કાવ્યગૂચ્છ Abhijit Vyas દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કાવ્યગૂચ્છ

કાવ્યગૂચ્છ - અભિજિત વ્યાસ

જાણે કે

- અભિજિત વ્યાસ

મારો રૂમ

મૌનથી ભરેલો છે

હું જાણું છું

મૌન એ જ તારો સંવાદ છે

આપણે જે જે સ્થળોએ

સાથે સમય વિતાવ્યો હતો

ત્યાંના વાતાવરણમાં

આપણો સંવાદ ગુંજે છે

જયારે જયારે

હું એ સ્થળોએ પહુચું છું

હું ......... એ મૌનના મહાસાગરમાં ડૂબી જાઉં છું.

હું તો ભુલ્યો નથી

અને સાસ્વતી સુધી નહિ ભૂલું;

ફરી ફરીને તારા પુરાગામનનો વિચાર

સૂર્યોદયની જેમ આવ્યા કરે છે.

અને હું એક ખૂણામાં બેસી

પડછાયા લાંબા થાય ત્યાં સુધી

ઉદાસચિત્ત રહી

તારા પુનરાગમાંની રાહ જોઉં છું.

મારા કર્ણો

તારા પદ ધ્વનિને સાંભળવા ઉત્સુક છે.

અને તારા અધરો પર મારી કૃતિના સ્વરો

શ્રવણવા ઈચ્છું છું.

પણ...

મારા કર્ણો

તારા મૌન ના પડઘાઓ સાંભળી સકતા નથી

હું જાણું છું કે મૌન એ જ તારો સંવાદ છે.

તું ગઈ,

પ્રિયા, એક ન કલ્પી શકાય તેવા પ્રદેશમાં

કે જે મેં ક્યારેય નિહાળ્યો નથી

અને તે મને છેહ દીધો

આપણા સહ અસ્તિત્વને નકાર્યું

જેમ તારી આંખોમાં ચમકે છે તારાઓ

તેમ મારી આંખોમાં છલકે છે અશ્રુઓ

તું કદી પછી નહિ ફરે?

અને હું રાતોની રાત ભાર ભટકું છું

સવાર સુધી

શોક મગ્ન દશામાં

જાણે કે હું પોતે જ કેમ મૃત્યુ પામ્યો ન હોવ !


સંસ્મરણો

- અભિજિત વ્યાસ

ફ્રીઝ થઇ ગયેલા સંસ્મરણો

હવે પડ્યા છે

ફોટાઓના અલ્બોમોની અંદર

મઢાયેલા

અને મારી આંખોમાંથી

નીકળી ગયું છે

એક આખું આયખું -

શૈશવ, બાલમંદિર, ભેરુઓ,

સ્કૂલ, ભાઈબંધ, રમત ગમતના સાધનો,

પત્ર, મિત્ર, પ્રેમિકા,

કોલેજની કેન્ટીન અને સિગારેટનો ધુમાડો

હવે સાર્યા છે અતીતના વનમાં

સ્મૃતિઓનું અડાબીડ વન હવે મઢ્યું છે

બ્લેક એન્ડ વાઈટ અને કલરમાં

ચુપચાપ તવારીખ આપે છે,

ત્યારે।........

ક્યારેક.... ક્યારેક .......

દર્શાવતા દર્શવતા

વાગોળવાની માજા આવે છે.

