લવ બ્લડ - પ્રકરણ-54 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લવ બ્લડ - પ્રકરણ-54

લવ બ્લડ
પ્રકરણ-54
સુજોયે જીપ મારી મૂકી પહાડી શરૂ થાય તે ત્રિભેટે SIT ની ટીમ મળવાની હતી બધાં પૂરાં માનસિક અને હથિયારથી સજ્જ હતાં. આજે દેબાન્શુ કંઇ કરી નાંખવાનાં મૂડમાં જાણે હતો. એ સુજોયની બાજુમાં બેઠો હતો. એણે વાત ચાલુ કરી... પાછળ રીપ્તા અને નુપુર દેબાન્શુ બોલે છે એ સાંભળવા તત્પર હતાં.
દેબુએ કહ્યું "અંકલ આજે કોઇ પણ રીતે પાપાનો પત્તો મેળવવો છે કંઇ પણ કરવુ પડે માં ખૂબ ચિંતા કરે છે મને ખબર નહીં કેમ ઊંડે ઊંડે માં માટે ચિંતા થઇ રહી છે એ ઘરે એકલી છે અને અમારુ ઘર એવુ છેક પાછળ પહાડી અને દૂર દૂર બધાં ઘર છે માંને ફોન કરું કે શું કરે છે ? ચિંતા વિના સૂઇ જાય અને અમે નીકળી ગયાં છીએ અને એણે સુજોય કંઇ જવાબ આપે એ પહેલાંજ ફોન કર્યો. સામે થી તરત જ ફોન ઊંચક્યો માં બોલ "દિકરા મને ખૂબ ડર લાગે છે ચિંતા થાય છે તમે લોકો નીકળી ગયા ? પાપાનો પત્તો મેળવીને તરતજ મને ફોન કરજે હું સતત ઇશ્વરનું સ્મરણ કરી રહી છું પણ મને ઊંડે ઉંડે જીવ ચીરાય છે કંઇ ગમી નથી રહ્યું.
દેબુએ કહ્યું "માં તમે ચિંતા ના કરો જે થશે એ પાપાનો પત્તો મેળવીને તરત જ જાણ કરીશ તમે સ્મરણ કરતાં સૂઇ જાવ. સુજોય અંકલ-રીપ્તા અને નુપુર બધાં મારી સાથે છે અને આગળ SIT નાં જવાન પણ અમારી સાથે મદદમાં છે એટલે નિશ્ચિત રહેજો મને તમારી જ ચિંતા થાય છે માં પ્લીઝ સૂઇ જાઓ. સુચિત્રા માંએ કહ્યું આવામાં ક્યાં નીંદર આવવાની મને તારાં પાપા સિવાય કોઇ બીજા વિચાર નથી આવતાં એમની ટુરમાં જાય કે કોલકત્તા ક્યાંય આટલો ડર નથી લાગ્યો સાચું કહું દેબુ મને વિચિત્ર એહસાસ થઇ રહ્યાં છે નથી સમજાતું કાંઇ મારી આંખો રડી રડીને કોરી થઇ ગઇ છે હવે આંસુ પણ સાથ નથી આપતાં. તું સાધન (રીવોલ્વર) લઇને ગયો છે ને ભલે હું એકલી છું પણ મારી પાસે પણ... છોડ ચિંતા ના કરતો મને ફોન કરજે બસ કાગડોળે રાહ જોવા સિવાય મારી પાસે વિકલ્પ નથી અત્યારે રાત્રીનાં 10 વાગવા આવ્યા છે પણ જાણે અડધી રાત થવા આવી હોય એવો અંધકાર અને સૂનકાર છે તમે આવો પાછા એનાં માટે માનતા માની બેઠી છું માં કાળી મારુ તારા પાપા અને તમારાં બધાનું રક્ષણ કરશે. દેબુ થોડીવાર ફોનમાં ચૂપ થઇ ગયો બંન્ને બાજુ થોડી ચૂપકીદી છવાઇ ગઇ દેબુ ઇમોશનલ થયો એની આંખો ભરાઇ આવી હતી નુપુર રીપ્તાને ખ્યાલ આવી ગયો નુપુરનો હાથ દેબુનાં ખભા પર આવ્યો અને એ હાથથી આશ્વાસન આપી રહી. રીપ્તાને મન થયુ પણ એ કાબૂ કરી બેસી રહી...
દેબુએ કહ્યું "માં હું ફોન મૂકું બસ ચિંતા ના કરશો લવ યુ માં જલ્દી પાછા આવીશુ પાપાને લઇને એમ કહી ફોન કાપ્યો.
સુજોયને ખ્યાલ આવી ગયો વાતાવરણ સંવેદનશીલ છે એ સમજી ગયો બોલ્યો" દેબુ ચિંતા ના કરીશ બધુ ફતેહ થશે. હવે થોડીવારમાં પહાડી વાળું સર્કલ ત્રિભેટો આવી જશે.
રીપ્તાની આંખો ભીંજાઇ અને દાંત જડબા સખત થઇ ગયાં બોલી" આ ક્યા રાસ્કલોએ આવુ ષડયંત્ર કર્યુ છે અંકલ જલ્દી ચલાવો આપણે જલ્દી પહોચવુ છે.
સુજોયે કહ્યું "કેમ તમે લોકો આમ લાગણીવશ થઇને ઉત્તેજીત થાવ છો ? આમાં હારી જવાય બસ નિશ્ચય કરો કે જે હશે એ સામનો કરીને આપણુ કામ કરીને આવી જઇશુ હજી આમ વાતો કરે છે ત્યાં પહાડી વાળો ત્રિભેટો આવી ગયો. અને સુજોયે જીપ સાઇડમાં કરીને ઉભી કરી અને રાહ જોવા લાગ્યો ત્યાંજ પાછળથી ડીપર લાઇટ પડી અને સમજી ગયો SIT જવાનોની બે જીપ આવી ગઇ. સુજોયે જીપનો દરવાજો ખોલીને બહાર નીકળી અને SITનાં ચીફ સિધ્ધાર્થ કપુર સાથે વાત કરી અને નક્કી કરેલા પ્લાન પ્રમાણે પહેલી આગળ સિધ્ધાર્થની જીપ પછી સુજોયની જીપ અને પાછળ બીજી SITની જવાનોની જીપ એમ ફોલો કરીને ચલાવવા માટે સમજાવ્યું અને બધાનાં ફોન અને વોકીટોકી ચાલુ રાખવા જણાવ્યું જ્યારે ટાવરથી ફોન ડીસકનેક્ટ થાય ત્યારે વોકીટોકી સેટેલાઇટ ફોનથી વાત કરવા કીધું.
સુજોય અને બીજી બંન્ને જીપ વોકીટોકી-સેટેલાઇટ ફોનથી સજ્જ હતી તૈયારી બધી સંપૂર્ણ અને અપટુડેટ હતી સિધ્ધાર્થ વાત કરીને આગળ કરી જીપ પાછળ સુજોયની અનેએની પાછળ SITની બીજી જીપ આગળ જંગલ તરફ નીકળી ગઇ ચઢાવ ઉતારનાં રસ્તાઓ આવી રહેલાં ચારેબાજુ જંગલ છવાયેલુ હતુ સૂનકારમાં માત્ર જીવાત અને નિશાચર પંખી પ્રાણીનાં અવાજો હતાં બધાં સૂનકારમાં ચૂપ થઇને બેઠાં હતાં. બધી વ્યક્તિઓ આમ ઉત્તેજીત હતી અને જંગલ વિસ્તાર આવ્યો પછી જાણો વધારે જ ઉત્તેજીત થઇ ગઇ હતી હવે અંદરનાં કાચા રસ્તા પર જીપ દોડી રહી હતી ટાર્ગેટ હતો કે પરોઢ થતાં ટાર્ગેટ કરેલી જગ્યાએ પહોચી જવાનુ હતુ સુજોય અને સિધ્ધાર્થ પાસે નકશા હતાં અને ડમરૂનાથનાં આશ્રમ ઉપર લાલ ચોક્ડી કરેલી હતી રસ્તો ક્યાય એટલો સમય કાઢવાનો હતો.
***************
આ બાજુ સુરજીત રોય અને રીતીકા જંગલ તરફ જવા નીકળી ગયાં હતાં સુરજીતને લાગ્યુ કે એમની પાછળ કોઇ ફોલો કરી રહ્યુ છે એણે થોડે આગળ જઇને જીપને ઝડપથી દોડાવીને ઝાડી પાછળ દબાવીને રાહ જોવા લાગ્યો. રીતીકાએ પૂછ્યુ શું થયુ ? સુરજીતે હોઠ પર આંગળી રાખી ચૂપ રહેવા જણાવ્યું અને લગભગ 10 મીનીટ જેવી નીકળી ગઇ અને ત્રણ બાઇક પર છ જણાં ફુરફરાટ આગળ નીકળી ગયાં.
રીતીકા સમજી ગઇ એ કંઇ બોલે પહેલાં સુરજીતે કહ્યું "આપણે રસ્તો બદલી નાંખીએ આ ત્રણ બાઇકો પશ્ચિમ તરફ આગળ ગઇ છે આપણે ઉત્તર તરફ જતાં રહીએ. રીતીકાએ કહ્યું "કંઇ જોખમ હોય તો નથી જવુ આગળ આતો મજાની જગ્યાએ સજા થઇ ગઇ હોય એવુ લાગે છે.
સુરજીતીતે કહ્યું "આપણો કોઇ વાળ વાંકો નહીં કરી શકે તુમ સજા નહીં મજા જ મળશે એમ કહીને હસ્યો ઉત્તર તરફ લગભગ 5-6 માઇલ ગયા હશે અને ઊંચાણવાળી જગ્યા તરફ જીપ દોડવા લાગી અને થોડાં સમય પછી જીપમાં બઝર વાગ્વાનો અવાજ આવ્યો.
સુરજીતને આશ્ચર્ય થયુ એણે જોયું એણે જીપને ઊંચણ પર જઇને જીપ ઉભી રાખી અને બઝર ક્યાંથી વાગ્યુએ જોવા લાગ્યો. એણે એનાં ખીસામાંથી પેન જેવું સાધન કાઢ્યુ અને જીપનાં આગળનાં ભાગમાં બધે ફરવવા માંડ્યુ તો બીપ બીપ જેવો અવાજ આવ્યો ત્યાં જોયુતો એક નાનુ વીજાણુ યંત્ર જોયુ એણે એ પકડીને ખેચ્યું હાથમાં આવી ગયું એણે એમાં ધ્યાનથી જોયુ બધુ સમજી ગયો અને કંઇક કરામત કરી ટ્રાન્સમીટર જેવુ સાધન કામ કરતું બંધ થઇ ગયુ અને સુરજીતનાં ચહેરો આનંદથી ખીલી ઉઠ્યો એણે રીતીકાને કહ્યું "પેલાં બાવાનાં ચમચાએ આમાં ફીટ કરેલું આપણી જોગરોફી જાણવા પણ હવે એ ધુમ્યા કરશે.નિશ્ચિંત થઇ જા.. આ ઘણી ઉપરની ઊંચાણવાળી જગ્યા છે અહીંથી નીચેનાં રોડ બધાં સ્પષ્ટ દેખાય છે જો કોઇ આવતું હશે તો પહેલાં આપણે જોઇ લઇશુ મારો બેટો બાવો બહુ પહોચેલો છે પણ આપણે ક્યાં કમ છીએ ?
રીતીકાને હાંશ થઇ એણે સુરજીત સામે જોઇને કહ્યું તું પહોંચેલાને પહોંચે એવો છે પણ તારી પાસે આવાં બધાં સાધન ? કેમ સાથે લઇને આવેલો ? આઇ નો કે આપણે આવી જગ્યાઓએ ફરવાનું હોય એટલે તું રાખેજ પણ... સુરજીતે કહ્યું "સાંભળ જ્યારે અહીં મીટીંગ પ્લાન થઇને ત્યારથીજ મને શંકા ગયેલી અને મને બોસે પણ ચેતવેલો જ્યારે ફોન પર મેં એમને મીટીંગનાં મેસેજ આપ્યા ત્યારે કે આ ખૂંખાર અને લચ્ચડ માણસ છે તું પૂરો સાવધ રહેજે દરેક સાધનો સાથે રાખજે મને એ ગુંડા પર બીલકુલ વિશ્વાસ નથી અને હું ચોકનનો થઇ ગયેલો.
રીતુ હું નીકળ્યો ત્યારે મને ખબર પણ નહોતી કે તારી સાથે.. હું બસ મારા બોસ વતી ચર્ચા કરવા સામેલ થયેલો પણ હવે સ્થિતિ સાવ બદલાઇ ગઇ છે.
રીતીકાએ કહ્યું "આ જગ્યા સલામત હોય તો અહીંજ રહીએ અને.. સુરજીતે કીધુ તું બોલે પહેલાં હું સમજી જઊં છું આ જગ્યા એવી છે કે પહેલાં કીધુ એમ કે અહીં કોઇ આવતું હશે તો ખબર પડી જશે એ લોકોને આપણે નહીં દેખાઇએ પણ આપણને ખબર પડી જશે બીજી મારી સાથે બધાંજ સાધન છે. ખાસ કે અહીં પ્રાણીઓ ફરતાં રખડતાં હશે એ ઉપરથી આપણે જોઇ શકીશુ તારે નિશાનબાજી કરવી હશે તોપણ શક્ય છે. તું સાથ સાધન રાખે છે કે કેમ ? બહુ જરૂરી છે.
રીતીકાએ સુરજીત સામે જોયું અને પગ ઊંચો કરી....
વધુ આવતા અંકે - પ્રકરણ-55