premdiwani - 1 books and stories free download online pdf in Gujarati

પ્રેમદિવાની - ૧

મીરાં... નામ પરથી જ અંદાજ આવે કે પ્રેમદિવાની હોવી જોઈએ.. ચાલો અમારી મીરાંની જિંદગીની દિલચસ્પ કહાની તમને રજુ કરું.

મીરાં ખુબ મળતાવડી, પ્રેમાળ, બીજાની મદદ કરવા કાયમ તત્પર રહેતી એવી જિંદાદિલ સ્વભાવની સાથોસાથ આખાબોલી પણ ખરી. દેખાવે સામાન્ય છતાં માપસર આકર્ષિત દેહકૃતિ ધરાવતી મીરાં દરેકના મનમાં પોતાનું સ્થાન જન્માવી જ લે એવી હતી.

મીરાંનો જન્મ એક સામાન્ય પરિવારમાં થયો હતો. મીરાં, તેના માતાપિતા અને મીરાં ની એક નાની બેન એમ નાના પરિવારમાં ખુબ લાડકોડથી ઉછરેલી મીરાં ખુબ સમજુ હતી. આડોશપાડોશમાં પણ મીરાં વગર જાણે સુનકાર છવાય જતો હતો. મીરાંની સાથે તેની પાડોશમાં રહેતા અમન સાથે તેની સારી મિત્રતા... બંને જોડે જ એક જ સ્કૂલમાં ભણતા હતા. સાથે જ સ્કૂલનું હોમવર્ક કરવાનું અને બાકી ના સમયમાં રમવાનું, બંનેની મિત્રતા ખુબ સારી હતી.

અમન સ્વભાવે નિખાલસ અને લાગણીશીલ હતો, તે મોટા પરિવારમાં જન્મેલો હતો. મીરાંની સાથોસાથ અમન પણ ભણી લેતો હોવાથી અમનના પરિવારને મીરાં જોડે અમન રહે એમાં કોઈ વાંધો નહોતો. મીરાં ઉચ્ચકુળની અને અમનનો પરિવાર મુસ્લિમ ધર્મ પાળતો હતો, એ મુસ્લિમ હતો પણ હિંદુ સમાજ જેવી જ અમનના ઘરની રહેણી કરણી હતી.

મીરાં ધોરણ ૯માં આવી ત્યારે એ અણસમજુ છોકરીને ભણવા સિવાય કોઈ પ્રવુતિમાં કોઈ જ રસ નહોતો, પણ અમન કાચી ઉંમરે મીરાંથી આકર્ષિત થઈને એના પ્રેમમાં પડી ગયો હતો. મીરાં હજુ અમનની મનની વાત જાણતી નહોતી એ નિખાલસ દોસ્તીમાં જ જીવી રહી હતી. આમને આમ ૯મુ ધોરણ પૂરું થઈ ગયું હતું. ૧૦માં ધોરણના પ્રવેશ સાથે મીરાંને બોર્ડની પરીક્ષા કેવી રીતે સરળ બનાવવી અને કેમ ૧૦માં માંથી ઉત્તીર્ણ થવું એજ લક્ષ્ય હતું, જયારે અમનને એજ વિચાર આવ્યા કરતો કે એ મીરાંને પોતાના મનની વાત કેમ જણાવે?

મન આજ ચકરાવે ચડ્યું હતું ઘણું,
દિલ ફક્ત તને જ ચાહતું હતું ઘણું,
ઈચ્છું તને, મારે કહેવું છે તને ઘણું,
કેમ તને જણાવું એમાં મથું છું ઘણું!

એક દિવસ અમનએ હિમ્મત કરીને પોતાની મીરાં પ્રત્યેની જે લાગણી હતી એ મીરાંને જણાવી હતી. મીરાંને પહેલાતો એવું જ લાગ્યું કે અમન મજાક કરે છે, પણ અમન ખરેખર સાચું જ કહે છે એવું વારંવાર અમનના કહેવાથી મીરાં તેના પર ગુસ્સે થાય છે અને અમનને કહે છે, હું તને એક મિત્ર જ માનું છું એથી વિષેશ કઇ જ નહીં. તે મારી મિત્રતાને ઠેસ પહોંચાડી છે હવે મને ક્યારેય બોલાવજે નહીં. આટલું કહી મીરાં ત્યાંથી સડસડાટ જતી રહી. મીરાં તો જતી રહી પણ અમન એકદમ નિશબ્દ બની ત્યાં જ ઉભો રહ્યો. એ બેબાકળો બની ગયો. કાચી ઉંમરે બાળક શું સમજી શકે લાગણીને? પણ અહીં કદાચ વિધાતાના કોઈ લેખ ભાગ ભજવી રહ્યા હતા. અમન મીરાં વગરનું જીવન જીવવા જ તૈયાર નહોતો. એણે પોતાના સ્કૂલની બિલ્ડીંગના ત્રીજા માળેથી ઝમ્પલાવ્યું અને મૃત્યુના દ્વાર તરફ પ્રયાણ કર્યું હતું.

બાળબુદ્ધિમાં એને ભર્યું ખોટું પગલું,
કે વિધાતાએ દેખાડ્યું સપનું ડવલું!

મીરાં તેના ઘરે પહોંચી ગઈ હતી. પણ મન અમનનાં શબ્દોમાં ગુચવાયેલ હતું. મીરાંને એક સારો મિત્ર ગુમાવ્યાનો અફસોસ થઈ રહ્યો હતો. હજી મીરાં આવા વિચારોમાં જ ઘેરાયેલ હતી, ત્યાં જ તેની નાની બહેને આવી અમનએ જે સ્કૂલ બિલ્ડીંગ પરથી જંપલાવ્યું એની જાણ કરી. બેનના મુખેથી આ વાત સાંભળી મીરાં ખુબ મુંજાણી, એક નિખાલસ બાળકીનું મન કેવું આઘાત પામ્યું હશે એ લખવું ખુબ મુશ્કેલ છે, એ ફક્ત અનુભવી જ શકાય...

શું અમન મુર્ત્યું દ્વારથી પરત ફરશે?
મીરાંની જિંદગીમાં શું વણાંકો આવશે?
જાણવા વાંચતા રહો 'પ્રેમદિવાની!'..

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED