લવ બ્લડ - પ્રકરણ-52 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લવ બ્લડ - પ્રકરણ-52

લવ બ્લડ
પ્રકરણ-52
નુપુર ઝડપથી સાયકલ ચલાવીને રીપ્તાનાં કાકાનાં ઘરે આવી ગઇ સુજોય એનાં સંપર્કનાં પોલીસ અધીકારીઓ સાથે વાતોમાં વ્યસ્ત હતો. રીપ્તા અંદર ચા નાસ્તાની વ્યવસ્થા કરવા અંદર ગઇ નુપુરે તક જોઇને દેબાન્શુની બાહોમાં વળગી ગઇ અને કંઇ આજુબાજુ જોયુંજ નહી. દેબાન્શુએ પણ બાહોમાં આવકારી મીઠું ચુંબન લઇ લીધુ પણ કીચનનાં દરવાજામાંથી રીપ્તાની બે આંખો આ બધાં ચુંબન અને બાહોની પહેરામણી જોઇ રહી હતી.
રીપ્તાની આંખમાંથી ઇર્ષ્યાનાં તણખાં ખરી પડ્યાં અને પછી આંખોનાં ખૂણા ભીના થઇ ગયાં એ બધુજ પચાવી ચા નાસ્તો લઇને બહાર આવી અને કાકાને પણ બૂમ પાડીને ચા નાસ્તો કરવા આવી જવા કહ્યું.
રીપ્તાએ નુપુરને કહ્યું "તું આજે ખૂબ સુંદર લાગે છે તારો ચહેરો ખૂબ ખીલેલો તાજો માજો રૂપાળો લાગે છે ક્યાંક મારી નજર ના લાગી જાય એમ કહીને પોતાની આંખની મેશ લઇને એનાં કપાળનાં ખૂણે તીલ્ક કર્યું અને દેબુની સામે જોયુ અત્યારે પણ રીપ્તાની આંખો ભીની હતી.
નુપુરે કહ્યું અરે સવાર સવારમાં ખાસ મિત્રોનાં ચહેરાં જોઇએ પછી ચહેરો ખીલી જ જાયને ? અને રીપ્તા તું ક્યાં કમ છું તું પણ ખૂબ જ સુંદર અને તરોતાજા દેખાય છે.
દેબાન્શુએ કહ્યું સવાર સવારમાં હું બંન્ને રૂપસુંદરીઓને જોઇને ખીલી ઉઠ્યો છું ક્યારની બંન્ને જણીઓ એકબીજાનાં રૂપનાં વખાણ કર્યે જાવ છો અને હું અહીં... શું કરુ ? અને નુપુર રીપ્તા ખડખડાટ હસી પડ્યાં...
ત્યાં બહારથી વાત કરીને સુજોય અંકલ આવ્યાં એમણે કહ્યું "કઇ વાત પર આમ ખડખડાટ હાસ્ય છે આટલાં ટેન્શનમાં ?
રીપ્તાએ વાત વાળતાં કહ્યું કંઇ નહીં ટેન્શન દૂર કરવાનો ઇલાજ શોધી રહેલાં. અને રીપ્તાએ બધાને ગરમા ગરમ ચા નાઓને ન્યાય આપવા કહ્યું. બધાએ ચા નાસ્તો કરી લીધા પછી સુજોયે દેબાન્શુને કઇ મારે પોલીસ અફસર સાથે વાત થઇ ગઇ છે. બેંગાલ સરકારે SIT ની રચના કરી છે એનાં જવાંમર્દ અધિકારીઓ આપણી સાથે જોડાશે. ડમરૂનાથનું નામ સાંભળતાં જ એ લોકો પકડવા ઉત્તેજીત છે.
પણ એમની ખાસ સૂચના અને ચેતવણી છે કે તમે આ છોકરાઓને સાથે રાખો છો પણ એ ડમરૂનાથ ખૂબજ ખૂંખાર અને ધાતકી છે. મેં કહ્યું છોકરાઓને જાણ છે અને બહાદુર છે એનાં જે છોકરો છે એનાં પિતાજ ડમરૂનાથનાં ફાર્મ પર છે તમે ચિંતાના કરો અમે તૈયાર છીએ વળી આખી SITની કુમક અમારી સાથે છે પછી ક્યાં ચિંતા છે ?
આપણે હવે તૈયાર થઇને નીકળીએ આપણે અહીંથી મારી જીપમાં નીકળીશું... આ ફ્રેન્ડની સાયકલ અને દેબુની બાઇક અહીંજ રાખો આપણે આ મીશન પતાવીને પાછાં સફળતા સાથે અહીંજ આવીશું અને તેઓ અંદર ગયાં પોતાનાં હથિયાર સાથે લીધાં રીવોલ્વર અને એની બુલેટનાં પેક સાથે લીધાં અને દેબુએ પણ પોતાની રીવોલ્વર ચેક કરી લીધી એણે પણ સાથે રાખી હતી એણે એક ઓટોમેટીક ધારદાર ચક્કુ પણ સાથે રાખેલું અને હાથમાં પહેરવાનું સાધન પણ યાકુમ સાથે લીધેલુ હતું.
રીપ્તાએ પાણીની બોટલ્સ, નેપકી,ન્સ, સૂકો મેવો ખાવનાં નાસ્તાં જે બધુ જ તૈયાર રાખેલું બધુ જ જીપમાં મૂકવા માંડ્યુ નુપુર મદદ કરી રહી.
સુજોય દેબુને કહ્યું હિંમત અને સાહસ બધાંજ હથિયાર કરતાં વધારે ધારદાર હોય છે જેથી દુશ્મન પહેલીવારમાંજ હાંફી જાય છે. સામે ગમે તેવો ક્રૂર અને ધાતકી માણસ હોય પણ અંતે એ માણસજ છે. અને બધાંજ સાંભળો અને યાદ રાખો નેગેટીવીટી ઉપર હમેશા પોઝીટીવીટીનો વિજય થાય છે ક્યારેય કોઇપણ સ્થિતિમાં ગભરાશો નહીં પોઝીટીવ રહેજો આપણી સાથે સત્ય અને ઇશ્વર છે અને આપણે બધાંજ ખૂબ બહાદુર અને પોઝીટીવ પાવર વાળાં છીએ એટલે આપણે આપણું લક્ષ્ય સીધ્ધ કરીને જ આવીશું.
કોઇપણ સંજોગોમાં કોઇએ સાથ નથી છોડવાનો એ યાદ રહે અને આપણો કોડ વર્ડ છે માઉન્ટેઇન આનાથી આપણે સમજી જવાનું છે આપણે જીતી રહ્યાં છીએ અને સામે વાળો મહાત ખાઇ રહ્યો છે. આપણે અહીંથી નીકળીએ છીએ હવે અને SIT ઓફીસર્સ આપણને પહાડીનો રસ્તો શરૂ થાય એ પહેલાંજ મળી જશે. એ લોકની બે જીપ છે આપણી એક જીપ આમ ત્રણ જીપ ભરીને આપણે જઇ રહ્યાં છીએ. આપણને ખબર નથી સામે કેટલાં જણાં છે પણ આપણી હિંમત અને સાહસ આપણાં વિજય માટે મોટો ફોર્સ છે.
આપણે બળ સાથે કળથી કામ વધુ કરવાનું ચે આપણે ચાર અને 10 SIT ઓફીસર છે આમ 14 જણાં અને બે ડ્રાઇવર SIT જીપનાં આમ કુલ 16 જણાંની ટીમ છે. આમ બધી વાત સમજાવીને સુજોય-રીપ્તા આગળ બેઠાં અને નુપુર દેબુ પાછળ ગોઠવાયા. ત્યારે નુપુરે કહ્યું નહીં અંકલ હું અને રીપ્તા પાછળ બેસીએ છીએ તમે અને દેબુ આગળ બેસો. રીપ્તાએ કહ્યું "ઇટ્સ ઓકે હું સમજીને જ આગળ બેઠી છું દેબુ કૂદીને જીપની બહાર નીકળ્યો અને રીપ્તાને પાછળ જવા કહ્યું અને સુજોય મુખર્જી હસતાં હસતાં જીપ દોડાવી દીધી...
*************
સુરજીત... ડમરુનાથ સાથે વાત કરી રહેલાં એનાં ચહેરાના હાવભાવ જોઇને પ્રવાર મૂછમાં હસી રહેલો અને રીતીકાસેનને ચિંતા થઇ રહેલી કે આ ડમરૂનાથ એવી કેવી વાત કરી રહ્યો છે કે સુરજીતનો ચહેરો આમ ચિંતામાં પીળો પડી ગયો છે ?
વાત પુરી થઇ અને સુરજીતે જોયુ કે પ્રવાર એની સામેજ તાકી તાકીને જોઇ રહ્યો છે એટલે એણે ચહેરો એકદમ સ્વસ્થ બનાવીને કહ્યું પ્રવાર તારાં આમ જોવાથી મને ફરક નહીં પડે અમારી વ્યવસ્થા કર પહેલાં, તારાં એ બાપને હું ભલે હું મળીને જઇશ. પણ અમારાં નાસ્તા-ડ્રીંક-જીપની વ્યવસ્થા કર પહેલાં અને જો મને સાથે એક વોકીટોકી ફોન પણ જોઇએ હું અને મેડમ જંગલ સફારી માણવાં જવાનાં છીએ.
પ્રવાર એકદમ ચોંક્યો એને થયું આને બોસનાં ફોનની અસર થયેલી એનાં ચહેરાં પર સ્પષ્ટ જોઇ છે છતાં આટલાં રૂઆબમાં વાત કરે છે ? હજી એ કંઇ વિચારે અને પહેલાંજ એનાં સેટેલાઇટથી ચાલતાં વોકીટોકીથી ફોન આવ્યો.
પ્રવાર હવે ફોન પર વાત કરી રહેલો અને સુરજીત અને રીતીકા એની સામેજ જોઇ રહેલાં. પ્રવારનો ચહેરો એકદમ ગંભીર થઇ ગયો. સુરજીતને એનો બધો ખ્યાલ આવી ગયો પ્રવારનો ફોન પત્યો અને એકદમ નરમાશ અને ખૂબજ માન સાથે વિવેકથી બોલ્યો "સર તમે કીધુ એમ બધી વ્યવસ્થા હમણાંજ કરી દઊં છું અને એ ત્યાંથી ખસ્યો.
જેવો પ્રવાર ગયો અને રીતીકાએ સુરજીતને પૂછ્યું આ બધુ શું ચાલી રહ્યું છે ? પેલાં બાબાએ એવી શું વાત કરી કે તારો ચહેરો ચિંતામાં પીળો પડી ગયેલો અને પછી તું એકદમ કોન્ફીડન્સથી રૂઆબથી વાત કરી રહેલો શું વાત હતી ? કહેને મને ખૂબ ચિંતા થઇ ગઇ હતી હવે જાણવાની તાલાવેલી છે.
સુરજીતે કહ્યું "એય ડાર્લીંગ બધુજ કહુ છું ચિંતા ના કર ચલ આમ બહાર ગાર્ડનમાં ટહેલતાં વાત કરીએ ત્યાં સુધીમાં પેલો કડછો આપણી બધી વ્યવસ્થા કરશે. પહેલાં પેટમાં કંઇક નાંખવુ પડશે ભયંકર ભુખ લાગી છે અને તેં એટલી કસરત કરાવી છે કે પેટમાં એક દાણો નથી રહ્યો બધો અગ્નિ થઇને સ્વાહા થઇ ગયો છે આ સાંભળીને રીતીકા ખડખડાટ હસી પડી અને સુરજીતને વળગીને વ્હાલ કરી લીધું.
બંન્ને જણાં ગાર્ડન તરફ ગયાં અને સુરજીતે કહ્યું "ડાર્લીંગ બાવો પહોચેલી માયા છે એણે શરૂઆતમાં મને કેવુ ચાલે છે કોઇ અગવડ નથી ને એવું બધુ પૂછ્યું પછી આપણું પાછા જવાનું જાણેલું એટલે ભડકેલો મને કહે મારી સાથે કાલે મીટીંગ કરીનેજ જવાનું છે હું આજે પાછો આવી જવાનો. મેં કહ્યું મીટીંગ આજે કરી લો કાલે તો અમે નીકળી જવાનાં અને અરજન્ટ મીટીંગ અને ગ્રાન્ડ ડીનરનું આયોજન છે આપણી સાથે બીજો પણ મહેમાન છે. મેં કીધું પણ અમે તો આજે જવાનું પ્લાનીંગ કર્યું છે તો મને કહે સરજી... તમારાં રેકોર્ડ થયેલાં વીડીયો મેડમ સાથેનાં મારી પાસે છે એટલે ચૂં કે ચા ના કરશો નહીંતર... પછી જે બોલ્યો એટલે હું ચૂપ થઇ ગયો.
રીતીકાએ પૂછ્યુ એવું તે શું કીધુ ?

આવતાં અંકે---- પ્રકરણ-53