ક્યારેક અચાનક જ અતીતના

આ પંખીઓ ટહુકી ઉઠે છે

અને મારા વેરાન જીવનમાં

વસંતની હૂંફ મળે છે,

પાનખરના પર્ણોની જેમ

ખરી ગયા છે સ્મરણો

મારા જીવનમાંથી

પવનના હિલોળે ઉડે છે'

તડકામાં તપી સુકાય છે;

અને એક શરીર

જીર્ણ શીર્ણ અવસ્થામાં

પોતાનામાં રહેલા પંચમહાભુતોને ઇજન દે છે

પાણીમાં થયેલા ઓ પરપોટા

હવે ફૂટી પવનના સુસવાટે ફુંકાવ

પાણી, પાણી થઇ વહો અને

અગ્નિને માર્ગ દો

અગ્નિ, તું રાખ કર

મળી પૃથ્વી સાથે

રાચો એક વન અડાબીડ સ્મૃતિઓનું

કરશે કોક જતન વાગોળતા, વાગોળતા

હવે પછી હું જોઉં છું

એક શિશુ

પા પા પગલી માંડતું

રચી રહ્યું છે

સ્મરણોનું અલબોમ

મઢાઈ રહ્યા છે ફોટાઓ;

કહે છે, દર્શાવે છે આ નાનકડા શિશુને

કે જેને ખબર નથી કે

એક દિવસ

તે પોતે પણ

વહી જશે

સંસ્મરણોમાં

અને રહેશે શેશ આકાશ


"મૃત્યુનું ક્લોઝ અપ"

- અભિજિત વ્યાસ

હું તારાઓ જોવા મથતો હતો

નક્ષત્રોના પ્રદેશમાં

સ્વાતિ અને ચિત્રાને શોધતો હતો

પણ પૂનમનો પ્રકાશ

કવચ થઇ પથરાઈ ગયો હતો

જેને ભેદતા ભેદતાં

પહોંચી ગયો પ્રભાતના કિનારે

અને એક પછી એક

દિવસ ખરતા ગયા મારા જીવનમાં

અત્યારે ઊભો છું મધ્યાનના તાપ નીચે

મીણની જેમ ઓગળતો

સંધ્યાની પ્રતીક્ષામાં

સંધ્યા ડૂબે છે

ક્ષિતિજના સમુદ્રમાં

અને

ચંદ્ર દિવસે દિવસે ક્ષયગ્રસ્ત હવે તો મારી અન્હોમાં પણ

ચમકે છે તારાઓ

કદાચ

મૃત્ય એ માણસના જીવનની

અમાસ તો નાથ ને!


પ્રેમ ગીત

- અભિજિત વ્યાસ

રાત્રી પ્રશાંત છે

સ્વર્ગમાં આકાશગંગાનો પ્રવાહ પણ શાંત છે

અને તળાવના પાણીમાં તરતાં કમળો

મને તેની નજદીક આકર્ષે છે

ચાંદનીને માનનારાઓ માટે

સ્વપ્ન સુંદર સ્વપ્ન

દૂર દૂર મને કોઈ બોલાવે છે

પહાડોમાંથી પડઘાઓ સંભળાય છે

રાત્રી વાદળ વિશેની સ્વચ્છ છે

હું સ્વર્ગમાં ફરું છું દૂર દૂર

પાણીમાં તરૂ છું

આકાશમાં ભ્રમણ કરું છું

આ સ્વચ્છ અને સુંદર રાત્રિમાં

હું મારા પ્રેમીજનને આમન્ત્રવા ઈચ્છું છું

અને હું ગીતો ગાતો જંગેલમાં ફરું છું

અને હું તેને ફૂલ અપર્ણ કરું છું

કે જે મારા હ્રદયમાં ખીલેલું છે

આજની રાત રાતરાણીના

બગીચાની જેમ મહેકે છે

હું તેની ચમકતી આખોમાં મૃદુતાપૂર્વક જોઉં છું

મારા હાથોમાં દિવ્ય ગીત કોતરવા ઈચ્છું છું

હાથમાં હાથ પકડીને પડછાયા રહિત

રાત્રિમાં ચાલવા ઈચ્છું છું

આ રાત્રી મીઠી અને સુંદર છે

એ કદાચ નહીં જાણતી હોય કે

હું ક્યાં છું

નથી જાણતો કે તે ક્યાં છે

રાત્રી ઢળતી હતી ત્યારે

હું મારુ પ્રેમ ગીત ગાતો હતો