લવ બ્લડ - પ્રકરણ-53 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લવ બ્લડ - પ્રકરણ-53

લવ બ્લડ
પ્રકરણ-53
ડમરૂનાથ સાથે વાત કરીને સુરજીત શરૂઆતમાં થોડો ગભરાયો ડગી ગયો પરંતુ ડમરૂનાથ જેમ જેમ આગળ બોલતો ગયો એમ એમ જાણે સુરજીતને મજા આવી ગઇ હોય એમ ખુશ થઇ ગયો અને પછી ખૂબ આત્મવિશ્વાસથી કહી દીધું ભલે અમે તારી સાથે મીટીંગ કરવા રાજી છીએ પણ અમે તારી કોઇજ પકડમાં નથી.. થાય એ કરી લેજે અને હાં એકવાત સમજી લેજે કે અમારામાંથી કોઇનોય એક વાળ વાંકો થયો છે ને તો તારાં એકેય વાળ ક્યાંય નહીં રહે અને તારાં ચમચાને કહી દે હું કહું એમ અમારી વ્યવસ્થા કરે. પછી એણે ડમરૂનાથ સાથે શું વાત કરી એ કોઇએ ના સાંભળી ના કોઇએ ધ્યાન આપ્યું હશે પણ ડમરૂનાથ થથરી જરૂર ગયો.
**************
રીતીકાને લઇને સુરજીત ગાર્ડનમાં આવ્યો અને રીતીકા બધાં પ્રશ્ન કરી રહી હતી કે તું શરૂઆતમાં ચિંતામાં હતો પછી શું થયુ કે તું એકદમ સ્વસ્થ અને કોઇ નવીજ હિંમતમાં આવી ગયો હતો શું એવો તે બાવાને ધમકાવ્યો ?
સુરજીત કહે તું ચિંતા ના કરીશ બધુ જાણવાની જરૂર નથી પણ એટલું ચોક્કસ કહું બાવાએ આપણી પાછળ પ્લાન ખૂબ સમજી વિચારીને બનાવ્યો છે એક જાણે ચક્રવ્યૂહ બનાવ્યો છે પણ મારી સામે બાવો બચ્ચુ બની ગયો.
રીતીકા એક વાત ચોક્કસ કહું કે આપણે સાવધ ખૂબજ રહેવાનું છે બાવાએ મને એમ કહીને દબાવવા ગયો કે મારી પાસે બધીજ માહીતી છે કે તારે અને રીતીકાને ચક્કર છે અને તમારી એ બધીજ લીલાઓ મેં રેકર્ડ કરી છે એટલે તું આધો પાછો જઇશ તો એ રેકર્ડ કરેલો વીડીયો તારાં ફેમીલી અને ટી મરચન્ટ એસોસીશનાં બોર્ડ પર મુકાવીશ તારી ઇજ્જતનાં લીરે લીરાં ઉડાવી દઇશ. બીજી ધમકી તો હજી બાકી છે એ પછી જણાવીશ.
આની આવી ધમકીથી હું પહેલાં ચિંતામાં પડી ગયો પણ બાવો જેમ બોલતો ગયો એમ એમ એનીજ પોલ ખોલતો ગયો એટલે હું નિશ્ચિંત થઇ ગયો પછી હુંજ બાવાને ધમકાવવા માંડ્યો એ મ્યાંઉ મ્યાંઉ કરવા લાગ્યો. રીતીકા એની પાસે ગમે તેટલાં માણસો, હથિયાર, સાધનો હોય પણ એનાં જેવાં ગાંડફ્ટ્ટુ પણ કોઇ નથી બાવો પિશાચ જેવો દેખાય છે પણ સાવ ડરપોક છે એ સાંજે આવવા દે પછી તું મારો ખેલ.. બાકીની વાત આપણે જંગલ સફારી વખતે કરીશું હવે પહેલાં પેટપૂજા કરી લઇએ.
હજી સુરજીત બોલે છે કે ચાલ પેટપૂજા કરી લઇએ ત્યાંજ પ્રવાર બોલાવવા આવ્યો સર ચાલો તમારાં ચા નાસ્તો, દૂધ, ડ્રીંક, ફુટ, ડ્રાયફુટ તમને જે જોઇને બધાની વ્યવસ્થા થઇ ગઇ છે.
રીતીકા અને સુરજીત બંન્ને નાસ્તો કરવા લાગ્યાં અને વાત કરતાં કરતાં મ્યુઝીક પણ એન્જોય કરી રહેલાં સુરજીતે કહ્યુ પહેલાં બાવાએ આપણે જવાનાં હતાં એમ સમજી ઘરે લઇ જવા ઘણી બધી ગીફ્ટ તૈયાર રાખી છે જોઇએ સાંજે આવીને એ શું ખેલ કરે છે એ પ્રમાણે આપણે પણ ખેલ પાડીશું.
એ લોકો નાસ્તો કરતાં વાતો કરી રહેલાં ત્યાંજ સૌમિત્રય ઘોષ અને સૌરભ મુખર્જી દૂરથી વાતો કરતાં કરતાં આવી રહેલાં પ્રવાર એ લોકો બોલાવી લાવ્યો હોય એવું લાગ્યું એ લોકો ડાઇનીંગ હોલમાં આવ્યા અને સૌમિત્રયે ગુડમોર્નીંગ કીધુ... સૌરભ મુખર્જીએ ચહેરો સૂજી ગયેલો એણેય ગુડમોર્નીંગ કર્યું પણ એનો અવાજજ ના નીક્ળ્યો.
સૌમીત્રયે કહ્યું "સારૂં થયુ તમે નીચે આવી ગયાં શરૂઆતમાં આ પ્રવાર.. અને અત્યારે એનુ વર્તન ખૂબજ ફરક છે સુરજીત બાબુ તમે શું જાદુ કર્યો ? તમે જંગલ સફારીમાં જવાનાં ?
સૌરભે કહ્યું "મારાં શરીરમાં તો તાકાતજ નથી ક્યાંય જવાની હું તો આરામ કરીશ. સૌમીત્ર્ય ઘોષે કહ્યું આરામ કરતાં પીતા નહીં. મુઝે ટેન્શનમેં ડાલ દીયા થા વો દોનો લડકીને પુરા સૌરભકો ચૂસ લીયા અને જોરથી હસી પડ્યો પણ સુરજીત અને રીતીકા બીલકુલ હસ્યાં નહીં એટલે છોભીલો પડી ગયો ચૂપ થઇ ગયો. સુરજીત સૌમીત્રય સામે જોઇને કહ્યું "ઘોષબાબુ હમ લોગ જંગલ સફારી જા રહે હૈ આપકો સૌરભ કે સાથે રહેના હોગા ઉનકા ધ્યાન રખના. પછી પ્રવારને આધો પાછો થયેલો જોયો એટલે બોલ્યો. શામકો ગ્રાન્ડ ડીનર હૈ આપકો કુછ બોલના નહીં હૈ ઉનકી કોઇ ચાંપલૂસી ભી નહીં કરની હૈ વો પિશાચ હૈ સાધુ નહીં હૈ આપકો એક ઊંગલી દીખાકર બંધ કર દેગા સંભાલના. ચૂપ રહેનાં.
જો કુછ બોલના હૈ કરના હૈ મૈં કહુગા જૈસા મૈ કહું ઐસા હી આપ દોનો કો કરના હૈ યે મંજૂર હૈ તો બોલો બાકી આપ જાનો આપ કા કામ.. બાદમેં હમ આપકે સાથ નહીં રહેંગે.
સૌમીત્રયે કહ્યું "નહીં નહીં સુરજીત સાબ હમ આપકે સાથ હૈ યહાઁ આને કે બાદ મે સબ સમજ ગયા હૂં મૈ તો ફંસ ગયા થા અબ જો આપ કહોગે વૈસા હી હોગા હમ લોગ યહીં પર આપકા ઇન્તજાર કરેંગે આપ ઔર મેડમ જાકે આઓ.
સુરજીતે કહ્યું "સૌમિત્રય બાબુ આપકો ખાસ ખયાલ રખના હૈ એમ કહીને ઉભો થઇને સૌમિત્રયને વળગીને કાનમાં કંઇક કહ્યું અને પોતાની હાથ ચાલાકી કરીને ઘોષનાં ગળામાં રહેલું ચેઇનમાં કંઇક ચોંટાડી દીધુ અને એ માઇક્રો વીજાણુ યંત્ર લાગી ગયુ એટલે ઘોષને છૂટો કરી કહ્યુ "આપ સમજ ગયે હૈ નાં ?
ઘોષનો સુરજીત વળગીને કહી રહેલો તો ગળગળો થઇ ગયો એને થયું રોય સાબ કેટલી લાગણીથી વર્તે છે પણ એને ખબર નહોતી એનાં ગળાની ચેઇનમાં માઇક્રો ટ્રાન્સમીટર લાગી ગયું હતું.
રીતીકાને કંઇ ખબર નહોતી એ પણ રોય આમ લાગણીથી ભેટીને સમજાવી રહેલો તેથી આશ્ચર્ય પામી હતી.
સુરજીતે માઇક્રો ટ્રાન્સમીટર લગાવ્યા પછી ઉભો થઇ ગયો ને રીતીકાને ઇશારો કર્યો ઉઠવા માટે. રીતીકા અને સુરજીતે કહ્યું "તમે શાંતિથી ચા નાસ્તો કરો અમે ફરીને આવીએ છીએ. સાંજે ડીનરમાં મળીએ. રીતીકાએ પ્રવારનો બોલાવીને કહ્યુ એમનો સામાન એમનાં રૂમમાં પાછો મૂકાવી આવે. પ્રવારે સામાન પાછો રૂમમાં મૂકવા માટે સેવકોને આદેશ કર્યો ત્યારે રીતીકાએ સૌરભને કહ્યું "સૌરભ તુમ સાથમેં જાઓ, સામાન ઠીક સે રખવાકે વાપસ આઓ હમ બાદમેં નીકલતે હૈ.
સૌરભ યસ મેમ કહીને સ્ફુર્તીથી ઉભો થઇ ગયો અને સેવકો સાથે ઉપર રૂમમાં બંન્નેનો સામાન મૂકી આવીને આવ્યો.
પ્રવારે કહ્યું "મેડમ ઔર કુછ સેવા ? રીતીકાએ કહ્યું પીનેકા પાનીકા બોટલ ઔર 4 કપ કોફી એન્ડ બીસ્કીટલ સાથમેં દેદો મુઝે. ઔર કુછ ફુટ ભી રખ દેનાં. સુરજીતે પ્રવારને કહ્યું બાબા કરીબ કરીબ કીતને બજે આયેગા ? પાર્ટીમેં ઔર કૌન કૌન શામિલ હોગે ?
પ્રવારે કહ્યું "સર કરીબ સાત બજે તક આ જાયેંગે ઔર સાથમેં કુછ ગેસ્ટ હૈ આપકો મજા આયેગા. વહાઁ તક આપ વાપીસ ભી આ પાયેંગે.
સુરજીતે કહ્યું ઠીક હૈ. એમ કહીને સુરજીતે જીપ ચેક કરવા માંડી ત્યાં સુધીમાં સેવક રીતીકાએ માંગેલુ એ બધુજ મોટી બેગમાં લાવ્યો અને જીપમાં મૂકી દીધુ.
સુરજીતે કહ્યું "સફારીમેં જીપ પૂરી બંધ ક્યૂ દી હૈ ખૂલ્લી હોની ચાહીએ તો મજા આતા હૈ...
પ્રવારે કહ્યું "સર મૈ આપકો બતાતા હું એણે જીપમાં અંદરથી બે પુશ સ્વીચ બતાવીને કહ્યું સર યે દોનો દબાને સે જીપ પુરી ખુલ જાયેગી અને વાપીસ દબાને સે વાપિસ બંધ હો જાયેગી.. સર ગરમીમેં AC કે લીએ બંધ કી વ્યવસ્થા હૈ બહોત બઢીયા લેટેસ્ટ જીપ હૈ સર આપકો મજા આ જાયેગા. બાબા યહી જીપ લેકે જાતે હૈ.
સુરજીતે કહ્યું "વાહ ચલો મજા આયેગા એમ કહીને જીપમાં બેઠો અને બાજુમાં રીતીકા ગોઠવાઇ ગઇ અને સુરજીતને સેલ માર્યો જીપ સ્ટાર્ટ કરીને ચલાવી દીધી બાબાનાં આશ્રમનાં કમ્પાઉન્ડમાંથી બહાર નીકળીને તરત જ રીતીકા સુરજીતને બરાબર સટીને વળગીને બેસી ગઇ.. સુરજીતે મીરરમાં જોયું તો એને લાગ્યું કે કોઇ એને ફોલો કરી રહ્યું છે એણે થોડો આગળ જઇને.....
વધુ આવતા અંકે - પ્રકરણ-54