પ્રેમદિવાની - ૫ Falguni Dost દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમદિવાની - ૫

જાણે કાંઈક તો ચમત્કાર જ થઈ રહ્યો હતો,
જોને વિધાતાના લેખનો પ્રભાવ થઈ રહ્યો હતો!

અમનમાં પહેલી ૨૪ કલાકમાં એની શારીરીક સ્થિતિમાં ઘણો સુધાર આવ્યો હતો, એના જીવનું જોખમ તો ટળ્યું હતું પણ હજુ એ સંપૂર્ણ સ્વસ્થ ન્હોતો થયો. બીજા ૪૮ કલાક માં અમનમાં એટલો ફર્ક પડ્યો કે એ આંખ ઉઘાડતો, મીરાં નામનું રટણ કરતો અને ધીરે ધીરે નજર આખા રૂમમાં ફેરવતો અને ફરી ઊંઘમાં ગરકાવ થઈ જતો હતો. હવે, ડોક્ટરએ અમનના પરિવારને પૂછ્યું કે, "આ મીરાં તમારા પરિવાર સાથે શું સબંધ ધરાવે છે? મીરાંને અમન સાથે મળવા માટે બોલાવો કદાચ અમન એની જ રાહ પર છે."

ડોક્ટરના મુખેથી આ વાત સાંભળીને અમન નો ભાઈ તો ખુબ જ ગુસ્સામાં આવી ગયો હતો. એ ડૉક્ટર જેવા જતા રહ્યા કે તરત જ બોલ્યો, મીરાં એ જે બગાડવાનું હતું એ અમનનું બગાડી લીધું હવે એનો પડછાયો પણ મને અમન ઉપર પડે એ મંજુર નહીં. દરેક કાન ખોલીને સાંભળી લેજો મીરાંનું અહીં આવવાનું થશે તો એની લાશ હોસ્પિટલ માંથી બહાર નીકળશે. આવી ચુનોતી આપી એ પોતાના કામથી બહાર નીકળી ગયો અને દરેકને માટે સવાલ મુકતો ગયો કે ડૉક્ટરની વાત માને કે ભાઈનો હુકમ અમલમાં લે...

માઁ કેમ સહી શકે પોતાના સંતાનને તડપતા,
માઁને લાચાર કરી, થોડી પકડી રાખે વિવશતા?

અમનના મમ્મીએ પ્રથમને બોલાવીને કહ્યું, "તું મીરાં પાસે હમણાં જ જા અને એને મારા વતી વિનંતી કર કે અમનની મમ્મીએ તને હોસ્પિટલ બોલાવી છે. તું એક વાર એને અહીં બોલાવી લાવ પછી એની સાથે હું વાત કરીશ."

પ્રથમ ગભરાયો કે અમનના ભાઈ એ જે ચુનોતી આપી છે એનું પાલન ન કરું તો મીરાંનું જીવનું જોખમ અને મીરાંને ન લાવું તો ડૉક્ટરની વાત મુજબ અમન... હે ભગવાન હું શું કરું? કેટલી વિવશતા છે મારી સામે? પ્રથમ આ વિચારમાં જ હતો ત્યાં ફરી અમનના મમ્મીએ તેને કહ્યું, "શું વિચારે છે તું? જલ્દી મીરાંને બોલાવીને લાવ."

પ્રથમને શું થયું કે એ તરત મીરાંને બોલાવવા જતો રહ્યો હતો. એ મીરાં પાસે ગયો અને બધી જ વાત જે અમનના મમ્મીએ કરી એ મીરાંને જણાવી હતી.

મીરાં માટે ગજબની કશ્મકશ હતી,એ સમજી શકવા અસમર્થ હતી કે એણે અત્યારે શું કરવું જોઈએ? અમનના મમ્મીએ એને બોલાવી તેથી ન જાય તો એમનું અપમાન થાય અને જાય તો પોતાના પરિવારને પછી કેમ સમજાવી શકશે... મીરાં ખુબ અવઢવમાં પડી. અંતે એને હોસ્પિટલ પ્રથમ જોડે જશે એ વાતને મંજુર કરી. મીરાંએ ખુબ ખોટું પગલું ભર્યું, કદાચ વિધાતાના લેખને જ એ અનુસરી રહી હતી. પણ એનું આ કદમ એને ભવિષ્યમાં ખુબ ભારે પડવાનું હતું.

મીરાંથી અણસમજતાથી ભરાય ગયું છે પગલું,
એ માનવતા ખાતર જ એણે ઉઠાવ્યું છે પગલું,
કેમ પરિસ્થિતિને સંભાળશે એનું આ પગલું?
કે આજીવન ભારી પડશે એને આ પગલું!

મીરાં અમનની મમ્મીના રસ્તે વગર વિચાર્યે પગલું ભરી ચુકી હતી. એ હોસ્પિટલ પહોંચી ગઈ હતી. અણસમજુ ઉંમરમાં એ ખુબ સમજદારી દાખવતી આવી જે કોઈ સામાન્ય વ્યક્તિ ન દાખવી શકે, પણ હવે વિધાતાના લેખ ભાગ ભજવી રહ્યા હતા. મીરાં પહેલા અમનની મમ્મી પાસે પહોંચી હતી, મીરાંને જોઈને અમનના મમ્મીને પોતાના દીકરાને માટે જે આશા બંધાણી હતી જાણે એ સાચી થશે એવા એંધાણ એને નજર આવ્યા હતા. અમનને કોઈ પણ ભોગે એમણે સંપૂર્ણ ભાનમાં લાવવો જ હતો. બસ અમન એકવાર સ્વસ્થ જલ્દી થાય એ માટે પોતાનાથી શક્ય એટલા બધા જ પ્રયત્ન એમને કરવા જ હતા. આખરે માઁ નો જીવ પોતાના પુત્ર માટે કઈ પણ કરી છૂટવા વલખા કેમ ન મારે?

મીરાં એ અમનના મમ્મીને અમન વિષે પૂછ્યું કે તરત એમણે મીરાંને પોતાની સમીપ બેસાડી અને કહ્યું કે," અમન છેલ્લા ૪૮ કલાક થી તારું જ નામ ઉચ્ચારે છે, માઁ દુઃખમાં પેલા યાદ આવે પણ એ તારું નામ લે છે, હકીકત શું છે એ હું નહીં જાણતી બસ બેટા એકવાર અમનને મળી લે, હું મારા દીકરાના જીવનની ભીખ માંગુ છું. આજ ડૉક્ટરએ કીધું કે, 'આ મીરાં કોણ છે એમને બોલાવો' આથી મેં પ્રથમને તને બોલાવવા મોકલ્યો હતો."

અમનના મમ્મી અને મીરાં વચ્ચે વાતચીત ચાલી જ રહી હતી ત્યાં જ જાણે અમનને મીરાં તેની આસપાસ છે એવો અહેસાસ થયો, એ મીરાં નું રટણ અર્ધજાગ્રત અવસ્થામાં કરી રહ્યો હતો. પ્રથમ તેની બાજુમાં જ હતો એ રૂમની બહાર ઉભેલી મીરાંને રૂમની અંદર જવા કહેવા આવ્યો અને કીધું કે તું જાતે જ સાંભળ એ તારું નામ કઈ સ્થિતિમાં લે છે.

મીરાં રૂમમાં અંદર જવા ઉંમરે પગ મૂકે જ છે અને અમનનું ધીરુ મીરાં નામ નું રટણ થોડા મોટા અવાજે થાય છે, એ મીરાંના મનને પણ સ્પર્શી જાય છે. ખુબ અચરજ અને અદભુત ભાવ સાથે એ અમનની પાસે જાય છે, અમન એને અર્ધખુલી આંખે જોવે છે અને જાણે એનામાં કુદરત પ્રાણ પૂરતી હોય એમ સ્વસ્થ આંખે મીરાંને એ જોવે છે, અને જાણે એનામાં ચેતના જાગે છે એ સફાળો બેઠો જ થઈ જાય છે. એ જયારે આમ બેઠો થાય છે ત્યારે મીરાંની જાણ બહાર જ એની આંખની પાંપણ ભીની થઈ જાય છે. બસ એ અમનની આંખ જોઈ લે છે. એ બોલે છે મીરાં તું કેમ રડે છે? આટલું એ માંડ બોલી શકે છે અને ફરી બેભાન થઈ જાય છે. મીરાં એને પોતાના હાથમાં પકડી લે છે અને એને સરખો સુવડાવે છે. આ આખું અચરજ ઉપજાવે એ દ્રશ્ય અમનનો આખો પરિવાર અને પ્રથમ જોવે છે.

શું અમન ફરી નોર્મલ થશે કે હજુ કોઈ ગંભીર એની સ્થિતિ બનશે?
શું હશે અમનના ભાઈના મીરાં માટેના પ્રતિભાવ?
મીરાંનો પરિવાર આ સ્થિતિને કેમ જોશે?
મીરાંનું જીવન કેવા વણાંકોને ઝીલશે?

જાણવા વાંચતા રહો પ્રેમદિવાની...