઉપસંહાર પણ જ્યોતિષ જોશીએ લખેલા છે. પરિશિષ્ટમાં 'કનુ પટેલ કે આત્મવૃત્ત" (Bibiliography) પણ સમાવિષ્ટ છે. પુસ્તકની પુષ્ઠ સંખ્યા 230 છે.

'બહુવ્રિહી'ના પહેલા પ્રકરણ - 'દ્રસ્યતા કે પહેલા માનક'માં એક ચિત્રકારના રૂપમાં એમની સર્જન પ્રક્રિયાઓ અને મહત્તવપૂર્ણ ચિત્રોની અને કલા જગતમાં એમની મહત્ત્વપૂર્ણ ઉપસ્થિતિ ની ચર્ચા કરે છે. તો બીજા પ્રકરણ - 'કલા-દ્રષ્ટિ કે વિસ્તૃત આયાતન'માં એમના કલા વિચારો અને કલા શિક્ષક તરીકે કરેલા કાર્યની ચર્ચ કરે છે. તો ત્રીજા પ્રકરણ 'રંગ સંસ્કાર ઓર નાટ્યાવદાન'માં કનુ પટેલના નાટ્કોઓમાંના પ્રદાનની વાત થઇ છે. એક નાટ્ય અભિનેતા અને દિગ્દર્શક તરીકે એમના પ્રદાનને મૂલવે છે. અને ચોથા અને અંતિમ પ્રકરણ, - 'પરદે પર અભિનય કે કૌશલ'માં એમણે ટેલિવિઝન ધારાવાહિકો અને ફિલ્મોમાં કરેલા પ્રદાનની વાત થઇ છે. સાથે જ એમના ફિલ્મ કલા વિશેની વિચારણાની પણ ચર્ચા થઇ છે. પુસ્તકમાં કનુ પટેલના યોગદાન અંગે વિસ્તૃત સૂચિ પણ સામેલ કરવામાં આવી છે તે જોતા એમના વિશાળ કલા યોગદાનનો ખ્યાલ આવે છે. અહીં એક પ્રતિબદ્ધ કલાકારની કલા અને કલા વિચારણાની વિશાળ ચર્ચા થઈ છે.

પ્રસ્તુત પુસ્તક 'બહુવ્રિહી'માં જ્યોતિષ જોશીના કેટલાક નિરીક્ષણો નોંધવા જેવા છે. પહેલા પ્રકરણમાં લખે છે, 'અમૂર્તન હમારે શૂન્ય કે પ્રતિરૂપ હૈ. શૂન્ય વહ સૌચે જીવન કે ભાવપુંજ હે, ઉસકી શૂન્યતા મૈ આકાર લેતી છાવીયા હે હમારી ચેતના કે નિર્માણ કરતી હૈ. હમારે રાગ - વિરાગ, મનોભાવ ઓર ચિત્ત કી પ્રતીતિયોંકા ગહરા સંબંધ ઉસ શૂન્ય સે હૈ. શૂન્ય યહ વિરાટ હૈ, કદાચિત હમારે જીવન ઓર સંસાર સે ભી બડા. યહ એક ધ્યાન મેં ખુલતા હૈ જિસે કલાકાર અપને કો ખોકર પાતા હૈ.(પૂ.28) જ્યોતિષ જોશી કનુ પટેલના ચિત્રોમાં વ્યક્ત થતા ત્રણ મહત્ત્વના તત્વો, વૃક્ષ, રંગ અને સ્ત્રીને ઉર્જાના કેન્દ્ર બતાવતા લખે છે, વે ઇનકે પ્રત્યેક ક્ષણ કી ગતિ કો આંકતે હૈ, હમ દેખતે હૈ કી રંગ પ્રકાશ કે સાથ આતા હૈ તો વૃક્ષ ગતિ મેં અવસ્થિત હોતે હૈ ઓર આપણી સ્થિરતા મેં શક્તિસંચય કર સંસાર કો જીવન દેતી હૈ.'(પૂ. 31)

રૂપાંતરણના સંદર્ભમાં 'રૂપાંતરણ ક્યાં હૈ ? રૂપ કે પરિવર્તન હોના - પર ઉસે એક સમષ્ટિ ચિત્ર કે બિમ્બ બનકર આના હૈ, તભી વહ સજીવ હો સકેગા ઓર ઉસમેં સાંસ આ સકેગી. યહ રૂપાંતરણ કલાકાર કો અપને ધ્યાન મેં ઉતરકર પાના હૈ ક્યોંકિ ઉસમેં ઉસે સ્વયં કો સમાહિત કર દેના હૈ. મિટ્ટી હો યા રંગ, પથ્થર હો યા દીવાર - કલાકાર કે આત્મા જબ ઉસમેં શામિલ નહિ હોતા તબ તક રૂપાંતરણ મેં સૃષ્ટિ કે સ્પંદન નહિ આતા. યહી કારણ હૈ કી હમારી પરંપરા મેં કલા - સૃજન કો કલાકાર કે પ્રાણ કા વ્યાપાર કહા ગયા હૈ. યહ કૌતુક સી લગ્નેવાળી પ્રક્રિયા દર અસલ હમે અપને અસ્તિ સે જોડતી હૈ ઓર તબ હમ કુછ ઓર હો જાતે હૈ યાની હમારા તિરોધાન હો જાના, અપને મેં ન રહના કલાકાર હો જાના હૈ. એક રૂપ મેં વહ સ્વયં કો મારના હૈ, સમર્પિત કરના હૈ, અપને મેં ગહરે ડૂબ જાના હૈ ઓર સ્વયં કો કહો દેના હૈ. સૃષ્ટ વસ્તુ મેં અપના હે પ્રતિરૂપ દેખતા સર્જક જબ અધૂરા હો જાતા હૈ તો ઉસકી સૃષ્ટ કૃતિ પૂર્ણ હોતી હૈ. યહ તો ભારતીય પરંપરા કો કલાબોધ ઓર સૃજન પ્રક્રિયા હૈ.' (પૂ. 79)

પ્રસ્તુત પુસ્તક એક કલાકારના પ્રદાનનું મૂલ્યાંકન કરતાની સાથે એમની કલા વિભાવનાને પણ યોગ્ય રીતે રજુ કરે છે. પણ પુસ્તકનું સ્વરૂપ એવું છે કે તેમાં કેટલાય પ્રશ્નોના જવાબો કનુ પટેલે આપ્યા છે. તે છતાં તે જવાબો કોઈ ઇન્ટરવ્યુના નથી જ. આમ વાતચીતના સ્વરૂપમાં જ્યોતિષ જોશી સાથે થયેલા સંવાદ વાંચવા મળે છે.

કનુ પટેલ ઉત્તર દેતે હૈ - પશ્ચિમી પદ્ધતિ સે બના કલા કે પાઠ્યક્રમ જરૂરી નહિ કી વિદ્યાલય સે નિકાલને કે બાદ ભી આપકા પીંછા કરે. જબ આપ અપને કો જાનને કે પ્રયાસ કરતે હૈ ઓર કલા કે સાથ - જીવન કે રહસ્યો કે બારે મેં સોચતે હૈ તો લગતા હૈ કી કલા કોઈ તકનિક નહિ જો કેવલ રંગો - રેખાઓ કે ખેલ હો. વહ આપકે ભીતર કી પ્રક્રિયા હૈ ઓર આપકે અપને અસ્તિત્વ સે વિદ્રોહ ભી. પહલે કલા અધ્યાપન ઓર બાદ મેં ચિત્રકલા કે અધ્યયન કરને કે બાદ જેસે - જેસે હમ અપની પરંપરાઓ ઓર ચિંતનો મેં ગયે, વૈસે - વૈસે હમે લગા કી કલા પર ભારતીય વિચાર હે શાશ્વત હૈ ઓર વે પશ્ચિમ કી તરાહ તત્કાલ્ક પ્રતિક્રિયાઓ કી ઉપજ નહિ હૈ .' (પૂ. 79)

કનુ પટેલ ચિત્રકાર હોવાની સાથે સાથે એક અભિનેતા અને દિગ્દર્શક પણ છે. એમનો અભિનયનો આરંભ ગુજરાતી નાટકો અને ટેલિવિઝન ધારાવાહિકોથી આરંભાયેલો. પછી એમને ફિલ્મોમાં પણ અભિનય કર્યો. એમના જીવનના પચીસ જેટલા વર્ષ એમણે ગુજરાતી અને ક્વચિત હિન્દી ફિલ્મોમાં પસાર કર્યા .

'સિનેમા કે ભારતીય પરિદ્રશ્ય પર ભી કનુ આશ્વત નજર નહીં આતે. કહતે હૈ - વ્યાવસાયિકતા હી વહાં પ્રધાન હૈ. અપને દર્શક ઓર સમાજ કી સુધિ લેના સિનેમાને બહુત પહલે ભૂલ દિયા હૈ. જો પ્રતિબદ્ધ ફિલ્મકાર હૈ, ઉનકી ફિલ્મે ચાલતી નહિ, ક્યોંકિ ઉનકા બજેટ કમ હોતા હૈ ઓર ઉસમેં મસાલા ફિલ્મે જેસી યુક્તિયા ભી નહીં હોતી. એક દૌર થા જબ મુખ્યધારા કે હિન્દી સિનેમા વ્યાવસાયિકતા કે બાબજુદ સમાજ ઓર દેશ કી ચિંતા કરતા થા, પર અબ સ્થિતિ બાદલ ગઈ હૈ.'(પૂ. 179)

નાટક ઓર સિનેમામાં મેં બારીક ફર્કને સમજાવતા કનુ પટેલ કહે છે, ' - નાટક તાત્કાલિકતા સે પ્રેરિત કલા હૈ ઓર જીવંતતા હોને કી વજહ સે કેવળ ઉસી ક્ષણ તક ઉસમેં ભાવ રસ પરિવર્તિત હો સકતે હૈ. કુશળ નટો કે અભિનય ભી સ્થાઈ નહીં હો પાતા. પરદો કી સહાયતા સે પ્રકાશ યોજના સે કેવલ ઉનશેં સ્થાઈ હોને કે આભાસ ભર હી ઉપસ્થિત કિયા જ સકતા હૈ. નાટક કી ઉસ બડી કમી કો સિનેમા ને પૂરા કિયા થા ઓર કેમેરે કી તકનિક સે સિનેમા સ્થાઈ પ્રભાવ બનાને મેં સફલ હુઆ." (પૂ. 179) - આ પ્રકારનું નિરીક્ષણ એક કુશળ અદાકાર જ કરી શકે.

"બુહુવ્રિહી"માં અનેક ચિત્રો કનુ પટેલના રજૂ થયા છે. તો ખાસ 48 જેટલા પુષ્ઠો એમના બહુરંગી ચિત્રો જોવા મળે છે તો 16 જેટલા પુષ્ઠો માં એમની અભિનય યાત્રાના ફોટાઓ પણ જોવા મળે છે. આ ફોટાઓ જોતા વિવિધ પાત્રમાં એમને કરેલું પ્રદાન જોવા મળે છે. અભિનય યાત્રાના આ ફોટાઓમાં કનુ પટેલની દાઢી લાંબી થઇ છે, ટૂંકી થઇ છે તેમ સફાચટ પણ થઇ છે.

'બહુવ્રિહી' એ કોઈ ગુજરાતી કલાકાર પર લખાયેલું આ કદાચ પહેલું પુસ્તક છે જેમાં તેના કાર્યનું સંપૂર્ણ વિહંગાવલોકન વાંચવા મળે છે. અને તે પણ એક મોટા ગજાના વિવેચક એવા શ્રી જ્યોતિષ જોશી દ્વારા થયેલું હોય. પુસ્તકમાં અનેક બહુરંગી ચિત્રો પણ સામેલ કરવામાં આવેલ છે જેમાં કનુ પટેલના ચિત્રો તથા અન્ય માધ્યમોમાં કરેલા પ્રદાનને વાચક જોવા પામે છે.

જ્યોતિષ જોશીના પ્રસ્તુત પુસ્તક "બહુવ્રિહી"નો અંગ્રેજી અનુવાદ "Versality Incarnate - આર્ટ Contribution of Kanu Patel " નામે પ્રગટ થયું છે, જેનો અનુવાદ ડો. પિયુષ જોશી અને ડો. શેમળ મેવાડાએ કરેલો છે. અને આ જ પુસ્તકનો ગુજરાતી અનુવાદ પણ પ્રગટ થયો છે.


"બહુવ્રિહી" - લેખક : ડો. જ્યોતિષ જોશી

પ્રકાશક : લજ્જા પબ્લિકેશન્સ, બીજે માળે , સુપર માર્કેટ, નાના બાઝાર, રાજેન્દ્ર માર્ગ,

વલ્લભ વિદ્યાનગર - 388120

પુષ્ઠ - 64(રંગીન) + 230 = 294

કિંમત : રૂ. 750/-

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED