Premdiwani - 9 books and stories free download online pdf in Gujarati

પ્રેમદિવાની - ૯

હસતો તારો ચહેરો દિલમાં ઉમઁગ જગાવતો;
નાહક મને તારી સમક્ષ હારવા બહેકાવતો!

મીરાંની નજર પોતાની ચોપડીના પન્ના હવાની લહેરથી ઉડી રહ્યા હતા એમાં હતી અને મન અમનના ચહેરાને સ્વપ્નરૂપે પ્રત્યક્ષ અનુભવી રહ્યું હતું. મીરાંના ચહેરા પર આછું સ્મિત છલકતું હતું. મીરાં એની સ્વપ્ન દુનિયામાં અત્યંત ખુશ હોય એ એવું વાસ્તવિક વ્યક્તિત્વ એની સામેના સોફા પર બેઠેલ મીરાંની બહેન અનુભવી રહી હતી. મીરાંને જોઈને એનાથી બોલ્યા વગર રહેવાયું જ નહીં કે, " મીરાં પરીક્ષામાં અમનનો નિબંધ નહીં પુછાય હો.."

અમનના નામે મીરાં પોતાની સ્વપ્ન દુનિયા માંથી સફાળી જાગી હતી. મીરાંએ બેન સામે જોયું ના જોયું કર્યું અને શરમના લીધે બીજી વાતોમાં પોતાનું ધ્યાન બદલ્યું હતું. આવું તો એ એકલી હોય ત્યારે ઘણી વાર બનવા લાગ્યું હતું. સ્કૂલમાં પણ મીરાંને અમનના વિચારો સતત આવ્યા કરતા હતા. આ દરેક વાતની નોંધ મીરાંની બહેન લઈ રહી હતી, તેણે મીરાંને ટોકી પણ ખરી કે તારું ધ્યાન ભણવામાં નહીં, સોમવારે પરીક્ષા શરૂ થવાની છે એ પણ યાદ રાખજે. મીરાંને ખુદને પણ એ બાબતની ચિંતા થતી જ હતી પણ મન એ અમનમાં ખોવાય જતું હતું. છતાં મીરાં પોતાનાથી બનતા બધા જ પ્રયાસ કરતી હતી કે એનું ચિત્ત ચોપડીમાં ચોંટે...

આ તરફ ૩ દિવસથી મીરાંને ન જોવાને લીધે અમનનો ચહેરો ઉતરી ગયો હતો. એને તો કોઈ જ પ્રવુતિ પણ કરવાની ન હોવાથી એ સતત મીરાંની યાદમાં જ રહેતો હતો. હજુ અમનને ૨૦ દિવસ હોસ્પિટલમાં જ રહેવાનું હતું, ત્યારબાદ એને હોસ્પિટલમાંથી રજા મળવાની હતી. અમન બસ હોસ્પિટલથી છુટકારો થવાની જ રાહ જોતો હતો. બસ પોતાના પગ પર ઉભો થાય એટલે મીરાંને ફરી દિલ ખોલી વાત કરવી હતી. અમન હજુ સુધી એ વાત થી અજાણ જ હતો કે મીરાં એના મમ્મીના કહેવાથી હોસ્પિટલ આવી હતી. અમન એની કલ્પનાની દુનિયામાં ખુબ ખુશ હતો. પ્રથમ અમનને બધી ચોપડીઓ લખીને આપવા આવ્યો ત્યારે એણે અમનને સ્વપ્નમાં ખોવાયેલ જોયો હતો. પ્રથમ હજી આ બાબતનો કોઈ જ ખુલાસો અમન સાથે કરતો નથી. પ્રથમે અમનને કહ્યું, 'હવે તારું વાંચવાનું બધું જ મેં તૈયાર કરી આપ્યું છે, આ પરીક્ષા તારે આપવાની નહીં પણ ફાઈનલ પરીક્ષામાં તને ઓછી તકલીફ પડે માટે વાંચજે. અમનને વાંચવું બહુ ગમતું નહીં પણ હોશિયાર હતો આથી પ્રથમે એની વગર માગ્યે મદદ કરી હતી. અમન હરખાતા ચહેરે બોલ્યો 'તે તૈયાર કર્યું એટલે મારે વાંચવું તો પડશે જ.'

અમન પ્રથમને મીરાંના સમાચાર પૂછવા જ જતો હતો ત્યાં રૂમમાં તેના મમ્મી આવ્યા આથી એ બીજી અન્ય વાતુની ચર્ચાએ ચડ્યો અને પ્રથમને વાંચવાનું હોય બંને ફરી કાલ મળશું કહી છુટા પડ્યા હતા.

અમનના મમ્મી પોતાના પુત્રની દરેક ભાવના આબેહૂબ સમજી જ ગયા હતા. એના મમ્મીને મીરાંથી કોઈ જ તકલીફ નહોતી કદાચ એમને મહેસુસ થતી હતી એના દીકરાની વેદના.. બસ અમન જલ્દી ઠીક થાય અને એ ખુશ રહે એવું જ એ ઇચ્છતા હતા.

મારી જ જાત સાથે વાત કરી લવ છું,
ક્યારેક હું જ મારી હમદર્દ બની જવ છું.

મીરાંની હાલત એવી હતી કે વાંચવું પણ હતું અને વાંચવામાં મન ચોંટતું પણ નહોતું. પણ મીરાંને એના પપ્પાનો ખુબ ડર હતો કે પાસ નહીં થાવ તો પપ્પા ગુસ્સે થશે. એણે હવે જોરથી બોલીને વાંચવાનું ચાલુ કર્યું જેથી મન અમનના વિચારે તણાઈ ન જાય અને વાંચવાનું જલ્દી યાદ રહી જાય. આ પ્રયત્નમાં મીરાંને સફળતા મળી હતી. એક પછી એક બધા પાઠ એ પુરા કરવા લાગી. મીરાંનો એક ખૂણામાં છુપાયેલો અમનનો પ્રેમ દિવસે ને દિવસે ગાઢ થઈ રહ્યો હતો અને પોતાના લક્ષ્ય મુજબ એ વાંચન પણ કરી લેતી હતી.

અથાગ પ્રયત્ન બાદ સંપૂર્ણ સફળતા પામી રહી હતી મીરાં;
દરેક પરિસ્થિતિને જીતવા રસ્તો શોધી રહી હતી 'પ્રેમદિવાની' મીરાં.

અમનને ન મળી શકવાનો રંજ હતો મીરાંને પણ એ પોતાની જાતને લક્ષ્યને જીતવા સાચવી લેતી હતી. પરીક્ષાઓ બધી જ સારી જઈ રહી હતી. આવતી કાલનું એક છેલ્લું પેપર બાકી હતું બસ એ પતે એટલે ૨ દિવસની સ્કૂલમાં રજા હતી.

અમન પણ આવતી કાલની રાહમાં આજના પળને માણી રહ્યો હતો. એ મીરાંને જોવા માટે ખુબ ઉત્સાહી હતો કે મીરાં ક્યારે એને મળવા આવે..

સમય મારો થંભી ગયો છે તારા ઈન્તઝારમાં,
મનની આરઝૂ અટકી રહી છે તારા ઈન્તઝારમાં,
દરેક ક્ષણ વસમી બની રહી છે તારા ઈન્તઝારમાં,
દોસ્ત! મારી આત્મા જાણે જન્મોજન્મથી તડપી રહી છે તારા ઈન્તઝારમાં.

મીરાં અને અમન બંને આ જુદાઈના દિવસોતો પાર કરી ગયા પણ આ છેલ્લી રાત બંનેને આજ ખુબ લાંબી લાગી રહી હતી. અમન અંધારી રાતમાં ટમટમતા તારાને નીરખી રહ્યો હતો અને મીરાં અમનને મળવા આતુર તો હતી પણ સાથોસાથ બહેને કીધેલી વાત યાદ આવી જવાથી સહેજ ગભરાતી પણ હતી કે અમન ફરી કંઈક પૂછશે તો હું કેમ મારી જાતને સાચવીશ? હું કાલ અમનને મળવા જાવ કે નહીં? બસ આવા જ વિચારોમાં એ ઊંઘી ગઈ હતી અને અમન તારાના ઝગમગારમાં પોતાની ચાંદનીને શોધી રહ્યો હતો.

શું મીરાં અમનને મળવા જશે કે કોઈ કારણ આગળ ધરી હોસ્પિટલ નહીં જાય ?
શું અમન હોસ્પિટલ માંથી રજા મળ્યા બાદ પોતાના નાદાન પ્રેમને ફરી જાહેર કરી શકશે?
શું આવશે મીરાંનું પરીક્ષાનું પરિણામ?

જાણવા વાંચતા રહો પ્રેમદિવાની...

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED