Premdiwani - 6 books and stories free download online pdf in Gujarati

પ્રેમદિવાની - ૬

જોને કુદરત પણ કેવી અદભુત કરામત કરે છે,
કર્મના લેખને જોઈ જન્મના લેખ લખે છે,
સંજોગ મુજબ ક્રોધને પણ પ્રેમમાં રૂપાંતરિત કરે છે,
દોસ્ત! પ્રભુની મરજી વગર પાંદડું પણ ક્યાં હલે છે?
છતાં કહેવાય છે કે માનવી કેવા કર્મ કરે છે!

અમન અને મીરાં રૂમમાં સાથે હતા ત્યારે અમન જે રીતે બેઠો થઈ ગયો એ દ્રશ્ય અમનના ભાઈના હૃદયને સ્પર્શી ગયું, એનો મીરાં માટેનો ગુસ્સો એકદમ શાંત થઈ ગયો હતો. એ મીરાંએ જે રીતે અમનને વ્યવસ્થિત ઉંઘાડ્યો એ જોઈને તેના મનને થયું કે મીરાંએ અમનને કોઈ નુકશાન ન જ પહોચાડ્યું હોય. જો મીરાંને અમનને કોઈ નુકશાન પહોંચાડવું જ હોઈને તો મીરાંના ચહેરાપર જે માસુમિયત દેખાય છે એની જગ્યાએ ક્રોધ દેખાતો હોત! ક્ષણભરમાં જ અમનના ભાઈની વિચાર ધારા બદલી ગઈ હતી. અમનના હાથ અને પગમાં ફેક્ચર હોવા છતાં અમન જે રીતે મીરાંને જોઈને સફાળો બેઠો થયો એ જ દ્રશ્ય અમનના ભાઈની ખોટી ધારણાને બદલવા માટે પૂરતું હતું.

મીરાં અમનની હાલત જોઈને ગભરાઈ ગઈ, એ ડૉક્ટરને બોલાવવા માટે ફરી કે તરત જ રૂમના દરવાજા પાસે અમનનો આખો પરિવાર અને પ્રથમને અચરજના હાવભાવ સાથે ઉભેલા જોયા. મીરાં ખુબ ગભરાય ગઈ હતી, કેટકેટલા પ્રશ્નો એના મનને વલોવી રહ્યા હતા. મીરાં કઈ બોલવા જાય એ પહેલા અમનના મમ્મી મીરાં પાસે જતા-જતા બોલ્યા 'તને જોઈને મારો દીકરો આજ બેઠો થયો, જે ૩ દિવસથી પડખું પણ નહીં ફર્યો! મીરાં તું થોડી વાર અહીં બેસને તારા ઘરે હું કહીને આવું છું કે મીરાં થોડી વાર હોસ્પિટલ અમન પાસે છે.'

અમનના ભાઈએ તરત જ પોતાના મમ્મીને કહ્યું કે," તમે બંને અહીં રહો હું મીરાંને ઘરે સમાચાર પહોચાડું છું."

દીકરાના મુખેથી આવા શબ્દો સાંભળીને મમ્મીની આંખમાં આંસુ આવી ગયા. એમને થયું કે થોડી વાર પહેલા જે મીરાંનું નામ સુધ્ધા સાંભળવા તૈયાર ન્હોતો એ મીરાંની હાજરીથી જરા પણ વિચલિત નહીં! એમને થયું કે જરૂર અલ્લાહ મારી દુવા સાંભળી રહ્યા છે. મનમાં ફરી એમણે અલ્લાહને દુવા કરી અને માથું હલાવી દીકરાને હા પાડી.

જોને માઁની કંઈક આશા બંધાય ગઈ,
જાણે માઁની દુવા હવે કબૂલ થઈ ગઈ!

મીરાં... હા મીરાં... એ શું ઈચ્છે છે કે એ શું અનુભવે છે એની કોઈએ દરકાર ન લીધી ફક્ત અમનની જ તરફેણ રહી હતી. મીરાં જાતે જ બોલી કે, 'હું ફરી આવીશ મારે અત્યારે ઘરે જવું છે.'

મીરાંને તરત અમનના ભાઈ એ પ્રતિઉત્તર આપ્યો કે ચાલ હું તને ઘરે મૂકી જાવ અને તારે ઘરે પણ બધાના હાલચાલ પૂછી લવ.

મીરાં ભાઈ સાથે પોતાને ઘરે જવા નીકળે છે. રસ્તામાં મીરાંનું મન અનેક વિચારોમાં ડૂબેલું હોય છે. એ શું થઈ રહ્યું છે એ સમજવા અસમર્થ હતી. બસ માનવતા જ નિભાવી રહી હતી.

આબાજુ હોસ્પિટલમાં ડૉક્ટરે અમનની તપાસ કરી. એના પ્રાથમિક રિપોર્ટ્સ નોર્મલ જ હતા. અમન માં જે ચેતના જાગી હતી એનું કારણ કદાચ મીરાં હોય શકે એવું ડોક્ટરે કીધું અને સાથોસાથ એમ પણ કીધું કે અમન ક્યાં કારણે સ્કૂલ બિલ્ડીંગ પરથી કૂદયો એ કારણ હમણાં કોઈને પૂછવું કે ચર્ચા અમન સાથે કરવી નહીં. અમનને ફરી જો કોઈ તકલીફ થઈ તો એ કોમા માં જતો રહેશે. પરિવારના દરેક સદ્શ્યએ ધ્યાન રાખવાનું રહેશે કે અમન ને હમણાં કોઈ પણ જાતનો માનસિક ત્રાસ ન લાગે એ ખાસ જોવું જેથી એ ઝડપથી સાજો થાય. અમનના પરિવારે મૂક સહમતી ડોક્ટરને આપી હતી.

બધું જ અનુકૂળ લાગવા લાગે,
જો પ્રભુ એની કૃપા વરસાવા લાગે!

મીરાં ઘરે પહોંચીને પોતાના પરિવારને જણાવે છે કે, 'હું પ્રથમ જોડે હોસ્પિટલ અમનને જોવા ગઈ હતી. અમનની તબિયતમાં થોડો સુધારો છે.' પરિવારના દરેક સદ્દશ્ય ખુશ થયા. મીરાંના માતાપિતા કહે કે આવતી કાલે અમે પણ અમનને જોવા તારી જોડે આવશું. ધંધાની દોડધામમાં હું હોસ્પિટલ અમનને જોવા હજુ સુધી જઈ શક્યો નહીં એમ મીરાંના પપ્પાએ ટાપસી પુરાવતા કહ્યું. મીરાંએ ફક્ત હળવું હાસ્ય આપીને પપ્પાની હા માં હામી ભરાવી હતી.

અધૂરી જાણકારી આપ્યાનો દિલમાં રંજ હતો મીરાંને,
દાખવી માનવતા ઝેરનો ઘૂંટડો ઉતાર્યો હતો મીરાંએ!

અસામાન્ય લાગતી પરિસ્થિને સામાન્ય ગણી ચાલવું ઘણું અઘરું હતું છતાં મીરાં ચાલી રહી હતી. મીરાં પોતાની ઈચ્છા વિરુદ્ધનું કર્મ ફક્ત માનવતા ખાતર જ કરી રહી હતી જેનું ગંભીર પરિણામ મીરાંએ ભવિષ્યમાં ભોગવવું પડશે.

અમનને મળવાનું સવાર-સાંજ જવું એ ધીરે ધીરે મીરાંનો નિત્ય ક્રમ બનતો ગયો હતો. બોર્ડની પરીક્ષાને પણ સારા માર્ક્સ થી ઉત્તીર્ણ કરવી એ પણ મીરાં માટે જરૂરી હતું.

સમય ધીરે ધીરે પસાર થવા લાગ્યો હતો. અમનની તબિયતમાં ઘણો સુધાર થયો હતો. મીરાં મિત્ર તરીકે પોતાની શક્ય ફરજ બજાવી રહી હતી. આજ કાલ થતા ૧૫ દિવસ અમનને હોસ્પિટલમાં થઈ ગયા હતા. અમન હવે સંપૂર્ણભાનમાં આવી ગયો હતો. હા, હાથપગમાં ફેક્ચર વધુ હોવાથી હજુ ૨ મહિના અમને હોસ્પિટલમાં જ રહેવાનું હતું.

એકદિવસ મીરાં અમનને મળવા હોસ્પિટલ આવી હતી. અમન મનમાં હરખાય રહ્યો હતો કે મીરાંએ મારા પ્રેમનો સ્વીકાર કર્યો છે, આથી જ એ રોજ હોસ્પિટલ આવે છે. અમન આ વાતથી અજાણ છે કે મીરાં અમનના મમ્મીના કહેવાથી રોજ હોસ્પિટલ આવે છે. મીરાં માટે અમન હજુ ગફલતમાં જ જીવે છે. મિત્ર પ્રથમ પણ પરિસ્થિતિને આધીન બની કોઈ જ ખુલાસો કરતો નથી.

શું સત્ય આવશે સમીપ તો જીલી શકશે અમન સત્યને?
કે સમયને સાથ આપતા આપતા કાચી ઉમરેજ મીરાંના મનમાં પણ પ્રગટશે પ્રેમ?

જાણવા વાંચતા રહો પ્રેમદિવાની...

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED