પ્રેમદિવાની - ૧૨ Falguni Dost દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમદિવાની - ૧૨

તે બાંધી લીધી મારી દરેક લાગણી આપી સોગંદથી,
છતાં તું નહીં છીનવી શકે દરેક યાદ આપી સોગંદથી.

અમનનો સમય દુઃખમાં જ વીતી રહ્યો હતો, એ મીરાંને મળવા પણ જઈ શકે એમ નહોતો કારણ કે, મીરાંએ સોગંદ આપ્યા હતા. અમનને વારે ઘડીયે મીરાંની એક જ વાત મનમાં ગુંજતી હતી કે, "તને હાથ જોડી કહું છું ખરેખર મને પ્રેમ કરતો હોય તો મને મળવા આવતો નહીં અને પેલા કર્યું એમ તારો જીવ મારી પાછળ વેડફતો નહીં, તને મારા સમ છે." બધું જાણવા છતાં અમન આ વાત સ્વીકારી શકતો નહોતો, એને મીરાં વગરનું જીવન મંજુર જ નહોતું.

અમનના મમ્મી અમને જોઈને જ સમજી ગયા હતા કે, અમન આજ રડ્યો છે, છતાં આજ એમણે પણ કોઈ જ જાતની પૂછપરછ ન કરી અને બધું જ અલ્લાહ ની મરજી પર છોડ્યું હતું.

આ તરફ મીરાં ખુબ રડી હતી આથી તેની આંખ પણ તે રડી છે એની ચાડી ખાઈ રહી હતી. મીરાંની બહેન એની સખીને ત્યાંથી આવી એટલે મીરાંને જોઈને એ પણ જાણી જ ગઈ, તેણે તરત મીરાંને પુછ્યુ કે, શું થયું તારી આંખ કેમ રડી હોય એવી લાગે છે?

મીરાંએ પોતાના મનની બધી જ વાત બેનને કહી હતી. બેન દ્વારા જે અગાવ ચેતવણી અપાય હતી એ પણ વાત કબુલતા એ બોલી કે, હું બધું સમજુ છું, પપ્પાની સ્થિતિ, નાતમાં જો ખબર પડે તો શું થાય, તારી અને મમ્મીની હાલત, છતાં આમાં મારા અને અમનના નિર્દોષ પ્રેમનો શું વાંક? કદાચ એ આપણી જ નાતનો હોત તો આજ બધા આ સંબંધને સ્વીકારતને? હું જેમ તે કહ્યું એમ જ વર્તી અમન સાથે પણ મારા મનને કેમ રોકુ કે એ અમનના વિચારને એની યાદને, એના પ્રેમને ભૂલી જાય.. આ અશકય છે મારે માટે પણ... આટલું બોલી મીરાં ચોધાર આંસુએ રડી પડી હતી.

મીરાંને એની બહેનને સોફા પર બેસાડી, પાણી પીવડાવ્યું, અને મીરાંને કીધું કે, તું અત્યારે આ બધું વિચારવાનું છોડી દે, મમ્મીપપ્પા હમણાં આવતા જ હશે. મોઢું ધોઇ અને તારા હાલ સરખા કર નહીતો પપ્પાને જરા પણ ગંધ આવી તો અમનની હાલત એ બગાડી દેશે.

મીરાંએ જેમ બેને કીધું એમ કર્યું, પણ અમનને શું થતું હશે એ વિચારે એ દુઃખી જ હતી.

સમય દરેક સમસ્યાનું સમાધાન છે. સમયની સાથે મીરાં અને અમન પણ ધીરે ધીરે મનને મનાવી લેતા હતા. મીરાંનું આગળનું ભણતર ફઈને ત્યાં જ રહી પૂરું કરવાનું હતું. આથી નવું સત્ર શરૂ થતું હોવાથી એ ફરી રંજનફઇને ત્યાં જતી રહી. અને અમન બસ મીરાં ક્યારે આવે એ રાહમાં દિવસો વિતાવવા લાગ્યો હતો. બધું જ પેલા જેવું દેખાઈ રહ્યું હતું સિવાય કે અમન અને મીરાંની સત્યથી અળગા થઈ જીવવાની આવડત...

મીરાંનું ભણવાનું સારું ચાલી રહ્યું હતું. ૧૧માં ધોરણની પરીક્ષા પણ એણે અને અમનએ આપી દીધી હતી. ૧૨માં ધોરણમાં બંને પ્રવેશી ચુક્યા હતા. આખું વર્ષ બંન્ને એકબીજાને સામસામે મળ્યા વગર પસાર કરી ચુક્યા હતા. ક્યારેક મીરાં અમનને ચોરી કરી જોઈ લેતી હતી પણ અમન એકદમ અડગ હતો કે જ્યાં સુધી મીરાં સત્ય ન સ્વીકારે એ જરા પણ એને પરાણે મજબુર નહીં કરે.

અમને આ એક વર્ષ દરમિયાન બીજા પણ અનેક પોતાના જીવનમાં ફેરફાર લાવ્યા હતા. એ દરગાહે તો જતો જ પણ એ સિવાય મંદિર પણ જતો હતો. રોજ અમન અલ્લાહને કહો કે ભગવાનને પણ મીરાંને પોતાના જીવનમાં આવવાની પ્રાર્થના કરતો હતો. એ જમવાનું પણ શાકાહારી જ ખાતો હતો. પોતાની બધી જ રીતભાત હિંદુ ધર્મ જેવી જ કરી હતી. આમ એ પોતાને મીરાં જયારે એના જીવનમાં પ્રવેશે તો કોઈ તકલીફ મીરાંને ન થાય એ રીતે એ જીવવાનું શરૂ કરી ચુક્યો હતો. અનહદ પ્રેમ અમન મીરાં માટે ધરાવતો હતો. એના જ ફળરૂપે હવે મીરાં તરફથી પ્રેમનો સ્વીકાર થવાનો હતો.

દિનાંક : ૧૬/૬/૨૦૧૦

મીરાં ૮ દિવસ માટે પોતાને ઘરે આવી હતી. ૧૨માં ધોરણનું પણ ભણવાનું શરૂ થઈ ગયું હોવાથી વેકેશન નહોતું પડ્યું. પ્રથમ મીરાંને જોઈને અવાચક થઈ ગયો. જે મીરાંને એણે જોઈ હતી એ મીરાં એકદમ બદલાયેલી લાગી. મીરાં સાથે ઔપચારિક વાત કરી એ પોતાને ઘેર જતો રહ્યો. પણ મીરાં અને અમનની મનની વેદના એનાથી સહન ન થઈ, એ બંનેના મનને વાંચી ચુક્યો હતો. પ્રથમે મીરાં અને અમનને મેળવવા માટે એક યુક્તિ કરી હતી. પ્રથમ ફરી બપોરે મીરાંને ત્યાં ગયો અને કહ્યું મીરાંને કે, આજ સાંજે ગાયત્રી મંદિરે આવજે આરતી સાથે કરશું, ઘણા સમયથી તે પણ આરતી નહીં કરી હોય તો તારે પણ આરતી થઈ જાય.

મીરાંએ ખુશ થઈ હા પાડી કે, મારે પણ દર્શન કરવા જવું જ હતું.

પ્રથમે અમનને પણ કહ્યું કે, આજ ગાયત્રી મંદિર આવજે સાંજની આરતી સાથે કરશું. પ્રથમે મીરાં અને અમનને બંનેને એકબીજાને બોલાવ્યા છે એ વાતથી અજાણ જ રાખ્યા હતા. આથી મીરાં અને અમન બંન્ને ત્યાં જવાના છે એ બંન્ને માંથી કોઈ જાણતું નહોતું.

આજની સાંજ એક અલગ જ પરિણામ લાવવાની હતી. આજ પ્રેમની જીત થવાની હતી. આ પ્રેમની જીત થવામાં પ્રથમ નિમિત બનવાનો હતો.

જાણે સમય પણ આજ થંભી જવાનો,
પ્રેમને અનુરૂપ એ આજ બની જવાનો,
સમયે જ પીવડાવ્યો હતો ઘૂંટડો ઝેરનો,
દોસ્ત! આજ જોને...
સમય જ બનશે 'પ્રેમદિવાનીનો'!


શું ખરેખર પ્રથમ સરળતાથી મીરાં અને અમનને પ્રત્યક્ષ મળાવવામાં સફળ થશે?
શું હશે બંનેનો એકબીજાને મળ્યા બાદનો પ્રતિભાવ?

જાણવા વાંચતા રહો 'પ્રેમદિવાની'...