Love Blood - 3 books and stories free download online pdf in Gujarati

લવ બ્લડ - 3

લવ બ્લડ
પ્રકરણ-3
દેબાન્શુ ઘરે આવી ગયો હતો. એણે રીક્ષામાંથી ઉતરતાં જ જોયુ કે રીપ્તા કોઇની પાછળ બેસી બાઇક પર જઇ રહી હતી. એને પ્રશ્ન થયો કે આ અહીં ભક્તિનગરમાં ક્યાં આવી હશે ? હમણાં તો પેલા લોકો સાથે હતી હમણાં આ કોની સાથે જઇ રહી છે ? પછી વિચાર્યું મારે શું ? હું શા માટે એનાં અંગે વિચારુ છું ?
એણે ઘરનાં કમ્પાઉન્ડનો ગેટ ખોલ્યો અને ઘરમાં આવ્યો એણે જોયું ઘરનાં વરન્ડામાં પાપા મંમી બેઠાં છે... માં કંઇક ગણ ગણે છે બંન્ને જણાં એમનામાં ઓતપ્રોત હતાં. સૂરજીતરોયને એમનાં માલિક પોતાનાં એમ્પલોઇ નહી પણ મિત્ર માનતાં. તેઓ ટી ગાર્ડનની ઓફીસથી ક્યારનાં આવી ગયાં હતાં. દેબાન્શુની માં સુવિત્રારોય એક ગાયિકા હતાં પણ પછી પ્રોફેશનલ ગાવાનું બંધ કરી દીધું હતું દેબાન્શુ પર જ ધ્યાન આપ્યુ હતું. ખૂબ સંસ્કારી કુટુંબ, ખૂબ શાંત પ્રકૃતિનાં માણસો હતાં.
સૂરજીતરોયનું કોટેજ એકદમ ટ્રેડીશનલ હતું. સંપૂર્ણ ઘર ફક્ત ગ્રાઉન્ડ ફલોર પર જ હતું. સ્લેન્ટીંગ નળીયા અને લાકડાનું સ્ટ્રક્ચરવાળું બાંધકામ આગળ તરફ સુંદર કળાત્મક નકશી કરેલો લાકડામાંથી બનેલો વરંડો.. ત્રણ બેડરૂમ જેમાંથી ગાર્ડન તરફ વરન્ડા નીકળે.. સુંદર ડ્રોઇંગ રૂમ અને વિશાળ કીચન સાથે બેકયાર્ડમાં કીચન અને ફળાઉ ગાર્ડન... પાછળ દૂર દેખાતાં ઢોળાવો વાળા પહાડો જેમાં બધાં ટી ગાર્ડનસ જોઇ શકાતાં હતાં.
દેબાન્શુ ગેટ બંધ કરી વરન્ડા તરફ આવ્યો અને એણે ઇશારાથી માં ને ગાવાનું ચાલુ રાખવા જણાવ્યું અને એણે પોતાની બેગ બાજુમાં મૂકીને ત્યાં નેતરનાં સોફા પર એનાં પાપાની બાજુમાં બેસી ગયો માં સુંદર બંગાળી ભજન ગાઇ રહી હતી એ સાંભળી રહ્યો. પાપાએ દેબાન્સુનાં માથે હાથ ફેરવી વ્હાલ કરી લીધું. દેબાન્શુ ખુશ થતો બુટ કાઢીને બાજુમાં મુક્યા પછી સ્વસ્થ થઇને માંનાં કંઠે ગવાતું ભજન સાંભળી રહ્યો.
માં એ ગાઇ લીધું એટલે હાથ પહોળાં કરીને દેબાન્શુએ પોતાની પાસે બોલાવી વળગીને વ્હાલ કરી લીધું. "દીકરાતું જઇ આવ્યો ? ફી ભરાઇ ગઇ ? કેવી છે કોલેજ ? કોઇ મિત્રો મળ્યાં ? પાપાએ કહ્યું "અરે તમે એને શ્વાસ તો ખાવા દો.. અને હસવા લાગ્યાં પછી કહ્યું એક સાથે કેટલાં પ્રશ્નો પૂછી લીધાં ?
દેબાન્શુએ માં નો પક્ષ લેતાં કહ્યું " માં ને ચિંતા હોયને એણે જ મને બધુ સમજાવીને મોકલ્યો હતો પાપા. માં પાપા બહુજ સરસ પતી ગયું છે ફી ભરાઇ ગઇ છે અને આ ફાઇલમાં બધી જ રીસીપ્ટ અને મારાં સર્ટી છે એમ કહી ફાઇલ બતાવી.
પાપાએ કહ્યું "મારો દેબુ હવે મોટો થઇ ગયો છે કોલેજમાં આવી ગયો છે.. મેં વિશ્વજીતને કહ્યુ છે એમની રોયલ ઇન્ફીફન્ડ (બુલેટની) ડીસ્ટ્રીબ્યુટર શીપ છે મેં તારાં માટે નોંધાવી દીધી છે... એમણે કહ્યું છે દેબુને જ મારી પાસે મોકલ્યો હું જ એને બાઇક આપીશ..
દેબુ તો ખૂબ ખુશ થઇ ગયો. અરે વાહ પાપા સાચે ? વાઉ... આઇ એમ સો હેપ્પી.. આઇ લવ યુ પાપા કહીને એ પાપાને ફરીથી વળગ્યો.
માં એ કહ્યું "પણ સાચવીને ચલાવજે. સ્પીડમાં બીલકુલ નથી ચલાવવાનું સમજ્યોને અને આઉટ સ્કર્ટમાં જાય ત્યારે તો ખાસ સાચવજો ઢોળાવવાળા સ્લીપરી રસ્તા પ્લીઝ….
દેબુ કહે "માં હજી આવવા તો દે... નહી ફાસ્ટ ચલાવુ ચિંતા ના કર... માં પાપા આનંદથી દેવુ તરફ જોઇ રહ્યાં...
**********************
"હાંશ નુપુર તું આવી ગઇ. ક્યારની ચિંતા કરતી હતી હું તું ટી ગાર્ડન તરફ જાય છે અને મારાં શ્વાસ અધ્ધર થઇ જાય છે ત્યાંનાં માણસો જંગલી જેવા છે અને છોકરીઓ સ્ત્રીઓની તો કોઇ કિંમત જ નથી એક વાપરવાની વસ્તુ હોય એવી રીતે જુઓ જાણે આપણે એમનાં મનોરંજન અને વૈતરા કરવા જ સર્જાયા હોઇએ. કોઇ માન-સ્વમાન નહીં બસ કહે એમ કર્યા કરો... આ બધામાં તારાં બાપૂ થોડાંક અલગ છે એ કોઇ ત્રાસ નથી વર્તાવતા પણ જો હુકમી તો એમની પણ ઘણી છે.
નુપુરે કહ્યું "માં ફરીથી ચાલ્યુ કર્યુ તે ? કેમ શું થયું ? અરે કંઇ નહીં દીકરા. મારે જવાનું થોડું મોડું થાય એમ છે વળી તારાં ફી વગેરેનાં પૈસા તને આપીને જઊં તું આજે જ ફી ભરી આવ એટલે ચિંતા મટે. હું પછી કામ પર જઊ. આવીને ઘરે જ રહેજો એ બાજુ જંગલ તરફ ના આવીશ. નુપુરે સમજી જતાં ક્હ્યુ "નહીં આવું માં ઘરે જ રહીશ પણ તું સમયસર આવી જ્જો... પણ હું કોલેજ ફી ભરીને આવીને હું જ રસોઇ બનાવીશ... આજે મારા હાથની રસોઇ બાપુ પણ જમશે. સારુ લે આ પૈસા અને સાચવીને પર્સમાં મૂકી દે તું બેટા સાચવીને જજે અને સાચવીને આવજે.. તું પણ જુવાન થઇ ગઇ છે એટલે ચિંતા જ વધારે રહે છે. તારી કાકી જુમના કાલે કહેતી હતી કે નુપુરને લાયક છોકરો જોયો છે ટી ગાર્ડન સુપરવાઇઝરનો છોકરો છે ઘોષ સાહેબ પણ જાણે છે.. ભલે બીજા પહાડ પરનો છે પણ દેખાવડો હુંશિયાર છે કમાતો પણ થઇ ગયો છે.
પણ માં... નુપુર બોલી... અરે તું ચિંતાના કર મેં મોં પર સ્પષ્ટ કરી દીધું કે મારી નપુરને હમણાં પરણાવવાની નથી મારે એને ખૂબ ભણાવવી છે બેરીસ્ટર બનાવવી છે... અને બબડતી જતી રહી.. ઠીક છે દીકરાં જા તું નીકળ હું પણ એસ્ટેટ પર જઊ એમ કહી નુપુરને પૈસા આપી નીકળવાની તૈયારી કરી. નુપુરે પૈસા પર્સમાં મૂકી. ખભે ખેસ નાંખીને તૈયાર થઇ એની સાયકલ લઇને નીકળી.. પાછળ માં ટી એસ્ટેટ જવા માટે નીકળી...
