ગંગાબાની હવેલી(ભાગ-૩) kalpesh diyora દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ગંગાબાની હવેલી(ભાગ-૩)

પરષોત્તમને બોલાવો.થોડીજવારમાં પરષોત્તમ હાજર થઈ ગયો.શું તને કયારેય કોઈ પણ વાત ગંગાબાએ કરી હતી?નહીં,મને કયારેય કોઈ પણ વાત તેમણે કરી નથી.હવેલીમાં મારું નાનું નાનું કામ હોઈ તે કરી આપતો મને કયારેય કોઈ વાત કરી નથી.અને કયારેય ખજાનાની વાત મેં ગંગાબા પાસેથી જાણવાનો પ્રયત્ન પણ કર્યો નથી.

તું હવેલીમાં કાલ કયા સમયે આવ્યો હતો.સવારના સમયે.ગંગાબાને સવારે મારા ઘરેથી હું દૂધ આપવા માટે દરરોજ આવતો.તેમ હું આજ પણ સવારે વહેલા આવ્યો હતો.તે સમયે ગંગાબા ઇશ્વરની પૂજા કરતા હતા.અને સાંજે જો કોઈ કામ હોઇ તો સાદ પાડે તો હું તેમની હવેલી પર જતો હતો.બાકી કામ વગર હું હવેલીમાં પગ પણ મેકતો ન હતો.મને આ વિશે બીજી કોઈ પણ જાણ નથી.

હા,મુખી બાપા એક મહિના પહેલાની વાત છે.સવારમાં હું હવેલી એ ગંગાબાને દૂધ આપવા માટે આવ્યો હતો.દરરોજ હું આવું ત્યારે ગંગાબા પૂજા કરતા હોઈ પણ તે દિવસે હજુ તે ખાટલા પર સુતા જ હતા.મેં બે ત્રણ વાર કહ્યું ગંગાબા ગંગાબા..!!!પણ ગંગાબાએ કોઈ હાકારો આપ્યો નહિ એટલે હું તેની નજીક ગયો.મેં જોયું તો ગંગાબા રડી રહ્યા હતા.

મેં ખાટલા માંથી ઉભા કર્યા અને રડવાનું કારણ પૂછ્યું,પણ ગંગાબા એ મને કોઈ જવાબ ન આપ્યો ખાલી એટલું બોલ્યા કે આ દુનિયામાં મારા ઘણા છે.પણ અત્યારે મારૂ આ ઇશ્વર સિવાય બીજું કોઈ નથી,મને આ હવેલી આજ સુમસન લાગે છે.

પરસોતમ આ એ જ હવેલી છે.જયાં મારી સામે અહીં નાટક ભજવાતા લોકો દૂર દૂરથી જોવા આવતા.આ હવેલીમાં જોવા માટે લોકોની ભીડ થતી.બાપુ અહીં સામે જ ખાટલો નાંખી કહુંબો પિતા અને એ નાટક જોતો.આજ આ હવેલી સુમસાન છે.અહીં કોઈ નાટક ભજુવતું નથી કે નથી કોઈ અહીં આવતું.મારુ મનેને તો ઘણું કહેવું છે.પણ એ વાત કહેતા મને બીક લાગે છે.હું ધ્રુજવા લાગુ છું.નહીં પરસોત્તમ તું અહીંથી જા મને થોડીવાર તું રડી લેવા દે.મારુ દુઃખને નીચે બેસી જવા દે.એ પછી હું ત્યાંથી નીકળી ગયો.મને બીજી કોઈ વાત કરી નહિ ગંગાબાએ,પણ કોઈ તો એવું છે કે
ગંગાબાને હેરાન કરતું હતું.પણ ગંગાબા તે વાત બહાર લાવવા નોહતો માંગતા.તું જઈ શકે છો પરષોત્તમ...!!

મંજુને બોલાવો.મંજુ રડતી રડતી રસોડામાં આવી.
શું તને કયારેય કઇ વાત આ હવેલીમાં ગંગાબાએ કરી હતી?નહીં મને કયારેય કોઈ વાત કરી નથી.તે ઘણીવાર મારા લગ્નની વાતો અને તેમના દીકરાની વાતો મને કરતા અને રામાયણની વાતો પણ મને ઘણીવાર કરતા.હું સાંજે જમવાનું તેમના માટે બનાવા માટે આવું તો એ ખાટલા પર બેસીને રામાયણ
વાંચતા હોઈ.

તને કયારે ખબર પડી કે ગંગાબાનું મોત થયું છે?હું મારા ઘરેથી રસોઈ કરવા માટે હવેલી પર આવી ત્યારે.એ વખતે મેં બે ત્રણ વાર ગંગાબાને કહ્યું કે જમવામાં બા આજે શું બનાવું પણ બા એ કોઈ જવાબ આપ્યો નહિ.હું થોડી નજીક ગઈ જોયું તો બા ના ગળામાં કોઈએ લાલ કલરની ચૂંદડીથી તેમનું ગળું દબાવી દીધું હતું.હું દોડતી દોડતી હવેલીની બહાર નીકળી અને બધાને વાત કરી ગંગાબાને કોઈએ મારી નાખ્યા છે.

તને કેમ ખબર પડી કે ગંગાબાને કોઈએ મારી નાખ્યા છે.એવું પણ બને કે ગંગાબાએ જાતે જ લાલ ચૂંદડીથી તેનું ગળું દબાવી દીધું હોઈ.નહિ એવું બંને જ નહીં ગંગાબાને નખમાંય રોગ નોહતો.અને એવું કંઈ દુઃખ પણ નોહતું.એ શા માટે આવું પગલું ભરે.

ગામના મુખી અને બીજા બે ત્રણ લોકો હવેલીએ બેઠા બાકી બધાને જાવાનું કહ્યું.મને લાગે છે કે ત્રણેય માંથી કોઈએ ગંગાબાનું ખૂન નથી કર્યું.તો કોણે ખૂન કર્યું છે?
જાણવું તો પડશે જ ગામમાં આ રીતે કોઈ ગળું દબાવી ધોળા દિવસે ખાતર પાડી લઇ જાય એ શક્ય જ નથી.એ ચોરને રાત દિવસ એક કરીને આપડે શોધવો જ પડશે.

મુખી તમે આ વીજુડી અને મંજુની વાતમાં નહિ આવી જતા.એ મીઠી મીઠી વાતો કરીને તેમણે ઘણાને ઘર ભેગા કર્યા છે.પણ મને એવું લાગે છે કે સ્ત્રી જાતથી આ ખૂન નો થાય.

મુખી બાપા એ તમારી ભૂલ છે.તેમની પર તમે દયા ન કરો.એ બંને હવેલીમાં દસ વર્ષથી કામ કરે છે.અને હવેલીમાં તેમને ક્યાં શું છે.એ બધી જ ખબર હોઈ તો પણ બોલે એમ નથી.મોં માં મગ ભર્યા હોઈ તેમ ચૂપ જ થઈ જશે.મને તો લાગે છે કે એ બંને માંથી એકે જ
આ ગંગાબાનું ખૂન કર્યું છે.

પણ એ ખૂન કરે શા માટે મને એ જ સમજાતું નથી.
મુખી બાપા પૈસા માટે.અત્યારે પૈસા માટે માણસ ગમે તે કરી શકે છે.જો તેણે પૈસા માટે ખૂન કર્યું હોઈ તો તેની પાછળ કોઈ બીજાનો હાથ હોઈ જ એકલા હાથે આ આવડો મોટો ખાડો રસોડામાં શક્ય જ નથી.

બોલાવો વીજુડી અને મંજુને બાપાને એમનો પણ હાથ હોઈ શકે છે.થોડી જ વારમાં બંને હાજર થયા.
શું તમને ગંગાબાની હવેલીના ખજાના વિશે જાણ હતી.તમને તમારી દીકરી એ કોઈ પણ વાત કરી હતી.

નહીં મુખી બાપા અમે તો દરરોજનું દરરોજ ખાવા વાળા છીએ.એવો કોયદી વિચાર પણ કર્યો નથી.
મારી દીકરી સાથે કયારેય હવેલી બાબતે મેં વાત પણ નથી કરી.એ ક્યારેક કયારેક જમવાનું વધતું એ ગંગાબા આપતા એ અમે હોંશે હોંશે જમી લેતા.બાકી અમને કઈ ખબર નથી.આ બંને એ કઈ નથી કર્યું તમે તેને જવાદો.હવે ગંગાબાનો છોકરો કાલ અમેરિકાથી આવી પછી બધાની પૂછપરછ કરશે.

મુખી બાપા તમે પરષોત્તમને અહીં બોલાવી કેમ સવાલ નથી કરતા.પરસોત્તમ મારો ખાસ માણસ છે.તે કયારેય આવું ન કરી શકે,મને પુરી પુરી ખાતરી છે.
ખજાના માટે કોણે ખૂન કર્યુ તે કહેવું મુશ્કેલ હતું.
પરસોત્તમ અને મંજુ પણ હોઈ શકે અથવા આ ગામનો મુખી અને વીજુડી પણ હોઈ શકે.કહેવું ઘણું મુશ્કેલ હતું.

ક્રમશ.

લિ.કલ્પેશ દિયોરા.