લવ બ્લડ - 1 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • જૂનું અમદાવાદ

    *અમદાવાદનો અમારો ગાંધી રોડલેખક: *અશોક દવે**મને એટલું યાદ છે...

  • એક ષડયંત્ર.... - ભાગ 50

    (માનવ સિયાને સોના જેવું બનાવે છે, ઉદાહરણ આપી સમજાવે છે. સિયા...

  • ભાગવત રહસ્ય - 4

    ભાગવત રહસ્ય-૪   સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે I તાપત્...

  • સચિન તેંડુલકર

    મૂછનો દોરો ફુટ્યો ન હતો ને મૂછે તાવ દેવો પડે એવા સોલીડ સપાટા...

  • જોશ - ભાગ 1

    Kanu Bhagdev ૧ : ભય, ખોફ, ડર... ! રાત્રિના શાંત, સૂમસામ વાતા...

શ્રેણી
શેયર કરો

લવ બ્લડ - 1

લવ બ્લડ
પ્રકરણ-1
ચારોતરફ પથરાયેલી વનસૃષ્ટિમાં નાનકડું ગામ જે સીલીગુડી સીટીથી માત્ર 4 કિમી દૂર હતું ઘરનાં... થોડીકજ દૂર ચાનાં મોટાં બગીચા પથરાયેલી પહાડીઓ એનાં ઢોળાવો ઉપર ચાનાં બગીચાં એટલું નયનરમ્ય દ્રશ્ય હતું. સાવ નજીક ઝડપથી વિકાસ પામી રહેલું સીલીગુડી શહેર જ્યાં બધી જ અતિઆધુનિક વ્યવસ્થાઓ હતી મોટાં મોલ, મલ્ટીલેક્ષ, કોલેજ સ્કૂલ, સ્પોર્ટસ સંકુલ, લાઇબ્રેરી બધુ જ રોજે રોજ સહેલાણીઓ આવી રહ્યાં હતાં. ભૌગોલીક દ્રષ્ટિએ નોર્ધર્ન પ્રવેશહાર સમાન છે.
સીલીગુડીમાં આવેલ હોંગકોંગ માર્કેટ બધી વિદેશી ચીજ વસ્તુઓ ખરીદવા પ્રસિધ્ધ છે જે એકદમ ઓછા ભાવે મળી રહે છે. અહીં રોજ નવા વિકાસનો નકશો દોરાઇ રહ્યો છે.
આ બધાથી ખબર બેખબર લોકો ખૂબ શાંતિ સાથે રહે છે કુદરતનાં ખોળામાં રહેતી નુપુર આજે એનાં પાપાએ અપાવેલી નવી સાયકલ લઇને સાયકલીંગ કરતી સીલીગુડી આવવા નીકળી છે.
લીલીછમ ઝાડીઓ વચ્ચેથી નાનાં નાનાં રસ્તાઓ ઓળંગીને કોલેજમાં એડમીશન લેવા માટે એની તપાસ કરવા માટે નીકળી છે એનાં પાપામાં નજીકનાં ચાનાં બગીચામાં કામ પર જાય છે એ એનાં નાનકડાં ઘરમાં એમની સાથે રહી છે એકની એક દીકરી છે.
કુદરતે ખૂબ સુંદરરૂપ આપ્યું છે ભગવાને જાણે ખાસ સમય લઇને એને ઘડી છે. સુંદર મીઠો અવાજ ઉપરથી રૂપ રૂપનો અંબાર નૂપૂર સાયકલ લઇને નીકળી અને આગળ દાર્જીલીંગની પ્રસિધ્ધ ટોય ટ્રેઇન આવતી જણાય છે એ ટ્રેઇન પસાર થાય ત્યાં સુધી ઉભી રહી. ટ્રેઇનમાં માંડ 5-6 ડબ્બા લાગેલાં હતાં અને 3-4 મીનીટમાં તો પસાર થઇ ગઇ. ઓછી ઝડપ હોવાને કારણે અંદર બેઠેલાં બધાં નુપુરને એમજ હાય બાય કરી રહેલાં.
ટ્રેઇનમાં બારી પાસે બેઠેલો દેબાન્શુ નુપુરને જોઇને જાણે જોઇ જ રહ્યો.... એનું યુવાન હૈયુ બે ઘડી ધબકતું અટકી ગયું.. પહેલી જ નજરે નુપર દીલમાં વસી ગઇ.. ટ્રેઇન આગળ નીકળી ગઇ.. એ નુપરને દેખાઇ ત્યાં સુધી જોતો જ રહ્યો.
નુપુર તદ્દન અજાણ.. જેવી ટ્રેઇન પસાર થઇ ગઇ એ સાયકલ ઉપર બેસીને આગળ નીકળી ગઇ. થોડો સમય સાયકલીંગ કરતી રહી અને કોલેજનાં પ્રવેશદ્વારે પહોંચી.
યુનીવર્સીટી ઓફ વેસ્ટ બેંગાલની સીલીગુડી કોલેજનાં પ્રવેશદ્વાર સામે જોઇ રહી. આજે એ ખૂબ જ આનંદમાં હતી. સ્ફલીંગ પુરુ થયું હવે કોલેજમાં પ્રવેશ લેવાની.. નાનપણથી જાતે મહેનત કરી ભણી. માંબાપ બન્ને અભણ હોવાં છતાં ખૂબજ સંસ્કારી અને મહેનતું કુટુંબ હતું. ચા ના બગીચામાં બન્ને જણાં કાળી મજૂરી કરી કમાતાં અને નુપુરને ભણાવી ગણાવી હતી. નુપુરને બધી જ ખબર હતી કે ઘરની આર્થિક સ્થિતિ શું છે ?
નુપુર કોલેજમાં જઇને બધી તપાસ કરી સાથે લાવેલી માર્કશીટ, બર્થ સર્ટી બધુ બતાવેલુ એણે એડમીશન માટેનું ફોર્મ લઇ લીધું ત્યાંજ સમજીને ભરી પણ દીધુ અને ફોર્મ ભરવાની છેલ્લી તારીક ફી વગેરેની વિગત લઇને એ ઘરે પાછી ફરી.
સાંજે ઘરે ચર્ચા કરી ફીની વિગત પાપાને આવી અને શુતાન્સુ ઘોષ એનાં પાપાએ કહ્યું "ફીની ચિંતા ના કરીશ કાલે જઇને ભરી આવજે પછી એડમીનશનમાં કોઇ તકલીફ ના પડે. ભલે હું ભણ્યો નથી પણ મારાં સરની વાતો સાંભળીને બધી ખબર પડે છે. હવે હું બધાં જ કામગારોનો નેતા છું એથી શેઠ મને સાચવે છે અને એકસ્ટ્રા પૈસા પણ મળે છે. મેં તારી વાત કરી છે એમણે મદદ કરવા પણ કહ્યું છે તેથી તું નિશ્ચિંત થઇને કાલે ફી ભરી આવજે.
માં જ્યોતિકા ઘોષ એમણે કહ્યું "મારી એકની એક દીકરી છે તું મારે તને ખૂબ ભણાવવી છે તું જ મારી દીકરી અને દીકરો બંન્ને છે. ભગવાને તને ખૂબ સુંદર બનાવી છે ખૂબ તેથી ક્યારેક તારી ચિંતા થઇ આવે છે પરંતુ તારાં પાપાએ તને ખૂબ ખડતલ બનાવી છે ઘડી છે તને કરાટે અને બાકીની જાત સાચવવા અનેક તરકીબ શીખવી છે તેથી થોડી નિશ્ચિંત છું પણ તું કોલેજમાં જાય ખૂબ સાચવજે સમય સારો નથી
વળી અહીં ઝાડીઓમાંથી જતાં રસ્તાં સાંજ પડે એકાંકી અને અવાવરુ થઇ જાય છે તેથી વ્હેલાં ઘરે આવી જવાનું આપણે ટી ગાર્ડનને અને જંગલની ઓથે જ રહીએ છીએ તેથી થોડી ચિંતા રહે છે.
નુપુરે કહ્યું "માં તમે કેમ ચિંતા કરો છો ? તને ખબર છેને માં દુર્ગાને ખૂબ માનુ છું માં સાક્ષાત સદાય મારી સાથે જ હોય છે મારી દુર્ગા બધાં સ્વરૂપે મારી સાથે છે મને કોઇ ડર નથી અને મને મારાં પાપાએ તૈયાર કરી છે ભલે નારી છુ પણ નારાયણી છું એમ કહીને હસી પડી. પાપા શુતાન્ચુ ઘોષ પણ હસી પડ્યાંપછી બોલ્યાં મારી દીકરીમાં માં નાં બધા રૂપ છે ગોરી જેવી સ્વરૃપવાન- સરસ્વતી જેવી બુધ્ધિમાન-કાળકા જેવી નીડર - બહાદુર છે હવે ભણશે એટલે મહાલક્ષ્મી બની રહેશે.. મને ખૂબ રોબ છે મારી દીકરી પર.
માં એ કહ્યું "ચાલ દીકરા કાલની તૈયારી કર બધી તારાં પેપર્સ-સર્ટી બધાં ફાઇલ તૈયાર કરીદે હું અત્યારે જમવાનુ બનાવાની તૈયારી કરુ.. અને નુપુર નાનકડાં ઘરમાં એનાં નાના રૂમમાં ગઇ.
**************
દેબાન્શુ ટ્રેઇનમાંથી ઉતરીને એણે ટાંગા વાળાને પકડ્યો અને સીલીગુડ્ડી કોલેજ લઇ જવા કહ્યું. પેલાએ કહ્યું "ચાલો બેસી જાવ અને દેબાન્શુ કોલેજ પહોચી ગયો. અંદર જઇને એડમીશન ફોર્મ ફી બધુ ભરીને એડમીશન પાકુ કરીને કોલેજમાં લટાર મારવા લાગ્યો ચારેબાજુ જોઇ રહેલો બધાં રસ્તા જાણી રહેલો ત્યાં એને એની સાથેનાં સ્કૂલનાં મિત્ર મળી ગયાં શૌમીક, પ્રવાર, જોસેફ, પુષ્પાન્શુ બધાં જ એ બધાંને જોઇને ખુશ થઇ ગયો એણે શૌમીકને કહ્યું "સાલાઓ સ્કૂલમાં તો હતાં અહીં પણ તમે જ ભટકાયાં અને હસી પડ્યો. બધાં એકબીજાને જોઇને ખુશ થઇ ગયેલાં.
સૌમીકે કહ્યું "ભાઇ તું તો હુંશિયાર હતો તારું એડમીશન થઇ ગયું હશે.. અમારે કરવાનું છે બધું નિપટાવીને આવીએ તું રાહ જો જતો ના રહેતો.. માર્કેટમાં લટાર મારીશું થોડું રખડીશું. કોઇ પંખી હાથ લાગે તો.. એમ કહીને આંખ મારી.. ત્યાંજ જોસેફ બોલી ઉઠ્યો" ભાઇ એને નહીં ફાવે એ થોડો.. પછી પુષ્પાન્શુ બોલ્યો... અરે બધાને બધુ ગમતું હોય બતાવે નહીં બધાં એક સાથે હસી પડ્યાં. અને દેબાન્શુ હસતો હસ્તો કહે ચાલો હુ પણ આવુ સાથે બહુ મનાવીને થોડું રખડીએ કાશ... એમ મનમાં કંઇક વિચારતો શાંત થઇ ગયો.
બધાં જ મિત્રોનું એડમીશનનું પતી ગયુ. શૌમીકે કહ્યું -દેવુ બસો રૂપિયા છે ? મારે થોડાં ખૂટે છે હું તને પછી આપી દઇશ ફીઝમાં થોડાં ખૂટે છે યાર.. દેબાન્શુએ તરતજ વોલેટ કાઢીને 200/- આપી દીધાં શોમીકે થેંક્સ કહ્યું એને એ કાઉન્ટર પર ફી ભરવા જતો રહ્યો. બધાનુ કામ નીપટયુ અને આખુ મિત્રોનું ટોળું બહાર નીકળ્યું.
દેબાન્શુએ કહ્યું "ચાલો માર્કેટ તરફ જવુ છે કે મોલમાં ? જોસેફ કહ્યુ "માર્કેટમાં બોર થઇ જઇશુ ચાલો મોલમાં જ જઇએ ચાલી નાંખીશુ કે.. શૌમીક કહ્યું "ચાલતાં ચાલતાં વાતો કરતાં જઇએ યાર ઘણો સમય છે ઘરે જવાની ક્યાં ઉતાવળ છે ?
દેબાન્શુ સમજી ગયો હોય એમ બોલ્યો "હાં સાચી વાત છે ચાલો મસ્ત ઠંડો પવન છે મજાની મૌસમ છે ચાલતા ચાલતાં ક્યારે પહોંચી જઇશું ખબર જ નહીં પડે.
બધાં મિત્રો રોડ પરની દુકાનો જોતાં જોતાં કોમેન્ટ કરતાં કરતાં જઇ રહેલાં ત્યાં સામેથી બે યુવાન અન્ એક છોકરી મસ્તી કરતાં કરતાં આવી રહેલાં જોસેફ ઓળખી ગયો એણે બૂમ પાડીને કહ્યું "હાય બોઇદા.. હેય સલીમ.. પેલા લોકેએ જોસેફને હગ કરીને કહ્યું "ક્યા બાત હૈ જૂલૂસ કીસ તરફ જા રહેલુ. હૈ ઓર તુમ દેબુ કૈસા હૈ તૂતો સ્કોલર આદમી હૈ... ઔર બતા ઓ...
જોસેફે બોઇટાને ઇશારામાં પૂછ્યું "આ કોણ છે ? બોઇદાએ હસતાં હસતાં કહ્યું "યે રીપ્તા મેરી ફ્રેન્ડ હૈ પછી કાનમાં કહે નયા માલ હૈ અભી ટટોરા હૈ મિઝબાઝી બાકી હૈ એમ કહીને ખંધુ હસવા લાગ્યો. જોસેફ કહ્યું "ઓહો ઓકે ઓકે ઠીક હૈ ફીર મિલતે હૈ એમ કહીને છુટ પડ્યાં.
દેબાન્સુએ જોસેફને કહ્યું "બોઇદા સાથે તારે દોસ્તી છે ? તને ખબર છે ને કે એ... જોસેફે વાત કાપતાં કહ્યું "અરે યાર ડોન્ટ વરી.. ખાસ દોસ્તી નથી પણ હાય હેલ્લો રાખેલુ છે ક્યારેક કામ લાગે... પછી અટકીને કહ્યું પેલી રીપ્તા સ્કૂલ ટાઇમમાં પણ સાલી બોલ્ડ હતી હવે તો કોલેજમાં બધાંનાં પાણી કાઢી નાંખે એવી થઇ ગઇ છે આ બોઇદો છોડશે નહીં... એની નથ ગમે ત્યારે ઉતારી લેશે...
દેબાન્શુ જોસેફને સાંભળી રહ્યો.. સ્કૂલ ટાઇમનો કિસ્સો રીપ્તા સાથેનો યાદ આવી ગયો.. એણે સમસમીને પોતાને શાંત રાખ્યો... ક્યાંક એ આજ કોલેજમાં.... ના-ના નહીં હોય...
વધુ આવતા અંકે ---- પ્રકરણ-2