**************
દેબુ પાસે નવી બાઇક આવી ગઇ હતી. એ આજે ખૂબ ખુશ હતો. એણે પાપાને થેંકસ કહ્યું "પાપાએ કહ્યું "દીકરા વિશ્વજીત સરે બાઇકનાં પૈસા લેવાની જ ના પાડી છે મને ખૂબ ઓબ્લાઇઝ કર્યો છે.. ઠીક છે કોઇવાર હું એમનું કામ પાર પાડીને બદલો વાળી દઇશ. થેંક્સ તો તારે એમને કહેવાનું છે.
પાપા એમને તો મેં કીધુ જ "મને કહે તુમ બહોત અચ્છા ડ્રાઇવ કરના... તુમ બડા રાઇડર બનના ઔર મન મરજી કરતા જાઓ મજા કરો... ઇસકે પેપર્સ વિગેરે તેરે પાપા કો દે દૂંગા.. કહીને.. હું ઘરે આવવા નીકળ્યો. એમણે ટેંક પણ ફૂલ કરાવેલી છે. પાપા તમારી બાઇક ક્યારેક ક્યારેક હું ચલાવતો એનો લાભ અત્યારે મળ્યો મને આ બાઇક પ્રમાણે પ્રેક્ટીસ થઇ જશે કાંઇ વાંધો નથી પછી.
પાપા હું મારી કોલેજ તરફ આંટો મારીને આવું મારાં ખાસ મિત્રોને હું બાઇકની ખુશખબર આપુ જઊં પાપા ? પાપાએ કહ્યું પહેલાં મંદિર જ્જો અને લે આ પૈસા રાખ દોસ્તોને આઇસ્ક્રીમ ખબરાવજે. જા લહેર કર. દેબુ ખુશ થતો બાઇક લઇને ઘરેથી નીકળ્યો.
************
દેબુની બાઇક પાણીનાં રેલાની જેમ સરકી રહી હતી એ ભક્તિનગરથી નીકળીને સીધો જ પહેલાં બજાર તરફ વળ્યો એને થયું થોડો લોંગ રાઉન્ડ મારું પછી ફ્રેન્ડ પાસે જઇશ એમ વિચારીને એણે બજાર તરફ બાઇક લીધી એ મસ્તીથી ચલાવી રહેલો અને રાઇડનો આનંદ માણી રહેલો.
થોડેક આગળ જઇને એણે વાલ્મીકી વિધાર્થી ગ્રાઉન્ડમાં ચાર રસ્તા પાસે ક્રાઉડ જોયું એને કૂતૂહૂલ થયું એ જોવાં માટે બાઇક ધીમી કરી તો એણે જોયું તો આ તો પેલી છોકરી ટ્રેઇનમાંથી જોઇ હતી એને વાગ્યું લાગે છે એકસીડન્ટ થયો છે એણે આગળ જઇ બાઇક પાર્ક કરીને એની પાસે દોડ્યો ત્યાં ટોળુ હતું. એણે જોયું આ તો એજ છોકરી છે પહેલી નજરે જ મને ઘાયલ કરેલો.
નુપુરની સાયકલ કોઇ ટેમ્પો સાથે ટકરાઇ હતી સાયકલનું વ્હીલ બેન્ડ થઇ ગયું હતું એને થોડું પગે છોલાયુ હતું.. દેબાન્શુ બધાને આઘાં કાઢતાં નુપુરને હાથથી ટેકો આપી ઉભી કરી. નુપુર કણસ્તી ઓહ કરી ઉભી થઇ એણએ દેબુનાં ખભાનો સહારો લીધો.. એણે દેબુની સામે જોયું નજર થી નજર મળી.. એને પણ ઝબકારો થયો આ ટ્રેઇનવાળો છોકરો જે મને ક્યાંય સુધી જોઇ રહેલો. એને થોડું હસવું આવી ગયું આટલી પીડામાં.. એણે કહ્યું થેક્યુ. પણ હવે ઠીક છે મને.. આટલાં બધાં માં કોઇ છે મને ઉભીના કરી બધાં તમાશો જોયાં કરતાં હતાં ટેમ્પાવાળાને લઢી રહેલાં...
દેબુએ કહ્યું "મારાં આવવાની રાહ જોવાતી હતી એમ કહી હસી પડ્યો એણે કહ્યું "તું મારી બાઇક પર બેસ તારી સાયકલનું વ્હીલ બેન્ડ થયુ છે પહેલા સીધું કરાવવુ પડશે સાયકલ આગળ ચાર રસ્તા પાસે રીપેરીંગમાં આપી દઇએ.. નુપુરે કહ્યું પણ મારે ઘરે જવાનું... દેબુ કહે હું મૂકી જઇશ કાલ સુધીમાં સાયકલ તૈયાર થઇ જશે. નુપુર વિચારમાં પડી ગઇ..
વધુ આવતા અંકે -- પ્રકરણ-4


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED