અમર પે્મ - ૧૨ Kamlesh દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અમર પે્મ - ૧૨

સમય ધીરે ધીરે પસાર થતો જતો હતો,એક પછી એક તહેવારો આવતા હતા.નોરતા પછી દિવાળી,શિવરાત્રી અને હોળી-ધુળેટીનો તહેવાર આવી ઊભો.હોળી-ધુળેટીના તહેવારમાં ગામના નાના-મોટા સૌએ હોળી માતાની રચના કરી હોળી પ્રગટાવી તેની પૂજા કરી . બીજા દિવસે ધુળેટીએ અબીલ-ગુલાલ તથા પિચકારીથી રમીને મનાવ્યો.

તહેવારો પતતા માચઁ મહિનામાં પરિક્ષા આવતી હોવાથી બન્ને તૈયારી કરવામાં લાગી ગયા.આ વર્ષે અજયની તૈયારી સારી હોવાથી સારા માર્કે પહેલા નંબરે પાસ થયો અને સ્વરાનો પાંચમો નંબર આવ્યો.આવતા વર્ષથી અજયની નિશાળ બાજુના ગામમા હોવાથી રોજ બસ દ્વારા આવ-જા કરવાની હતી અને સ્વરાનુ છેલ્લું ધોરણ હોવાથી ગામમા રહીને ભણવાનું હતું .


જોત જોતમાં વેકેશન પતવા આવ્યું,સ્વરા તેના મામાના ઘેર વેકેશન ગાળવા ગઇ હતી.અજય પણ તેના દોસ્તારો સાથે થોડા દિવસ પ્રવાસે જઇ આવ્યો હતો.

ઊઘડતી નિશાળે અજય આઠમા ઘોરણમા અભ્યાસ કરવા બાજુના ગામમા જે લગભગ ૧૫ કી.મી દૂર હતી ત્યાં બસ દ્વારા જવા આવવાની શરુઆત કરી દીધી.સ્વરાનેહવે અજય વગર ગમતું નહતુ પરંતુ એક વર્ષ જુદા રહેવાનું હતું તેથી મન મનાવવા પ્રયત્ન કરતી હતી.અજય નિશાળ છુટયા પછી બસ દ્વારા સાંજના આરતી સમયે। પાછો આવતો ત્યારે સ્વરા મહાદેવના મંદિરે તેની રાહ જોતી બેઠી રહેતી.અજય જ્યારે ગામ પાછો આવતો ત્યારે બન્ને જણા આરતી પતાવી થોડીવાર ઓટલે બેસી આખા દિવસ દરમ્યાન શું શું કર્યું અને શું શું થયું તેની વાતો કરીને છુટા પડી સૌ સૌના ઘરે જતા હતા.

સમય ઝડપથી પસાર થતો હતો.બીજા વર્ષે સ્વરાનુ પણ એડમીશન બાજુના ગામની નિશાળે થયું તેથી બન્ને સાથે બસમાં અવર-જ્વર કરવા માંડ્યા હતા. બે ત્રણ વર્ષ આ પ્રમાણે પસાર થઈ ગયા. અજય ૧૨મા ધોરણમાં આવી ગયો,તે ભણવામા હોશિયાર હોવાથી તેને સાયંસના સબજેકટસ લીધા હતા.અજય હવે યંગ અને હેનંડસમ લાગતો હતો તેનું રુપ તેની મંમી રુપાબા જેવું હતું.એક સમયે કહેહાતુ કે રુપાબા એટલા રુપાળા હતા કે તે પાણી પીવે તો તેમના ગળામાં પાણી ઊતરતું દેખાય.તે કોઇ રાજકુમારીથી કમ નહતા.અજયના શરીરનો બાંધો તેના પાપા સુરસિંહ પર હતો,તેઓ ઊંચા અને સશકત બાંધાના પરષઁનાલીટી ધરાવતા હતા જે અજયને વારસામાં મલ્યો હતો.નિશાળમા પણ તેના જેવો કોઇ રુપાળો અને હેંડસમ છોકરો દેખાતો નહતો.અજય અને સ્વરાની જોડીની બધા છોકરા-છોકરીઓને ઈર્ષા થતી હતી.

ચોમાસાના દિવસો હતા તેથી અવાર-નવાર વરસાદ આવી જતો પરંતુ જોઇએ તેવું ચોમાસું જામયુ નહતુ.એક દિવસ સવારે બન્ને નિશાળ જવા નિકળયા હતા ત્યારે આકાશ ચોખ્ખું હતું અને વરસાદ આવવાની કોઇ શક્યતા લાગતી નહતી તેથી છત્રી કે રેઇનકોટ લીધો નહતો.

સાંજે નિશાળથી છુટી બસમાં ગામ પાછા આવતા હતા ત્યારે વરસાદ પડતો નહતો પણ બસ થોડે સુધી પહોંચી પણ નહતી અને એકદમ કયાંકથી વાદળો ચઢી આવ્યા અને ઘનઘોર અંધારું થઇ ગયું,જોરદાર પવન ફુંકાવા લાગ્યો અને મુશળધાર વરસાદ તુટી પડ્યો.

સ્વરાને ચિંતા થવા લાગી અને અજયને કહ્યું કે આજે આપણે છત્રી કે રેઇનકોટ લીધા વગર નિકળયા છીએ અને વરસાદ તો તુટી પડ્યો છે હવે આપણે મેઈનરોડથી ગામ સુધી કેવી રીતે પહોંચીશુ ?અજયે તેને આષવાશન આપતા કીધુ કે ગામ નજીક આવતા સુધીમાં વરસાદ ધીમો પડી જશે.થોડીવાર ઝાડ નીચે ઊભા રહીશું અને વરસાદ રહી જાય એટલે ચાલતા પહોંચી જઇશુ.તુ ચિંતા ના કરીશ હું તારી સાથે છું તને કંઇ તકલીફ પડવા નહી દઉ.

ગામનું ઊતરવાનું બસ સ્ટોપ એક ફલેગ સ્ટોપ હતું તેથી બીજી કોઇ સગવડતા નહતી ફક્ત બસમાં ચઢવા ઉતરવા માટે જ રિકવેસટ સ્ટોપ બનાવ્યું હતું .બસ સ્ટોપ આવી ગયું અને વરસાદ તો પવન સાથે જોરદાર સાંબેલાઘાર વરસી રહ્યો હતો અને ચારેબાજુ પાણી ભરાવા લાગ્યા હતા.બસમાંથી ઉતરીને તરત બન્ને એક ઘટાદાર ઝાડ નીચે ઊભા રહ્યા .તેમના દફતર જે રેઇન પુ્ફ હતા તેને માથા ઉપર રાખી વરસાદથી બચવા કોશિશ કરી રહ્યા હતા.તેમના ગામ તરફ જતો કાચો-પાકો રસ્તો પાણીથી ભરાઇ જવાથી ચાલતા જવું મુશ્કેલ હતું.ઝાડ નીચે શરુઆતમાં વરસાદથી રક્ષણ મલતું પરંતુ વરસાદનું જોર વધતા હવે તેમાથી પાણી પડવા માંડતા બન્ને પલળી ગયા અને પવન ફુંકાતો હોવાથી ઠંડી પણ લાગવા લાગી રહી હતી.નજીકમા આશરો લઇ શકાય તેવી કોઇ જગ્યા પણ દેખાતી નહતી.ભગવાનને યાદ કરીને કોઇ મદદ મલે તે માટે પ્રાથઁના કરતા ઉભા હતા.સ્વરા વરસાદના પાણીથી પલળવાથી અને પવનના કારણે ઠંડી લાગવાથી ધુ્જતી હતી.......

શું તેઓને કોઇ મદદ મલશે ?શું તેઓ તેમના ગામ પહોંચી શકશે ?હવે પછી શું થશે......

વધુ માટે વાંચતા રહો આગળ પ્રકરણ -૧૩ ......