અમર પે્મ - ૧૩ Kamlesh દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અમર પે્મ - ૧૩

સાંબેલાધાર પવન સાથે વરસતા વરસાદમાં પલળતા બન્ને ઝાડ નીચે ઊભા રહી કોઇ મદદ મલે તે માટે ભગવાનને પા્થઁના કરતા હતા.અત્યારે કોઇ રસ્તો દેખાતો નહતો.ગામ તરફ જવાનો રસ્તો પણ બંધ હતો.વરસાદમા પલળી જવાથી સ્વરાને ધુજારી સાથે ઠંડી લાગતી હતી.હવે બન્નેને ભુખ પણ લાગી રહી હતી,પરંતુ અત્યારે સંજોગોને આધારે તેઓ લાચાર હતા.

અજય રોડ ઉપર નજર માંડીને કોઇ વાહન અથવા માણસ દેખાય તેની પ્રતિક્ષા કરતો જોતો હતો તયાં દુરથી ફાનસનો ઝીણો પ્રકાશ ટમટમતો દેખાયો,તેને લાગ્યું કે કોઇ ધીમું વાહન આવતું હોય તેમ લાગે છે.સ્વરા તો ઠંડી અને ધ્રુજારીના કારણે આંખો બંધ કરી મનોમન કોઇ મદદ મલે તે માટે હાથ જોડી પાર્થના કરતી ઊભી હતી તેથી તેને કંઇ દેખાતું જ નહતુ.અજયે સ્વરાને હષઁ સાથે સામેથી આવતા પ્રકાશ તરફ જોવા કહ્યું ત્યારે જ તેની નજર પડી અને તેના જીવમાં જીવ આવ્યો.ભગવાને આખરે તેની પા્થઁના સાંભળીને કોઇને મદદ માટે મોકલ્યા તેમ માનવા લાગી.

ધીરી ચાલે આવતું વાહન નજીક આવતા લાગ્યું કે કોઇ ગાડું લઇને આવી રહ્યું છે.બન્ને રસ્તા વચ્ચે આવી ગાડા વાળાને મદદ માટે ઊભું રાખવા બે હાથ ઊંચા નીચા કરીને ઈશારો કરવા લાગ્યા.ગાડાવાળાએ દુરથી રસ્તા વચ્ચે કોઇ મદદ માટે હાથ ઊંચા કરી ગાડું ઊભું રાખવા માંગે છે તેમ લાગતા નજીક આવી ગાડું ઊભું રાખી તેમની પુછતાશ ચાલુ કરી.

ગાડાવાળો:અરે તમે બન્ને કોણ છો? આટલા ભારે વરસાદમાં અહીં કેમ ઊભા છો?

અજય:કાકા અમે સામેના રસ્તે જતા રતનપર ગામના છીએ અને અત્યારે બાજુના ગામથી બસમાં અમારા ગામ આવવા નિકળયા હતા પણ અહીં પોંહચતા ધોધમાર વરસાદ પડતો હોવાથી ફસાઇ ગયા છીએ.(ભણવા ગયા હતા તે વાત છૂપાવે થે)અને અમારા ગામ તરફ જતો રસ્તો પણ પાણીમાં ડૂબી ગયો છે તેથી અહીં ઝાડ નીચે ઊભા રહી કોઇ મદદ મળે કે માટે રાહ જોઇ રહ્યા છીએ.મારી બહુ ચિંતા નથી પણ આમને ઠંડી લાગવાથી ધુ્જે છે.જો આજની રાત તમારા ઘરે અમને આશરો આપશો તો તમારો ઉપકાર અમે જીવનભર નહી ભુલીએ.

ગાડાવાળો:કશો વાંધો નહી અત્યારે પાછળ ગાડામા મિણયુ પડ્યું છે તેને ઓઢીને બેસી જાવ જેથી વરસાદમાં તમને થોડી રાહત રહેશે અને આજની રાત મારે ઘરે રોકાણ કરી કાલે સવારે વરસાદ રહી જાય પછી તમને હું મેઇન રોડ સુધી મુકી જઇશ.અહીંથી મારુ ઘર લગભગ ૧૦ કી.મી. છે એટલે પહોંચતા થોડીવાર લાગશે.

અજય: તમારો ખુબ ખુબ આભાર.મોડુ થાય તેનો વાંધો નથી પરંતુ આ બેનને ઠંડી લાગી હોવાથી અને અત્યારે કોઇ મદદ મલે તેમ નથી તેથી તમારે ત્યાં રાત રોકાવામાં અમને કોઇ તકલીફ નથી.

આજે શુક્રવાર હતો અને તેમની નિશાળમાં વેશભૂષાની હરિફાઇ હતી.બન્ને આજે વર-વધુનો વેશ ભજવવાનો હોવાથી ઘરેથી તો યુનિફોમઁમા જ નિકળયા હતા.અડધા દિવસની નિશાળ ચાલવાની હતી અને પછી વેશભૂષા હરિફાઇ રાખી હતી.બપોર પછી તેઓએ તેમની સાથે લાવેલ ડ્રેસ બદલી ભાગ લેવાનો પો્ગામ બનાવ્યો હતો.અજય વરરાજાના પાત્ર માટે શેરવાણી,ચોયણી માથે સાફો બાંધી પગમાં મોજડી પહેરી તૈયાર થયો હતો.સ્વરાએ લાલ કલરની સાડી બલાઊઝ,ભરત ભરેલો ચણીયો પહેરી માથે પાનેતર ઓઢી ગળામા હીરાનો હાર,નાકમાં નથણી,કાનમાં હીરાના કાપ,હાથમાં પહોંચો પહેરી વધૂના પાત્ર માટે તૈયાર થઇ હતી.બન્નેની જોડી ખૂબજ સુંદર લાગતી હતી.હરિફાઇ પતી ગયા પછી પરિણામ જાહેર કરી આ પ્રસંગે ખાસ પધારેલ શિક્ષણ અધિકારીના પ્રવચન બાદ ઈનામ વિતરણનો પો્ગામ હતો.હરિફાઇનો પ્રસંગ વ્યવસ્થિત પતી ગયો, અને એકાએક લાઇટ ચાલી ગઇ.આચાયઁે થોડીવાર રાહ જોવા કહ્યું પરંતુ ખાસો સમય થવા છતા લાઇટ આવી નહી અને તેમને સાંજની બસમાં ગામ પરત થવાનું હતું તેથી તેઓએ આચાર્યની વહેલા જવા રજા માંગી અને બસનો સમય થયો હોવાથી કપડા ચેઇનજ કરવાનો સમય રહ્યો નહી તેથી તેજ ડ્રેસમાં ગામ પરત જવા નિકળી ગયા હતા.આ ડ્રેસમાં તેમને જોતા ગાડાવાળો તેમને પતિ-પત્ની માને છે.

બન્ને મિણયુ ઓઢી ગાડામા બેસી જાય છે.મિણયુ ઓઢવાથી વરસાદથી રક્ષણ મલે છે.સ્વરાને ઊંઘ આવી જાય છે.ધીરે ધીરે ચાલતા રોડ ઉપરથી આગળ જતા એક ગાડામાગઁ તરફ ગાડું આગળ વધે છે.કલાકમા એક સરસ પાકા બાંધેલ મકાન પાસે આવી પહોંચે છે...............

વધુ વાંચો આગળ પ્રકરણ -૧૪